Prem - Nafrat - 78 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૭૮

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ - નફરત - ૭૮

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૭૮

આરવને લખમલભાઈની વાત સમજાઈ રહી ન હતી. એ એક ડર સાથે રચનાની જેમ એમના આગળ બોલવાની રાહ જોઈ રહ્યો હતો. લખમલભાઈ હસીને બોલ્યા:આપણે ક્યારેય પણ કોઈ યોજના બનાવી છે કે કામ હાથ પર લીધું છે ત્યારે એની લાંબા ગાળાની અસરોને ધ્યાનમાં રાખીને અમલ કર્યો છે. તું કાગળ પર બે કંપની કરવાની વાત કરી રહ્યો છે એ વિચાર સારો છે. કંપનીને લાભદાયી છે પણ હું કંપનીને વાસ્તવિક રીતે બે ભાગમાં વહેંચવા માંગું છું...

લખમલભાઈએ એમની વાતથી બધાને ચોંકાવી દીધા હતા. એમના મનમાં શું ચાલી રહ્યું છે એનો અંદાજ આવી રહ્યો હતો. આરવ જ નહીં હિરેન અને કિરણ પણ એક મોટો નિર્ણય લેવાઈ રહ્યો હોવાનું જાણી અવાચક જેવા થઈ ગયા હતા.

આરવે સ્પષ્ટતા મેળવવા પૂછી નાખ્યું:પપ્પા, તમે કંપનીને બે ભાગમાં અલગ કમાન સોંપીને ચલાવવાનું કહી રહ્યા છો?’ આરવને ખ્યાલ આવી ગયો કે વાત હવે કંપનીની રહી ન હતી. પરિવારની આવી ગઈ હતી એટલે અંગત સંબોધન કર્યું હતું.

હા બેટા, હું માનું છું કે મારી ઉંમર થઈ ગઈ છે. મારે હવે આ ધંધામાંથી ફારેગ થવું છે. બધું તમને સોંપી દેવું છે. તમે સમજીને ભાગ વહેંચી લો... લખમલભાઈ સહેજ ભાવુક બની ગયા.

રચનાને થયું કે આ તો ટાઢા પાણીએ ખસ ગઈ જેવો ઘાટ થયો છે. મારું તીર એવું નિશાન પર લાગ્યું છે કે કોઈ મગજમારી વગર કંપનીનો ત્રીજો ભાગ અમને મળી જવાનો છે. મારા પહેલા મિશનમાં કલ્પના કરતાં વધુ સફળતા મળી છે. મારે એમને ઘરે બેસાડવા હતા અને એ જાતે જ બેસી રહ્યા છે. બધું મારા આયોજન મુજબ થઈ રહ્યું છે. ભગવાન મને સાથ આપી રહ્યા છે.

ત્રણેય ભાઈઓએ લખમલભાઈને નિવૃત્તિ ન લેવા સમજાવ્યા. એમના અનુભવની હજુ કંપનીને જરૂર હોવાનું કહ્યું અને ઘણો આગ્રહ કર્યો છતાં લખમલભાઈ એકના બે ના થયા અને ત્રણેય ભાઈઓને ત્રણ ભાગ કરી લેવા કહ્યું. પછી અચાનક કોઈ વિચાર આવ્યો હોય એમ સૂચન કર્યું કે કોઈ બે ભાઈ પણ સાથે કામ કરી શકે છે. જેથી કંપનીના ત્રણને બદલે બે ભાગ પડે અને ધંધાને બહુ અસર ના થાય.

એ પછી એમણે વધુ એક સૂચન કરીને બધાને ચમકાવી દીધા. એમણે સમજણ આપતા કહ્યું કે આરવ સાથે રચના કામ કરી રહી છે એટલે એ ૩૩ ટકા ભાગ રાખે અને બાકીનો હિરેન અને કિરણ ચલાવી શકે છે. હિરેન અને કિરણ પહેલાંથી સાથે કામ કરી રહ્યા છે. આરવ મોડેથી જોડાયો છે અને નવી પેઢીનો છે એટલે એની સાથે ટ્યુનિંગ કરવામાં સમય જઈ શકે છે. એમણે બધા જ રસ્તા ખુલ્લા હોવાનું કહ્યું ત્યારે આરવા સિવાય બધાના મનમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ.

હિરેન અને કિરણને થયું કે આ તો ભાવતું હતું અને વૈદ્યએ કહ્યું જેવુ થયું છે. બંનેને વધારે ભાગ મળશે અને તેઓ સારી રીતે કંપની ચલાવી શકશે. ૩૩ ટકામાં આરવ અને રચનાને મુશ્કેલી પડશે.

રચનાને કલ્પના ન હતી કે બધું આમ સરળ રીતે પાર પડશે. પોતાનો નાનકડો વિચાર મોટું કામ કરી ગયો છે. હવે હિરેન અને કિરણ કેવી રીતે કંપની ચલાવી શકે છે એ હું જોઈશ. અમે કંપનીને ક્યાંની ક્યાં પહોંચાડી દઇશું. અમારા મોબાઇલની સામે એમનો મોબાઈલ ટકવાનો નથી. એક સમય એવો આવશે જ્યારે અમારી કંપનીનું નામ ગાજી રહ્યું હશે.

આરવને થયું કે આ બરાબર થઈ રહ્યું નથી. આ કારણે કંપની જ નહીં ઘર અને પરિવાર તૂટી શકે છે. એનો આશય માત્ર કંપનીને વધુ લાભ કરાવવાનો હતો પરિવારને નુકસાન નહીં. શું લખમલભાઈને એવી શંકા થઈ હશે કે હું કાગળ પર કંપનીને બે ભાગમાં વહેંચીને અલગ થવાનો ઈશારો કરી રહ્યો છું? અને એ જ કારણે એમણે વહેલી નિવૃત્તિ જાહેર કરી દીધી હશે?

આરવનું દિલ એને દોષ આપવા લાગ્યું એટલે એણે કહી દીધું:પપ્પા, મને આ નિર્ણય મંજુર નથી.

આરવના એલાનથી રચનાને થયું કે આ તો ભેંસ પાણીમાં જઈ રહી છે. હવે શું થશે? મારા કર્યા કારવ્યા પર આરવે પાણી ફેરવી દીધું છે.

ક્રમશ: