Hakikatnu Swapn - 5 in Gujarati Horror Stories by Hemali Gohil Rashu books and stories PDF | હકીકતનું સ્વપ્ન..!! - 5

Featured Books
Categories
Share

હકીકતનું સ્વપ્ન..!! - 5

પ્રકરણ 5 ક્ષણિક સાહસ..!!

હર્ષા વિચારોમાં ને વિચારોમાં કિચન સાફ કરી રહી છે, એવામાં અવનીશ આવીને હર્ષાને પાછળથી ભેટી પડે છે.... અચાનક અવનીશના પકડવાથી હર્ષા ડરી જાય છે અને તેનું બેધ્યાનપણુ ભંગ થઈ જાય છે....

"હર્ષા શું થયું ? કેમ ડરી જાય છે ?"

"કંઈ નહીં પાગલ, તમે અચાનક આવો તો ડરી જ જવાઈ ને...?!!"

"ના, તું કંઈક વિચારોમાં હોય એવું લાગતું હતું."

"ના, એવું કંઈ નહીં...."

"બોલને plzz.."

"Actually, મને ખબર જ નહોતી કે રવિવાર છે.... તો મેં જમવાનું બનાવી દીધું... તો વિચારતી હતી Just..."

"ઓહ....હર્ષુ , એમાં શું કામ tension લે છે.... બપોરે જમી લઈશું આ..."

"Hmmm"

"તું બહુ વિચારીશ નહીં..."

"કંઈ નહીં પાગલ..... મને છોડો હવે ને ન્હાવા જાવ...."

"hmmm..... ચાલ ગરમ પાણી કાઢી આપ... હું બ્રશ કરી લઉં ત્યાં સુધી.."

"Hmmm"

હર્ષા બાથરૂમમાં ગરમ પાણીની ડોલ ભરે છે અને અવનીશ બ્રશ કરે છે.... પરંતુ હર્ષા હજુ પણ વિચારગ્રસ્ત છે, જ્યારે અવનીશ તૈયાર થવામાં મશગૂલ છે. ને હર્ષા ફરીથી કિચનની સફાઈમાં વ્યસ્ત થઈ જાય છે. અવનીશ નાહીને બહાર આવે છે. હર્ષા ઘરકામમાં વ્યસ્ત છે અને અવનીશ દીવો કરીને તૈયાર થવા લાગે છે....

"હર્ષા... આજે Sunday છે તો ક્યાંક બહાર જઈએ...??"

"કેમ...? અચાનક..?"

"કારણ કે તારું mind fresh થાય ક્યાંક બહાર જઈએ ને તો....!!!!"

"hmmm"

"મને એ કહીશ કે તું ક્યાં વિચારોમાં ગુમ થયેલી છે...??"

"ના... યાર.... એવું કંઈ નથી..."

"તો કેવું છે...?"

"હું એ વિચારું છું કે કાલથી તમારી Alternative Night shift Start થાય છે.... તો હું કેવી રીતે રહીશ એકલી...????"

"અરે, હા....પણ તું ચિંતા ન કરીશ.... હું કંઈક વિચારું છું, તને એકલી નહીં રહેવા દઉં..."

" તો "

" તો બા ને પૂછી લઈશું, તું એમની જોડે સૂઈ જજે..."

"ના...રે... પાગલ એમ થોડી કોઈના ઘરે જતું રહેવાય....…"

" તું એકલી કેવી રીતે સુઈશ..."

" સુઈ લઈશ ! તમે ચિંતા ના કરો...."

"પાક્કું..."

"હા..... પાક્કું"

હર્ષા એ હિંમતપૂર્વક કહી તો દીધું પણ તે તેના વિચારોને પણ વિરામ નથી આપી શકતી...... શું તે રાત્રિના સમયે રહી શકશે એકલી..?

"Ok ... હર્ષુ .....જોઈએ...."

"Hmmmm"

"કંઈ નહીં.... આજે બહાર ક્યાં જઈએ..?"

" તમે કહો ત્યાં..."

" તું નક્કી કરને...!! ત્યાં સુધીમાં હું હાટકેશ્વર જઈ આવું રમેશભાઈને મળવાનું છે તો..!!"

" હા....વાંધો નહીં..."

"તું વિચારી રાખજે.... બપોર પછી જઈએ બહાર..."

"hmmmm.... જોઉં છું ઘરકામ થઈ જશે તો વિચારીશ.."

અવનીશ બહાર જવા માટે મોજા પહેરે છે અને કાચમાં જોઈને વાળ સરખા કરવા લાગે છે...

"લો કૉફી...??"

હર્ષના બંને હાથમાં કૉફી ભરેલા કપ જોઈને અવનીશ ખુશ થઈ જાય છે....

"વાહ કૉફી..!!"

"hmmmm, લો પહેલા પીઈ લો... પછી વાળ સરખા કરશો..."

" હા...... ગાંડી..."

બંને બેડ પર બેસી જાય છે અને મસ્તીખોર વાતો કરતા કરતા કૉફીની મજા માણી રહ્યા છે....

*******************


અવનીશ કૉફી પીને બહાર જાય છે અને હર્ષા ઘરકામમાં વ્યસ્ત થઈ જાય છે. રવિવાર હોય એટલે ખુલ્લા દિલથી ઘર સાફ કરવાનો મોકો માંડ મળે.... હર્ષા પણ એ મોકાનો લાભ ઉઠાવી ઘર સફાઈમાં વ્યસ્ત છે... કામની વ્યસ્તતામાં જ 11 વાગી જાય છે.... રસોઈ બનાવવાની કોઈ ચિંતા નથી એટલે હર્ષા બેડ પર ફોન લઈને બેસે છે અને એક અવનીશની પણ રાહ છે..... થોડી ક્ષણો પછી અવનીશ ન આવતા ફોન સાઈડ પર મૂકે છે.... અને મોં ફુલાવીને બેસી જાય છે....

"હર્ષા..... હર્ષા....."

અચાનક એ જ ધીમો ધીમો અવાજ આવવાનો ભાસ થાય છે..... એટલે હર્ષાની નજર એકાએક કિચન તરફ જાય છે..... અને અચાનક એના ચહેરાના હાવ બદલાઈ જાય છે.... રિસાઈ ગયેલી હર્ષા ગભરામણ અનુભવે છે.... એનું ગળું ધીમે ધીમે સુકાવા લાગે છે......

હર્ષા બેડ પરથી ઉભી થઈને ધીમે ધીમે કિચન તરફ આગળ વધે છે.... રાત્રિનો એ જ ક્રમ ફરી વખત થતાં હર્ષાનાં મનમાં ઘણા બધાં વિચારગ્રસ્ત પ્રશ્નો જાગી ઉઠે છે..."

"કોણ....? કોણ છે ત્યાં...? કોણ...? શું કામ મારી પાછળ પડ્યું છે...? કોણ ...??"

***********


To be continue...

#Hemali Gohil "RUH"

@Rashu

શું આ ઘટના હકીકત છે કે પછી ભ્રમ ?? જો આ ભ્રમણા છે તો શું હર્ષા તેમાંથી બહાર નીકળી શકશે..?? અને જો હકીકત છે તો હર્ષા એ હકીકતનું રહસ્ય જાણી શકશે...? શું હર્ષાની મૂંઝવણનો અંત આવશે...?? કે પછી હર્ષાનો જ અંત થઈ જશે...?? જુઓ આવતા અંકે...