The story of love - Season 1 part-16 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 1 part-16

Featured Books
Categories
Share

The story of love - Season 1 part-16

ૐ નમઃ શિવાય


The Story Of love Part-16


અત્યાર સુધી આપ જોય કે મિહિર જોવે છે કે માનવી ના ફોન માં પ્રિયા નો ફોન આવે છે...

"માનવી શું કરે છે તું કેટલા ફોન કર્યા મે..."
પ્રિયા ફોન ઉપાડતા તરત જ બોલે છે...

"હું મિહિર બોલું છું..."
મિહિર બોલે છે...

"તમારા પાસે માનવી નો ફોન કેમ છે અને માનવી ક્યાં છે..."
પ્રિયા બોલે છે...

"માનવી અચાનક બેહોશ થઇ ગઈ અને એને હું હોસ્પિટલ લઈને આવ્યો છું..."
મિહિર બોલે છે...

"ફરી માનવી સાથે એવું થયું..."
પ્રિયા બોલે છે...

"ફરી એટલે તેની સાથે પેલા પણ આવું થયું છે..."
મિહિર બોલે છે...

"હા એને ગણી વાર આવું થાય છે..."
પ્રિયા બોલે છે...

"પણ આવું કેમ થાય છે..."
મિહિર બોલે છે...

"માનવી હંમેશા એક છોકરા વિશે વાત કરે છે પણ એને એના વિશે કાય યાદ નથી એના વિશે વધારે વિચારવા ના લીધે જ એની સાથે આવું બધું થાય છે..."
પ્રિયા બોલે છે...

"હા ડોક્ટર બોલાવે છે હું પછી ફોન કરું ..."
મિહિર આટલું પણ મુશ્કેલ થી બોલી શક્યો હતો ત્યાં જ જમીન ઉપર બેસી ને રોવા લાગે છે...

ત્યારે જ ત્યાં કોઈ મિહિર ના ખભા ઉપર હાથ મૂકે છે તો જોવે તો ત્યાં અશોક ભાઈ ઉભા હોય છે...

તેમને જોઈ ને મિહિર તેમને ગળે લાગી જાય છે અને રોવા લાગે છે...

"બેટા મને માફ કરી દે આ બધી મારી જ ભૂલ ના લીધે તારે ભોગવું પડે છે..."
અશોક ભાઈ બોલે છે...


present time...

બધા બેસી ને સાંભળતા હોય છે અને આજે માનવ પણ બોલતો જ જાય છે અને ત્યારે જ ત્યાં મોની આવે છે...

"અરે ફરી આ સ્ટોરી ચાલુ કરી દીધી માનવ તે..."
મોની તેમની સાથે બેસી ને બોલે છે...

"અરે તે યાર વચ્ચે કેમ રોકી દીધો આને..."
નવ્યા બોલે છે...

"હા તો સ્ટોરી જ છે ને ફરી થી બોલવાનું ચાલુ પણ કરી શકે છે..."
મોની મોઠું બગાડતા બોલે છે...

નવ્યા કાય બોલે તે પેલા માહી તેનો હાથ પકડી ને ના બોલવા નો ઈસરો કરે છે...

"અરે હા યાદ આવ્યું મારે લાઇબેરી માં થી બુક લેવાની છે..."
માનવ બોલે છે...

"રોહિત તું પણ ભૂલી ગયો આપડે બારે જવાનું છે..."
મોની બોલે છે અને રોહિત ને એની સાથે લઇ જાય છે...

માનવ પણ ત્યાં થી લાઇબેરી જાય છે અને રોઝી ને થોડું કામ હોય છે એટલે એ પણ બારે જાય છે...

"ચાલ આપડે બન્ને હવે હોસ્ટેલ જઈએ..."
માહી બોલે છે અને બન્ને હોસ્ટેલ જવા માટે નીકળી જાય છે...

"નવ્યા તને એક વાત પૂછું..."
માહી બોલે છે...

"હા બોલને તું..."
નવ્યા બોલે છે...

"તને મોની થી કોઈ તકલીફ છે એના થી તું એની સાથે સરખી રીતે વાત કેમ નથી કરતી..."
માહી બોલે છે...

"અરે એવું કાય નથી..."
નવ્યા બોલે છે...

"હું તને તારા થી વધારે ઓળખું છું..."
માહી બોલે છે...

"હા તો હું રોહિત ને પસંદ કરવા લાગી હતી અને મને પેલા નતી ખબર કે એના જીવન માં મોની છે..."
નવ્યા ઉદાસ થઇ ને બોલે છે...

"અરે નવ્યા બેબી તું કે તો રોહિત ને ઉપાડી લઈએ..."
માહી મસ્તી કરતા બોલે છે...

"ના ના એવી કોઈ જરુર નથી..."
નવ્યા હસી ને બોલે છે...

તે બન્ને હોસ્ટેલ પોચી જાય છે અને બન્ને જમી ને થોડી વાર આરામ કરતી હોય છે ત્યારે તે જ તેના ફોન ની રિંગ વાગે છે...

માહી જોવે છે તો એના પર માનવ નામ લખ્યું હોય છે...

"hi... માનવ બોલ..."
માહી ફોન ઉપાડી ને બોલે છે...

"hi...મેં તને કીધું હતું ને કે આ સ્ટોરી મારા પપ્પા ના ફ્રેન્ડ એ લખી હતી..."
માનવ બોલ છે...

"હા...પણ એ તો હમણાં અહીંયા નથી ને..."
માહી બોલે છે...

"હા પણ એ થોડા સમય પછી અહીંયા આવા ના છે અને મેં કીધું છે કે એ આપડા બધા ને મળશે..."
માનવ બોલે છે...

"તો એમના પાસે બુક પણ મંગાવજે ને..."
માહી બોલે છે...

"હા એ પણ મંગાવી લઈશ...
અરે આજે મોની અને રોહિત સાંજે બારે જવા ના છે..."
માનવ બોલે છે...

"હા અને હમણાં રોઝી પણ બારે ગઈ છે..."
માહી બોલે છે...

"તો તમે ત્રણે આવો જો રોઝી ના આવે તો તમે બન્ને તો આવજો..."
માનવ બોલે છે...

"હા..."
માહી બોલે છે...

સાંજે હજુ રોઝી તો નથી આવી હોતી અને ફોન કરવા થી ખબર પડે છે કે હજુ એને વાર લાગશે...
તે નવ્યા ને મનાવે છે પણ તે પણ તેની સાથે આવાની ના જ પડી દે છે...
માનવ તેમને લેવા માટે આવ્યો હોય છે માહી નીચે જાય છે અને કાર માં બેસે છે...

"રોઝી અને નવ્યા ક્યાં છે..."
માનવ બોલે છે...

"રોઝી ને હજુ વાર લાગશે આવા માં અને નવ્યા ની તબિયત થોડી ખરાબ છે એટલે એને ના પાડી..."
માહી બોલે છે...

તે બન્ને નીકળી જાય છે અને જ્યાં રોહિત અને મોની હોય છે ત્યાં પોચી જાય છે...

"ક્યારે નો રાહ જોઉં છું હવે આવો છો તમે લોકો..."
રોહિત બોલે છે...

"હા ટ્રાફિક ના લીધે મોડું થઇ ગયું..."
માનવ બોલે છે...

"મોની ક્યાં છે..."
માહી બોલે છે...

"નથી આવી હજુ સુધી એ..."
રોહિત બોલે છે...

ત્યારે જ રોહિત ના ફોન ની રિંગ વાગે છે અને એ ફોન ઉપાડી ને વાત કરવા લાગે છે...

"મોની એમ કે છે કે આપડે એના ઘરે જઈએ..." રોહિત બોલે છે અને તે બધા મોની ના ઘરે જવા માટે નીકળી જાય છે...

તે બન્ને તેના ઘરે બેસે તો છે પણ કંટાળી જાય છે...

"અરે યાર આપડે અહીંયા મુવી તો જોઈએ છે પણ આ બન્ને કેટલું બોલે છે યાર..."
માહી ધીમે થી બોલે છે...

"હા મને પણ મજા નથી આવતી ચાલ આપડે નીકળી જઈએ અહીંયા થી..."
માનવ ધીમે થી બોલે છે...

"મારે હવે જવું પડશે..."
માહી બોલે છે...

"અરે બેસ ને અહીંયા..."
મોની બોલે છે...

"આજે નવ્યા ની તબીયત પણ ખરાબ છે એટલા માટે..."
માહી બોલે છે અને તે બન્ને ત્યાં થી નીકળી જાય છે...

"આજે તું હતી એટલે હું બચી ગયો..."
માનવ બોલે છે...

"તું એકલો આવ્યો હોત તો..."
માહી બોલે છે...

"અરે મારે એવું જ થાય છે આ બંને વચ્ચે હું ફસાઈ જાઉં છું..."
માનવ બોલે છે...

ત્યાં થી પેલા તો તે લોકો હોસ્ટેલ જવા નીકળે છે ત્યાં થી ૧ કલાક જેટલો સમય લાગતો હતો...

તે બન્ને વાત કરતા જ હોય છે ત્યારે જ માનવ પાછળ ની બાજુ જોવે છે તો ૨ બાઈક જે તેમની પાછળ જ આવતા હોય છે એ જોવે છે કે જયારે તે માહી ને લેવા માટે હોસ્ટેલ ગયો તો ત્યારે પણ આ લોકો તેની પાછળ જ હતા...

"આ બને કેટલા સમય થી સાથે છે..."
માહી બોલે છે...
પેલા તો માનવ સાંભળતો નથી પણ માહી તેને ફરી થી બોલાવે છે...

"અરે એ લોકો ૨ વર્ષ થી સાથે છે..."
માનવ બોલે છે...


"બાઈક માં કોણ હશે જે તમને નો પીછો કરતા હતા...?" આગળ શું થશે તે જાણવા તો આગળ ના ભાગ ની રાહ જોવી પડશે...
તો જોડાયા રહો મારી સાથે...
The story of love....