ૐ નમઃ શિવાયઃ
PART-12
અત્યાર સુધી આપડે જોયું કે દિયા અક્ષત ને બોલાવે છે, જેના થી બન્ને સાથે મળી ને મિતાલી ના ઘરે જઈ શકે...
અક્ષત દિયા એ જે જગ્યા એ કીધું હોય છે, ત્યાં પોચી જાય છે અને ત્યાં જ દિયા ઉભી હોય છે...
"ચાલ ને મિતાલી માટે કંઈક લઇ ને જઈએ જે એને ગમે...."
દિયા બોલે છે અને અક્ષત ની કાર બેસી જાય છે...
તે બન્ને ગણું વિચારે છે, પછી તે બન્ને નું નજર એક દુકાન પર જાય છે,જ્યાં નાના છોકરાઓ ના રામકતા મળતા હોય છે તે દુકાન ની અંદર જાય છે, અને ત્યાં તે ગણા બધા રમકડાં જોવે છે, પણ ગમતા નથી અને તે બન્ને ની નજર એક સાથે એક ધોડિયા પર જાય છે, તે ઘોડિયું એવું હોય છે કે જોતા જ ગમી જાય....
"મને તો આ ઘોડિયું બઉ જ ગમ્યું...."
દિયા બોલે છે...
"હા પણ હજુ બેબી ને આવા માં 4 મહિના બાકી છે આટલું જલ્દી લેવું છે....? "
અક્ષત બોલે છે....
"હા આપડે હમણાં થી જ તૈયારી કરી લઈએ એના માટે..."
દિયા બોલે છે...
તે લોકો ઘોડિયું ગાડી માં મૂકી ને મિતાલી ને મળવા માટે તેના સાસરે જવા નીકળી જાય છે....
*****
તે ઘરે પહોંચ્યા પછી તે બન્ને જેવા અંદર જવા જાય છે તે જોવે છે મિતાલી રોતી હોય છે, અને તેના સાસુ સસરા અને તેની ફોઈ સાસુ ત્યાં જ બેઠા હોય છે.....
"ભાભી તમને કઉ છું જ્યાં સુધી આને ઘર માં રાખશો ત્યાં સુધી ઘર માં કાય સારું નઈ થાય અને આ જ કારણ છે, જેના લીધે નીતિન આપડા થી દૂર થઇ ગયો....."
મિતાલી ના ફોઈ સાસુ જોરજોર થી બોલતા હોય છે...
અક્ષત અને દિયા આ સાંભળી ને સીધા અંદર આવી જાય છે અને તે બન્ને ને જોઈ ને મિતાલી પોતાન આંશુ છુપાવાની કોસીસ કરે છે અને તેના ફોઈ સાસુ પણ બોલવાનું બંધ કરી દે છે...
"તમે ચૂપ કેમ થઇ ગયા મને જોઈ ને હવે બોલો ને તમે શું બોલતા તા ..."
અક્ષત ગુસ્સા માં બોલે છે...
"હા અમે તો બોલશું જ ને અમે તો આમારો છોકરો ખોયો છે આના લીધે..."
મિતાલી ના ફોઈ સાસુ બોલે છે...
"મિતાલી તારો સમાન પેક કર હવે તારે અહીંયા રેવાની જરૂર નથી..."
અક્ષત બોલે છે...
"ભાઈ તું રૂમ માં આવ આપડે વાત કરીએ પેલા..."
મિતાલી બોલે છે...
"તને કીધું ને જા સમાન પેક કર....દિયા તું જ આની સાથે અને એનો સામાન પેક કરાવ...."
અક્ષત બોલે છે...
દિયા એ પહેલી વાર અક્ષત ને આટલા ગુસ્સા માં જોયો હોય છે તે કાય બોલ્યા વગર મિતાલી ને તેની સાથે તેના રૂમ માં લઇ જાય છે....
"તમે તો મને કીધું હતું કે મિતાલી ને મારા ઘરે મોકલો એને દીકરી ની જેમ સાચવીશું, નીતિન નથી તો શું થયું આ દીકરી જ છેને અમારી...."
અક્ષત ગુસ્સા માં નીતિન ના મમ્મી ને કે છે...
નીતિન ના મમ્મી પાપા કાય બોલ્યા વગર નીચે નજર કરી ને બેઠા હોય છે...
ત્યાં દિયા અને મિતાલી બારે આવે છે સામાન લઈને...
"હા...હા...હવે જગ્યા નથી આમે એના માટે..."
નીતિન ના ફોઈ બોલે છે...
અક્ષત કાય બોલે તે પહેલા મિતાલી તેનો હાથ પકડી લે છે અને અક્ષત કાય બોલતો નથી અને તે લોકો ઘર ની બહાર નીકળી જાય છે....
અક્ષત મિતાલી સાથે કાર માં કાય વાત નથી કરતો અને દિયા મિતાલી ને સાચવતી હોય છે અક્ષત નો ગુસ્સો જોઈ ને દિયા પણ કાય નથી બોલતી અને તે લોકો મિતાલી ના ઘરે પોંચે છે ત્યાં મિતાલી ના મમ્મી જ હોય છે...
"કાકી તમે કાકા ને ફોન કરી ને હમણાં જ બોલાવી લો...."
અક્ષત બોલે છે...
"દિયા તું મિતાલી ને રૂમ માં લઇ જા.."
અક્ષત દિયા સામે જોઈ ને બોલે છે...
દિયા અને મિતાલી રૂમ માં જાય છે, પછી અક્ષત બધી વાત મિતાલી ના મમ્મી ને કે છે...
*****
થોડી વાર માં મિતાલી ના પાપા પણ આવી જાય છે...અક્ષત બધી વાત મિતાલી ના પાપા ને કરે છે....
"મેં વિચાર્યું નતું કે મિતાલી સાથે આવું કરશે..."
મિતાલી ના પાપા બોલે છે....
બધા મળી ને નક્કી કરે છે કે હવે મિતાલી ને ત્યાં પાછી નઈ મોકલીએ...
*****
અક્ષત એકલો ટેરેસ પર હોય છે અને ત્યાં દિયા આવે છે...ત્યારે અક્ષત જેવી દિયા ને જોવે છે પોતાના આંશુ લુશી લે છે...
"તું પણ વિચારતી હોઇશ ને આ છોકરો રોતો જ હોય હંમેશા..."
અક્ષત હસતા-હસતા બોલે છે ...
"અરે ના ના એવું નથી..."
દિયા પણ હસી ને બોલે છે...
"યાર સમજાતું નથી મિતાલી ને કઈ રીતે સાચવું..."
અક્ષત બોલે છે...
"તું ચિંતા ના કરીશ મિતાલી ને હું સાચવી લઈશ...."
દિયા બોલે છે...
"મને પહેલા ખબર હોત કે નીતિન ના મમ્મી પાપા એને આ રીતે રાખશે તો હું એને ક્યારે ત્યાં મોકલી જ ના હોત..."
અક્ષત બોલે છે...
"મેં પણ નતું વિચાર્યું કે આવું થશે સારું થયું આપડે એને કીધા વગર જ ગયા..."
દિયા બોલે છે....
"અને હા, હું તારા સાથે અહીંયા મિતાલી માટે જ વાત કરવા માટે આવી હતી..."
દિયા ફરી થી બોલે છે...
"હા હું પણ વિચારતો તો કે એના વિશે તારા જોડે વાત કરૂકેમ કે કાકા કાકી હવે બઉ ચિંતા કરે છે એની અને મને હૈદરાબાદ જવા માં પણ એવું થાય છે કે એને અહીંયા એકલી કઈ રીતે મુકું..."
અક્ષત બોલે છે...
"મિતાલી ને આપડે આપણી સાથે લઇ જઈએ તો...ત્યાં તું, હું, શિવ અને અહાના હશે અને એ એકલી પણ નઈ થાય બધા મળી ને સાચવશું...."
દિયા બોલે છે...
"હા પણ મિતાલી ત્યાં આવા તૈયાર થશે...?"
અક્ષત બોલે છે...
"હા મિતાલી ને હું માનાવી લઈશ પણ એના મમ્મી પાપા માનશે...?"
દિયા બોલે છે...
"હા એમને હું માનાવી લઈશ..."
અક્ષત બોલે છે...
"એક વાત કઉ...."
અક્ષત ઉપર આકાશ માં જોતા બોલે છે...
"હા બોલને..."
દિયા બોલે છે...
"થેન્કયુ મિતાલી વિશે આટલું વિચારવા માટે એ જાન છે મારી એને આ રીતે હું નથી જોઈ શકતો..."
અક્ષત બોલે છે...
"હા તો મિતાલી મારી પણ જાન છે તારી એકલી ની નઈ હોને..."
દિયા બોલી ને હસવા લાગે છે...
"તું પણ મારી જાન છો ખબર નઈ એ ક્યારે કઈ શકીશ તને..."
અક્ષત ધીમે થી બોલે છે...
"શું કે છે તું..."
દિયા બોલે છે...
"અરે કાલ સવાર ની ટિકિટ છે આપડી તો તારે નીકળવું હોય તો તું જતી રે હું આવીશ મિતાલી ને લઈને..."
અક્ષત બોલે છે..
"ના હવે મિતાલી ને સાથે લઈને જ જઈશુ..."
દિયા બોલે છે...
"આના વિશે પહેલા હું શિવ ને બધી વાત કરી લઉં એને મેં હજુ કાય કીધું નથી..."
અક્ષત બોલે છે...
"તું એના સાથે વાત કર અને હું હવે હું સુવા જાઉં...ગુડ નાઈટ..."
દિયા બોલી ને જાય છે...
"હા ગુડ નાઈટ..."
અક્ષત બોલે છે...
અક્ષત શિવ ને ફોન કરે છે...
"હાય હમણાં ક્યાં છો..."
અક્ષત બોલે છે...
"હું હમણાં જ આવ્યો ઘરે..."
શિવ બોલે છે...
અક્ષત મિતાલી ની બધી વાત તેને કે છે....
"હું આવું છું કાલ જ ત્યાં અને એ રીતે મારી બેન ને કઈ કેમ શકે...."
શિવ ગુસ્સા માં બોલે છે...
"ના તારે આવા ની જરૂર નથી હું મિતાલી ને ત્યાં લઈને આવું છું..."
અક્ષત બોલે છે...
શું મિતાલી ના મમ્મી પાપા તેને અક્ષત સાથે મોકલશે...? શું મિતાલી માનશે તેમની સાથે જવા માટે ...? તે જાણવા જોડાયા રહો
પ્રેમ થઇ ગયો.......