Hare Hare Abhayam Krishna! in Gujarati Short Stories by Jagruti Pandya books and stories PDF | હરી હરી અભયમ કૃષ્ણા!

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

હરી હરી અભયમ કૃષ્ણા!

હરી હરી અભયમ કૃષ્ણા!



( ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્ર તરફથી કૌરવો સાથે જુગાર રમવાની આજ્ઞાને ઠુકરાવી ના શક્યા અને તેમણે પોતાની એટલે કે, પાંડવો જુગાર રમવાની સંમતિ દર્શાવી દીધી. બે દિવસ પછી હસ્તિનાપુરની રાજસભામાં પાંડવો-કૌરવો વચ્ચે ચોસઠનો જુગાર રમાવાનું નક્કી થયું. )




દ્વારિકામાં તે જ દિવસે દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ પોતાના ધ્યાન કક્ષમાં ધ્યાનમાં બેઠેલા હતા. રૂક્ષ્મણી તે જ ખંડમાં એક તરફ બનાવેલા નાના વિષ્ણુમંદિરમાં નારાયણની પૂજા કરી રહ્યા હતા. એવામાં અચાનક કૃષ્ણનું ધ્યાન તૂટ્યું. શ્રીકૃષ્ણ એ જોયું કે, અરે ! આ શું થવા જઈ રહ્યું છે. તેમણે આંખો ખોલી તો તેમના ચહેરા પર બેચેની હતી. રૂક્ષ્મણી આ જોઈ ગયા. તે શ્રીકૃષ્ણ પાસે આવ્યા અને કહ્યું, 'શું થયું સ્વામી .?' રૂક્ષ્મણીના ઉત્તરોનો શ્રી કૃષ્ણ પાસે કોઈ જ જવાબ ન હતો.રૂક્ષ્મણીએ જોયું કે શ્રીકૃષ્ણ ખૂબ બેચેન છે. ફરી એકવાર રૂક્ષ્મણીએ પૂછતાં શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીસામે જોયા વિના એવી જ બેચેની ભરેલી આંખે કહ્યું, 'દ્રૌપદી , લાગી રહ્યું છે જાણે દ્રૌપદી પર કોઈ ભયાનક સંકટ આવી રહ્યું છે.'


શ્રીકૃષ્ણ અને દ્રૌપદીનો પ્રેમ એટલો ગાઢ હતો અને તેમના આત્મા જોડાયેલા હતા. દ્રૌપદી પર આવનારા સંકટની શ્રીકૃષ્ણને સમય પહેલા જાણ થઈ ગઈ. શ્રીકૃષ્ણએ રૂક્ષ્મણીને કહ્યું, 'સાત્યકીને કહે કે ઝડપથી રથ તૈયાર કરે. હસ્તિનાપુર જવાનું છે.'


રૂક્મણિએ પૂછ્યું, 'આજે જ જવું છે..?'


'અત્યારે જ.' કૃષ્ણએ પોતાના આસાન પરથી ઉભા થતા કહ્યું. રૂક્ષ્મણીને લાગ્યું કે ભયાનક સંકટ આવનારું છે. આવા સમયે હું પણ મારા સ્વામીની સાથે જાઉં અને દ્રૌપદીને સાચવી લઉં. આવાં વિચાર સાથે ચિંતા ભર્યા સ્વરે રૂક્ષ્મણીએ પૂછયું, 'હું સાથે આવું..?'


રૂક્ષ્મણીને પ્રેમથી સમજાવી શ્રીકૃષ્ણએ ઉદાસીનભાવે કહ્યું, 'નહીં રૂક્ષ્મણી ત્યાં જે પણ થવાનું છે એ તારા જોવાલાયક નથી.' અત્યારે દ્રૌપદી માથે ઘોર સંકટ આવનારું છે. મારી પાસે ખૂબ ઓછો સમય છે. તારે આવવાની જરૂર નથી.


શ્રીકૃષ્ણ પોતાની સુરક્ષા સેનાનો કાફલો લઈને હસ્તિનાપુર જવા નીકળી પડ્યા. રસ્તામાં સમય સમય પર તે પોતાના સારથી સાત્યકીને કહેતા રહ્યા, 'શક્ય તેટલું ઝડપી સાત્યકી. હસ્તિનાપુર માટેનો ટૂંકામાં ટૂંકો માર્ગ પસંદ કરતો રહે.'


શ્રીકૃષ્ણને દ્રૌપદી સાથેના સખાપણાની ઘણી વાતો યાદ આવી. હાલ શ્રીકૃષ્ણ દ્રૌપદીના વિચારોમાં લીન થઈ ગયા. શ્રીકૃષ્ણને શેરડી છોલતાં આંગળી કપાઈ હતી તે સમયે દ્રૌપદીએ એક ક્ષણ પણ વિલંબ કર્યા વિના પોતાની ઓઢણી માંથી છેડો ફાડીને શ્રીકૃષ્ણને પાટો બાંધી આપ્યો હતો. તે સમયે શ્રીકૃષ્ણએ દ્રૌપદીને આપેલ વચન, ' આંગળી પર બાંધેલી પટ્ટીના એકા એક તાણા વાણા ની દશ ગણી વધારે સંખ્યામાં હું તારું ઋણ ચૂકવીશ.' યાદ આવ્યું. શ્રીકૃષ્ણે વિચાર્યું હવે આ સમય આવી ગયો છે. સાથે સાથે શ્રીકૃષ્ણ એ પણ વિચારે છે કે, ધર્મરાજ યુધિષ્ઠિર જુગારમાં એટલા બધા ઓતપ્રોત અને લીન બની ગયા કે અજ્ઞાનના અંધકારમાં અંધ બની બઘું જ ભૂલી ગયા? છેક દ્રૌપદીને દાવ પર લગાવી ત્યાં સુધી હું યાદ ન આવ્યો? અને હા, હું હસ્તિનાપુર જાઉં પણ કેવી રીતે? ધર્મરાજ યુધિષ્ઠિરે જુગાર રમતાં પહેલાં મને પ્રાર્થના કરી હતી કે, ' જ્યાં સુધી હું ન બોલાવું ત્યાં સુધી શ્રીકૃષ્ણ તમે આવશો નહીં! ' હું શું કરું? મને એ જ સમજાતું નથી. આજે જ્યારે એકદમ નાજુક ઘડી સામે આવીને ઊભી રહી છે ત્યાં હવે હું કેવી રીતે મને હસ્તિનાપુર જતાં રોકું? હું રાહ જોઉં? હજુ તો હસ્તિનાપુર ઘણું દૂર છે. 'સારથી જલ્દી રથ હાંકો.' કહે છે.


આ બાજુ હસ્તિનાપુરમાં, દ્રૌપદીએ દુઃશાસનને, ' હું રજસ્વલા છું. એકવસ્ત્રી છું. મને છોડ. માતૃશ્રીનાં ચરણ સ્પર્શ કરી લઉં.' આવી તો અનેક વિનંતી કરી પણ દુઃશાસન દ્રૌપદીને માથાનાં વાળ ખેંચીને જ્યાં જુગાર રમાતો હતો ત્યાં વચ્ચોવચ્ચ લાવી દે છે. દુર્યોધનને ત્રાડ નાખી, ' દુઃશાસન ! જલ્દી આ દાસીનાં વસ્ત્રો દૂર કરો.' કર્ણએ પણ દ્રૌપદીને વેશ્યા કહી ઘોર અપમાનિત કરી. દુઃશાસને દ્રૌપદીના વસ્ત્રો ખેંચવા શરૂ કર્યા. બધાં જ સભાસદો લજ્જીત અને નીરૂપાય ચહેરે નતમસ્તક રહ્યાં. દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો બે દાંત વચ્ચે જોરથી પકડી રાખ્યો પણ દુઃશાસનના બમણાં જોર આગળ દ્રૌપદીનું કંઈ ચાલ્યું નહીં.


દ્રૌપદીને હવે શ્રીકૃષ્ણની પુકાર સિવાય કંઈ જ સૂઝ્યું નહીં. આંખોમાં આંસુ અને બંધ આંખે દ્રૌપદીએ જોરથી પોકાર કર્યો,


' હરિ હરિ અભયમ કૃષ્ણા, અભયમ. હે દ્વારિકાધીશ! હે કૃષ્ણ! મારું રક્ષણ કરો. '


દ્રૌપદીની પુકાર સાંભળી. શ્રીકૃષ્ણ પોતાનાં યોગબળે તે જ ક્ષણે ત્યાં પહોંચે છે.

' હે કૃષ્ણે!!! હું તારી પાસે જ છું. તુ અને હું એક જ છીએ. તારું દુઃખ એ જ મારું દુઃખ. પ્રિય સખી, હું અત્ર તત્ર સર્વત્ર વિરાજમાન છું. તે તો તુ જાણે જ છે. છતાં પણ તે મને દ્વારિકાધીશનાં નામે પોકાર્યો? પ્રિયે તુ જાણે છે, દ્વારિકાથી હસ્તિનાપુરનો રસ્તો આજે મને કેટલો લાંબો લાગ્યો છે? કૃષ્ણે તે મને કૃષ્ણના નામે પોકાર્યો કેમ નહીં? કૃષ્ણ તો સર્વ જગતમાં વ્યાપ્ત છે. તારી આક્રંદ કરતી પોકારથી હું અત્યારે અહીં જ છું કૃષ્ણા! હું તારી સાથે જ છું. '


દ્રૌપદી ક્યાં શ્રીકૃષ્ણની વાત સાંભળે? એ તો બસ આંખોમાં ચોધાર આંસુડે ' હે કૃષ્ણ ! હે કૃષ્ણ! હે કૃષ્ણ! હે કૃષ્ણ! હે કૃષ્ણ!!! ' બોલ્યાં જ કરતી ગોળ ગોળ ફર્યા કરે છે. દ્રૌપદી કૃષ્ણ નામ સ્મરણમાં લીન છે. અત્યારે દ્રૌપદી બેહોશ છે. દ્રૌપદીના રોમેરોમમાં શ્રીકૃષ્ણ છે અને તેનાં મુખમાં શ્રીકૃષ્ણનું નામ છે.


શ્રીકૃષ્ણથી દ્રૌપદીની આ દશા જોઈ શકાતી નથી. શ્રીકૃષ્ણનું હ્રુદય અત્યંત કરુણાથી ભરાઈ ગયું છે.


શ્રીકૃષ્ણ મનોમન વિચારે છે :


' આ માનવ દેહ મળ્યો ; મારાં એવાં કેવાં કર્મો,

આ સતી માટે સાંભળ્યા મેં અપમાનિત શબ્દો.


પરમાત્મા બની રહેવું આજે લાગે મને સહેલું,

પણ, માણસ બની રહેવું ઘણું દુષ્કર સહેવું.


દુઃખોના પહાડો વચ્ચે પિંસાઈ રહે છે માનવ,

કર્મોના ફળ જરૂર ભોગવે સૌ દેવ અને દાનવ.'




હે કૃષ્ણ! હે કૃષ્ણ! હે કૃષ્ણ! હે કૃષ્ણ! પોકારતી દ્રૌપદીને શ્રીકૃષ્ણ કહે છે, ' બસ કૃષ્ણે ! બસ કરો હવે. તારું મારા પરનું અઢળક ઋણ છે જે આજે હું અનંત ઘણું ચૂકવવા આવ્યો છું. હે કૃષ્ણ! હે કૃષ્ણ! ની તારી આ આક્રંદ સાથેની પુકાર મારાથી નથી સંભળાતી.'


આ બાજુ દુઃશાસન પરસેવે રેબઝેબ અને થાકીને લોથપોથ. સૌ સભાસદો આશ્ચર્ય સહીત ફાટી આંખે પોત પોતાના નતમસ્તક ઊંચા કરે છે. જુવે છે દુઃશાસન પાસે દ્રૌપદીના વસ્ત્રોનો ઢગલો થઈ ગયો છે અને દુઃશાસન હવે શક્તિહીન બન્યો છે.


શ્રીકૃષ્ણ એક એક નાં ચહેરાં સામે જુવે છે. પાંડવો સિવાય કોઈને પણ દર્શન નથી આપતાં. પાંચ પાંડવો પણ શ્રીકૃષ્ણની સામે અશ્રુભરી આંખે બે હાથ જોડીને પગે લાગે છે. ધર્મરાજ યુધિષ્ઠિર શ્રીકૃષ્ણની સામે પ્રાયશ્ચિત ભર્યું જોઈને પગે લાગી નીચું જુવે છે. પાંચે પાંડવો શ્રીકૃષ્ણની મનોમન માફી માંગે છે. શ્રીકૃષ્ણ તેમની પ્રાર્થના સાંભળી તેમને હળવા રહેવા સૂચન કરે છે. અને અત્યારે આ સમગ્ર ભારતભૂમિની લાજ લૂંટાઈ રહી છે તે બચાવવામાં જ કૃષ્ણ વ્યસ્ત છે.


શ્રીકૃષ્ણ જાણે છે કે આ બઘું બનીને જ રહેવાનું હતું. પણ આ સમયે પાંચાલીની મનોદશા શ્રીકૃષ્ણથી નથી સહેવાતી. શ્રીકૃષ્ણ તમામ સભાસદોને માફ કરી દે છે અને સૌને આ સમય માટે નિમિત્ત ગણે છે. ભીષ્મ પિતામહ, ગુરૂ દ્રોણચાર્ય, વિદુરજી, ધૃતરાષ્ટ્ર અને અન્ય વડીલો શ્રીકૃષ્ણની હાજરી અનુભવે છે. સૌને શ્રીકૃષ્ણની હાજરી શાતા આપે છે. સૌ શાંત બની ગયા છે. શ્રીકૃષ્ણે નવસો નવ્વાણું ચિર પૂર્યા. એકબાજુ દુઃશાસન પડી જાય છે અને બીજી બાજુ દ્રૌપદી હે કૃષ્ણ! હે કૃષ્ણ! હે કૃષ્ણ! બોલતી નીચે ઢળી જવા જાય છે ત્યાં શ્રીકૃષ્ણ દ્રૌપદીને પોતાનાં બંને હાથો વડે ઝીલી લે છે. શ્રીકૃષ્ણનો સ્પર્શ થતાં જ કૃષ્ણામાં નવચેતન આવે છે. શ્રીકૃષ્ણ, ' પ્રિય કૃષ્ણે! ' અને દ્રૌપદી , ' કૃષ્ણ ' કહી એકબીજાને સંબોધે છે. શ્રીકૃષ્ણ કહે છે, ' હે સખી! હું હંમેશાં તારી સાથે જ છું. તુ શોક ન કર. જે બનવાનું હતું તે બનીને જ રહ્યું છે.' નિયતિ એ જે ધાર્યુ હોય તે બનીને રહે છે. કુદરતના ન્યાયમાં હું પણ કંઈ કરી શકું તેમ નથી. માટે હે પ્રિયે તુ શોક ન કર. ' દ્રૌપદીને આ જ સમયે પૂર્ણ પુરુષોત્તમનાં દર્શન થાય છે.


હસ્તિનાપુર રાજસભામાં પણ આ સમયે સૌ શ્રીકૃષ્ણનાં દર્શન કરી શકે છે. સૌ દ્વારિકાધીશનો જય જય કાર કરે છે. દુઃશાસન બેહોશ થયો હોય છે તેને શ્રીકૃષ્ણ એક દ્રષ્ટિ કરી હોશમાં લાવે છે. દુઃશાસનને લઈને દુર્યોધન અને કર્ણ રાજવૈદ્ય પાસે જાય છે. ભીષ્મ પિતામહ, વિદુરજી, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિકર્ણ અને સૌ ગુરુજનો શ્રીકૃષ્ણને નમસ્કાર કરી પ્રાયશ્ચિત કરે છે.



જાગૃતિ પંડ્યા, આણંદ.