🚔માડી હું કલેકટર બની ગયો 🚔
ખંડ -૨૯
જીગર અને તેના માતા પિતા ખુબ જ ખુશ હતા. એક દિવસ સાંજે જીગર અને પંકજ બંને ખેતરે જઈ રહ્યા હતા. પંકજ આજે ખુબ ન ઉદાસ નજરે આવી રહ્યો હતો. જીગરે તેને પૂછ્યું - કેમ પંકજ આજકાલ આટલો ઉદાસ કેમ છે ?
પંકજે તેની નિષ્ફળતાઓ જીગર ને જણાવી અને કહ્યું - લ્યા જીગર, તું તો ગાંધીનગરથી દિલ્લી ચાલ્યો ગયો ને ખુબ મેહનત થી કલેકટર બની ગયો. અને એક હું છું કે જે ખાલી gpsc ની પરીક્ષા પણ પાસ નથી કરી શકતો. હવે હિંમત અને ધીરજ તૂટવા લાગી છે જીગર ! હું સફળ થઈશ કે નહી? આપણા બાપ દાદા ની પાસે કંઈજ નથી અને સરકારી અધિકારી સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી !
જીગરે હસતા હસતા કહ્યું - તું પુરી ઈમાનદારી થી મેહનત કરીશ તો તું પણ બની જઈશ!
પંકજ - કંઈક તો હશેને જે મારામાં ખૂટતું હશે ?
જીગરે ફરી હસતા હસતા કહ્યું - પંકજ gpsc કે upsc બંને ખુબ જ ઈમાનદારીની મેહનત અને એ પણ સતત મેહનત માંગે છે. અને એક વખત તો કલાસ કરીને પુરી ઈમાનદારી થી તૈયારી કરી તો જો પછી કોણ સિલેક્શન અટકાવે છે ??
પંકજ - હા એતો છેજ!
જીગરે ફરી મુસ્કુરાઈને કહ્યું - આવી બધી પરીક્ષાઓ માં એક બે બુક વાંચી એટલે પાસ થઈ જશું એ ભ્રમ માં ન રહેતો પંકજ જો અહીંયા તારાથી તૈયારી નથી થઈ શકતી તો ત્યાં જા જ્યાંથી લોકો તૈયારી કરીને આઈ.એ.એસ અને આઈ.પી.એસ બનીને નીકળે છે!
પંકજ ને પણ ત્યાં જવું જ હતું પરંતુ તેની આર્થિક સ્થિતિ તો એકદમ જીગર જેવીજ હતી.
પંકજે કહ્યું - જીગર શું અહીંયા અને ત્યાં માં કોઈ ફેર ખરો ?
જીગર - અહીંયા તને સારું મટીરીયલ અને માર્ગદર્શન નહી મળી શકે અને ત્યાં બધાજ પરીક્ષાર્થીઓ ના સંપર્ક માં આવવાથી અને સાચા માર્ગદર્શન થી તું જરૂર સફળ થઈશ.
અને ત્યાં મારા ત્રણ ચાર મિત્રો પણ છે તને કોઈ સમસ્યા નહી આવે. અને હું પણ ક્યારેક તને મળવા માટે આવતો રહીશ!
પંકજે હા માં માથું હલાવ્યું. હવે પંકજ ને આઈ.પી.એસ બનવાનું જે સપનું તેના મનો મસ્તિક માં ઘર કરવા લાગ્યું. પંકજ ને લાગ્યું કે હું જીગર ને કહી દઉં કે મારે પણ આઈ.પી.એસ બનવું છે પણ તે ન બોલી શક્યો. પંકજે કહ્યું કે હું મારા પિતાજી ને વાત કરીશ અને શાયદ પાંચ છ દિવસ માં દિલ્લી જવા નીકળી જઈશ.
બીજા દિવસે પંકજે તેના પિતા સાથે દિલ્લી માં કલાસ કરવા જવાની વાત કરી. પિતા પંકજ ને ખાલી બે વર્ષ નો સમય આપ્યો. અને ખેતર ની ઉપજ માંથી દસ હજાર રૂપિયા પંકજને આપ્યા. પંકજ હવે ખુબ જ ખુશ હતો તેને લાગતું હતું કે હું એક જ વર્ષમાં હવે આઈ.પી.એસ બનીને આવીશ!! પણ આટલું સરળ ક્યાં હોય છે....!!
જીગર ની આઈ.એ.એસ ની ટ્રેનિંગ શરૂ થવાની હતી. જીગર આજે પેહલા દિલ્લી અને પછી મસૂરી જવાનો હતો.
પંકજ પણ દિલ્લી સુધી જીગરની સાથેજ જવાનો હતો.
જીગર માતાપિતા ને નમન કરીને નીકળ્યો. પંકજ એજ સાથે નવી શરૂઆત કરવા માટે તેની સાથે નીકળ્યો. બંને દિલ્લી પોંહચી ગયા. જીગરે પંડિત અને ગુરુ સાથે પંકજ ની ઓળખાણ કરાવી અને પંડિત ની સાથે તેના રૂમ માં પંકજ ની રેહવાની વ્યવસ્થા કરાવી અને પંકજ ને જોઈને જીગરે મુસ્કુરાતા કહ્યું - પંકજ, હું પણ અહીંયા પંડિત ની સાથે તારી જેમ જ આવ્યો હતો અહીંથી તારો સંઘર્ષ શરૂ થાય છે. તું ખુબ જ ધ્યાન આપીને તૈયારી કરજે.
જીગર હવે મસૂરી જવા નીકળ્યો.
લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) મસૂરી સ્થિત આઈ.એ.એસ ટ્રેનિંગ સંસ્થા. એકેડમી માં પ્રવેશતા જ જીગર ચોંકી ગયો. ધીરે ધીરે જીગર અંદર જતા જતા તેને તેની હોસ્ટેલ મળી ગઈ. અને જીગરે હોસ્ટેલ ના ગેટ પરથી તેને તેના રૂમ ની ચાવી મળી ગઈ અને તે તેના રૂમ પર જઈને થોડો આરામ કર્યા બાદ તેની પેહલી મુલાકાત એક આકાશ સિંહ સાથે થઈ. જે પુરા સફર દરમ્યાન જીગર નો સહાયક બનવાનો હતો.
જીગર હોસ્ટેલ પર આરામ કરી રહ્યો હતો ત્યાં જ રૂમ ની ઘંટળી વાગી જીગરે રૂમ ખોલ્યો ત્યાં એક વિસ વર્ષ નો જાડો અને ગોળ મટોળ મોઢા વળો છોકરો આવ્યો અને તેને પરિચય આપતા કહ્યું - હેલ્લો હું આકાશ સિંહ, એકેડમી માં મારું કામ તમારી મદદ કરવાનું છે. તમારું જમવાનું, ચા પાણી, રૂમની સફાઈ અને નાના મોટા દરેક કામ માં હું તમને મદદ કરીશ
જીગરે - માથું હલાવ્યું
આકાશ એ જીગર નો સામાન વ્યવસ્થિત રાખ્યો. અને પછી આકાશ એ જીગર ને પૂછ્યું - સર તમે ચા પીવા માંગો છો?
જીગર બોલ્યો હા દોસ્ત
પ્રથમ વખત દોસ્ત શબ્દ સાંભળીને આકાશ હસવા લાગ્યો તે જીગર માટે ચા બનાવીને લઈને આવ્યો. પછી જીગર તેના એકેડમી ના ડોક્યુમેન્ટ સબમિટ કરવા ગયો અને આમજ સાંજ પડી ગઈ.
to be continue...
ક્રમશ : આવતા અંકે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"