ૐ નમઃ શિવાય
The Story Of love Part-13
અત્યાર સુધી આપડે જોયું કે બધા મોની ના ઘરે ભેગા થયા હોય છે અને માનવ સ્ટોરી કેતો હોય છે અને માનવી ને બન્ને છોકરાઓ તેની સાથે લઇ જતા હોય છે અને જય ને વાગ્યું હોય છે...
"માનવી સાથે હવે શું થશે તે તો હવે કાલ ખબર પડશે..."
માનવ બોલે છે...
"ના ના આજે તું અહીંયા ના મુકી શકે આ સ્ટોરી..."
માહી બોલે છે...
"હા અને આજ હજુ એક ભાગ કઈ દે અમને..."
રોઝી બોલે છે...
"હા આમે તમે બધા એક થઇ ગયા છો અને હું એકલો..."
માનવ હસી ને બોલે છે...
૨૦ વર્ષ પહેલા...
બન્ને છોકરાઓ જે માનવી ને જબર જસ્તી કરી ને લઇ જતા હોય છે...
"બચાઓ....બચાઓ..."
માનવી જોર જોર થી બોલતી હોય છે પણ જંગલ માં તેનો આવાજ સાંભળવા વાળું કોઈ નતું અને તે બન્ને જીપ જયારે પાછી આવે અને તે જય ને જોવે ત્યારે તેને બચાવા કોઈ આવી શકે...
તે બસ મન માં એ જ વિચારતી હોય છે કે તેને નઈ તો જય ને બચાવી લેજો તે મન માં બોલતી હોય છે ત્યાં જ એક ઉમીદ ની કિરણ મળે છે...
પાછળ થી કોઈ નો આવાજ આવે છે જાણે કોઈ દોડી ને આવતું હોય...
જયારે તેને જોઈ ને બન્ને છોકરાઓ ડરી જાય છે અને માનવી થી દૂર થઇ જાય છે અને જયારે તે પાછળ જોવે છે તો ત્યાં મિહિર ને જોઈ ને પેલી વાર તેને એટલી ખુશી થતી હોય છે...
"મિહિર..."
તે બોલી ને તેની પાસે ભાગે છે અને તેને ગળે લાગી જાય છે...
"તું જય પાસે જા..."
મિહિર બોલે છે અને તેના ચહેરા પર કોઈ પણ પ્રકાર નો ભાવ નથી હોતો...
તેની વાત માની ને માનવી જય પાસે ભાગે છે અને તે જય પાસે જઈ ને જોવે છે તો ત્યાં જય ના માથા માંથી લોઈ જોઈ ને માનવી ડરી જાય છે અને તેની પાસે જઈ ને તે ગાડી માંથી એક બોક્સ લે છે અને નીચે બેસી ને જય નું માથું પોતાના ખોળા માં લઈને તેના પર પટ્ટી બાંધવા લાગે છે...
થોડી વાર માં ત્યાં મિહિર પણ આવી જાય છે...
"બન્ને ક્યાં ગયા...?"
માનવી બોલે છે...
"ભાગી ગયા..."
મિહિર બોલે છે અને જયને ઉપાડીને જીપ પર બેસાડી દે છે અને માનવીને બેસવાનો ઈસરો કરે છે...
ત્યાં પડેલો માનવી નો કેમેરો તેના હાથ માં આપ છે પછી જીપ ચાલુ કરે છે અને થોડી વાર માં એક હોસ્પિટલ માં પોચી જાય છે...
જય ને ત્યાં એડમિટ કરી દે છે અને બન્ને રૂમ ની બારે બેઠા હોય છે...
"તને કાય વાગ્યું નથી ને..."
મિહિર બોલે છે...
માનવી ના માં માથું હલાવે છે પણ મિહિર તેના હાથ માં વાગેલું જોઈ લે છે અને તે માનવી ને બીજા રૂમ માં લઇ જાય છે અને ત્યાં બેસાડી દે છે...
ત્યારે માનવી જોવે છે કે મિહિર એ એક ગોળી જેવું એના પોકેટ માંથી લઈને મોઢા માં નાખ્યું...
ત્યાં એક ડોકટર આવી જાય છે...
"બધા રિપોર્ટ કરી દેજો..."
મિહિર બોલે છે..
"અરે મને બસ થોડું હાથ માં જ વાગ્યું છે બીજું કાય નથી થયું..."
માનવી બોલે છે પણ મિહિર તેની વાત માં દયાન જ નથી આપતો...
મિહિર જ્યારે બાર જવા લાગે છે ત્યારે માનવી તેનો હાથ પકડી ને તેને રોકી દે છે...
તે પણ તેની બાજુ માં બેસી જાય છે અને ડોક્ટર માનવી ને ગોળી આપી હોય છે તેના થી તે સુઈ જાય છે...
પણ માનવી એ જોયું હોય છે કે જયારે ડોક્ટર ઈન્જેકશન લેતા હોય છે ત્યારે મિહિર તેમને ઇસારા થી ના પાડે છે અને તે ગોળી આપે છે...
હજુ મિહિર એ રીતે જ માનવી નો હાથ પકડી ને બેઠો હોય છે...
ત્યારે એક નર્સ તેમને આવે છે...
તે કાય બોલે તે પેલા મિહિર તેમને ધીમે બોલવાનો ઈસરો કરે છે...
"પેસેન્ટ ને હોશ આવી ગયો છે..."
નર્સ બોલે છે...
મિહિર ધીમે થી પોતાનો હાથ માનવી ના હાથ થી લઇ લે છે અને તેના માથા ઉપર પોતાનો હાથ ફેરવે છે...
"કેટલું ક્યુટ કપલ છે..."
નર્સ ધીમે થી બોલે છે અને આ સાંભળી ને મિહિર એક સ્માઈલ કરે છે અને ત્યાં થી બારે નીકળી જાય છે...
તે જય ના રૂમ માં જાય છે અને જય ને આવી હાલત માં જોતા જ તેની આંખ માં આપી આવી જાય છે પણ એ જય ના જોવે એ રીતે લુસી દે છે...
"હવે કેવું છે..."
મિહિર બોલે છે...
"સારું છે માનવી ઠીક તો છે ને..."
જય બોલે છે...
"હા એ પણ ઠીક છે..."
મિહર બોલે છે...
"એ લોકો કોણ હતા..."
જય બોલે છે...
"જે પણ હતા જ્યાં પહોંચવું જોઈએ ત્યાં પોચી ગયા..."
મિહિર સ્માઈલ કરી ને બોલે છે...
તે થોડી વાર તેની સાથે બેસે છે અને પછી હોટેલ પર જવાનું નક્કી કરે છે...
માનવી પણ ઉઠી ગઈ હોય છે અને તે જય ના રૂમ માં આવે છે...
"મને માફ કરી દેજે આ બધું મારા લીધી જ થયું..."
માનવી બોલે છે...
"અરે એમાં તારી ભૂલ નથી મારી જ ભૂલ છે કે હું તને બચાવી ના શક્યો..."
જય બોલે છે...
એ ત્રણ ઘરે જાય છે અને બધી વાત તેમના મમ્મી પપ્પા ને કરે છે અને પછી પોતાના રૂમ માં પોચી જાય છે...
માનવી ના મન માં એટલો ડર હોય છે કે તે સુઈ જ નથી શકતી અને બારી માં ઉભી હોય છે ત્યારે તેની નજર મિહિર પર પડે છે જ ફોન પર કોઈ સાથે વાત કરતો હોય છે...
"આટલી રાતે કોનો ફોન આવ્યો હશે..."
માનવી મન માં વિચારે છે અને તે પણ નીચે જાય છે જ્યાં મિહીર આમ થી તેમ ચાલતો હોય છે અને ફોન પર વાત કરતો હોય છે...
"હું પછી ફોન કરું..."
માનવી ને જોઈ ને મિહિર બોલે છે...
"મારા આવતા જ ફોન મૂકી દીધો..."
માનવી ધીમે થી બોલે છે...
"હું ડોક્ટર થી વાત કરતો હતો જય માટે..."
મોહિર બોલે છે...
"અરે આટલું ધીમે બોલી તો બી સાંભળી લીધું..."
માનવી મન માં વિચારે છે અને સ્માઈલ આપી ન ત્યાં બેસી જાય છે...
"આટલું મોડું થઇ ગયું છે તું અહીંયા શું કરે છે..."
મિહિર બોલે છે...
"મન ઊંઘ નતી આવતી એટલે...
જય ને હવે કેવું છે..."
માનવી બોલે છે...
"સારું છે અને એ સુઈ ગયો છે હમણાં તો..."
મિહિર બોલે છે...
તે બન્ને તેમની વાતો કરતા હોય છે ત્યારે એક ગાડી આવે છે અને એમાં થી પોલીસ નીચે ઉતરે છે...
અને ૩ પોલીસ વાળા હોટેલ ની અંદર જાય છે...
મિહિર અને માનવી એક બીજા ને જોયે રાખે છે...
"પોલીસ અહીંયા કેમ આવી હશે...?"
"તે બન્ને છોકરાઓ કોણ હતા...?"
"મિહિર માનવી ને કેમ આટલું બધું રાખે છે શું સાચે તે તેને પસંદ કરવા લાગ્યો છે...?"
આગળ શું થશે તે જાણવા તો આગળ ના ભાગ ની રાહ જોવી પડશે...
તો જોડાયા રહો મારી સાથે...
The story of love....