Prem Thai Gyo - 19 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 19

Featured Books
Categories
Share

પ્રેમ થઇ થયો - 19

ૐ નમઃ શિવાયઃ

PART-19

અત્યાર સુધી આપડે જોયું કે દિયા નકુલ ને મળવા માટે કેફે માં ગઈ હોય છે અને ત્યાં નકુલ તેને પ્રપોઝ કરે છે, ત્યારે તે ત્યાં થી ગુસ્સા માં નીકળી જાય છે...

"અક્ષત...અક્ષત તું સાંભળે તો છે ને મારી વાત..."
દિયા બોલે છે..

"હા સાંભળું છું પણ તું આટલી ગુસ્સે કેમ થઇ ગઈ..."
અક્ષત બોલે છે પણ તેની નજરો સામે જ હોય છે...

"અરે મને એ વાત ના ગમી કે તે લોકો એ મને ખોટું બોલી ને ત્યાં બોલાવી...

મને બીજા બધા ને હું કાય ના કઉ પણ ભાવિકા એ પણ ખોટું બોલ્યું..."
દિયા બોલે છે...

"હા એ તો ખોટું કેવાય..."

અક્ષત બોલે છે પણ તેના મન માં એવું ચાલતું હોય છે, કે એક વાર તો તેમને મળી ને પણ દિયા સાથે આવું કર્યું હતું પણ અક્ષત એ તે સમય પર દિયા ને કાય કીધું નતું...

દિયા તેની વાત કેવાનું શરૂ કરે છે...

In college...

નકુલ એ જે બધું બન્યું તે ભાવિકા અને બધા ને કીધું હોય છે અને તે બીજા દિવસે કોલેજ આવતી જ નથી...

"અરે મને લાગે આપડે ભૂલ કરી લીધી દિયા ને આ રીતે કઇને...."

ભાવિકા ઉદાસ થઈને બોલે છે...

"અરે હું એની માફી માંગી લઈશ અને એવું હશે તો હું હવે તમારા સાથે નઈ બેસું..."
નકુલ બોલી ને ત્યાં થી જતો રે છે...

જયારે બીજા દિવસે દિયા કોલેજ આવે છે ત્યારે તે સીધી કલાસ માં જ જતી રે છે, તેના ફ્રેન્ડ્સ માં થી કોઈ સાથે તે વાત નતી કરતી...

દિયા જયારે પછી ઘરે જતી હોય છે, ત્યારે નકુલ ત્યાં આવે છે...

"જો તું મારા લીધે ભાવિકા અને બીજા લોકો સાથે કેમ નથી બોલતી...પિલ્સ તું એમની સાથે આવ ના કર..."

નકુલ બોલે છે...અને ત્યાં થી જતો રે છે...

દિયા બીજા દિવસે બધા ને બોલાવે છે...

"જો નકુલ તું મારો સારો ફ્રેન્ડ છે અને એના થી વધારે મેં નથી વિચાર્યું અને આટલો ગુસ્સો કરવા માટે સોરી..."
દિયા બોલે છે.....

બધા સાથે મળી ને કેન્ટીન માં જાય છે...

આ રીતે જ સમય જતો જાય છે નકુલ દિયા નું દયાન સારી રીતે રાખતો અને તેના માટે ની લાગણી પણ વધતી હતી...

ભૌતિક અને રોમા પોતાના ઘરે વાત કરે છે અને તેમના ગણા મનાવ્યા પછી તેમના ઘર ના લોકો માની પણ જાય છે...

"અમારી સગાઈ નક્કી થઇ છે અને તમારે બધાએ આવાનું છે..."
રોમા ખુશ થઇ ને બોલે છે...

તે બન્ને ની સગાઇ પરીક્ષા પછી હોય છે...

અને પછી બધા લાગી જાય છે, તેમની પરીક્ષા ની તૈયારી કરવા માં....

*****

આજે રોમા અને ભૌતિક ની સગાઇ હોય છે...

"અરે દિયા હવે કેટલી તૈયાર થઈશ તું તારી સગાઈ નથી આજે..."
ભાવિકા દિયા ને કેતી હોય છે...

"હા બસ થોડી વાર..."
દિયા બોલે છે...

"આજ તો તને જે જોસે ને તે તો ગયો જ..."
ભાવિકા દિયા ને આંખ મારી ને બોલે છે...

"બસ બસ ચાલ હવે..."

દિયા બોલે છે અને તે બન્ને સગાઈ માં જવા માટે નીકળી જાય છે...

તે બન્ને ત્યાં જઈને ભૌતિક અને રોમા ને મળે છે...

"તમે આપડા મોડા કેમ આવ્યા..."
નકુલ તેમની પાસે આવતા બોલે છે...

"દિયા ના લીધે તૈયાર થવા માં કેટલી વાર કરે છે આ..."
ભાવિકા બોલે છે...

"હા લાગે પણ મસ્ત છે આજે..."
નકુલ ધીમે થી બોલે છે...

તે બધા સ્ટેજ ની નીચે જઈ ને બેસી જાય છે...

ત્યાં જયારે ભૌતિક અને રોમા એક બીજા ને રિંગ પેરાવતા હોય છે...

"હું પણ આ રીતે જ તારા અને મારા પરિવાર ને મનાવી ને સગાઇ કરવા માન્ગુ છું..."

નકુલ દિયા ના કામ માં ધીમે થી બોલી ને ત્યાં થી જતો રે છે...

દિયા જયારે તે બાજુ જોવે છે તો નકુલ જતો રયો હોય છે...

"નકુલ ક્યાં છે..."
દિયા ભાવિકા ને પૂછે છે...

"હમણાં તો અહીંયા જ હતો.."
ભાવિકા બોલે છે...

દિયા ને તે સમય પર જ નકુલ ને મળવું હોય છે અને તેને આવું કેમ કીધું તે વિચારતી હોય છે...

પણ નકુલ તો ત્યાં થી જતો રયો હોય છે અને તે બન્ને પણ પાછા ઘરે આવી જાય છે...

*****

જયારે કોલેજ નું બીજું વર્ષ ચાલુ થાય છે અને દિયા અને ભાવિકા કોલેજ જાય છે ત્યારે દિયા પહેલા નકુલ ને ગોતવા માંગે છે...

"ચાલ મારે લાઇબેરી માં બુક લેવી છે..."
ભાવિકા બોલે છે...

"તું જા હું થોડી વાર માં આવું..."
દિયા બોલી ને ત્યાં થી જાય છે...

દિયા જેવી નકુલ ને જોવે છે તેવી તેની પાસે જાય છે...

"નકુલ મારે તારા સાથે વાત કરવી છે..."
દિયા નકુલ ની પાસે બેસતા બોલે છે...

"હા બોલ..."
નકુલ બોલે છે..

પણ નકુલ આજે દિયા ની સામે નથી જોતો જાણે પોતાની નજરો તેના થી ચોરાવતો હોય એ રીતે તે બેઠો હોય છે. તેના મન માં બીક પણ હોય છે, કે તેને દિયા ને સગાઇ માં બોલી તો લીધું પણ તેના લીધે તે ફરી ગુસ્સે ના થઇ જાય...

"તે પેલા દિવસે એવું કેમ કીધું કે તું પણ એ રીતે સગાઈ કરવા..."

દિયા બોલે તે પહેલા જ નકુલ તેની વાત કાપી નાખે છે...

"જો એ દિવસ માટે મને માફ કરી દેજે પણ હું તને પહેલા જ કઉ છું. હું તને સાચે પ્રેમ કરું છું અને મારે સાચે મારી આંખી જિંદગી તારી સાથે જ વિતાવી છે. જેમ ભૌતિક અને રોમા જોડ છે. એ રીતે મારે પણ તારી સાથે રેવું છે..."

નકુલ એક જ શ્વાસ માં બોલી જાય છે અને તેની નજરો નીચી કરી ને ત્યાં થી જવા જાય છે...

"હવે હું તને કઉ તે સાંભળ પેલા..."
દિયા બોલે છે...

નકુલ જે ઉભો થઇ ગયો હોય છે તે તેની જગ્યા એ પાછો બેસી જાય છે...

"જો તું મને એ પ્રોમિસ કરે કે તું જીવન ભર મારો સાથ નિભાવીશ...?"
દિયા બોલે છે...

આ સાંભળી ને નકુલ દિયા સામે જોવે છે અને તેના મોઢા પર મોટી સ્માઈલ આવી જાય છે...

"હા હું હંમેશા તારી સાથે જ છું..."

નકુલ બોલે છે અને દિયા ને ગળે લગાવે છે...

present time...

અક્ષત બસ દિયા ની વાત સાંભળતો હતો, પણ દિયા અને નકુલ ની નજીદીકી સાંભળીને પણ અક્ષત નું મન જાણે તે વાત ને માનતું નતું તે બસ એ જ વિચારતો હતો કે હું એ સમય માં એની સાથે હોત તો...

"પછી શું થયું..."
અક્ષત બોલે છે...

"અરે પેલા મને પાણી પીવા દે હું તો ક્યાર ની બોલું છું..."
દિયા બોલે છે...

"હા તારે સૂવું હોય તો સુઈ પણ શકે છે આપડે આ વાત કાલે સાંભળીશ...'
અક્ષત બોલે છે...

પણ અક્ષત ની નજરો સામે જ હોય છે તે એક વાર પણ તે દિયા સામે નથી જોતો...

"ના પણ જો તને હમણાં ના સાંભળવું હોય તો હું સુઈ જાઉં..."
દિયા બોલે છે...

"ના ના એવું નથી બસ 11 વાગી ગયા એટલે કીધું..."
અક્ષત બોલે છે...

"હા તો હું બોલું ને..."

દિયા બોલે છે અને અક્ષત હા નો ઈસરો કરે છે તે જોતા જ દિયા ફરી બોલવા લાગે છે...

હવે આગળ દિયા અને અક્ષત ની કહાની ક્યાં પોંચે છે તે જોવા માટે જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો...