ૐ નમઃ શિવાય
The Story Of love Part-10
અત્યાર સુધી આપડે જોયું કે માનવ અને માહી કાર માં બધા બેગ મુકવા જતા હોય છે અને જ્યારે મૂકી ને પાછા આવતા હોય છે, ત્યારે જ સામે આવતા બાઈક થી માહી ટકરાય તે પહેલા જ માનવ એને તેની તરફ ખેંચી લે છે...
"માહી તું ઠીક તો છોને..."
માનવ બોલ છે...
"હા હું ઠીક છું..." માહી માનવ થી થોડી દૂર થઇ ને પોતાને સાચવતા બોલે છે...
પછી તે બન્ને ત્યાં થી મોલ માં જ્યાં રોહિત અને મોની હોય છે ત્યાં પોચી જાય છે...
તે બધા ત્યાં સાંજ સુધી ફરે છે...
"તમે બધા મારા ઘરે આવો તો..."
મોની બોલે છે...
"પણ તારા મમ્મી પાપા...?"
માહી બોલે છે...
"હું ઘરે એકલી જ છું અને તમે બધા આવશો તો મજા આવશે..."
મોની બોલે છે...
તે બધા મોની ન ઘરે જાય છે અને રોઝી ને ફોન કરી ને નવ્યા ને પણ તેની સાથે મોની ના ઘરે આવા માટે કે છે...
થોડી વાર માં ત્યાં નવ્યા અને રોઝી પણ આવી જાય છે...
"હવે કેવી તબિયત છે તારી..."
રોહિત નવ્યા ને આવતા જોઈ ને બોલે છે...
"હા સારી છે..."
નવ્યા બોલે છે...
તે બધા ત્યાં હોલ માં જ બેસી જાય છે...
"હવે પેલા મને એ કો કે તમે બધા શું જમશો તો હું ઓનલાઇન જ બધું મંગાવી લાઉ..."
મોની બોલે છે ણ બધા ને પૂછી ને જમવાનું ઓડૅર કરી દે છે...
"હવે તો બધા આવી ગયા છે તું સ્ટોરી કઈ શકે છે..."
માહી માનવ ને જોઈ ને બોલ છે...
"હા..."
માનવ બોલે છે...
"કઈ સ્ટોરી...?"
મોની બોલે છે...
તો રોહિત એને સ્ટોરી વિશે કે છે અને અત્યાર સુધી ની સ્ટોરી એને જલ્દી થી સમજાવી દે છે...
"હા તો ચાલો હું સ્ટોરી ની શરૂવાત કરું..."
માનવ બોલે છે અને સ્ટોરી ચાલુ કરે છે...
૨૦ વર્ષ પહેલા....
માનવી તેના રૂમ માં બેઠી વિચારતી હોય છે કે તેને એટલું વાગ્યું તો નથી પણ તેને આટલી કમજોરી કેમ લાગે છે જાણે એના શરીર માં લોહી જ ના હોય એવું એને લાગતું હોય છે અને ત્યારે જ તેના રૂમ માં દિપાલી બેન આવે છે અને માનવી ને તેની સાથે લઈને જાય છે અને હોટેલ માં જે રૂમ માનવી એ બુક કરાવ્યો હોય છે તેની ચાવી આપે છે...
"તું તારા રૂમ માં આરામ કર અને તારો સમાન જય મૂકી દેશે..."
દિપાલી બેન બોલે છે...
માનવી તેના રૂમ માં ધીમે ધીમે જતી હોય છે અને તેની સાથે જાય તેની પાછળ ચાલતો હોય છે...
"હવે તમારા પગ માં કેવું છે..."
જય બોલે છે...
"પેલા કરતા સારું છે..."
માનવી બોલે છે...
તે એક મહેલ હતો જેનો ઉપયોગ હવે હોટેલ ની રીતે થતો હતો અને માનવી તેના રૂમ માં જાય છે અને જય બધો સમાન ત્યાં મૂકી ને જતો હોય છે...
"જય મારે આ મહેલ આખો જોવો હોય તો..."
માનવી બોલે છે...
"તમે ફરી શકો છો અને તમને મારી મદદ ની જરૂર હોય તો મને બોલાવજો..." જય બોલી ને જાય છે અને માનવી થોડી વાર તો ત્યાં એમજ બેઠી રે છે પછી ત્યાં બેઠી બેઠી જ તે સુઈ જાય છે...
માનવી ની આંખ ખુલે છે ત્યારે તે જોવે છે તો બપોર થઇ ગઈ હોય છે...
"હવે આજે તો બારે ફરવા માટે નઈ જવાય હું આજે મહેલ જ જોઈ લઉં..."
માનવી પોતાના મન માં વિચારે છે...
માનવી તેના રૂમ ની બારે આવે છે અને તે મહેલ ને આમ થી તેમ જોતી હોય છે મહેલ એટલો મોટો હોય છે કે તે જોતા જોતા એક રૂમ તરફ જવા લાગે છે ત્યારે જ તેની પાછળ થી તેને એક આવાજ આવે છે તે બાજુ તે જોવે છે તો એક છોકરો ઉભો હોય છે લગભગ તેની ઉંમર 22 કે 23 વર્ષ ની લગતી હતી....
"તમે અહીંયા શું કરો છો...?"
તે છોકરો બોલે છે...
"હું બસ તે બાજુ જોવા માટે જતી હતી..."
માનવી બોલે છે...
તે જોવે છે કે તે છોકરા ની નજર નીચે જ છે અને તેના મોઢા ઉપર એક પણ પ્રકાર નો ભાવ નથી...
"ટુરિસ્ટ માટે આ જગ્યા એ આવું અલાઉડ નથી..."
તે છોકરો ગુસ્સા માં બોલી ને ત્યાં થી નીકળી જાય છે...
"સડું..."
માનવી તેના મન માં બોલે છે અને ત્યારે જ તે છોકરો ઉભો રઈ જાય છે અને પાછળ ફરી ને તેની સામે જોવા લાગે છે...
"અરે અને સાંભળી તો નથી લીધું ને.. માનવી જલ્દી નીકળ હવે તું અહીંયા થી..." માનવી મન માં બોલે છે અને ત્યાં થી પોતાના રૂમ માં જતી રે છે...
તે તેના રૂમ માં બેઠી જ હોય છે ત્યારે તેની રૂમ નો દરવાજો ખખડાવે છે...
"હા દરવાજો ખુલ્લો જ છે..."
માનવી બોલે છે...
ત્યારે રૂમ માં જય આવે છે અને તે માનવી માટે જમવાનું લઈને આવ્યો હોય છે...
"અરે આ બાજુ માં જે રૂમ માં એક છોકરો છે એ કોણ છે અને મને કીધું કે આ બાજુ કોઈ નું આવું અલાઉડ નથી..."
માનવી બોલે છે...
"અરે એ તો મારા ભાઈ નો છે, જે તમને અહીંયા રાતે લઈને આવ્યા હતા..."
જય બોલે છે...
"કોણ આ સડું...." માનવી જલ્દી થી બોલી જાય છે પછી એને ખબર પડે છે કે એશુ બોલી છે...
"અરે મારા ભાઈ સડું નથી...."
જય બોલે છે...
"અરે સોરી..."
માનવી બોલે છે...
"હા પણ એમનું નામ સડું નથી મિહિર છે..."
જય આટલું બોલી ને રૂમ ની બારે નીકળી જાય છે...
"અરે યાર તું પણ શું માનવી શું બોલી ગઈ અને જો તો ખરી કોના સામે બોલે છે..."
માનવી એન માથા પર હાથ રાખી ને બોલે છે...
"મને જે રાતે બચાવી ને લાવ્યો એના એને મેં થેન્ક યુ કેવાની જગ્યા એ આવું કીધું..."
માનવી તેના મન માં વિચારતી હોય છે...
તે પછી એના રૂમ ની બારી જોડે ઉભી રઈ ને તેની ફ્રેન્ડ પ્રિયા સાથે વાત કરતી હોય છે ત્યારે તે નીચે જોવે છે તો ત્યાં મીહિત ઉભો હોય છે...
ત્યારે મિહિર ની નજર પર તેની ઉપર જાય છે અને તે તેને જોઈ ને સ્માઈલ આપે છે પણ મિહિર તેના સામે જોવે છે અને પછી પોતાની નજરો ભરવી લે છે...
"સડું છે આ તો મૈં સ્માઈલ આપી તો સ્માઈલ પણ ના કરી શકે..."
માનવી બોલે છે...
ત્યારે જ મિહિર ફરી થી તેની સામે જોવા લાગે છે...
"આને ફરી સંભળાઈ ગયું લાગે..."
માનવી ત્યાં થી હટી જાય છે અને મન માં બોલે છે...
"માનવી...માનવી..."
પ્રિયા બોલે છે...
માનવી મિહીન ને જોવા માં એ તો ભૂલી જ ગઈ હતી કે તે તો પ્રિયા થી વાત કરતી હતી...
પછી તે આવી ત્યાર થી અત્યાર સુધી જે બધું થયું તે બધી જ વાત તે પ્રિયા ને કે છે...
"મિહિર અને માનવી નું આગળ શું થાય છે તે બન્ને વચ્ચે વાત થશે કે...?"
હવે આગળ શું થશે તે જાણવા જોડાયા રહો મારી સાથે....
The Story of love.....