🚔માડી હું કલેકટર બની ગયો 🚔
ખંડ -૨૩
મુખ્ય પરીક્ષા નું રિઝલ્ટ ઇન્ટરનેટ પર લોડ થઈ રહ્યું હતું. ગુપ્તા નો મિત્ર શરદ બધા ના રિઝલ્ટ જોવા માટે ઇન્ટરનેટ કાફે માં ગયો. જીગર ની સાથે પંડિત અને વર્ષા શ્વાસ રોકીને રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા હતા. પંડિતે આ વખતે મુખ્ય પરીક્ષા આપી હતી. વર્ષા પણ જીગરનું રિઝલ્ટ જોવા માટે જીગર ના રૂમ પર આવી હતી. ગુપ્તા તો પ્રિલીમ માં ફેઈલ થયો હતો એટલે તે પણ આજે ખાલી મનોરંજન કરવા માટે જીગરના રૂમ પર આવ્યો હતો. ગુપ્તા હવે એક પત્રકાર ની ભૂમિકામાં આવી ગયો. તેને સિગારેટ નો ધુમાડો ઉડાડતા જીગરને કહ્યું - જીગરજી, આ તમારો છેલ્લો પ્રયત્ન છે. કેવું મેહસૂસ કરી રહ્યા છો તમે ???
પંડિતે ગુપ્તા ને એક ધક્કો મારતા કહ્યું - ગુપ્તા અહીંયા શ્વાસ નીકળી રહ્યા છે અને તને ફાલતુ મજાક સુજે છે.
પણ જીગરે ગુપ્તાને જવાબ આપ્યો - હા મારો આ છેલ્લો પ્રયત્ન બચ્યો છે. અને આજે રિઝલ્ટ છે. પાસ થઈશ તો આગળ ઇન્ટરવ્યૂ માં જઈશ અને ફેઈલ થઈશ તો હવે આગળ કંઈજ નઈ બચે. મે આ વખતે ખુબજ મેહનત કરી છે. આશા છે સારું જ આવશે.
ત્યાંજ શરદ હાફ્તા હાફ્તા આવ્યો. બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા. પંડિત હવે અળધો બેઠો અને અળધા ઉભાની સ્થિતિ માં આવી ગયો. શરદે સસ્પેન્સ રાખતા કહ્યું - જીગર મુખ્ય પરીક્ષામાં પાસ થઈ ગયો છે અને પંડિત ફેઈલ થયો છે.
જીગર ને વિશ્વાસ ન આવ્યો. અંતે જીગરે મુખ્ય પરીક્ષા પાસ કરી લીધી. જીગર ચિલ્લાઈ ને તેની ખુશી વ્યક્ત કરવા માંગતો હતો પણ પંડિત ફેઈલ થયો હતો પંડિત નું દુઃખ જોઈને તેને તેની ખુશી પર કંટ્રોલ કર્યો. હવે ગુપ્તાને પણ પંડિત ના રૂપ માં એક સાથી મળી ગયો. ગુપ્તા પંડિત સામે જોઈને હસી રહ્યો હતો.
પંડિત ને દુઃખી જોઈને જીગર બોલ્યો - તું દુઃખી ન થા પંડિત આગળના વર્ષે તું જરૂર પાસ થઈશ.
નિરાશ પંડિત ને જીગરની સાંત્વના પર કોઈ અસર ન થઈ. પંડિત જીગરના પલંગ પર ઢીલો થઈને બેસી ગયો. આ વખતે રૂમ નો માહોલ કંઈક અલગજ હતો એક જીગર પાસ થઈને ખુશ થઈ રહ્યો હતો ત્યાં પંડિત નાપાસ થઈને દુઃખી થઈ રહ્યો હતો અને ગુપ્તા આ બધાની મજા માણી રહ્યો હતો. વર્ષા એ જીગર ને બધાઈ આપી.
થોડા સમય પછી બધા જ પોતપોતાના રૂમ પર જવા રવાના થયા. રસ્તામાં ગુપ્તા એ પંડિત ને પૂછ્યું - પંડિત તું તો કેહતો હતો કે સિવિલ સર્વિસ ની તૈયારી કરવાવાળા એ પ્રેમ માં ન પળવું જોઈએ. આજે તો પ્રેમી જીગર સફળ થઈ ગયો અને પંડિતજી તમે ખાલી બીજાને સલાહ જ આપતા રહી ગયા. હવે શુ કહીશ???
પંડિતે ચીડાય ને કહ્યું - કંઈજ નહી કહું ચાલ ચુપચાપ..!
પંડિત આજે તેની અસફળતાથી ખુબજ દુઃખી હતો. તેને ખબર ના પડી કે જીગર કાઈ રીતે પાસ થઈ ગયો? જીગરતો રાત દિવસ વર્ષા ના પ્રેમ માં પડી ગયો હતો. છતાં પણ મુખ્ય પરીક્ષામાં કઈ રીતે એ પાસ થઈ ગયો? પંડિત ને ખબર ન હતી કે છેલ્લા પાંચ મહિનામાં જે જીગરે ખતરનાક તૈયારી કરી હતી આ તેનું પરિણામ હતું.
ગુપ્તા ને આ રિઝલ્ટ થી કોઈ જ અસર થઈ ન હતી. એટલે તે મુક્ત થઈને પંડિત ની ખીચાય કરી રહ્યો હતો. ગુપ્તા બોલ્યો - આજે તો જીગર ખુબ ન ખુશ થશે. તેને પ્રેમ ની સાથે સાથે સફળતા પણ મળી ગઈ. જીગર ના જીવન નો સૌથી સારો નિર્ણય શું રહ્યો ખબર છે પંડિત ?
ગુપ્તા જીગર ના રિઝલ્ટ ને વિસ્તાર થી લઈ રહ્યો હતો. પંડિતે ગુપ્તાની વાત ટાળતા કહ્યું - બતાવી દે, બતાવ્યા વગર તો તું માનીશ નહિને!
ગુપ્તા એ જોરદાર હસતા હસતા કહ્યું - પંડિત તને જીગરે એના રૂમ માંથી કાઢ્યો અને વર્ષા ને પ્રેમ કરવાનું..!
પંડિતે જયારે આ વાત સાંભળી તો તે ગુસ્સે ભરાઈ ગયો. હવે પંડિતે બોલવાનું શરૂ કર્યું - ગુપ્તા મને જીગરે નથી કાઢ્યો હુંજ તેના રૂમ માંથી નીકળી ગયો હતો. અને રહી આવાત જીગર ના આઈ.એ.એસ બનવાની તો તે હજુ ઘણું દૂર છે ઇન્ટરવ્યૂ હજુ બાકી છે. અને આવા પ્યાર મે બહુ જોયા છે, વર્ષા ના ઘરવાળા ને જયારે ખબર પડશે કે તે દિલ્લી માં કોઈ સાથે પ્રેમ માં છે, ત્યારે તેને દિલ્લીમાંથી ખેંચીને લઈ જઈશે. અને જીગર નો પ્રેમ આમજ છીનવાય જશે.
ગુપ્તા - કોણ બતાવશે વર્ષા ના ઘરવાળાઓ ને ?
પંડિત ના મન મા હવે ક્રોધ, ઈર્ષ્યા, નિરાશા, અસફળતા ના બધા ભાવ મિક્સ થઈ રહ્યા હતા. અશાંત અને દુઃખી પંડિતે તેના કંટ્રોલ બહાર થઈ રહ્યો હતો. તેને જોર થી કીધું - કોઈક તો બતાવી જ દેશે.આવી વાતો ક્યાં છુપાઈને રહે છે. પ્રેમ બઉ કરી લીધો જીગર એ!
પંડિત આજે પ્રેમ ની સાથે જીગર ની સફળતા ને પચાવી ન શક્યો. ગુસ્સા માં તે ઘણું બધું બોલી રહ્યો હતો.
to be continue...
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"