વરદાન કે અભિશાપ (ભાગ-૭)
(વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના મોભી હોય. વિશ્વરામના મોટા દીકરા ધનરાજે અલગ રહેવા જવાનું નકકી કર્યુ. ધનરાજના શહેરમાં ગયા બાદ વિશ્વરાજ ને કેસરબેન ધજરાજના ઘરે રોકાવા જાય છે. ત્યાં બાળકો તો બહુ જ ખુશ થઇ જાય છે. એ પછી ઘરે જવાના સમયે વિશ્વરાજ પાંચેય બાળકોને તેઓની સાથે લઇ જવા માટે ધનરાજને વાત કરે છે. બધા બાળકો કરતાં તેમને નરેશ પ્રત્યે વિશેષ લગાવ હોય છે. હવે આ બાજુ નરેશ યુવાનીની અવસ્થામાં પહોંચી ચૂકયો હોય છે. નરેશનો અભ્યાસ પત્યા બાદ તે પ્રેસની ટ્રેનીંગમાં લાગી જાય છે. પ્રેસની ટ્રેનીંગની સાથે-સાથે તે ઘરના કામકાજમાં પણ તેનો સહયોગ આપતો હોય છે. ચાર ભાઇ-બહેનોમાં નરેશનો ત્રીજો નંબર આવતો. તેને એકવાર ગામડે દાદા અને દાદીને મળવાની ઘણી ઇચ્છા થઇ. આથી તે ઘરે જાણ કરીને દાદા અને દાદીને મળવા ગામડે પહોંચી ગયો. દાદા તેને થોડી સમજદારીની વાતો કરે છે. જે નરેશના સમજથી બહાર હોય છે. નરેશ હવે ઘરે જવા રવાના થાય છે. ઘરે પહોંચતા જ એ ઘરના કામકાજમાં લાગી જાય છે. બીજા દિવસે પ્રેસની ટ્રેનીંગમાં તે જાય છે. પ્રેસના ટ્રેનીંગ સેન્ટરમાં પોસ્ટ-ઓફિસમાંથી આવેલ ભાઇ નરેશ માટે સમાચાર દાદાના અવસાનના સમાચાર આપે છે. નરેશ એકદમ ભાંગી પડે છે. હવે આગળ કંઇક અજુગતું થવાનું જ હતું તે નકકી થઇ ગયું હતું. વિશ્વનાથની ચિંતા પરથી કંઇક સારું તો નથી જ થવાનું. હવે આગળ....................)
વિશ્વનાથનું અવસાન થતાં તેમના ગયા પછીની પૂજા-વિધિ સંપન્ન કરી ધનરાજ અને તેનો પરિવાર ઘરે પરત આવે છે. નરેશને હમેશા દાદાની યાદ આવતી હોય છે. તેનું મન દાદા તેમની વચ્ચે નથી તે વાત સ્વીકારવા તૈયાર જ ન હતું. સમય ચાલતો રહ્યો ને સાથે-સાથે વિશ્વનાથના બંને પુત્રોના જીવનમાં પણ ઘણા પરિવર્તનો આવતા રહ્યા. દાદાને અવસાન પામ્યાને હવે ઘણો સમય થઇ ગયો હોય છે. પણ હા તેમની સંભાળ માટે દાદી તો હાજર જ હોય છે. ધનરાજ અને દેવરાજના બાળકોની લગ્નની ઉંમર પણ થવા આવી હોય છે. એ જ અરસામાં ધનરાજના મોટા પુત્રના લગ્ન લેવાય છે અને બીજા નંબરના પુત્ર એટલે કે, નરેશની લગ્નની વાતો ચાલતી હોય છે. પણ તેના લગ્નમાં એક અડચણ આવીને ઉભી રહી જાય છે. ધનરાજના સૌથી નાના પુત્ર એટલે કે, ભાનુપ્રસાદે પ્રેમ લગ્ન કરી દીધા હોય છે અને ભાનુપ્રસાદ-જયા બંને પ્રેમી-પંખીડાઓ ભાગી ગયા હોય છે. એ જમાનામાં પ્રેમ લગ્ન એ એક ગુનો જ મનાતો. કેમ કે, પ્રેમ લગ્ન કરનારને સમાજમાંથી બાકાત કરી દેવામાં આવે. ભાનુપ્રસાદના લગ્નની ખબરથી પરિવારમાં બધા આઘાતમાં હોય છે. આ બાજુ જયાના પિતા બહુ જ ગુસ્સે થઇ ગયા હોય છે તેઓ પોલીસમાં ફરીયાદ કરાવી આવે છે કે, તેમની દીકરીને કોઇ છેતરપિંડીથી ભગાડી ગયો છે.
પોલીસમાં ફરીયાદ કરવાથી ધનરાજના ઘરે પોલીસ ભાનુપ્રસાદની ધરપકડ કરવા માટે આવે છે. જયાના પિતાએ પોલીસને ભાનુપ્રસાદનો ફોટો આપ્યો હતો. પણ નરેશ અન ભાનુપ્રસાદનો ચહેરો મળતો આવતો હોવાથી તેઓ નરેશની ધરપકડ કરી લે છે. ધનરાજ અને મણિબેન પોલીસને સમજાવે છે કે, તમે જેની ધરપકડ કરી છે તે અમારો પુત્ર નરેશ છે જે હૂબહૂ અમારા નાના પુત્ર ભાનુપ્રસાદ જેવો લાગે છે. પણ પોલીસવાળા કંઇ સમજવા તૈયાર જ નહોતા. તેઓ નરેશને કસ્ટડીમાં લઇ લે છે. આ વાતની જાણ જયાને થતાં તે તરત જ ભાનુપ્રસાદ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જાય છે અને પોલીસને સામે બયાન આપે છે કે, ‘‘તેણે તેની મરજીથી ભાનુપ્રસાદ સાથે લગ્ન કર્યા છે અને જેને તમે કસ્ટડીમાં રાખ્યા છે તે ભાનુપ્રસાદના મોટા ભાઇ નરેશ છે.’’ જયાના બયાનથી પોલીસ નરેશને કસ્ટડીમાંથી મુકત કરી દે છે.
પણ આ વાતથી ધનરાજ ઘણા ગુસ્સે થઇ ગયા હોય છે. તેઓ ભાનુપ્રસાદ અને જયાનો સ્વીકાર કરતા નથી અને તે બંને માટે ઘરના દરવાજા કાયમ માટે બંધ કરી દે છે.
શું ધનરાજ તેમના પુ્ત્ર ભાનુપ્રસાદ અને તેની પત્નીનો જયાનો સ્વીકાર કરશે? કે પછી તે બંને આ ઘરથી કાયમ માટે દૂર થઇ જશે ?
(વધુ આવતા પ્રકરણે ભાગ-૮ માં)
- પાયલ ચાવડા પાલોદરા