The Scorpion - 108 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન - પ્રકરણ-108

Featured Books
Categories
Share

ધ સ્કોર્પિયન - પ્રકરણ-108

સિધ્ધ બ્રાહ્મણોએ દેવ અને દેવમાલિકાનાં હાથમાં શુધ્ધ પવિત્ર વનસ્પતિમાંથી બનાવેલાં દોરાં બન્નેનાં હાથમાં બાંધ્યા. અને આશીર્વાદ આપ્યાં. દેવ અને દેવમાલિકા ખૂબ આનંદમાં હતાં. બંન્નેએ શેષનારાયણાય અને અર્ધનારીશ્વરને પ્રણામ કર્યા. એમની બંન્ને મૂર્તિઓ જાણે સાક્ષાત હતી એમનાં મુખારવિંદ પર અનોખું તેજ અને મધુર હાસ્ય હતું. એમની આંખોમાં અમી ઝરતું હતું તેઓ આ યજ્ઞનો આયોજન અને આરંભથી ખૂબ ખુશ હતાં જાણે સાક્ષાતજ હાજર હતાં.

દોરા બાંધ્યા પછી યજ્ઞ આરંભ કરતાં પહેલાં ગુરુ સ્વામી વિવાસ્વાને કહ્યું “શેષનારાયણ ભગવન ખુદ વિષ્ણુ સ્વરૂપ છે. અર્ધનારીશ્વર કે શેષનારાયણાય રૂપ જુદા પણ શક્તિ એકજ છે. કોઇ રૂપ સ્વરૂપમાં કહી ભેદ ના કરવો ઇશ્વર એમની લીલા પ્રમાણે અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે અને આ પંચતત્ત્વની શ્રુષ્ટિમાં એક સંદેશ આપે છે આપણે એમનાં ચરણોમાં સમર્પિત છીએ તથા એમનાંથીજ સુરક્ષિત છે.”

“આજનાં યજ્ઞનાં આરંભમાં ખુદ ઇશ્વર સાક્ષાત હાજર છે આ સૃષ્ટિમાં ઇશ્વરને પણ પડકાર આપનારી કાળી શક્તિઓ એમનો વિરોધ કરવા પ્રયત્નશીલ છે જગતમાં હકારાત્મક અને નકારાત્મક ઉર્જાઓ હાજર હોય છે પણ વિજય હંમેશા હકારાત્મક ઉર્જાનોજ થાય છે. સુર-અસુર બંન્ને શક્તિઓ છે પણ અસુર વિનાશ પામે છે સુર શક્તિ વિજયી પામે છે આજે જે કહી રહ્યો છું એનું ત્રાદસ્ય દર્શન પણ અમને થશે.. સહુ જોશે ઇશ્વર શક્તિશાળી છે.”

વિવાસ્વપન સ્વામીએ કહ્યું “હાથ જોડી ઓમકાર ઉચ્ચ સ્વરે કરો. ઇશ્વર હાજર છે એનો અનુભવ કરો પછી હવનયજ્ઞનો પ્રારંભ કરો...”

" ૐકાર" નો ધ્વનિ એકસૂરે ઉચ્ચ અવાજે બધાએ શરૂ કર્યો. આખી વિશાળ ગુફામાં ઓમકાર ધ્વનિ પ્રસરી રહ્યો. એની ગૂંજ સર્વત્ર ફેલાઇ રહી હતી. ક્યાંય સુધી ઓમકાર પ્રર્વતિ રહ્યો અને એની સાથેજ પ્રચંડ પવન ફૂંકાયો.. સર્વત્ર પવિત્રતા પ્રસરી ગઇ અને યજ્ઞ આરંભ થયો.

વિદ્યાન અને સિધ્ધ બ્રાહ્મણોએ દેવ અને દેવમાલિક પાસે સંકલ્પ મૂકાવ્યો. હાજર હજૂર ઇશ્વરનું આહવાન કર્યું મંત્રો અને ઋચાઓ સાથે હવન કૂંડમાં સુખડ ચંદન લાકડાઓ પર રૂચાઓ બોલી અર્ધનારીશ્વર દિવેટ ઉપર ઘી મૂક્યું. દેવે એનાં ગોઠણ પર બેસી ધૂપ અને અગ્નિને પ્રદક્ષિણા કરાવી અને ૐકાર શ્લોક સાથે આહૂતિ આપી....

યજ્ઞ શરૂ થયો અર્ધનારીશ્વર ત્થા શેષનારાયણ સ્વરૂપને મંત્રો સાથે ઘી તથા અન્ય હૃદયોની આહુતી શરૂ થઇ, ત્યારબાદ માં જરાત્કારુ સ્વરૂપ શક્તિનાં મંત્રો બોલી આહુતિ શરૂ થઇ.

અગ્નિદેવ પણ ખૂબ આનંદમાં હતાં. દ્રવ્યો ત્થા શુધ્ધ ગાયનાં ઘીની આહુતિથી પ્રચંડ તેજ અને જ્વાળાઓ સાથે પ્રત્યક્ષ હાજર હતાં. બંધાની નજર યજ્ઞની જવાળાઓ ઉપર હતી. જવાળાઓ પણ હાજર ઇશ્વરની આકૃતિઓનાં દર્શન કરાવી રહી હતી એમનું હાજર હોવું એ ઉત્તમ પ્રમાણ હતું...

યજ્ઞ સરસ રીતે ચાલી રહ્યો હતો. વિવાસ્વાન સ્વામીનાં ચહેરાં પર અનોખું તેજ અને હાસ્ય હતું. દેવ અને દેવમાલિકા માત્ર હવનયજ્ઞમાંજ પરોવાયેલાં હતાં વાતાવરણ ખૂબ શુધ્ધ અને પવિત્ર હતું....

******************

રાયબહાદુર સિધ્ધાર્થ એમની ટીમ સાથે મઠ તરફ આગળ વધી રહેલાં.. ત્યાં સિધ્ધાર્થનાં સેટેલાઇટ ફોન પર સીંગ્નલ આવ્યાં. એણે તુરંતજ ફોન ઉપાડ્યો સામેથી મેજર અમને વાત કરી.. એમની વાત સાંભળી સિધ્ધાર્થ આશ્ચર્ય પામી ગયો. એમણે કહ્યું “સર ખૂબ અગત્યનો મેસેજ છે. ગાડી પાછી વાળીએ આપણે જંગલમાં પહોંચવું જરૂરી છે અહીં કોઇ બીજા મઠવાળા નહીં આવે બધી બાજી પલટાઇ ગઇ છે.”

રાયબહાદુરને આશ્ચર્ય થયું બોલ્યાં “એવાં શુ સમાચાર છે ? કેવી રીતે ખબર પડી કે અહીં કોઇ ભય નથી ? એવી શું બાજી બદલાઇ ગઇ ? સ્કોર્પીયન પકડાઇ ગયો ? કોણ હતો ?”

સિદ્ધાર્થે કહ્યુ “હાં સર અસલી સ્કોર્પીયન પકડાઇ ગયો છે એની ઓળખ પણ થઇ ગઇ છે ચાલો આપણે જંગલ તરફ જઇએ પાક્કાં સમાચાર છે”. સિધ્ધાર્થ આર્મી ઓફીસરને કહ્યું “જીપ પાછી વાળો જંગલ તરફ પ્રયાણ કરવાનું છે” પાછળની જીપમાં પણ આદેશ આપ્યો બધાં પાછાં ફરી રહ્યાં...

રાયબહાદુરને એકબાજુ આનંદ અને બીજી બાજુ આશ્ચર્ય હતું કે આમ અચાનક શું બની ગયું પોતાનાં મનનાં પ્રશ્નો મનમાંજ ધરબાવી દીધાં અને જંગલ તરફ જવા રવાના થયાં.

*****************

આર્યન અને આકાક્ષાંએ એકબીજાનો પરીચય કેળવી લીધો. પ્રેમ તથા આકર્ષણ જ્યારે મિલાપ થયાં પછી એકબીજાની ઓળખ કરી લે છે. આર્યન અને આકાંક્ષા અટારી ઉપરથી નીચે આવ્યાં. તેઓએ અવંતિકારોયને કહ્યું “મંમી આર્યન સાથે બધી વાત થઇ છે એમની એવી ઇચ્છા છે કે હું એમની સાથે કોલકત્તા જઊં ત્યાં એમનાં ફેમીલીનો પરીચય કરું.”

અવતિંકાજીએ કહ્યું “બેટા ખૂબ આનંદની વાત છે” એમ કહી સૂરમાલિકા સામે જોયું. સૂરમાલિકાજીએ કહ્યું “રુદ્રજી અને રાયબહાદુરજી સાથે વાત કરી લઇએ. હમણાં જમવાનું તૈયાર થઇ જશે. તમે બંન્ને શાંતિથી જમી લો, બીજા મહેમાન સાથે છે એમને જમાડી લઇએ રાયજી અને રુદ્રજી સાથે વાત કરી લઇએ. રુદ્રજીતો ઓફીસમાંજ છે રાયજીને ફોન પર વાત કરીએ એલોકોનો અભિપ્રાય લઇ નિર્ણય કરીએ.”

“દીકરા આર્યન વાંધો નથી ને ?” ત્યાં આર્યને હસતા હસ્તાં કહ્યું “આંટી બીલકુલ નહીં એમની પરવાનગી જરૂરી છે. હમણાં હું મારી માં સાથે વાત કરી લઊં છું પછી તમારે પણ વાત થઇ જશે.”

સૂરમાલિકાએ કહ્યું “તમે બંન્ને સાથે જમવા બેસી જાવ તમારી સાથે આવેલાં પ્રદ્યુમનજીને પણ બોલાવી લઇએ એતો ટી ગાર્ડન જોવા ગયેલાં છે હમણાં આવી જશે.”

આકાંક્ષાએ કહ્યું “આંટી ભલે... તેઓ આવી જાય ત્યાં સુધી પાપા સાથે વાત કરી લઊ ?” એમ કહી એણે પાપાનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો. ત્યાં અવત્કારોય પર ફોન આવ્યો....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-109