aaa
’’ અરે આ તો વર્લ્ડ ના બેસ્ટ ગાંઠિયા છે
આ તો ખાવાજ પડે.’’
’’ વર્લ્ડ ની બેસ્ટ જગ્યા તો આ જ છે.
તળાવનો કીનારો ’’
’’ આપણે ભણીયે તે વર્લ્ડ ની બેસ્ટ કોલેજ છે દુનિયાના કોઈ ખુણે આવી
કોલેજ ના મળે હો ’’
અને બસ એની લાઈફમાં થતું બધું જ વર્લ્ડ નું બેસ્ટ હતું. માથા પર વાળ નહોતા, કમરની સાઈઝનું કાંઈ ઠેકાણું નહી, કપડામાં ભી ખાસ મેચ નહી, પણ ડોક્ટર વર્લ્ડ નો બેસ્ટ હતો કેમ કે તેની પાસે બધું ગમે તે ક્વોલિટી નું હોય પણ વર્લ્ડ નું બેસ્ટ હતું. આમ તો એને ડાયાબિટીસ, બીપી, તમાકુ ની આદત એવા ઘણા બધા વર્લ્ડ ના બેસ્ટ દુર્ગુનો પણ હતા પણ હમેશા લખુશહાલ જીવવું એ એની ખાસિયત હતી.....
ડાકટરી દુનીયામાં એને ડીગ્રી વાળો ડોકટર કહેવાય પણ ૯૦ % એના લક્ષાણો ડોકટરના ન હોતા ખાવું, પીવું, રખડવું, ફરવા નિકળીજાવું, કોઈ બાબત ગંભીર ના રહવું આવી બધી એની ખાસિયત હતી,
હમણા હમણા પાસ થયા અને આ ડોકટરનુું પોસ્ટિંગ એવી જગ્યાએ કરવામાં આવ્યું જે સિટિ થી દૂર હતું , ગામડું હતું , જંગલ અને પહાડો નો વિસ્તાર, તો પણ નવીન ને એના મિત્રો એ આ સમાચાર ફોન થી સંભળાવ્યા. અને ખાસ જણાવ્યુ કે અહી કોઈ ટકતું નથી, ખાવા પીવા રેહવાની તકલીફ. ઉપરથી લોકો નો વિરોધ, કોઈ કેવી રીતે રહે આવા દવાખાના માં....
’’ લે ભાઈ,તારો પોસ્ટિંગ નો ઓર્ડર આવી ગયો ’’
’’ બસ ત્યારે, કાલ થી આપણે ત્યાં ’’
એણે ખુશ થતાં થતાં કહયું
નવિન બોલી પડયો ’’જોઈ લે , કયાં મળ્યું ’’
’’ અલ્યા, જલ્સા કરને , આપણે દરદી ની સારવાર કરવાની છે, ત્યાં કાંઈ પિકનીકમાં તો જવાનું નથી. તો ગમે ત્યાં જા, ગમે તે જગ્યા હોવાની ,જો તું તારૂં કામ કરે તો મજા આવે’’
’’ તને કોઈ પહોચે નહી, બસ તું પહોંચી જાજો કાલે રાણપર ’’ અને નવીને ફોન કટ કર્યો...
બીજા દિવસે સિટી થી રવાના થયા ગૂગલ મૅપ અને કાર સાથે. ગામડાં પછી ગામડાં બપોર થઈ ગયું પણ હજું પહોચ્યાં નહોતા. છેલ્લે ગૂગલ મૅપ અને કાર એ એવી જગ્યાએ ફસાવ્યા કે એ અગાળ રસ્તો નાતો પગદંડી હતી ત્યાંથી આગળ કાર જાય નહીં. કાર રસ્તામાં મુકીને પગદંડી પર ચાલી ને ચેક મોદી સાંજે ગામડે પહોચ્યા.
ગામમાં પહોંચ્યા , દવાખાનું શોધ્યુંં. એક પટાવાળા સિવાય કાંઈ નહીેં, દવાઓ અડધી પડધી, દવાખાનું તુટવા પડયું હતું, સાધનો પુરતા નહી. એની પાસે અની એક જ વસ્તું હતી સ્મીત અને બિંદાસ વલણ. ગામના સરપંચને જાણ કરી, સરપંચ મળતા આવયા.બીજા રસ્તેથી કાર ગામમાં લાવી આવ્યા.
હવે બન્યું એવું કે સરપંચ ખુબ બિડી ફુંકનારા, ફેફસાના કેન્સર થી પિડીત રોજ સાહેબનુ પરીક્ષાણ કરે. ખુબ ચિંતીત રહેતો સાહેબને પણ કોઈ સહારો નહોતો એટલે સરપંચને ત્યાં પડી રહેતા. એક મહીનો સાથે રહીને સરપંચ ખુશ રહેતા શીખી ગયો.જે હોય તેમાં સરપંચ વર્લ્ડ નું બેસ્ટ જોતાં શીખી ગયો.બંને સાથે ખીચડી બનાવે,મોજથી ખાય ગામના લોકો રાત્રે , સવારે કોઈ ટાઈમ જોયા વગર ડોકટર સાહેબ પાસે આવે અને દવા મળી જાય.પણ ,સંરપચ ભાઈનું હજી કાંઈ ઈલાજ થતો નહોતો.
રજાઓમાં સાહેબ જયારે ધરે ગયા ત્યારે સંરપચને સાથે લઈ ગયા. એમના એક સર્જન મિત્ર પાસે સર્જરી કરાવી દીધી.દવાઓ પણ અપાવી અને સંરપચ તો મોતના મોમાથી બચી ગયા.બસ, સંરપચ ગામ આવીને જાહેરાત કરી દીધી કે આ સાહેબને હવે તકલીફ ના પડવી જોઈએ.આપણું જરજરીત દવાખાનું નવીનીકરન થસે, ઘટતા સાધનો અપડે દાન માઠી અપાવસુ..આપનું દવાખાનું પણ સહર જેવુ વર્લ્ડ નું બેસ્ટ દવાખાનું બનશે.
આમ તો ગામના લોકો એ પણ ડોકટર સાહેબની દાક્તરી નો ખુબ લાભ લીધો હતો. પણ કોઈ એ આગળ આવવાની હિંમત કરી નહોતી. સરપંચે જાહેરાત કરી ત્યારે અમુક લોકોએ દવાખાનાના નો, અમુકે પાણીની , અમુકે વિજળીની ,અમુકે ફનીચરની જવાબદારીઓ લઈ લીધી આમ, એક દવાખાના માં હોય એવી તમામ સુવીધાઓ ગામ વાસીઓના સહકાર થી વસાવાઈ ગઈ.
દાકતર સાહેબ પાછા આવ્યા ત્યારે એના માટે એક સજજ દવાખાનુું રાહ જોઈતું હતું. હવે એ ગામનાજ નહી , આસ પાસના પહાડી વિસ્તારના લોકો પણ સારવાર લેવા આવિ જતા. દાકતર સાહેબને ભગવાન જેટલું સમ્માન મળવા લાગ્યું.
સમય વિતતો ચાલ્યો, ડાક્તર સાહેબ ની નામના વધટી ગઈ, આસપાસ ના ગામડાઓ માઠી લોકો દવાઓ લેવા આવતા, કી સલાહ લેવા આવતા, ડાક્તર સાહેબ બધા ને મળે, દવાઓ આપે, સલાહ આપે, રેફેરે કરે.રાજ્ય સરકારે એમના નાનકડા પીએચસી ની નોંધ લીધી. એએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને બેસ્ટ અરરોગ્ય કેન્દ્ર નો એવાર્ડ માલયપો.. છાપા માં નામ આવ્યા... વાહવાહી થઈ...
થોડા સમય પછી ડોક્ટર ના હાથ માં એક ઓર્ડર આવ્યો...." બદલી " નો...
વર્લ્ડ ના બેસ્ટ ડોક્ટર ને એમના સારા કર્મો સ્વરૂપે એમને બદલી નું ઈનામ મળ્યું......