Jalpari ni Prem Kahaani - 10 in Gujarati Love Stories by Bhumika Gadhvi books and stories PDF | જલપરી ની પ્રેમ કહાની - 10

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

જલપરી ની પ્રેમ કહાની - 10

મહિનાઓ પછી આજ ઘરનું ભોજન જમીને મુકૂલની જાણે આત્મા તૃપ્ત થઈ ગઈ. બધાં આજ ઘણાં સમય પછી હસતાં વાતો કરતા જમ્યા. એવું લાગ્યું જાણે આજે ઘણાં સમય પછી ઘરમાં સ્વાદિષ્ટ રસોઈ બની છે. મનગમતા વ્યક્તિઓ સાથે જમવાથી રસોઈનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે.


જમીને મુકુલ સિધ્ધો જ પોતાના રૂમ માં ગયો. ઉપર જવા માટે સીડી નું એક એક પગથિયું એને ડુંગર જેવું લાગ્યું. એના પગમાં એટલો જોમ હતો કે જાણે મુકુલ ને પાંખો ફૂટી છે અને એ ચાલી નથી રહ્યો પણ ઉડી રહ્યો છે.


એ પોતાના રૂમ સુધી પહોંચ્યો અને હાથના ધક્કા સાથે દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો. લાઈટ ની સ્વીચ દબાવી અને એની સામે અચાનક જ જાણે એના સ્વપ્ન નો પ્રદેશ દૃશ્યમાન થયો. એજ બેડ, એજ બારિયો, એજ સ્ટડી ટેબલ બધુ એમનું એમ જ છે.


મુકુલ પોતાના બેડ પર જઈને બેઠો અને એના આત્મા માંથી અવાજ નીકળ્યો હાશ.... આજ આટલા મહિનાઓની કપરી ટ્રેનિંગ નો થાક એને મહેશુશ થયો. મહિનાઓ પછી ડનલોપ નું નરમ ગાદલું મળ્યું. એ આડો પડી ગયો. હાશ મારા આ બેડ જેવું સુખ અને આરામ તો ક્યાંય નથી. એના મનમાં વિચાર આવ્યો.


મુકુલે નજર કરી રૂમમાં ખૂણા ખૂણા ને નિહાળ્યો. રૂમની દિવાલો પણ જાણે મહિનાઓ પછી મુકુલ ને જોઈને ખુશ છે. આજે સૂનમૂન પડેલા ઓરડામાં જાણે નવી ચેતનાનો સંચાર થયો. મુકુલ પોતાના રૂમ માં પાછા ફરવાનો આનંદ માણી રહ્યો હતો ત્યાંજ વિશાલ આવ્યો, હાય બ્રો વ્હોટસઅપ? શું વિચારી રહ્યા છો ક્યાંક ટ્રેનિંગ કેમ્પ ની યાદ તો નથી આવતી ને? તેણે મજાક કરી અને મુકુલ પાસે આવીને બેઠો.


છોટે મહિનાઓ પછી આ ડનલોપના ગાદલા નો નરમ સ્પર્શ મળ્યો છે આહાહા સ્વર્ગનો અનુભવ થઈ રહ્યો છે. કેમ ત્યાં સુવા મેટ્રેસ નોતું? કેમ ત્યાં કોઈ ફાઈ સ્ટાર હોટેલનો રૂમ હતો? એ ટ્રેનિંગ કેમ્પ છે ભાઈ ત્યાતો એક હોલમાં પલંગ હોય અને એની પર પાતળું રૂ નું ગાદલું હોય, મુકુલ વિશાલની સામે જોઈ બોલ્યો.


હે ભગવાન એમાં ઊંઘ કઈ રીતે આવે ભાઈ? વિશાલને તો બહુ નવાઈ લાગી. છોટે ત્યાં સવારના પાંચ વાગ્યા થી રાતના આંઠ વાગ્યા સુધી એટલી ફિઝિકલ એક્ટિવિટી કરવાની હોય ને કે એટલો થાક લાગે કે પલંગમાં પડતાં જ ઊંઘ આવી જાય સમજ્યો?


મુકુલ અને વિશાલ વાત કરતા હતા એટલામાં મમ્મી પપ્પા પણ આવ્યા. બધાં બેસી ને મુકુલ ની ટ્રેનિંગ ની અને બીજી બધી ઘણી બધી વાતો કરી. અચાનક મુકુલે સામેની દીવાલ ઉપર એક ફ્રેમ જોઈ અને અંદર આખી ફેમિલી નો ફોટો. અરે આ ફોટો તો હું સાથે લઈ ગયો તો અહીં ક્યાંથી આવ્યો મમ્મી? બેટા તારી રૂમની આ દીવાલ ફોટા વગરની મને નતી ગમતી એટલે મે બીજો એવોજ ફોટો મઢાવીને અહી લગાવી દીધો. મમ્મી વ્હાલ થી મુકુલના ગાલ પર હાથ ફેરવતા બોલ્યાં.


ભાઈ તમને ખબર છે મમ્મી રોજ અહી તમારા રૂમમાં એકાદ કલાક તો બેસતાં જ. કેમ મમ્મી? મુકુલ ને બહું નવાઈ લાગી. મને અહીં તારા રૂમમાં આવ્યા પછી એવું લાગતું કે મારો મુકુલ મારી પાસે છે. તારા હોવાનો આભાસ મને આ રૂમમાં લાગતો બેટા. મમ્મી, મુકુલ નું ગળું ભરાઈ આવ્યું અને એ મમ્મીનાં પગમાં બેસી ગયો અને ખોળામાં માથું મૂકી દીધું. મમ્મી હંમેશની માફક પોતાની આંગળીયો વ્હાલથી મુકુલ ના વાળમાં ફેરવવા લાગ્યા.


અરે ભાઈ બધો પ્રેમ અને વ્હાલ મમ્મી માટે જ છે બસ? પપ્પા પણ છે અહી, કૃષ્ણકાંત બોલ્યાં અને બધાં હસી પડ્યા. રાત્રે મોડે સુધી બધા સાથે જ બેસી રહ્યા.મુકુલ અને વિશાલની સમજણમાં પહેલી વાર આજે કૃષ્ણકાંતે પોતાનો રાત્રે દસ વાગે સૂઈ જવાનો નિયમ તોડ્યો.


એક અઠવાડિયું ઘરે બધાની સાથે ખુશી ખુશી ક્યાં નીકળી ગયું ખબર જ ન પડી. આખરે ફરી થી એ દિવસ આવી ગયો જ્યારે મુકુલ ફરીથી હવે ઘર થી દુર જશે.


ફરી થી મમ્મી ની આંખો માં એજ દુઃખ અને એજ પીડા. મમ્મી હવે શું કામ દુઃખી થાવ છો? હવે તો મારી ટ્રેનિંગ પતિ ગઈ છે હવે તો મારું પહેલું પોસ્ટિંગ છે. હવે તમને શું ચિંતા છે મમ્મી?


બેટા તું ટ્રેનિંગ માં હોય કે નોકરી પર રહેશે તો મારાથી દૂર જ ને, હા પણ મમ્મી હવે તો તમે મને મળવા ગમે ત્યારે આવી શકો અને મારી સાથે રહેવા પણ આવી શકો છો.
હાં રહેવા આવી શકો.... તું તો એવી વાત કરે છે જાણે તારી નોકરી કોઈ હિલ સ્ટેશન છે અને મારે ફરવા આવવાનું છે. તું કેમ ભૂલે છે કે તારું પોસ્ટીંગ આંદામાન નિકોબાર માં થયું છે. સ્મિતાબેન ઘણાં માં બોલ્યાં.


હાં...હા...હા... મુકુલ જોરથી હસી પડ્યો. મમ્મી માન્યું કે એ કોઈ હિલ સ્ટેશન નથી પણ દરિયા કિનારો તો છે ને, દુનિયાની સુંદર જગ્યાઓ માંથી એક છે આંદામાન નિકોબાર. અને મમ્મી તમારે તો એકજ મુસાફરીમાં બે કામ થઈ જશે દીકરાને પણ મળી લેવાશે અને બીચ ઉપર પણ ફરી લેવાશે. મુકુલ હસતાં હસતાં બોલ્યો.


ચાલો ભાઈ સમય થઈ ગયો છે તમારી ફ્લાઇટ નો. મોડું થઈ જશે હવે નહિ નિકળો તો. વિશાલ મિકુલને એરપોર્ટ મૂકવા જઈ રહ્યો છે. મુકુલ સ્મિતાબેન ને પગે લાગ્યો અને બધા બહાર હોલમાં આવ્યા.


કૃષ્ણકાંત સોફા ઉપર હાથમાં છાપુ લઈને બેઠા છે. પોતાનો દીકરો દૂર જઈ રહ્યો છે એ વાતની પીડા એમને પણ એટલી જ છે જેટલી સ્મિતાબેન ને છે પણ બાપ છે ને એતો . મનમાં જ પોતાનું દુઃખ દબાવી મક્કમ હોવાનો અભિનય કરી રહ્યા છે. સમાજે
નિયમ બનાવ્યો છે ને કે ગમે તે થાય પણ પુરુષ રડી ના શકે. અને પુરુષો પણ એ નિયમ ને ખબર નહિ પણ કેમ બહું વફાદારી થી નિભાવી રહ્યા છે.


મુકુલ આવીને પપ્પાને પગે લાગ્યો. સુખી થા દીકરા, કહી કૃષ્ણકાંત ઊભા થયા અને મુકુળને ગળે વળગાડી લીધો. બેટા be careful એ ઘુષણ ખોરી માટે જાણી તો ઇલાકો છે. ત્યાં અવર નવર કોઈને કોઈ મુતભેડ થતી જ રહે છે માટે સાચવીને રહેજે.


ઓકે પપ્પા તમે બિલકુલ ચિંતા નઈ કરતા. વિશાલે મુકુલ ની બેગ લીધી અને આગળ ચાલ્યો પાછળ મુકુલ અને મમ્મી, પપ્પા પણ. બહાર સુધી બધા જ મુકુલને મૂકવા આવ્યા. મુકુલ ગાડી માં બેસીને આખરે ચાલ્યો ગયો, સ્મિતાબેન અને કૃષ્ણકાંત ભીની આંખે ગાડી દેખાઈ ત્યાં સુધી ત્યાંજ ઊભા રહ્યા.


ફરીથી મુકુલ એક નવી જગ્યાના સફર માટે રવાના થયો.....


ક્રમશઃ..........