That's it, you lose heart in Gujarati Motivational Stories by Pari Boricha books and stories PDF | બસ, તું હિંમત હારમાં

Featured Books
Categories
Share

બસ, તું હિંમત હારમાં

પંખી ટહૂંકયું તેના કાનમાં
પેલું વાદળ સમજાવે તેને સાનમાં
તારી કાજે વરસી હું જરૂર,
બસ, તું હિંમત હારમાં ....

ઉનાળાના બળ - બળતાં બપોરની વેળાએ , એક આશાભરી નજરે , પંખી વાદળ સામે જોઈને બોલે છે,
( સાનમાં કહે છે ) કયારે તું વરસી આ ધરા પર ?! વાદળ જાણે કે તેની વેદના સમજતું હોય એ રીતે જ તેને કહે છે કે, "તારી કાજે વરસી હું જરૂર ,
બસ , તું હિંમત હારમાં ...."

સૂકું વૃક્ષ ઊભું વીરાનમાં
હે ! માનવી ! સમજાવે તને સાનમાં
સૌ સારાં વાનાં થશે એક ' દિ
બસ, તું હિંમત હારમાં.....

જયારે ઉનાળાનો સમય શરૂ થયો , સૂર્યની કાળ - ઝાળ અને ભયંકર ગરમી વધવા લાગી ! એ વેળાએ સૂમસામ જંગલમાં ( વીરાનમાં ) ઊભેલું વૃક્ષ સૂકાઈ ગયું હોવા છતાં ; હિંમત ના હારતાં દરેક બુદ્ધિજીવી માનવીને જાણે કહેતું હતું કે, આજે દિવસ ખરાબ છે, પણ મને હરિયાળીની આશા ભરપૂર છે ! એક દિવસ હું લીલુંછમ થઈશ જરૂર. આમ્ , તે માણસને હિંમત આપતું જણાય છે. તેનું કહેવું છે કે, ભલે દિવસ ખરાબ હોય પણ સકારાત્મકતા
( possitivity ) કયારેય ના છોડવી.
મૂંગુ વૃક્ષ કહે છે, તને સાનમાં સમજાવીને કે ,
" સૌ સારાં વાનાં થશે એક'દિ
બસ , તું હિંમત હારમાં...."

ઉનાળાનાં બળબળતા બપોરમાં
ઊભેલું ઊંટ પેલા રણમાં
બોલ્યા વગર જ સમજાવે તને સાનમાં
બસ, તું હિંમત હારમાં .....

ખરાં બપોરનાં ટાણે; રાજસ્થાનના રણમાં, ઘોર તડકામાં ઊભેલું ઊંટ કહે છે કે, આજે નહીં તો કાલે વર્ષા જરૂર થશે અને આ સૂકું રણ ભીનું થશે ! જેથી મારા પગની પીડા- બળતરા દૂર થશે , એવી ભરપૂર આશા છે મને પ્રકૃતિથી.!!
આ બધું બોલ્યા વગર ( સાનમાં ) જ સમજાવે છે તે માનવીને કે ,
"આશા ના છોડીશ તું કયારેય
હે ! માનવી !
આવો મર્મ છે મારી વાતમાં
બસ, તું હિંમત હારમાં...."


જેને સમજણ નથી તે પણ સમજાવે છે તને
હે ! માનવી !
કેટલો ઊંડો વિશ્વાસ તેની આશમાં
બસ , તું હિંમત હારમાં....

જે બોલી નથી શકતાં એવાં પશુ, પક્ષી અને વૃક્ષો.
દરેકે - દરેક માણસને તે પોતાના ઉદાહરણ દેખાડીને સમજાવે છે કે, " જોઈ લે , અમારી સ્થિતિ ! છે ને તારી કરતાં પણ તદ્દન ખરાબ ?! છતાં , આશાની કિરણો જોવાની આશા છે...!!
તે કહે છે કે, માત્ર આ સમય જ ખરાબ છે; જિંદગી આખી નઈ. માટે અમને આશા છે સારાં સમયની.તમે પણ અમારામાંથી કંઈક તો શીખો.
દરેકે - દરેક માણસને સમજાવી રહ્યા છે પશુ , પક્ષી અને વૃક્ષો. હે ! માનવી ! કપરા દિવસો હોવા છતાં પણ હિંમત ના હારીશ ! સમય અને પરિસ્થિતિ નું શું છે ? તે તો બદલાયા જ કરે છે.પણ , જો તું હિંમત ના હારેને ; તો તને તારી સિવાય બીજું કોઈ હરાવી પણ ના શકે !!

આ રચના દ્વારા હું દરેકે - દરેક માણસને એ સંદેશ આપવા માંગુ છું કે, જિંદગીમાં ગમે તેવી વિષમ પરિસ્થિતિ સર્જાય તોપણ ડગી ના જવું. હંમેશા સકારાત્મક રહેવું. અને , સકારાત્મકતા સાથે દુ:ખદ પરિસ્થિતિનો પણ સ્વીકાર કરીને જિંદગીમાં આગળ વધવું. જિંદગીનો આનંદ માણવો...... લેવો ......!!

" Happiness is the best tonic
for the health "

"Always be possitive. "

માણસને સાથ આપવો સલાહ કરતા તો . કેમકે,
" Support is important, not advice ; everyone knows that , what they actually gonna do or not. "
આ story ના માધ્યમથી દરેક ને હું motivate કરવા માંગુ છું. એક બીજાને સાથ અને સહકાર આપવો. જિંદગીને જાણવા કરતા માણવાનું રાખો કારણકે, જયારે જાણી લેશો ત્યારે ખબર પડશે કે, માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો.

~ Pari Boricha 🕊