એ જ કદાવર માણસ અંદર દાખલ થયો. એ માણસની દાઢીના વાળ મહેંદી લગાવીને લાલ રંગેલા હતા. એ બલબીર હતો. કાયમની જેમ આજે પણ જમવાનું આપવા એ જનાવર જ આવ્યો હતો.
“દોનો મિલ-બાટ કે ખા લેના...” એણે પ્લેટ જમીન પર મૂકી.
શ્યામે એની તરફ જોયું પણ એ કશું બોલ્યો નહિ. એ કદાવર માણસ પણ ધડીભર શ્યામ તરફ જોતો રહ્યો અને એ પછી દરવાજા તરફ ફર્યો એ જ સમયે ચાર્મિએ કહ્યું, “એક સિગારેટ મિલ સકતી હે?”
બલબીર ચમક્યો અને પાછળ જોયું. ઘડીભર તો જાણે એને શોક લાગ્યો હોય એમ સ્થિર થઈ ગયો. એ પછી એણે જેકેટના પોકેટમાંથી સિગારેટનું પેકેટ બહાર કાઢીને એમાંથી એક સિગારેટ ચાર્મિ તરફ ફેકી.
“મેચબોક્સ, પ્લીઝ.” સિગારેટ કેચ કરીને ચાર્મિએ એકદમ શાંતિથી કહ્યું.
“યે લાઈટર રખ.” એટલું બોલતા એની નજર શ્યામ પદર ગઈ એટલે એક સિગારેટ એના તરફ ફેકી અને કહ્યું, “પી લે. આજ મેરા બર્થડે હે.”
“હેપી બર્થ ડે.” જાણે આજે એનો છેલ્લો જન્મદિવસ હોય કઈક એવી અદાથી ચાર્મિ બોલી.
“થેન્ક્સ.” બલબીરે કહ્યું. ચાર્મિનું અનુકરણ કરતા શ્યામે પણ એને જન્મ દિવસની શુભેરછા પાઠવી.
“હમ કુછ બાત કર સકતે હે?” ચાર્મિના અવાજમાં વિનંતી અને ફલર્ટ બંને ભાવોનું મિશ્રણ શ્યામને દેખાયું.
“ક્યા બાત કરની હે.” પણ બલબીરના અવાજમાં માત્ર કઠોરતા જ હતી.
“મુજે કયું પકડા ગયા હે?” ચાર્મિનો અવાજ એકદમ સ્થિર હતો. એનો અવાજ એક કેદીનો અવાજ જેટલો શાંત હોવો જોઈએ એના કરતા જરા વધારે પડતો શાંત હતો.
“તુમ દોનો પે હમે શક હે પર કુછ બતા નહિ રહે હો. હમે જો ચાહિયે વો બતા દો તો હમ દોનો કો જાને દેંગે...” પેલાને કઈક આશા જાગી હોય એમ બોલ્યો.
“ક્યા જાનના ચાહતે હો?”
“મલિક કહાં હે ઔર કોન હે? રોઝી ઔર ક્રિસ્ટી કહાં હે? મેન સોર્સ કહા હે? આગે કા પ્લાન ક્યા હે?” એણે એ જ પ્રશ્નોનું પુનરાવર્તન કર્યું.
“આપ ફોટોઝ દિખા સકતે હો?” ચાર્મિ બોલી.
“મલિક કા ફોટો હમારે પાસ નહિ હે. લેકિન રોઝી ઔર ક્રિસ્ટી કી ફોટો મેં તુમ્હે દીખાતા હું.” કહી એ બે ડગલા આગળ વધ્યો.
એણે મોબાઈલમાંથી રોઝી અને ક્રિસ્ટીના ફોટોઝ ચાર્મિને બતાવ્યા.
“મેં ઇન લડકિયોં કો નહિ પેહચાનતી અગર આપ મેરે પાપાસે બાત કરો તો વો આપકો મેરે બદલે મેં પેસે દેંગે. પ્લીઝ મુજે છોડ દો.” એકાએક જાણે કોલેજમાંથી ઉઠાવેલી છોકરી ગભરાય એમ ચર્મીએ ગભરાઈને આજીજી કરી પણ શ્યામ જાણતો હતો કે એ ડરી નથી.
“હમે પેસો મેં દિલચસ્પી નહિ હે.”
બલબીરે એક તુચ્છ નજર ફેંકી અને બહાર જવા લાગ્યો.
“મેરે પાપા દસ લાખ તક દે દેંગે...” ચાર્મિ ઝડપથી બોલી.
“દસ કરોડમે ભી હમે કોઈ દિલચસ્પી નહિ હે. ના તેરે જિસ્મ મેં કોઈ દિલચસ્પી હે. હમ ઇન્ડિયા ઔર ફોરેન મેં લડકિયાં સપ્લાય કરતે હે. ઈસલીયે પેસે યા જિસ્મ કે બદલે તુમ આઝાદ હો જાઓ એસા સોચ રહી હો તો ગલત સોચ રહી હો. હમે જો જાનના હે વો બતાઓ ઔર યહાં સે આઝાદ હો જાઓ.”
“શામકો થોડી શરાબ મિલ સકતી હે પ્લીઝ, આજ આપકા બર્થડે હે ના!” ચાર્મિએ વાત બદલતા વિનંતી ભર્યા સ્વરે કહ્યું.
બલબીરે ધડીભર કઈક વિચાર્યું અને ત્યારબાદ એ વ્યક્તિ એક ખંધુ હાસ્ય હસ્યો.
“શામકો પાર્ટી ભી રખી હોગી ના?” ચાર્મિ પણ એ જ ખંધુ અને લૂચ્ચું હસતા ફરી બોલી.
“હમ યહાં ઉપર કે કમરેમેં હી પાર્ટી કરેંગે. આઈ એમ સોરી પર હમ બહાર જાયે ઔર તુમ દોનો કો ભાગને કા મોકા મિલે યે સપના પુરા નહિ હો પાયેગા.”
“મેં કયું ભાગના ચાહુંગી?”
“લડકી.. તુ પાગલ હે. યે જો દરવાજા દીખ રહા હે ના વો દરવાજા બંધ હોતે હી ગ્યારા સો કે.વી.કા કરંટ બહેને લગતા હે ઔર દરવાજે કે બહાર સીડિયો પે એક કુત્તા ખડા હે ઔર સીડીયા પૂરી હોતે હી લોબીમેં એક દુસરા કુત્તા... ઔર દોનો કુત્તો કો હમ સાથમેં ખાના નહિ દેતે હે. દો મેં સે એક તો ભૂખા હોતા હે ઔર હમારે કુત્તોને ઇન્સાનકા ગોસ ચખા હુઆ હે.” છેલ્લા બે વાક્યો ઉપર એણે જે રીતે ભાર આપ્યું એ સાંભળી શ્યામ થથરી ગયો..
“તુમ ઇતના ડર કયું રહે હો? મેં તો ચાહતીથી શામકો તેરા બર્થડે હે તો શરાબ કે સાથ સાથ થોડા ચીકન ભી મિલ જાયે. દિલસે તો નહિ પર હોઠો સે તો તુજે મેને બર્થડે વીશ કિયા હે.” ચાર્મિ બોલી. શ્યામેં વિચાર્યું કે ચાર્મિ એના બાપને પણ તું જ કહેતી હશે.
“મિલ જાયેગા છોરી, પર અગર તુ સવાલો કે જવાબ દે દે તો તુજે યહાંસે આઝાદી ભી મિલ જાયેગી ઔર એક પૂરી જિંદગી ઈલાન્ટા યા પાઈરેટ્સ ઓફ ગ્રીલમેં ખા-પી શકો ઇતને પેસે ભી મિલ જાયેંગે...”
“મેં તો પલ ઢાબે કે એક હફ્તે કે બીલમેં ભી માન જાતી પર મુજે કુછ પતા નહિ હે તો કેસે બતાઉ.” ચાર્મિએ એક નિસાસો નાખ્યો.
“તો ફિર પલ ઢાબે કી મુલાકાત અગલે જન્મ હી કરના.” એ ગુસ્સાથી બહાર ચાલ્યો ગયો અને દરવાજો બંધ થઈ ગયો.
“તેં એની સાથે આમ વાત કેમ કરી? મને કઈ ખબર ન પડી?” બલબીર બહાર ગયો એટલે તરત શ્યામે ચાર્મિ નજીક જઈ પૂછ્યું.
“એની સાથે વાત કરી એની પાસેથી કોઈ માહિતી કઢાવવા માટે.”
“એણે ગુસ્સે થઇ તને કઈ કરી નાખ્યું હોત તો?”
“મને ખબર હતી કે એ ગમે એટલો ગુસ્સે થશે તો પણ મને કશું નહિ કરે”
“કેમ?”
“કેમકે તે કહ્યું કે એમણે નક્કી કરેલું છે કે એ તને ચુંટણી પછી જ મારશે મતલબ એ લોકો મને પણ ચૂંટણી પછી જ મારશે માટે એ ગમે એટલો ગુસ્સે થાય તો પણ એના બોસના ઓર્ડરની વિરુદ્ધ જવાની હિમત ન કરે એ નક્કી છે.”
“હા, તો વાત કરી તે શું જાણકારી મેળવી?” કઈ અંદાજ નીકળ્યો?” શ્યામે પૂછ્યું.
“હા.”
“શું?”
“એ જ કે એ વ્યક્તિ કા’તો પોલીસનો માણસ છે અથવા કોઈ એક્સ આર્મિ ઓફિસર છે..”
“એવું તું કઈ રીતે કહી શકે?”
“કેમકે મારી સાથે વાત કરતી વખતે એ મારા શરીરને નહિ પણ મારી આંખોને જ જોતો હતો જેથી એ મારી દરેક હરકતને સમજી શકે અને હું કોઈ હોશિયારી કરું એ પહેલા જ બુલેટ મારી ખોપડી પાર કરી નાખે. એ કોઈ મામુલી ક્રિમીનલ હોય તો એટલો સાવધાન ન હોઈ શકે.” એક હાથની મુઠ્ઠીવાળીને બીજા હાથની હથેળીમાં મારતા ચાર્મિ ઉભી થઈ ગઈ હતી.
બંનેએ એકબીજા સામે જોયું. હવે કશુક સમજાતું હોય એમ લાગ્યું.
“ચાલો પહેલા કઈક ખાઈ લઈએ.” શ્યામ થાળી ઉપર નજર ફેંકતા બોલ્યો.
“ધેટ્સ ગુડ આઈડીયા.”
એમણે જમવાનું પતાવી પાણી પીધું.
“તુમ સિગારેટ પીતી હો?” શ્યામે હાથ પોતાના શર્ટ સાથે લૂછતાં પૂછ્યું.
“જરૂરત હો તો પી લેતી હું...” ચાર્મિએ પણ હાથ લુછવા એ જ રીત અપનાવી પણ એનાથી એના હાથ વધુ ગંદા થયા કેમકે એના કપડા એકદમ ગંદા હતા.
“તો પીલે?”
“તુ પીએ છે?”
“ક્યારેક. એ પણ કોઈ પીવડાવે તો પોતાના ખિસ્સામાંથી નીકળી નહિ.” એણે નિખાલસતાથી કહ્યું.
“સોરી પણ હું તને નહિ આપી શકું.” બંને સિગરેટ પોતાના હાથમાં લેતા તે બોલી. એણીએ બંને સિગારેટ અને લાઈટર ખૂણામાં મુક્યા.
“પીવી નહોતી તો લીધી જ કેમ? બાય ધ વે તું શરાબ પણ પીએ છે અને ચીકન પણ ખાય છે?” શ્યામે અણગમા સાથે કહ્યું. એ ગુજરાતથી હતો માટે શરાબ અને ચીકન એના માટે ધ્રુણા ઉપજાવનાર હોય એ દેખીતું હતું.
“કેમકે આજે રાત્રે આપણે સિગારેટ અને ચીકન બંનેની જરૂર પડશે કદાચ શરાબની એક બોટલની પણ.” ચાર્મિના શબ્દો કહેતા હતા કે એના મનમાં કોઈક યોજના આકાર લઈ રહી હતી.
“હું બ્રામણ છું હું શરાબ કે ચીકનને હાથ પણ નથી લગાવતો.” શ્યામ ભીંતનો ટેકો લેતા તુચ્છકારભર્યા અવાજે બોલ્યો. એના શબ્દો પરથી એ નક્કી હતું કે એ ચાર્મિના પ્લાનને સમજી શક્યો નહોતો.
“હું પણ પંડિત જ છું પણ તારા જેવી ચોખ્ખી નહિ. હું વેજીટેરિયાન છું પણ કુતરાઓને ખવડાવી શકું છું.” ચાર્મિના ચહેરા પર એક સ્મિત હતું - વિજય સ્મિત.
“મતલબ આપણે આજે રાત્રે અહીંથી ભગવાના છીએ....” ભીંતનો ટેકો છોડી શ્યામ ટટ્ટાર થઇ ગયો. એ ચાર્મિના શબ્દો અને ઈરાદો બંને સમજી ગયો હતો.
ક્રમશ: