કલિયુગનો માણસ
'જાત સાથે છેતરામણી કરતો માણસ છે'
આપણે જ ખોટું સર્જન કરીએ, સમાજમાં ઉપયોગ કરવા માટે ખોટું બોલીને બીજાને પ્રોત્સાહિત કરીએ અને આપણે જ ખોટી સલાહ આપીએ. મતલબ એમ કે બધેજ ખોટું અને ખોટુ કર્મ કરીએ છીએ. કોઈ મનુષ્ય ૧૦૦ % શુધ્ધ નથી પરંતુ થોડેક અંશે શુદ્ધતા, પ્રામાણિકતા અને નૈતિકતા રાખવી જોઈએ.
"બધીજ રમત પૈસા માટેની છે"
શું આ આપણી મોટી ભુલ નથી. અત્યારે જો માણસ આવું ખોટુ કર્મ કરે તો ભવિષ્યમા આવાનર નવી પેઠી પણ ખોટુ જ કર્મ કરશે, આમાં કોઈ સંદેહ નથી. આપણે થોડી વાર શાંતિથી બેસીને આનાં પર કદી વિચાર અને ચિંતન કરીએ છીએ ?
"ખોટી વસ્તુ કે વાતો વિનાશનુ કારણ બને છે"
હે માણસ, હવે હું મુખ્ય મુદ્દા પર આવી રહ્યો છું કે, આપણે શું ખોટું કર્મ કરી રહ્યાં છીએ. દરેક માણસ આ કલિયુગના ચક્રવ્યૂહમાં અંદર સુધી ફસાઈ ગયો છે. બહાર નીકળવાની કોશિશ કદી કરતો જ નથી, બસ એ અંદર સુધી જઈને અંતે દુઃખી થઈને જીવનો અંત આણી દેતો હોય છે.
આપણે ઘરે કે બહાર ફિલ્મો જોવા જઈએ છીએ તો ફિલ્મોમા મોટાં મોટાં અભિનેતા કે વિલન સિગારેટ પીતા જોઇએ છીએ અને નીચે એક વિશિષ્ટ લાઈન લખેલી આવતી હોય છે. દરેક માણસ તે વાંચતો હોય છે. (થોડા અંશે આ વિશિષ્ટ લાઇન મનમાં સોયની અણીની જેમ વાગતી પણ હોય છે).
ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
Smoking is injurious to health
धूम्रपान स्वास्थ्य के लिए हानिकारक है
હવે ક્રિકેટના શોખીન લોકો પાસે આવીએ. મોબાઈલમાં ક્રિકેટની ૨ કે ૩ એમ ઘણી ગેમ આવી ગઈ છે. ક્રિકેટ રમો અને પૈસા કમાવો. મોટા મોટા સ્ટાર અને ક્રિકેટર પણ આના માટે જાહેરાત કરે છે. પરંતુ નીચે એક વિશિષ્ટ મથાળું લખેલી લાઈન આવતી હોય છે કે,
આ રમતની આદત થઇ શકે છે અથવા નાણાકીય રીતે જોખમી હોઈ શકે છે. જવાબદારી પૂર્વક રમો.
This game may be habit-forming or financially risky. Play responsibly.
यह गेम आदत बनाने वाला या आर्थिक रूप से जोखिम भरा हो सकता है। जिम्मेदारी से खेलें।
બસ અહીથીજ ચાલું થાય છે કલિયુગના માણસની મોટી ભૂલ. મોટાં મોટાં અભિનેતા, ક્રિકેટરો અને નિર્માતા આવું કામ કરતા હોય અને સાથે આપણાં દેશનું સેન્સર બોર્ડ પણ આવું કામ કરવા દેતું હોય છે. સાથે સાથે આ બધાજ લોકો ફક્ત એક નાની હેંડલાઈન લખીને છટકી જતાં હોય છે. તો શું આ ભૂલ ના કહેવાય. આ વાસ્તવિકતાને કદી આપણે નકારી ના શકાય એટલી જ આને કલિયુગના માણસની મોટી ભૂલ પણ કહેવાય છે. અહી માણસને ખબર છે કે તે પીણું કે ગેમ આપણાં માટે નુકશાનકારક જ છે.
હવે જો કોઈ કારણસર આના વિરુદ્ધ કોઈ જાય તો ઘણાં લોકો કહેશે કે "આ બધું માનવીના સ્વાભાવ પર આધારીત છે" જો મનુષ્ય સારો તો તે સારુ જોઇશે અને કરશે, પણ મનુષ્ય ના સારો તો તે એનું ખરાબ રીત પાલન કરશે, આ બધું માણસ પર આધારિત છે.
હે નકારાત્મક ફેલાવતો માણસ,
તું થોડી વાર થોભી જા,
વિચાર અને ચિંતન કરતો જા,
સત્યને બધે પારખતો જા,
સકારાત્મકને જોતા શીખતો જા..
"જે ખોટું છે એને સ્વીકારવું અત્યંત કઠીન છે"
કલિયુગનો માણસ જે પહેલા થઈ ગયું એના પર ચિંતન નહીં કરતો. અને જે પછી થઈ ગયાં પછી પણ ચિંતન નહીં કરતો તો એ પણ મોટી ભુલ કહેવાય છે.
શું ખરેખર પૈસા કમાવા માટે સારો અને સચોટ રસ્તો ના શોધી શકે ?
બસ આવી ભૂલો ઉપર ભૂલો માણસ કરતો જાય છે. હવે એને સમજાવો કઈ રીતે. ઘણાં સારો લોકો આ વાતને સમજી જતા હોય છે અને બીજાને સમજાવતા પણ હોય છે. ઘણીવાર આ દેખીતી દુનિયાને સમજાવું ઘણુજ અઘરુ પણ બની જતું હોય છે.
ચાલ જીંદગી એક મોટી શીખામણ લઈ લવ,
બીજાની વાતોને અ-માણસને કહી ના દવ...
મનોજ નાવડીયા
Manoj Navadiya
E mail: navadiyamanoj62167@gmail.com