Street No.69 - 92 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-92

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-92

નૈનતારા ડ્રીંક બનાવી પી રહી હતી.. એને રૂમમાં કોઇ ઓળો ફરી રહ્યો હોય એવો એહસાસ થઇ રહેલો એણે સોહમને પૂછ્યું "સોહુ અહીં તું ફરી રહ્યો છે ?” સોહમે કહ્યું “હું જસ્ટ વોશરૂમમાંથી આવ્યો. તને ડ્રીંક લીધાં પછી...” એમ કહી હસ્યો.

નૈનતારાએ સોહમનાં ગળામાં એનાં હાથ પરોવી એને કીસ લેવા ગઇ અને ટેબલ પર મુકાયેલો ગ્લાસ નીચે પડ્યો.

સોહમે હસીને કહ્યું "નૈન વળગે છે તું અને ઇર્ષ્યા ગ્લાસ કરે છે... કેવું.. કહેવાય ? ત્યાં તો કોઇ છે નહીં ગ્લાસ કેવી રીતે પડ્યો ?”

નૈનતારાએ નશામાં કહ્યું "તું આ પેગ પીવાનું ચાલું કર તો ગ્લાસ નહીં પડે... હું તો સીધી બોટલ હોઠે લગાડું છું આમ થોડું થોડું ક્યાં પીવાનું મારે તો બધુજ બહુ જોઇએ પછી દારૂ હોય કે તું... “

“સોહુ આમ હોઠ અડાડી અડાડી આખી રાત કાઢવાની છે ? કમ ઓન... આખી રાત આપણે સાથે મળીને પી જઇએ. દારૂની શી વિસાત ? કેટલાય સમયથી આ તન તારાં માટે તડપે છે એકવાર આપણાં અંગથી અંગનું સંપૂર્ણ મિલન થઇ જાય પછી દુનિયા મારી મુઠ્ઠીમાં...”

નૈનતારા આમ બોલી આખી બોટલ મોઢે માંડે છે. સોહમ ડ્રીંકની એક સીપ લે છે અને બાજુમાં સોફા પર જઈને બેસે છે. એ ઉભી રહેલી નૈનતારાને બોટલ મોઢે માંડી પીતી જોઇ રહે છે.

સોહમે વિચાર્યુ આ શું બોલી ગઇ ? તનથી તન અંગ થી અંગ મિલાવી લઇએ. સંપૂર્ણ મિલન થયા પછી દુનિયા મારી મુઠ્ઠીમાં ? આ શું ?

ત્યાં રૂમમાં ઓળો સ્પષ્ટ દેખાયો.. નૈનતારા પીવામાં મગ્ન હતી પણ સોહમે જોયું કોઇ રૂમમાં હાજર છે પણ દેખાઇ નથી રહ્યું..

સોહમ ચૂપકીદી સેવી બેસી રહ્યો એ ચારો તરફ નજર ફેરવી રહ્યો હતો. હવે કશું દેખાતું નહોતું રૂમમાં એ અને નૈનતારા એકલાંજ છે એવું અનુભવ્યું નૈનતારાએ મોટો લાંબો ઘૂંટ લીધો અને સોહમનાં ખોળામાં આવીને બેસી ગઇ.. સોહમનાં ગાલ ઉપર ચુંબન કરીને બોલી.. “હું બર્થશુટમાં આવી જઊ? તું મારું તન અંગ અંગ જો તને જ પુકારી રહ્યું છે. “

સોહમ કંઇ જવાબ આપે પહેલાં એનાં ખોળામાંથી ઉભી થઇ અને એનાં બધાં જ વસ્ત્રો ઉતારવા લાગી.. એણે આંતવસ્ત્રો પણ ઉતારી નાંખ્યા એ સાવ નગ્ન એની સામે ઉભી હતી અને સોહમને ઇજન આપી રહી હતી.

સોહમ પેગ પીતો અટક્યો અને આંખોથી નૈનતારાને જોઇ રહ્યો એને જોતો ગયો એમ આકર્ષાતો ગયો એ ઉભો થયો.... નૈનતારાએ એનાં હાથ પહોળા કર્યા. સોહમ એની નજીક જવા ગયો ત્યાં એનાં કાનમાં એક મધુર સ્વર સંભળાયો.. “સોહુ... એય સોહું.. શું તન જ સર્વસ્વ છે ? મારો પ્રેમ નહીં ?”

સોહમ ચમક્યો... આ કોણ ? આ તો સાવીનો અવાજ.. એનું શરીર ઠંડુ પડી ગયું.. સામે નૈનતારા આંખો મીંચી નશીલી અવાજે સોહમને આહવાન આપી રહી હતી... બોલી “સોહમ આવી જા હવે ના તડપાવ.. જો હું તને બોલાવી રહી છું મારામાં તને સમાવવા તડપી રહી છું. આવ.... સોહમ આવ મારું અંગ અંગ તને સ્વીકારવા ઇજન આપી રહ્યું છે”.

સોહમ તો અવઢવામાં પડ્યો.. સામે નૈનતારા સંપૂર્ણ નિઃવસ્ત્ર થઇ એને બોલાવી રહી છે એને મૈથુન કરવું છે. આ બાજુ કાનમાં પોતાની પ્રિયતમા સાવીનો અવાજ સંભળાય છે.

સાવીએ કહ્યું “સોહમ આવું તો હું પણ તને આપી શકું.. બલ્કે આપી ચૂકી છું. આપણે સાચો પ્રેમ કર્યો છે. સામે ઉભેલી વ્યક્તિ પણ પ્રેત છે મનુષ્ય નહીં.. એની વિધીની અંતિમ તારીખ આવી છે એમાં તારાં જેવા મનુષ્ય સાથે સંભોગ કરવો જરૂરી છે.... વિધી પુરી થયાં પછી તને ફેંકી દેશે. “

“ઘણાં સમયથી તારાં જેવી પાત્રતાવાળા પુરુષની શોધમાં હતી આ કોલકત્તાથી આવી છે. એનાં પિતાનાંજ વિધી પ્રયોગમાં એનો જીવ ગયો હતો પણ એની પાસે બધીજ સિધ્ધિશક્તિઓ છે એણે રૂપ ધારણ કર્યુ છે બાકી સાવ સામાન્ય કાળી કુબડી બંગાળી છોકરી છે નયના.. જો તેં આજે એની સાથે શરીર સંબંધ બાંધી સંભોગ કર્યો તો તું પાયમાલ થઇ જશે અને એ સિધ્ધ...”

સોહમે કહ્યું “સાવી તું મારી સામે કેમ નથી આવતી ? પેલી જ્હાન્વીએ તું જ છે ને ? હું તને ઓળખી ગયો છું” સાવીએ ખડખડાટ હસતાં કહ્યું "વાહ તું મને બીજા રૂપમાં પણ ઓળખી ગયો અને આ પિશાચણીને ના ઓળખી ? એનાં શરીરનાં માંસ ચામડીનાં દેખાવમાં લટ્ટુ થયેલો જે એનાં પોતાનાં છેજ નહીં...”

સોહમે કહ્યું ‘તું સામે આવ... તેં શું ધંધા કર્યાં? પેલાં અરોડાની બાહોમાં શું કરતી હતી ? તેં તારી પાત્રતા નથી અભડાવી ? એ પણ મારી નજર સામે ? અને આ બલા મને ભોગવા માંગે છે એનું શું કરું ?”

સાવીએ કહ્યું “એને મેં ગુરુઆજ્ઞાથી ફસાવેલો... નથી એણે મારાં હોઠ કે તનને સ્પર્શ કર્યો. અરે જે તન મેં ધારણ કર્યું છે એ મારું નથી એક વેશ્યાનું છે તને એનો દેખાવ સ્વભાવ બતાવ્યો હું પૂર્ણ સંપૂર્ણ પવિત્ર પાત્રતા ધરાવું છું એને નશામાં ધૂત કરીને છોડીને તારી પાસે આવી છું.”

“આ નૈનતારા.... તારી નૈનનો બંદોબસ્ત હું કરુ છું. ચિંતા છોડ તું ફ્રેશ થઇને રૂમની બહાર જા હું આવું છું.”. સોહમ સાવીનાં કહેતાં પ્રમાણે ફ્રેશ થઇ રૂમની બહાર નીકળી ગયો.

સાવીએ નૈનતારાનાં ગ્લાસમાં દારૂ રેડીને કહ્યું “ડાર્લીગ થોડો દારૂ પીએ પછી ગલગલીયા કરીએ નૈનતારા ખુશ થઇ ગઇ... “વાહ સોહુ આપ થોડું ડ્રીંક.”

ત્યાં રૂમનો દરવાજો ખૂલ્યો અને મી.વાઘ્વા અંદર આવ્યા બોલ્યાં “મારી મીટીંગ કેન્સલ થઇ છે સારૂં કર્યું નૈન તેં રૂમ બુક કરાવ્યો..”. અને....



વધુ આવતા અંકે ---- પ્રકરણ-93