🚔માડી હું કલેકટર બની ગયો 🚔
ખંડ -૨૮
સાંજનો સમય હતો. એક બાજુ વરસાદની એ ધીમી ધારે જીગર હવે ઘરે જવા માટે નીકળ્યો. પંડિત અને ગુપ્તા બંને સાથે જ જીગરને રેલ્વે સ્ટેશન એ મુકવા માટે જવાના હતા.
ત્રણેય મિત્રો રીક્ષા માં બેઠા હતા.
ત્યાંજ પંડિત બોલ્યો - કેટલું સારું હોય છે ને જીગર જયારે આપણે સફળ થઈ જઈને બધા જ સંઘર્ષો નો અંત આવી જાય છે. અને એક નવીજ દુનિયા તમને નજરે આવે છે. જીગર હજી તારે ઘણું આગળ વધવાનું છે અને આ નવી દુનિયાનો અનુભવ અમને જણાવવાનો છે.
જીગર - પંડિત, દુનિયા તો એજ રહે છે પણ તેનો સફળ લોકો પ્રત્યેની જોવાની નજર જ બદલે છે નહી ગુપ્તા?
ગુપ્તા - ખબર નહી, મારે પણ આવો અનુભવ લેવો એજ પણ.....અધૂરું વાક્ય બોલતા ગુપ્તા અટક્યો!
જીગર - ગુપ્તા, તું અને પંડિત બંને આ વખતે સાચી દિશામાં તૈયારી કરો મને વિશ્વાસ છે કે તમે જરૂર સફળ થશો.
ત્યાં જ રીક્ષા રેલ્વે સ્ટેશને આવીને ઉભી રહી. જીગરનો સમાન ના બે થેલા એક પંડિત એ અને એક ગુપ્તા એ ઉપાડી લીધા. જીગરે સમાન તેની પાસે લેતા બંને એ કહ્યું જીગર અમે તને ટ્રેન સુધી મુકવા આવીયે છીએ. ત્રણેય રેલ્વે સ્ટેશન માં પ્રવેશ્યા. પ્લેટફોર્મ નં -૩ માં દિલ્લી અમદાવાદ ટ્રેન ઉભી જ હતી. ટ્રેન માં જઈને ટિકિટ નંબર જોયા અને જીગર તેની સીટ પર બેઠો. પંડિત અને ગુપ્તા એ જીગરનો સમાન ત્યાં જ સીટ ની ઉપર રાખ્યો.
ગુપ્તા - ચાલ જીગર, હવે અમે નીકળીયે અહીંથી તારી નવી જિંદગીની શરૂઆત છે. પણ તું અમને ભૂલીશ નહી મને વિશ્વાસ છે.
પંડિત - જીગર દિલ્લી માં કરેલ સંઘર્ષ ક્યારેય ન ભૂલતો,
જીગર હસીને બોલ્યો - પંડિત ગુપ્તા, તમારા જેવા મિત્રો વગર અહીં સુધી પોહચવું અશક્ય હતું.
બંને એ જીગર ને શુભકામના આપીને નીકળ્યા. ટ્રેન શરૂ થઈ અને જીગરે આંખો બંધ કરીને સુઈ ગયો.
અંતે વહેલી સવારે ચાર વાગ્યે જીગર અમદાવાદ પોહચ્યો. ત્યાંથી બસ માં બેઠો. બસ માં તેને તેના મિત્ર પંકજ નો ફોન આવ્યો હતો કે તે જીગર ને લેવા માટે ગામના બસ સ્ટેશન ને ઉભો છે. જીગર સવારે દસ વાગ્યે ગામના સ્ટેશને પોંહચ્યો.
બસ માંથી ઉતારતા જ જીગરે જોયું કે પંકજ ની સાથે તેના માતાપિતા અને ગામના સરપંચ અને પંદરેક ગામવાળા સામે ઉભા હતા. સાથે એક ઢોલી પણ હતો. જીગરે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યાં જ ઢોલી એ ઢોલ વગાળવાનું શરૂ કર્યું. જીગર ત્યાં પોંહચી માતા ને ભેટી પડ્યો અને પિતાજી ના આશીર્વાદ મેળવ્યા. અંતે જીગર ના પિતાજી એ જીગર ને એક હાર પહેરાવ્યો. સરપંચશ્રી એ પણ આખા ગામ વતી હાર પહેરાવતા કહ્યું - બેટા, તે આખા ગામનું નહી, પણ આખા જિલ્લાનું નામ રોશન કર્યું છે. આખા જિલ્લા માંથી ખાલી તું જ કલેકટર બન્યો હે.!!
હવે જીગર ના ગળા માં હાર ની હરમાળા જોવા મળી. ઢોલી આગળ જઈ રહ્યો હતો અને જીગર ને ગામવાળા પાછળ આમજ જીગર નું વિજયી સરઘસ કાઢવામાં આવતા જીગર ખુબ જ ખુશ હતો.
તેના પિતાજી અને માતા ના આંખમાં હરખના આંસુ સમાઈ રહ્યા ન હતા. જીગર પણ આ બધું જોઈને ખુબ જ ઉત્સાહિત થઈ રહ્યો હતો.
અંતે સરઘસ ગામ માં પ્રવેશયું. ભુરકાકા એક હોન્ડામાં બેસીને પાછળથી આવી રહ્યા હતા. તેને એ વાતની જાણ ન હતી કે જીગરે આઈ.એ.એસ ની પરીક્ષા પાસ કરી લીધી છે. એને મન એવુજ કે કોઈક નાની નોકરી મળી હશે!
તેને હોન્ડા રોકીને સરઘસ પાસે આવીને ઢોલી ને રોકતા કહ્યું - લ્યા હરજી, આવા ફજેતા કરવાના પૈસા તારી પાસે છે પણ છેલ્લા ત્રણ વર્ષથી જે જમીન મારી પાહે ગીરવી મુકી હે એ પૈસા આપવાના નથી! હવે એક મહિનો બચ્યો હે, હરજી પૈસા આલી દેજે નહીંતર જમીન ગઈ સમજ!
ગામના સરપંચ એ ઈશારાથી ભુરકાકાને રોકવાનો પ્રયત્ન કરતા કહ્યું - ભુરાભાઈ થોડી શાંતિ હરજીનો છોરો મોટો અધિકારી બની જ્યો હે!
ભુરાકાકા - સરપંચ સાહેબ, ઇમાં તે શું મોટું તીર મારી આલ્યું છોરો પટ્ટાવાળો બન્યો હશે!
સરપંચ એ આગળ કહ્યું - નહી ભુરાભાઈ, છોરો જિલ્લા નો અધિકારી બન્યો હે, હવે આખો જિલ્લા એની નીચે હહે! કલેકટર બની જ્યો હે છોરો!
ભુરકાકા ના પગ નીચે જાણે જમીન સરકી ગઈ હોઈ એમ આશ્ચર્ય થી બોલ્યા - કોઈ ભૂલ નહી થતી ને સરપંચ સાહેબ!
ગામના સરપંચ એ હવે તેના હાથ માં રહેલ છાપું ભુરકાકા ને આપતા કહ્યું - પાછળ બીજા પાને જુઓ નાનો લેખ છે એમાં છોરા નો ફોટો પણ છે. અને એમાં સાફ સાફ લખ્યું હે કે મોરબી જિલ્લા માં ખાલી એક જ કલેકટર બન્યો હે આપડો છોરો!
ભુરકાકા એ એ લેખ વાંચ્યો. તે હવે કંઈજ બોલવાની સ્થિતિ માં ન હતા. હવે તેને પાછુ છાપું સરપંચ ના હાથમાં આપીને મોઢું નીચું કરીને નીકળી ગયા. જીગર ને ખબર ન હતી કે છાપા માં તેનો ફોટો ને લેખ આવ્યો હશે. તેને સરપંચ ના હાથ માંથી છાપું લીધું અને બીજું પાનું વાચ્યું. પોતાના વિશે આવા વખાણ સાંભળી જીગર મુસ્કુરાય રહ્યો હતો. અંતે સરઘસ હવે જીગરના ઘરે પોહચ્યું. અને બધા એ જીગર ને શુભકામના આપીને ચાલ્યા ગયા.
to be continue...
ક્રમશ.....આવતા અંકમાં
જયદીપ સોનારા "વિદ્યાર્થી"