Maadi hu Collector bani gayo - 20 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 20

Featured Books
Categories
Share

માડી હું કલેકટર બની ગયો - 20

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૨૦

અનાથી પેહલા પણ જીગર નું ઘણી જગ્યાએ અપમાન થયું હતું. ગામ માં અંદર જતા જ ગામ ના ચોરા પર બેસેલા લોકો ના ઘણા મેણા ટોણા જીગરે સહન કર્યા હતા. લાઈબ્રેરી માં પણ તેનું ઘણું અપમાન થયું હતું. પણ આજે વર્ષા ની સામે પંડિતે જે અપમાન કર્યું હતું અસફળતા નું ઠીકરું પંડિતે જીગર ના પ્રેમ પર છોડી દીધું હતું.

જીગરે ગુસ્સા માં વર્ષા ને કહ્યું - હું પંડિત ને ક્યારેય માફ નહી કરું, હું આ અપમાન નહીં ભૂલું.
વર્ષા એ ઠંડા અવાજે કહ્યું - પંડિતે તો આપણ ને અરીસો બતાવ્યો છે. અસફળતા આમજ અપમાનિત હોય છે. હવે આવા અપમાન ની આદત પાડી દે જીગર,
જીગર ના ચેહરાનો રંગ લાલ થઈ ગયો હતો. અને તે તેના અપમાન થી ગુસ્સે ભરાયો હતો. તેને વર્ષા ને કોઈ પ્રતિક્રિયા ન આપી

ફરી વર્ષા બોલી - એટલેજ હું કેહતી હતી કે ખાલી તૈયારી માં ધ્યાન આપ, બેકાર ની વાતો ને મગજ માંથી કાઢી નાખ, પણ તારી સાથે હવે લોકો મારું પણ અપમાન કરે છે.

જીગર - એવો તો શું અપરાધ કરી રહ્યો છું હું! જે વારંવાર મને અપમાનિત કરવામાં આવે છે. તું પણ મનેજ ખોટો સમજી રહી છો. જીગરે તેના ધ્રૂજતા હાથ ને પાર્ક ની એ બેંચ ને પકડી લીધી જેથી હાથ ની ધ્રુજારી ઓછી થવા લાગી.

વર્ષા - હું તને ખોટો નથી સાબિત કરી રહી.
જીગરે હવે વર્ષા ની આંખો માં જોતા કહ્યુ- હું કોને પ્રેમ કરી રહ્યો છું? શું પ્રેમ કરી રહ્યો છું ? કોણ મને પ્રેમ કરે છે ? તને તો ખબર જ છે બધી વર્ષા, ખબર છે તો કેહતી કેમ નથી?

જીગર હવે બેંચ પરથી ઉભો થયો તેને સમજ માં ન આવ્યું કે ઉભો થઈને શુ કરે એટલે તે પાછો બેંચ પર બેસી ગયો.

જીગર - મારા હાથ માં નથી કંઈજ વર્ષા હું શું કરું? નથી નીકળતી તું મારા દિલમાંથી💛! હું ફક્ત પ્રેમ નથી કરી રહ્યો તારા નામથી શ્વાસ લઈ રહ્યો છું. પંડિત પૂછતો હતો કે પંદર વર્ષ પછી તું મને મળીશ તો હું શું કહીશ હા......હું આજ કહીશ! ના જાણે ક્યારથી જીગર ના દિલ માં છુપાયેલ પ્રેમ ની આ ચિનગારી હવે વર્ષા સમક્ષ બહાર આવવા લાગી. વર્ષા ની સામે જીગરે તેના પ્રેમ ને વ્યક્ત કર્યો.

વર્ષા ની આંખો હવે હલી ન શકતી હતી. તે જીગર ના ચેહરા ઉપર થી હટવાનું નામ જ ન લઈ રહી હતી. જીગરે એક લાંબો શ્વાસ લઈને વર્ષા ને ફરી કહેવાનું શરૂ કર્યું - પંડિત કેહતો હતો ને કે મારું સિલેક્શન નહીં થાઈ. શું હું એટલો કમજોર છું? શું પ્રેમ એટલો કમજોર હોઈ છે? બસ મને એવુ લાગે કે તે મારા માટે કંઈક વિચાર્યું એટલામાંજ હું ખુશ થઈ જઈશ.
બસ તું એક નજર માં મને જોઈલે એટલા માં જ હું આ દુનિયા ઉલટ ફુલટ કરી નાખીશ. આ નોકરી, સિલેક્શન શું ચીજ છે ? આટલું કેહતા કેહતા જ જીગર હવે વર્ષા ના પ્રેમ માં ડૂબી રહ્યો હતો.

વર્ષા ને લાગી રહ્યું હતું કે જીગર શાયદ તેની વાત કઈ રહ્યો છે. જીગર જયારે પાંચ દિવસ ગામડે ચાલ્યો ગયો હતો ત્યારે વર્ષા ખુબ જ પરેશાન થઈ ગઈ હતી. આજે વર્ષા ની આંખ માં રોકેલા એ આંસુ હવે બહાર આવવા તરસવા લાગ્યા! પણ વર્ષા તેને રોકવાની ખુબજ કોશિશ કરી રહી હતી. એક બે મીનીટ રહીને વર્ષા એ જીગર ને કહ્યું - ચાલ જીગર હવે મોડું થાય છે.

જીગર ઉભો થયો અને વર્ષા ની સાથે ચાલવા લાગ્યો. ચુપચાપ! વર્ષા ની હોસ્ટેલ સુધી પોંહચવા લગીમાં બંને માંથી કોઈ કંઈજ ન બોલ્યું. જીગર પાસે હવે બોલવા માટે કંઈજ હતું નહી અને વર્ષા શાયદ તેના ભરેલ મન માં બોલવા માટે કોઈક મોતી ગોતી રહી હતી.

હોસ્ટેલ ની બહાર સ્ટ્રીટ લાઈટ માં બે નાની છોકરી બેડમિન્ટન રમી રહી હતી. વર્ષા હોસ્ટેલ ના ગેઇટ પાસે ઉભી રહી. વર્ષા એ જીગર ને કહ્યું - જીગર, તારી અંદર કંઈક કરી બતાવવાની ઘણી સંભાવનાઓ છે. બધાજ અપમાન નો બદલો લેવાનો એક જ ઉપાય છે અને એ છે સફળ થઈને આ દુનિયા ની સામે ઉભા રહેવાનું....!

ત્યાં બેડમિન્ટન રમી રહેલ એ છોકરી માંથી એક છોકરી ની શટલ રેકેટ પર આવી ન રહી હતી, ખાલી નીચે જ પડી રહી હતી વર્ષા એ એ રમતી છોકરી તરફ જોઈને કહ્યુ- જીગર, હું ખાલી બે ઘડી જ તને યાદ નથી કરતી. હંમેશા તને યાદ કરું છું. તેની આંખો માં જીગર થી દૂર રહેલ એ પાંચ દિવસ આવી ગયા.
હવે જીગર ની આંખો ને જોઈને વર્ષા એ કહ્યું - જીગર, હું તને પ્રેમ કરું છું, ખુબજ પ્રેમ કરું હું. થોડો સમય સન્નાટો છવાઈ ગયો. ફક્ત રેકેટ માં શટલ લાગવાનો અવાજ જ આવી રહ્યો હતો.

વર્ષા એ જીગર ને એકી નજરે જોતા કહ્યું - હવે ઉલટ ફુલટ કરી દે ને આ દુનિયા......પ્લીઝ!!

વર્ષા એ તેની વાત કહી અને એક ક્ષણ માટે જીગર ને જોઈને પછી એ હોસ્ટેલ ની અંદર ચાલી ગઈ. જીગર ગેટ પર ઉભો હતો. હવે જીગર ની દુનિયા અચાનક બદલાય ગઈ. વર્ષા ની અવાજ જીગર કર કાન માં ગુંજી રહી હતી. કે - હવે ઉલટ ફુલટ કરી દેને આ દુનિયા...પ્લીઝ!

બેડમિન્ટન માં જીતવા વાળી છોકરી એ હારવા વાળી છોકરીને કહ્યું - તું શટલ પર ફોક્સ નથી કરી રહી એટલે તું વારંવાર હારી રહી છે. ફોકસ કર.........ને....!!

જીગર આ છોકરી ની અવાજ સાંભળી અને હસવા લાગ્યો જાણે એને જડીબુટ્ટી મળી ગઈ. પછી જીગર દોડતા દોડતા નહેરુવિહાર જવાની જગ્યાએ ગાંધીવિહાર જવા લાગ્યો. હવે જીગર દોડતા દોડતા તેના કાન માં એક ન ગુંજ સંભળાય રહી હતી વર્ષા ની! હવે વર્ષા એ પ્રેમ ને સ્વીકાર કરી લેતા આજે જીગર ની અંદર એક ઉર્જા ભરાઈ ગઈ. જીગર ને લાગી રહ્યું હતું કે તે ફક્ત દોડી નથી રહ્યો પણ ઉડી રહ્યો છે અને એ પણ આઈ.એ.એસ બનવાની એ હોડ માં જાણે એક જડીબુટ્ટી સમાન!
જીગર દોડતા દોડતા અત્યાર સુધી માં મળેલી એ નિષ્ફળતાઓ ને પાછળ છોડી રહ્યો હતો. અને સફળતા ની એક દિશા માં એક જ લક્ષ્ય તરફ તે જાણે દોડી રહ્યો હોય તેવો ભાવ જીગર ના મન પર આવવા લાગ્યો.
અને દસ પંદર મિનિટ દોડ્યા પછી જીગર વરુણ ના રૂમ પર પોંહચી ગયો.

વરુણ એ રાત ના બાર વાગ્યે જયારે જીગર ને હાફ્તા હાફ્તા તેના રૂમ ના દરવાજે જોઈને તે ચોકી ગયો.
જીગરે હવે સમય બરબાદ કર્યા વગર વરુણ ને કહ્યું - વરુણ ભાઈ હવે મારો આ છેલો પ્રયત્ન બચ્યો છે. હવે હું કોઈ જ રિસ્ક લેવા નથી માંગતો આ વર્ષે મારે સફળ થવું જ છે. હવે તમે જ કહો કઈ રીતે તૈયારી કરવાની છે ?

to be continue...
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"