પાંચના લગભગ પોણા સાત વાગ્યાના ટકોરે વાગ્યે અવનીશ હર્ષા ને ફોન કરે છે...
" હાલો "
" હા , હર્ષા... વાર લાગશે કે લેવા માટે નીકળું...?"
"હા , બસ તમે નીકળો ત્યાં સુધીમાં હું મારું વર્ક ફિનિશ કરી લઈશ..."
" પણ , વાર નહીં લાગે ને તો હું લેટ આવું...કારણકે પછી મારે પણ જવાનું છે તો તૈયાર થવું પડશે ને ...?!"
" હા , બસ હું નીકળું છું.... તમે પણ નીકળો...."
"Ok....સવારે મૂકીને ગયો હતો ત્યાં ઊભી રહેજે... હું આવું નીકળું છું..."
" ઓકે..."
".સારું ચલ મુકું છું ફોન..."
" હા, બાય.."
" બાય "
અવનીશ લેપટોપ બંધ કરીને અરીસામાં જોઈ પોતાના વાળ સરખા કરે છે અને પાણી પીને રસોડામાં ચારે તરફ નજર ફેરવે છે.... અને બપોરે અનુભવાયેલો અહેસાસ યાદ કરે છે... પછી ઇગ્નોર કરી બાઈકની ચાવી લઈ રૂમને લોક મારી હર્ષાને લેવા માટે નીકળી જાય છે...
થોડી ક્ષણમાં અવનીશ ઓફિસની બહારના ગેટ પર પહોંચી જાય છે... બરાબર એ જ ક્ષણે સામેથી હર્ષા આવતી દેખાય છે અને મનમાં વિચારે છે કે શું ટાઈમિંગ છે હું આવ્યો તરત જ આવી સારું કર્યું ઉભું ના રહેવું પડે નહીં તો કંટાળી જાત....
"એમ થોડી તમને કંટાળી જવા દેત... આખરે વાઈફ કોની છું..."
" મારી...."
" તો પછી..?"
" એક મિનિટ ....એક મિનિટ...હું તો મનમાં બોલ્યો તને કેવી રીતે ખબર પડી...?"
" તો શું હું તમારા મનમાં નથી ...?"
"છે જ ને ગાંડી...."
" તો પછી...?"
" તું ફરીથી તારી અટપટી વાતો શરૂ ના કરીશ.... ચલ બેસ મારે પછી લેટ થશે...."
" હા , હવે વાયડી..."
" અને તું મારી બાયડી..."
હર્ષા ફટાફટ બાઈક પાછળ બેસી જાય છે અને અવનિશ પોતાની બાઈક ઘર તરફ વાળે છે... થોડી ક્ષણમાં બંને ઘરે પહોંચી જાય છે... અવનીશ ફટાફટ ચેન્જ કરી ઓફિસ માટે તૈયાર થાય છે જ્યારે આ બાજુ હર્ષા રસોઈ બનાવે છે કે જેથી અવનિશ જમીને ઓફિસ જઈ શકે અને સાથે સાથે અવનીશ માટે ટિફિન પણ પેક કરે છે કદાચ રાત્રે ભૂખ લાગે તો જમવા માટે અને થોડી ક્ષણમાં રસોઈ તૈયાર થઈ ગઈ એટલે બંને ફરીથી જ એક સાથે હસી મજાક અને મુવી ની મજા માણતા માણતા જમવા બેસે છે..... પણ અવનીશને એ ચિંતા સતાવ્યા કરે છે કે આજે બપોરે થયું એ શું હતું જો એ સાચું છે તો પછી હું હર્ષા ને એકલી કેવી રીતે છોડી શકીશ...
" અવનીશ ....તું મારી ચિંતા ના કરીશ.... અહીંયા આપણે બા છે ને બાજુમાં મને કંઈ બી તકલીફ થશે તો હું બા ને કહી દઈશ....."
" પાક્કું....??"
"હા , અવનીશ ... પાક્કું ..."
"પણ, એ વાત તો છે હર્ષુ... તું મનની વાતો જાણી જાય છે..."