Jalpari ni Prem Kahaani - 11 in Gujarati Love Stories by Bhumika Gadhvi अद्रिका books and stories PDF | જલપરી ની પ્રેમ કહાની - 11

Featured Books
  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

  • નિતુ - પ્રકરણ 34

    નિતુ : ૩૪ (લગ્ન)નિતુ કેબિનમાં પહોંચી તો વિદ્યા પોતાના કમ્પ્ય...

Categories
Share

જલપરી ની પ્રેમ કહાની - 11

અંતરમાં અનેરા ઉત્સાહ સાથે મુકુલ એક નવી જગ્યા પર પહોંચી ગયો. એક દમ અલગ અને પહાડની વચ્ચે ઘેરાયેલા દરિયા વાળી જગ્યા. એવું લાગે કે જાણે આ એ ભારત દેશ છે જ નહિ જેમાં આપણે રહીએ છીએ. એવું લાગે કે જાણે હજી હમણાં જ માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ છે.


મુકુલે કેમ્પમાં પહોંચી નોકરી પર હાજર થવાની બધીજ પ્રોસિજર પતાવી દીધી. મુકુલ ને થોડી વાર રાહ જોયા પછી કેમ્પના સૌથી સિનિયર ઓફિસર ને મળવાનું હતું. એમની સહી થયા બાદ જ કાલ સવારથી નોકરી પર હાજર થઈ શકાય.


મુકુલ ને ઓફિસની બહાર બેસી રાહ જોવાનો ઓર્ડર મળ્યો હતો એટલે તે ત્યાંજ વેટિંગ રૂમમાં બેસી રાહ જોઈ રહ્યો હતો. એણે ચારે બાજુ નજર કરી તો દીવાલ પર આંદામાન નિકોબાર દ્વીપ ના નક્શા હતા. હર એક પર્ટિક્યુલર જગ્યાનો પણ નકશો હતો. ક્યાંક ક્યાંક ત્યાંની આદિવાસી પ્રજાનાં ફોટા પણ હતા. મુકુલ માટે જેટલું આ બધું નવું હતું એટલું જ નવાઈ થી ભરેલું પણ હતું. મુકુલ પોતે જે જગ્યા ઉપર રહેતો હતો તે જગ્યા ની અને ત્યાંના માણસોની તુલના આ જગ્યા અને અહીંના માણસો સાથે કરવા લાગ્યો. તેને લાગ્યું એ જાણે કોઈ અલગજ દુનિયામાં આવી ગયો છે.


મુકુલ નું મન વિચારોમાં ડૂબી જાય એ પહેલાં જ અંદર થી મુકુલ માટે સંદેશ લઈને એક વર્ધી પહેરેલ વ્યક્તિ આવ્યો. કેપ્ટન મુકુલ રાયચંદ આપને સર અંદર બોલાવી રહ્યા છે, આપ અંદર જઈ શકો છો.


મુકુલ ઉભો થયો અને એક કેબિન ની નજીક ગયો. આંગળીથી નોક કર્યું, અંદર થી એક કડક અવાજ આવ્યો કમ ઈન...મુકુલ અંદર પ્રવેશ્યો અને એક નિશ્ચિત દુરીએ ઉભો રહી સામે ખુરશી માં બેઠેલા વ્યક્તિ ને સેલ્યૂટ કરી. સામે બેઠેલ વ્યક્તિ કોઈ ફાઈલ ના પાન આમ તેમ કરી રહ્યા હતા. તે બહું એકાગ્રચિત્તે પોતાનું કાર્ય કરી રહ્યા હતા. તેમણે હાથ ના ઈશારાથી મુકુલને સામે પડેલી ખુરશી માં બેસી જવા કહ્યું.


મુકુલ ખુરશીમાં બેઠો ટેબલ ઉપર સામે જ એક નેમ પ્લેટ હતી તેની ઉપર નામ લખેલું હતું, કમાન્ડર નવીન શ્રીધર. એને તરતજ સર તરફ નજર કરી, જોતાં જ ખબર પડી જાય કે સર સાઉથ ઇન્ડિયન છે. શરીર ગઠીલું અને શ્યામ વર્ણનું, માથા ના વાળ વાંકડિયા અને કાળા, સહેજ ઊંચું કપાળ, વાળ થોડા પાછળ કહી શકાય કે થોડી ટાલ, એક દમ સફેદ હંસ જેવો યુનિફોર્મ એમના શરીર ને વધારે શ્યામ વર્ણ દેખાડતો હતો


હજું ય સર ફાઈલના પાના ઉથલાવી રહ્યા હતા. મુકુલ થોડો કંટાળી ગયો એક જ તરફ જોઈ જોઈ ને. તેણે સર ને ખબર ન પડે તેમ ત્રાસી નજરે આમ તેમ જોવાનું ચાલુ કર્યું. ઓફિસની દરેક દીવાલ પર કોસ્ટ ગાર્ડ ની ગૌરવ ગાથા વર્ણવતી તસવીરો હતી. કોઈક કોઈક જગ્યા પર કોસ્ટ ગાર્ડ અને નેવીએ સાથે મળીને પાર પાડેલા કેટલાક ઐતિહાસિક મિશન ના પણ ફોટા હતા.


એક દીવાલ ઉપર સર નવીન શ્રીધર ને ઇન્ડિયન ગવર્મેન્ટ તરફ થી મળેલા સનમાનો ની યાદ અપાવતા ફોટા હતા. એ ફોટાઓ જોતાં જ મુકુલ ના મનમાં પણ વિચાર આવ્યો કે એક દિવસ મારી ઓફિસ ની કોઈ દીવાલ ઉપર પણ આવાજ ફોટાઓ હશે.


હેલ્લો માય બોય. સોરી હું થોડા કામ માં હતો. ઓહ ઈટ્સ ઓકે સર. આખરે મુકુલ અને કમાન્ડર નવીન શ્રીધર વચ્ચે વાર્તાનો દોર શરૂ થયો.


સર માય સેલ્ફ મુકુલ રાયચંદ. મેં કોચિ ટ્રેનિંગ સેન્ટર થી ટ્રેનિંગ પૂરી કરી છે. અહીં મારું પહેલું પોસ્ટિંગ છે, આજની મારી જોઈનિંગ ડેટ છે, કહેતા કહેતા મુકુલે પોતાના જોઈનીંગ લેટર નું કવર કમાન્ડર સામે મૂક્યું. યસ યસ આઈ નોવ માય બોય. કમાન્ડર નવીન શ્રીધરે તરતજ લેટર પર સાઈન કરી મુકૂલને લેટર પાછો આપ્યો.


વેલકમ મુકુલ રાયચંદ. કહેતા કમાન્ડરે મુકુલ સામે હાથ લંબાવ્યો. મુકુલ અને કમાન્ડરે એક બીજા સાથે હાથ મિલાવ્યો. એક કામ કરો કેન્ટિંગ માં જઈને જમી આવો કેપ્ટન. જમવાનો સમય થઈ ગયો છે તો લંચ પછી ઓફિસ માં મળીએ છીએ ફરીથી. કમાન્ડરે કાંડા માં બાંધેલી ઘડિયાળ તરફ જોતા જોતા કહ્યું. જી સર કહી મુકુલ ઉભો થયો અને સેલ્યૂટ કરી ઓફિસ માંથી બહાર તરફ નીકળ્યો.


બહાર આવી એણે એક વર્ધી પહેરેલા યુવાન ને જોયો, એણે ધીરે થી બુમ પાડી હેલ્લો ઓફિસર. એ વ્યક્તિ એ તેની સામે જોયું અને તેની તરફ આવ્યો. એ ઓફિસર પણ બિલકુલ મુકુલ ની ઉંમર નોજ હતો. જી કહો, આપ મને કહી શકો છો કે કેંટિંગ કંઈ તરફ છે. જી અહી થી સો મીટર સીધા જવાનું અને ત્યાંથી રાઈટ સાઈડ માં છે. ત્યાં સાઈન બોર્ડ પણ છે. ઓકે થેન્કસ. અરે એમાં શું. તમે મારી સાથે આવી શકો છો હું પણ એ તરફ જઈ રહ્યો છું. ઓહ ગુડ એક થી બે ભલા. મુકુલ બોલ્યો અને બંને જણ તે તરફ ચાલ્યા.


ક્રમશઃ..........