ૐ નમઃ શિવાય
The Story Of love Part-12
અત્યાર સુધી આપડે જોયું છે કે બધા મોની ના ઘરે જ આંખી રાત રેવાનું નક્કી કરે છે અને માહી કે છે જો તું સ્ટોરી કઈશ તો જ અમે રોકાશું...
"હા હું બધા ને આગળ નો ભાગ કાઉ..."
માનવ બોલે છે...
૨૦ વર્ષ પહેલા...
માનવી એ દિવસે ખુશ હોય છે કે તેને જે જોતું હતું એ એને મળી ગયું અને તે વિચારતા વિચારતા જ સુઈ જાય છે અને તેની બારી માંથી એક પડછાયો ક્યારે તેની લાલ આંખો થી માનવી ને જ જોઈ રયો હોય છે...
જયારે માનવી સુઈ ગઈ છે તે જોવે છે તે પરછાઇ બારી માંથી તેના રૂમ માં આવી જાય છે અને પહેલા તો તેનો કેમેરો હાથ માં લે છે અને તેના સાથે છેડછાડ કરે છે અને તે માનવી ને જોવે છે અને તેની સામે એક ડેવિલ સ્માઈલ કરી ને હસવા લાગે છે...
"આને શું ખબર કે આની સાથે હવે શું થવાનું છે..."
તે બોલે છે અને તે પરછાઇ પળ માં જ બારી માંથી બારે જતી રે છે જાણે પવન સાથે જ, બીજી બાજુ માનવી જે સુવા માં મસ્ત હોય છે...
સવારે એ જ બારી માંથી આવતા પ્રકાશ ના લીધે માનવી ની આંખો ખુલી જાય છે અને તે સમય જોવે છે તો 8 વાગી ગયા હોય છે...
"અરે 9 વાગે તો બારે જવાનું છે..."
તે બોલી ને જલ્દી થી તૈયાર થવા લાગે છે...
9 વાગે તે નીચે પોચી જાય છે જ્યાં બીજા લોકો ઉભા હોય છે અને માનવી પણ તેમની પાસે જઈ ને ઉભી રઈ જાય છે...
ત્રણ જીપ આવી ને લાઈન માં ઉભી રાઈ જય છે અને બધા એક એક કરી ને બેસવા લાગે છે...
પહેલો પરિવાર હોય છે જે એક જીપ માં બેસી જાય છે અને બીજા 4 ફ્રેન્ડ હોય છે જે કપલ માં આવ્યા હોય છે એક જીપ માં એ લોકો બેસી જાય છે...
હવે વધી ત્રીજી જીપ જેમાં 2 છોકરાઓ બેસે છે અને ત્યાં માનવી ને પણ બેસવું પડે છે...
માનવી ને તેમાં બેસવું તો નથી હોતું પણ બીજી જીપ માં જગ્યા ના હોવા ના લીધે એને એમાં બેસવું જ પડે છે...
તે બન્ને માનવી ને જોઈ ને એક બીજા સાથે વાતો કરવા લાગે છે અને આ માનવી ને અજીબ લાગે છે પણ તેના પર દયાન નથી આપતી અને કેમેરો હાથ માં લઈને કાલ નો ફોટો ગોતવા લાગે છે...
તેનું દયાન તેના કેમેરા માં જ હોય છે ત્યારે જ તેની બાજુ માં જે ડાયવર જીપ ચલાવા નો હોય છે તે ઉતરી જાય છે અને તેની જગ્યા એ જય આવી ને બેસી જાય છે...
જયારે તેની નજર બાજુ માં જાય છે...
"તું અહીંયા શું કરે છે..."
માનવી જોર થી બોલે છે...
જય તેને મોટી આંખો થી જોવા લાગે છે...
"આ મારી જીપ જ છે..."
જય સામે જોતા જોતા જ બોલે છે...
"અરે હું એમ કેતી તી કે તું અહીંયા ક્યારે આવ્યો મેં જોયું જ નઈ તને..."
માનવી પોતાની વાત બદલતા બોલે છે...
હવે તે ખુશ હોય છે કે જય છે આમ તેને તે ૨ છોકરોઓ બરાબર નથીલાગતાં અને તે જય સાથે વાતો કરવા લાગે છે...
જય એના મન માં જ વિચારતો હો છે કે આજ સુધી આટલા લોકો આ હોટેલ માં આવ્યા છે, કોઈ દિવસ મિહિર એ આટલું દયાન કોઈ નું નથી રાખ્યું જેટલું એ માનવી નું રાખે છે...
તે યાદ કરે છે કે જ્યારે માનવી ને તે ઘરે લઈને આવ્યો તો તે કેટલી ચિંતા માં હતો...
"જય જા જલ્દી થી મમ્મી પપ્પા ને બોલાવ જો આને શું થયું છે..."
મિહિર બોલે છે...
જય તો પેલા એની સાથે કોઈ છોકરી ને જોઈને જ ચોકી જાય છે અને એ પણ આટલી રાતે અને જયારે તે કે છે કે તેને કઈ રીત માનવી ને બચાવી તો મિહિર એ આટલો મોટો ખતરો કોઈ માટે કેમ લીધો...
જમવા ના સમય પર મને જ જમવાનું લઇ જવાનું કે છે...
આજ પણ જયારે તે બન્ને છોકરાઓ માનવી વિશે વાતો કરતા તા એના માટે જ જય ને ત્યાં મોકલ્યો હતો...
મને લાગે છે મિહિર ને માનવી ગમવા લાગી છે પણ તે આ વાત માનતા નથી...
માનવી ને હવે હું મારી ભાભી બનાવીને જ રઈશ...
"જય...જય...તને બોલવું છું ક્યારની..."
માનવી બોલે છે...
"હા બોલો ભાભી... મતલબ માનવી..."
જય બોલી ને પોતાની વાત બદલી દે છે...
"અરે તું ડ્રાયવીંગ કરે છે અને વિચારો માં ખોવાઈ જાય છે દયાન આપ આપડે જો કેટલા પાછળ રઈ ગયા..."
માનવી બોલે છે...
જય હા માં ઈસરો કરે છે અને જીપ સ્પીડ માં ચાલવા લાગે છે...
"અહીંયા ઉભી રાખો અમારે ફોટો લેવા છે..."
જે પાછળ બેઠા છોકરાઓ માં થી એક બોલે છે...
એમના કેવા પર જય ગાડી રોકી દે છે અને તે બન્ને નીચે ઉતરીને ફોટો પાડવા લાગે છે અને માનવી પણ નીચ ઉતરે છે અને ફોટો લેવા લાગે છે...
"જય મને મારા ફોટો લઇ આપને..."
માનવી બોલે છે અને તે જય ને ફોટો લેતા શીખવાડે છે...
"હવે કેટલા ફોટો લેવા છે તારે..."
જય કંટાળી ને બોલે છે...
"બસ લાસ્ટ હવે..."
માનવી બોલે છે...
ત્યારે જે બન્ને છોકરાઓ હોય છે તે માનવી પાસે આવે છે...
"અમારા સાથે એક ફોટો લઇ જ શકો છો..."
તે છોકરો બોલે છે...
માનવી બસ એક ખોટી સ્માઈલ આપી ને હા બોલે છે અને તે બન્ને છોકરાઓ તેની આજુ બાજુ આવી જાય છે...
"ચાલ માનવી નથી પડવા હવે ફોટો..."
જય ગુસ્સા માં બોલે છે...
"તું તારા કામ થી કામ રાખ અને હવે નીકળ અહીંયા થી..."
તે છોકરો બોલે છે...
માનવી ત્યાં થી જવા જાય છે પણ તે છોકરો તેનો હાથ પકડી લે છે...
"એને હાથ મૂકી દે..."
જય ગુસ્સા માં બોલે છે...
એક છોકરો જય ને જોર થી ધક્કો મારે છે...
"જય..."
માનવી જોર થી બોલે છે અને તેનો અવાજ આખા જંગલ માં ગુંજવા લાગે છે...
જય ને પગ માં વાગી જાય છે તેના લીધે તે મુશ્કેલ થી ઉભો થાય છે અને માનવી ને ભચવાની કોસીસ કરે છે પણ તે છોકરાઓ એક પથ્થર લઈને જય ના માથા ઉપ મારે છે અને ત્યાં જ પડી જાય છે...
માનવી જય ની આવી હાલત જોઈ ને ડરી જાય છે અને તે રોવા લાગે છે અને તેની તરફ જવા માંગતી હોય છે પણ તે છોકરાઓ ની પકડ બઉ મજબૂત હોય છે...
"તમે મને લઇ જાઓ સાથે પણ એને મૂકી દો..."
માનવી પોતાના હાથ જોડી ને બોલે છે પણ તે છોકરાઓ તેનું કાય સાંભળ્યા વગર તેને ખેંચી ને લઇ જતા હોય છે...
"માનવી ને હવે કોણ બચાવશે...?"
"તે બન્ને છોકરાઓ કોન છે...?"
"જય જે જંગલ માં આવી હાલત માં છે તે કોઈ ને ખબર પડશે...?"
સવાલો ગણા બધા છે પણ જવાબ માટે આગળ ના ભાગ ની રાહ જોવી પડશે...
હવે આગળ શું થશે તે જાણવા જોડાયા રહો મારી સાથે....
The Story of love.....