🚔માડી હું કલેકટર બની ગયો 🚔
ખંડ - ૨૨
જીગર હવે રોજ સવારે ચાર વાગ્યે ઉઠવા લાગ્યો. અને જુના પેપરો ઘણી આંકલન કરતો તેમજ બધા ટોપિક ને તેની બુક માંથી યાદ કરતો. અને જયારે કોઈ ટોપિક યાદ રહી જાય ત્યારે તે તેને પેલા પેપર માં લખવાની પ્રેક્ટિસ કરતો હતો. સવારથી લાઈને બોપરના બાર વાગ્યા લગી, અને બોપરે બે કલાક જમવાના અને આરામ કરવાના ત્યાર બાદ બોપરે બે વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી જીગર નો આજ ક્રમ ચાલ્યો. હવે વર્ષા જીગરના રૂમ પર દિવસે ન આવતી કેમકે જીગર ની તૈયારી માં કોઈ બાધા ન પડે અને સાંજે વર્ષા કરેન્ટ અફર્સ, ઇન્ટરનેશનલ રિલેશન ની નોટ્સ તૈયાર કરી જીગર ના રૂમ પર આવતી. અને બંને સામાન્ય અધ્યયન ના ટોપિક પર રાતના દસ વાગ્યા સુધી લખવાની પ્રેક્ટિસ કરતા હતા.
પણ આમ કરવા છતાં જીગર ની સામાન્ય અધ્યયન ની સમસ્યા હજુ એવીજ હતી. કોચિંગ કર્યા વગર સામાન્ય અધ્યયન માં સારા માર્ક મેળવવા અઘરા હતા.
એક દિવસ વર્ષા એ જીગર ને કહ્યું કે તેની એક બેહનપણી એક કોચિંગ કલાસ માં સામાન્ય અધ્યયન ભણવા જાય છે. વિનય સર એ ધ્યેય આઈ.એ.એસ ના નામે એક કલાસ ખોલ્યા છે. અને સામાન્ય અધ્યયન સારું ભણાવે છે.
જીગર વર્ષા સાથે ધ્યેય આઈ.એ.એસ નામના આ કલાસ માં ગયો. વર્ષાએ વિનય સર ને કહ્યું કે સર અમે બંને કલાસ કરવા માંગીએ છીએ પરંતુ પૈસા ના અભાવે ખાલી એક જ ફી આપી શકીશું.
વિનય સર ને કોચિંગ ની આ પેહલી જ બેંચ માં મફત માં ભણવાવાળા નો સામનો કરવો પડ્યો. જીગરે વિનય સરને ઈમાનદારી થી કહ્યું કે મારી પાસે ફીસ આપવાના પૈસા નથી પણ સામાન્ય અધ્યયન ભણવું મારા માટે ખુબ જ જરૂરી છે.
વિનય સર પાસે હજુ પંદર જ વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેને વધુ વિદ્યાર્થીઓ ની જરૂર હતી. વિનય સર એ જીગરને ટાળવા ની કોશિશ કરી અને કહ્યું - જો મે તને મફત માં ભણાવ્યું તો તે બીજા વિદ્યાર્થીઓ માટે અન્યાય થશે.
જીગરે ઉમ્મીદ ન છોડી અને બોલ્યો - સર સામાન્ય અધ્યયન વગર મારું સિલેક્શન અસંભવ છે. અને સિલેક્શન પછી જયારે મને પેહલો પગાર મળશે ત્યારે સૌથી પેહલા તમારી ફીસ ચૂકવીશ.
જીગરની વાત સાંભળી વિનય સર હસી પડ્યા. વિનય સર એ તેના ટેબલ માંથી આઠ હજાર રૂપિયા કાઢ્યા અને જીગર ને આપતા કહ્યું - ફીસ તો તારી માફ નહી થાય એટલે આ પૈસા લઈલે અને બહાર કાઉન્ટર પર જમાં કરાવી દે જયારે તારી પાસે પૈસા આવી જાય ત્યારે મને પાછા આપી જજે પણ પૈસા ના અભાવમાં કોઈનુ ભણવાનું ન બગાડવું જોઈએ.
પેહલીવાર મળનાર કોઈ અજાણ્યો ટીચર તેના ખીચામાંથી આઠ હજાર રૂપિયા આપી રહ્યો હતો. જીગર નું મન વિનય સર માટે ભરાઈ ગયું.
વિનય સર પરીક્ષા લક્ષી જ ભણાવી રહ્યા હતા. અને ટેસ્ટ લેવામાં વધુ માનતા હતા. તેના લેક્ચર માં આજે જે ભણાવ્યું હોય કાલે તેની ટેસ્ટ રાખતા હતા.
અને આખરે ઓગસ્ટ ની પાંચ તારીખ આવી ગઈ. ગુપ્તાનો આજે જન્મ દિવસ હતો ગુપ્તા ના રૂમ પર તેની બર્થ ડે પાર્ટી ચાલી રહી હતી. ગુપ્તા અને પંડિત ડાન્સ કરી રહ્યા હતા. જીગર ની તૈયારી સારી હોવાના કારણે આજે તે ગુપ્તા ના જન્મ દિવસ ની પાર્ટી માં આવી ગયો અને તે પણ ડાન્સ કરવા લાગ્યો. તે અલગ જ રીતે ડાન્સ કરી રહ્યો હતો. અને જીગરની પાસે બેઠેલ વર્ષા તેનો ડાન્સ જોઈને મુસ્કુરાઈ રહી હતી. હવે પંડિત હવે પનીર બનાવવા માટે ટામેટા અને ડુંગળી સમારી રહ્યો હતો. ત્યાંજ કોઈક એ અવાજ માર્યો કે લ્યાવ પ્રિલીમ નું રિઝલ્ટ આવી ગયું છે...!
પાર્ટી માં બધા સ્તબ્ધ થઈ ગયા. બધા ડાન્સરો ના પગ હવે ઉભા ઉભા ધ્રુજવા લાગ્યા. અને તેની દિલની ધડકનો ધક...ધક... થવા લાગી. ડુંગળી અને ટામેટા એમનામ જ રહી ગયા. પંડિત, ગુપ્તા, જીગર, રિઝલ્ટ જોવા માટે હવે ઉતાવળા બની ગયા. ત્યાં દર્શન નામનો ગુપ્તાનો એક મિત્ર બધાના રિઝલ્ટ ઇન્ટરનેટ પર જોઈને આવ્યો. જીગર અને પંડિત પ્રિલીમ પરીક્ષા માં પાસ થઈ ગયા હતા. પણ ગુપ્તા નાપાસ થયો હતો. ગુપ્તા એ તેના દુઃખને દૂર કરવા એક સિગરેટ ની એક કશ મારી ને ધડામ દઈને નીચે પડ્યો. ત્યાં બેઠેલ બધા ગભરાય ગયા. પંડિતે નીચે પડેલ ગુપ્તા નું માથું હલાવ્યું જીગર પાણી લઈને આવ્યો પંડિત બોલ્યો - ઉઠ લ્યા ગુપ્તા....!!
જીગરે ડરતા ડરતા ગુપ્તા પર પાણી છાટ્યું થોડીવાર પછી ગુપ્તા ને હોશ આવ્યો. ગુપ્તા ના હવે ચારેય પ્રયત્ન પુરા થઈ ગયા હતા. ગુપ્તા હવે રૂમ માં જઈને રૂમ નો દરવાજો બંધ કરી દીધો. ત્યાં બધા જ ઘબરાય ગયા. પંડિતે અવાજ લગાવ્યો - ગુપ્તા નાટક બંધ કર, અને બહાર આવી જા, ડુંગળી અને ટામેટા સમારાય ગયા છે. પનીર કોણ બનાવશે????
ગુપ્તા એક સરો રસોઈઓ પણ હતો. અને આજની પાર્ટી માં પનીર તેજ બનાવવાનો હતો. અવાજ લગાવ્યા છતાં ગુપ્તા ન આવ્યો હવે બધાની ચિંતા વધવા લાગી.
પંડિત બોલ્યો - લ્યા ગુપ્તા આઈ.એ.એસ અને આઈ.પી.એસ તો હવે ગયા પણ હજુ સરખી તૈયારી કરીશ તો psc ની પરીક્ષા આપીને dy.sp બની જઈશ!!!!
અંતે ગુપ્તા એ દરવાજો ખોલ્યો. હવે ગુપ્તા ના હાથ માં છ સ્ટાર અને એક આઈ.પી.એસ લખેલ પ્લેટ અને હા....લ્યા....પેલો....જ......આઈ.પી.એસ ની વર્ધી તેના હાથ માં હતી. અને ગુપ્તા એ એ વર્ધી અને સ્ટાર લઈને ત્યાં રાખેલ ડસ્ટબીન માં બધું નાખતા કહ્યું - સાલું, ચાલો હવે આ નખરા ખતમ થયા! આઈ.પી.એસ બનીને પણ પોતાના રાજ્ય અને પોતાના શહેર માં ક્યાં પોસ્ટિંગ મળે છે. કેરળ અને બંગાળ માં આઈ.પી.એસ બનીને શુ ફાયદો???
જંગલમાં ચોર નાચ્યો પણ જોયો કોણે......!!
જીગરે હવે ગુપ્તા એ ફેંકેલ એ આઈ.પી.એસ ના સ્ટાર તેના ખીચામાં રાખ્યા.
વર્ષા હવે હરિદ્વાર જઈને તેની psc ની પ્રિલીમ પરીક્ષા આપી આવી. પ્રિલીમ પાસ થયા બાદ જીગર હવે પુરા જોશ થી મુખ્ય પરીક્ષા ની તૈયારી માં લાગી ગયો. હવે તેને દિવસ અને રાત નો કોઈ ખ્યાલ જ ન રહ્યો અને વાંચવા લાગ્યો. એક અજીબ પાગલપન તેની અંદર આવી ગયું. અને આખો દિવસ અને રાત ફક્ત વાંચવાનું જ તેના મગજ માં ચાલતું હતું. અને તે બધુજ ભૂલી ગયો પરિવાર, મિત્ર, સગા સબંધીઓ બધુજ !
તેને વિકાસ સર અને વિનય સર ના ક્લાસ માં ટેસ્ટ પેપર આપવાનું ચાલુ કર્યું. જીગર એક મહિનામાં પચ્ચીસ થી ત્રીસ પેપર આપ્યા. અને ટેસ્ટ પેપર થી તેનો આત્મવિશ્વાસ વધી ગયો.
પરીક્ષા આવી ગઈ જીગર નું મુખ્ય પરીક્ષા નું સેન્ટર દિલ્લી જ હતું. તેના બધા પેપર પુરા થઈ ગયા. વર્ષા તેની ઉત્તરાખંડ psc ની મુખ્ય પરીક્ષા અને જીગર તેની આઈ.એ.એસ ની મુખ્ય પરીક્ષા ના રિઝલ્ટ ની રાહ જોવા લાગ્યા.........!!
to be continue...
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"