The Scorpion - 109 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન - પ્રકરણ-109

Featured Books
Categories
Share

ધ સ્કોર્પિયન - પ્રકરણ-109

રાયબહાદુરે કહ્યું “સિધ્ધાર્થ આપણે જંગલમાં જવા સીધા નીકળીએ છીએ એ પહેલાં અવંતિકા તથા રુદજી સાથે વાત કરી લઊં. એમને જાણ કરી દઊં” એમ કહી અવંતિકાજીને ફોન લગાવ્યો.

અવંતિકાજીએ તરત ફોન ઉપાડતાં કહ્યું “રાયજી સારુ થયું તમારો ફોન આવી ગયો. અમે અહી એક...” રાયજીએ કહ્યું “શું થયું ? અમારો કાર્યક્રમ બદલાયો છે અહીંથી સીધા જંગલ તરફ જવાનાં અમને પાકી માહિતી...” ત્યાં અવંતિકાજીએ વચ્ચે વાત કાપતાં કહ્યું “રાયજી તમારી ડયુટી પર છો ખબર છે તમે પેલાં કાળ મુખા પાછળ છો. પણ અહીં આર્યન અને આંકાંક્ષા સાથે બધી વાત થયા પછી....”

રાયજીએ કહ્યું “શું થયુ ? શું વાત છે ?” અવંતિકાજીએ કહ્યું “આર્યન આંકાંક્ષાને કોલકત્તા એની સાથે લઇ જવા કહે છે એનાં કુટુંબીઓ સાથે મુલાકાત પરિચય કરાવવા... શું જવાબ આપું ? તમે તમારી ફરજમાં કાર્યરત છો... પણ આ એક ફરજ છે આપણી બોલો શું નિર્ણય કરીએ ?”

રાયજી વિચારમાં પડી ગયાં.. એમણે કહ્યું “અવંતિકા રુદ્રજીનો અભિપ્રાય લઇને પરમીશન આપ માણસો સારાં છે બીજી ચિંતા નથી. હું રુદ્રજી સાથે વાત કરી લઊં છું..” અવંતિકાજીએ કહ્યું “તમે ફોન ચાલુ રાખો હુંજ વાત કરાવી લઊં છું. પછી સૂરમલ્લિકાજીને કહ્યું રુદ્રજી સાથે રાયજી વાત કરવા માંગે છે.. રુદ્રજી....”

સૂરમાલિકાએ કહ્યું “ઉભા રહો હું બોલાવું છું અહીં ઓફીસમાંજ છે,” એમણે સેવકને દોડાવ્યો અને રુદ્રજીને ઓફીસમાંથી બોલાવ્યાં.

રુદ્રજીને આવતા વાર લાગી અને ફોન કપાયો. સિધ્ધાર્થ કહ્યું “સર આજે સારાં સમાચાર મળશે એવું લાગે છે મેજર અમને અંતે પેલાને પકડ્યોજ.”

ત્યાં રાયજીનો ફોન વાગ્યો...રાયજીએ ફોન લઇ વાત કરતાં કહ્યું “હાં રુદ્રજી અમે મઠ તરફ નથી જઇ રહ્યાં. ત્યાં કોઇ હુમલાની શક્યતા નથી પાકી બાતમી મળી છે. અમે જંગલ તરફ જઇ રહ્યાં છે ત્યાં પેલો સ્કોર્પીયન પક્ડાયો છે.”

રુદ્રજીએ કહ્યું “હાંશ સારાં સમાચાર છે એક મોટી બલા ટળી. ભય દૂર થયો”. રાયજીએ કહ્યું ”બીજી અગત્યની વાત છે કે ત્યાં આર્યને આકાંક્ષાને પોતાની સાથે કોલકત્તા લઇ જવા કહે છે શું કરવું ?”

રુદ્રજીએ કહ્યું “એ વધુ આનંદની વાત છે બે ઘડક જવા દો ખૂબ સારું ફેમીલી છે પરીચય કેળવી દેવા દો તમે આવો પછી સી.એમ. સાથે વાત કરી આગળનું નક્કી કરીએ. પ્રદ્યુમન મિશ્રા સાથેજ છે કોઇ અજાણ્યુ નથી દિકરીની ચિંતા ના કરશો.”

રાયજીએ કહ્યું “હાં મારી દીકરી એ તમારી દીકરી તો પ્લીઝ લઇ જવા માટે પરમીશન આપી દો. હું આજે આ કેસ પતાવીને આવું છું પછી નિશ્ચિંતતાજ છે. “

રુદ્રજીએ કહ્યું “ભાભીને ફોન આપું છું વાત કરી લો”. અવંતિકાજીએ ફોન લેતા કહ્યું “રાયજી આકાંક્ષાને આર્યન સાથે જવા દઊં છું પછી તમે આવો એટલે આગળની ચર્ચા કરીશું.”

“રાયજી બને એટલાં જલ્દી પાછા આવજો. દેવ પણ નથી હું સાવ એકલી છું આકાંક્ષાને આમ એકલી કોલકતા જવા દઊં છું તમે આવી જજો.”

રાયજીએ કહ્યું “દેવ કાલે સવારે પાછો આવી જશે. એ પણ ખૂબ પવિત્ર કામ માટે ગયેલો છે. ભગવાન બધાં સારાં વાનાં કરશે ચિંતા ના કરશો”. અને ફોન મૂકાયો.

સિધ્ધાર્થે પૂછ્યું “સર કંઇ ગંભીર વાત છે ?” રાયજીએ કહ્યું “ના સિધ્ધાર્થ પણ આર્યન આવેલો છે આકાંક્ષાને એ એની સાથે કોલકત્તા લઇ જવા માંગે છે ફેમીલી પરિચય મુલાકાત માટે એની પરમીશન...”

સિધ્ધાર્થે કહ્યું “જવા દો સર.. સીએમ સરનું ફેમીલી ખાનદાની છે સંસ્કારી છે. સારું છે આમ આકાંક્ષા દિકરીનો પરીચય કેળવાય.”

રાયજીએ કહ્યું “મેં પરમીશન આપી દીધી છે”. સિધ્ધાર્થે કહ્યું “હવે બધુ સારુંજ થવાનું છે”. પછી બોલ્યો “હવે જંગલ માત્ર 10 કિમી દૂર છે મેં ઉત્તર તરફથી પ્રવેશ કરી લીધો છે, હવે માત્ર 15 મીનીટમાં પહોંચી જઇશું.”

રાયજીએ હકારમાં ડોકું ધુણાવ્યું.....

***********

અવંતિકા રોયે આર્યન અને આકાંક્ષાને કહ્યું" તારાં પાપા સાથે વાત થઇ ગઇ છે. તમે જમી પરવારી અહીં ફરવું હોય ફરીને કોલકત્તા સાથે જઇ શકો છો રાયજી પછી ગોવિંદરાયજી સાથે વાત કરશે.”

આર્યન આકાંક્ષા ખૂબ ખુશ થઇ ગયાં. સૂરમાલિકાજીએ પ્રધ્યુમનજીને જમવા તોડાવી લીધાં જમવાની તૈયારી ચાલુ કરી...

**********

મેજર અમને કહ્યું "રાવલા તેં આજે ઉત્તમ કાર્ય કર્યું છે.... મારે સિધ્ધાર્થ સર સાથે વાત થઇ ગઇ છે તેઓ અહીં આવા નીકળી ગયાં છે થોડીવારમાં આવીજ જશે.. પછી બધો ફેંસલો થઇ જશે.”

રાવલાએ કહ્યું “મારી ફરજ હતી મેં કર્યું છે પછી લોબો તરફ એક નજર કરી બોલ્યો આ હજી જુઠ્ઠુ બોલી રહ્યો છે.. સર તમે અહીંજ રહેજો હું ખૂબ અગત્યનું કામ પતાવીને તરત પાછો આવું છું.” એમ કહી જવાબની રાહ જોયા વિનાં એની ટુકડી અહીં રાખી નવલાને સાથે લઇને ઘોડા દોડાવી ત્યાંથી નીકળી ગયાં.

***********

રાવલો કબીલાએ પહોંચી... રોહીણીની પાસે ગયો. રોહીણી ત્થા માહીજા ગોરી છોકરી સાથે વાતો કરી રહેલાં. માહીજા રાવલાને આવેલો જોઇ થોડી ગભરાઇ ગઇ... એની આંખોમાં ડર હતો. રાવલાએ એની તરફ તુચ્છ કારથી જોયું બોલ્યો “પેલી ગોરી છોકરીને લાવો અમે સાથે લઇ જઇએ છીએ આજે સાચાં સ્કોર્પીયનની ઓળખ થઇ ગઇ છે...”

પછી રોહીણીનાં કાનમાં કંઇક કહ્યું અને રોહીણી ફાટી આંખે સાંભળી રહી... રાવલાએ નવલાને કહ્યું “પેલી ગોરી છોકરીને લઇ લે ઘોડા પર ચલ આપણે નીકળીએ....”

ગોરી છોકરી ગભરાઇ ગયેલી એ આનાકાની વગર ઘોડા પર બેઠી અને રોહીણી..... માહીજાની સામે જોયું અને.....



વધુ આવતા અંકે ---- પ્રકરણ-110