prem aetle prem in Gujarati Love Stories by Manojbhai books and stories PDF | પ્રેમ એટલે પ્રેમ

Featured Books
Categories
Share

પ્રેમ એટલે પ્રેમ

આજે આ બુક બનાવવાનો મારો એક જ ઉદ્દેશ છે કે તમે પ્રેમ ને ભૂલો મત પ્રેમ ને હંમેશા જીવિત રાખો તમારા હદય માં.....આ પ્રેમ તમને જીવવાની નવી દિશા બતાવે છે..એક વાત સાંભળી લો પ્રેમ માં કોઈ દગો આપ તું નથી.કે કોઈ છોડી ને જતું નથી બસ થોડા સમય માટે આ પ્રકૃતિ તમારી પરીક્ષા લેતી હોય છે અને કોઈ પણ કારણ બનાવી તમને અલગ કરે છે પણ જો તમારો પ્રેમ સાચો હસે તો તમને જરૂર મળશે બસ તમે યે પ્રેમ ને ભૂલતા નહી અને પ્રેમ કરવાનુ છોડી ના મૂકતા ચાલો આજે તમને સવાલ કરું છું....
તમે કોઈને પ્રેમ કર્યો છે ખરો ?કોઈએ તમને પ્રેમ કર્યો છે ખરો ?લગ્ન પહેલાં ? લગ્ન પછી ? કોઈ તમારી આંખોમાં વસી ગયું હતું ખરું ? તમે કોઈની તરફ લાગણીથી ખેંચાયા હતા ખરા ?યાદ નથી આવતું ? તમારી યાદ દાસ્તને જરા ઢંઢોળો – હજુય યાદ નથી આવતું? તમારા અંતરના કોઈ એકાન્ત- ખાનગી ખૂણાને જરા ખંખેરો જરૂર યાદ આવી જશે.અને જો યાદ આવી જાય તો પ્લીઝ મહેરબાની કરી યે પ્રેમ ને જીવિત કરો તમારા પાત્ર ને કોલ યા msg કરો તમારા પ્રેમ ને યાદ કરો ભૂતકાળના બારણે ટકોરા મારો અને છતાં જવાબ જડે નહીં તો માનજો કે દુનિયામાં તમારા જેવો બીજો કોઈ કમ નસીબ માણસ નથી.ખોટું ના લગાડતા પણ
કોઈ ના માટે તમને પ્રેમ જાગ્યો ન હોય, કે કોઈને તમારા માટે પ્રેમનો ભાવ પેદા થયો ન હોય, એના જેવું કમ ભાગ્ય બીજું હોઈ શકે ખરું ? આવા માણસની તો દયા ખાવી જોઈએ.સ્ત્રી હોય કે પુરુષ હોય, એ ક્યારેક તો કોઈની તરફ આકર્ષાયો હોય છે. ક્યારેક તો એ સ્ત્રી કે પુરુષ કોઈની તરફ ખેંચાયા હોય છે. કોઈને માટે તો હૃદયમાં પ્રેમનાં અંકુર ફૂટ્યાં હોય છે. કોઈને માટે તો હૈયું બેચેન બની ગયું હોય છે. કોઈને પોતાના કરવાની તીવ્ર ઝંખના જાગી ગયેલી હોય છે.લગ્ન પહેલાં કે લગ્ન પછી પણ કોઈને માટે પ્રેમ જાગી ગયો હોય છે.એ પ્રેમનું આયુષ્ય કેટલું હતું, એનું બહુ મહત્વ નથી. એ પ્રેમની ઉંમર દિવસોની હતી, મહિનાઓની હતી કે વરસોની હતી એનું પણ ખાસ મહત્વ નથી. પ્રેમ થઈ ગયો હતો, પ્રેમ જાગી ગયો હતો કે નહીં, એ જ વાતનું મહત્વ છે. ક્યારેક થોડી ક્ષણોનો પ્રેમ, વરસોના પ્રેમ કરતાં પણ વધારે ઉત્કટ અને સુદઢ હોય છે. થોડી ક્ષણોના પ્રેમની એટલી તો મધુરતા હોય છે, એટલી તો સચ્ચાઈ હોય છે કે જિંદગીભર એ યાદ રહી જાય છે. પ્રેમનું આયુષ્ય કદી પૂછવાનું હોય નહીં. પ્રેમ ની તો જન્મતિથિ હોય છે, પણ તમે કોઈ પ્રેમીને પૂછો : તમારા પ્રેમની જન્મતિથિ કઈ ? તો એ મૂંઝવણમાં મુકાઈ જશે. એને એ પ્રશ્નનો જવાબ જડશે નહીં.
પ્રેમ થઈ જાય છે ખરો, પણ પ્રેમ ક્યારે થઈ ગયો, કઈ રીતે થઈ ગયો, ક્યા કારણે થઈ ગયો, એકાએક થઈ ગયો કે સમય લાગી ગયો હતો, મનના કેવા માહોલ વચ્ચે પ્રેમ જન્મી ગયો હતો, એ બધા પ્રશ્નો કોઈ પૂછે તો એનો કોઈ જવાબ મળશે નહીં.પ્રેમ એ તો એક એવો પદાર્થ છે, જે સમજ્યો સમજાતો નથી. તમે જરૂર પ્રેમ કર્યો હશે. કદાચ કોઈ છોકરો કે છોકરી ગમી ગયા હશે, અને આકર્ષણ ઊભું થયું હશે. મનમાં ને મનમાં તો જરૂર એ છોકરો કે છોકરીને મળવાની, એની સાથે વાતો કરવાની ઝંખના જાગી ગઈ હશે. ક્યારેક એવું પણ બને છે,કોઈ જરા પણ જાણે નહીં, એ રીતે મનોમન પ્રેમ થતો હોય છે. એનો પ્રેમ પામવાનું અને એને પ્રેમ આપવા મન અંદર ને અંદર થન ગની રહ્યું હોય છે.
દરેક છોકરા-છોકરીના જીવનમાં આવી નાજુક ક્ષણો આવી જતી હોય છે. આ પ્રીતને કુંવારી પ્રીત કહેવામાં આવે છે. પ્રેમ હોય છે ખરો, પણ એકબીજાને પામવાના અરમાન બધા અધૂરા રહી જતા હોય છે. હોઠ અને હૈયું બન્ને કુંવારાં રહી જતાં હોય છે.અને પહેલા જ પ્રેમમાં જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે કેટલાક એવા હોય છે, જેમને જિંદગીમાંથી રસ ઊડી જાય છે. જેમને જીવન અળખામણું બની જાય છે, એ આપઘાત કરવા સુધી દોડી જાય છે. કાં તો દેવદાસ કે મજનૂ બની જાય છે કાં તો પાગલ બનીને આમથી તેમ ભટકે છે.
પણ કેટલાક એવા હોય છે જે પ્રેમની નિષ્ફળતાના એ આઘાતને જીરવી લે છે. ઝેરના એ ઘૂંટડાને હસતાં હસતાં પી જાય છે. એ વેદનાને ભીતરમાં જ ગોપાવી દે છે. કોઈને જરા જેટલીય જાણ પડવા દેતા નથી.
પ્રેમ થઈ ગયો, અને પ્રેમ તૂટી ગયો એથી શું ? એથી જિંદગીને અણ ગમતી બનાવી દેવાય ખરી? પ્રેમમાં બહુ ઓછાને સફળતા મળે છે. પ્રેમમાં નિષ્ફળતા મેળવનારાઓની સંખ્યા ઝાઝી હોય છે. પણ એ બધા કાંઈ આત્મહત્યા કરી લેતા નથી. એ બધા કાંઈ શરાબની લતે ચડી જઈને રોમિયો બની જતા નથી. એ બધાં કંઈ દોડતી આવતી ટ્રેનની નીચે પડતું મૂકતા નથી. પ્રેમની નિષ્ફળતાના ભૂકંપ નીચે એ કચડાયા જરૂર હોય છે, પણ તરત જ બેઠા થઈ જતા હોય છે અને જિંદગીને નવેસરથી જીવવાની શરૂઆત કરતા હોય છે. એ મનની પીડાને મનમાં જ સંઘરી રાખતા હોય છે.જે પ્રેમ કર્તવ્યને ભુલાવી દે છે એને પ્રેમ કહી શકાય ખરો? પ્રેમ અને કર્તવ્ય એકબીજા સાથે જોડાયેલા છે. ક્યારેક તો એવું પણ બને છે, કર્તવ્ય માટે પ્રેમનું બલિદાન આપવું પડતું હોય છે. કર્તવ્ય આગળ પ્રેમ મોન બની જાય છે.. પ્રેમ કદી છીછરો હોઈ શકે નહીં. પ્રેમમાં તો દરિયાની ઊંડાઈ હોય છે. પ્રેમને વરસો સાથે સંબંધ નથી. પ્રેમને તો ક્ષણો સાથે પણ એટલોજ ઉત્કટ સંબંધ હોય છે. પ્રેમ તો ઘડી – દો ઘડીનો પણ હોઈ શકે, પણ એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અક બંધ રહે, ધબકતો રહે.
પ્રેમ એક સરોવર નથી, પ્રેમ તો એક નદી છે, વહેતી નદી. સતત વહેતીનદી. પ્રેમ કદી સરોવરની જેમ પાળો વચ્ચે કેદ રહી શકે નહીં. પ્રેમને તો વહેતા રહેવું જોઈએ. વહેતા રહેવું એ પ્રેમનો સ્વભાવ છે. પ્રેમ એ દુનિયાના બજારમાં જાહેર કરવાની કોઈ ચીજવસ્તુ નથી. પ્રેમનાં ઢોલ-નગારાં વગાડવાનાં હોતાં નથી. પ્રેમના વરઘોડા કે ફુલેકાં પણ હોતા નથી. પ્રેમ એ તો અંતરના એકાન્ત ખૂણામાં અમૂલ્ય મોતીની જેમ સાચવી રાખવાની, જાળવી રાખવાની એક ચીજ છે. એટલે તો કહેનારે કહ્યું છે કે, પ્રેમનાં મોતી કોઈ ઝવેરીની દુકાને વેચાતાં મળતાં નથી. કોઈના દિલના દરિયામાં ડૂબકી મારવાનું જેના નસીબમાં હોય, એને જ આ મોતી પ્રાપ્ત થાય છે.
તમે કોઈને છાનો-છૂપો પ્રેમ તો જરૂર કર્યો હશે. તમારા ભાગ્યમાં જુદાઈ લખાઈ હશે. તમારું એ પ્રિયજન આજે કદાચ દૂરદૂર હશે, દરિયાપાર હશે, એને જોયે અને એને મળ્યે વરસો વીતી ગયાં હશે, પણ એથી થઈ શું ગયું ? એનું સ્મરણ તો તમારા હૈયામાં ગોપાયેલું છે ને ? કોઈ વાર નિરાંતની પળોમાં એને યાદ કરી જોજો. પ્રેમની ક્ષણોના સ્મરણનો પણ એક અનોખો આનંદ હોય છે. અને પ્રેમ પાછો યાદ આવી જશે ...
પ્રેમ એટલે એકબીજા સામે નહી પણ બન્નેએ સાથે એક દિશામાં જોવુ તે..- પ્રેમ એટલે ન તો એકલો હું કે ન તો એકલી તું, પ્રેમ એટલે"આપણે".-જેમાં સમાધિ લાગે તે પ્રેમ.- પ્રેમ એટલે ભૂતકાળની એવી પળ જે તમારા વર્તમાનને ક્ષણભર થંભાવી દે..- દલીલ નહી દિલની વાત એટલે પ્રેમ..- વરસાદ પછીનો તડકો ઉઘડે એ પ્રેમ..- પ્રેમ એટલે વસંતઋતુ..- જેમાં ઓગળી જવાની ઇચ્છા થાયએ પ્રેમ..
પ્રેમ એટલે લાગણીનો ભીનો અનુભવ.-લેવાની નહી
આપવાની વૃતિ એટલે પ્રેમ.- પ્રેમ એટલે હ..લ..કા સા નશા..-પ્રેમ એટલે ઇશ્વરની ભેંટ- માનવીય લાગણીઓને જોડતો પૂલ એટલે પ્રેમ..-
જીવનના પાનખરમાં પણ વસંતના વાયરા આપે તે પ્રેમ..- menમાંથી gentlemen બનાવે તે પ્રેમ..-ક્કો ન આવડે પણ કવિતા લખે તે પ્રેમ..- સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે તે પ્રેમ..- પ્રેમ એટલે લાગણીની લોકશાહી.- વ્યાખ્યામાં બંધાય નહી તે પ્રેમ.- તમારા પ્રેમીના માત્ર એક સ્માઇલ માટે ગમે તે કરી છુટવાની ઇચ્છા એ પ્રેમ.- પૃથ્વી પર સ્વર્ગનો અનુભવ થાય એ પ્રેમ..-love એટલે logic નહી magic..-દિમાગથી પિંજવુ નહી પણ દિલથી માંજવું એટલે પ્રેમ.. -લાગણીની અભિવ્યક્તિ એટલે પ્રેમ. એમાય વળી ઉંમર પ્રમાણે અલગ અલગ અભિવ્યક્ત થતો હોય છે, જેમ કે ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ અને તે પ્રેમ પરની છોકરીઓની નાજુકભાવના
૦:-૭ વર્ષની છોકરી : પ્રેમ એટલે હું રોજએના દફતરમાંથી છુપીને ચોકલેટ કાઢી લઉં છું,છતાય એ રોજ દફતરના તેજ ખાનામાં ચોકલેટ રાખેછે.
૦૧૨ વર્ષની છોકરી : પ્રેમ એટલે લેસનકરતી વખતે,પેન્સિલ આપતી વેળા તેને મારા હાથના ટેરવાઓને કરલો સ્પર્શ.
૧૫ વર્ષની છોકરી : પ્રેમ એટલે એકદિવસ હંમે બંનેએ મળીને સ્કુલમાં ના જવાનો નિર્ણયલીધો હતો. પણ જયારે પકડાઈગયા ત્યારે બધો ગુનો પોતાના માથે લઈને એણે એકલાએ ભોગવેલી સજા.
૦૧૮ વર્ષની છોકરી: પ્રેમ એટલેસ્કુલના સેન્ડ-ઓફ કાર્યક્રમમાં એને જોરથી કરેલી જપી અને ખારા આંસુ ઓ પીતા પીતા ફરી પાછા મળવાની કરેલી મીઠી અપેક્ષા.
૦૨૧ વર્ષની છોકરી : પ્રેમ એટલે મારી કોલેજની પીકનીક જ્યાં ગઈ હતી એ જગ્યાએ પોતાની કોલેજમાંથી ગુટલી મારી ને મને આપેલી સપ્રાઈઝ ભેટ.
૦૨૬ વર્ષની છોકરી પ્રેમ : એટલે ગોઠણ પર બેસીને હાથમાં ગુલાબનું ફૂલલઈને તેને લગ્ન માટે કરેલો પ્રસ્તાવ...
૦૩૫ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલે હું બહુથાકી ગઈ છું,એ જોઇને તેને પેલી વાર કરેલી રસોઈ.
૦૫૦ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલેબીમારીને લીધે બહુદિવસથી બેડમાં હોવા છતાં,મને હસાવવા માટે કરેલો વિનોદ અને વાતો..
૦૬૦ વર્ષ ની સ્ત્રી : પ્રેમ એટલે તેનેછેલ્લો શ્વાસ લેતી વખતે,આવતા જનમમાં ચોક્કસ પાછા મળવાનું દીધેલ વચન.
પ્રેમ એટલે ગાલિબ' નાં શબ્દોમાં -હૈ ઇશ્ક નહીં આસાન ઇતના સમઝ લીજીયેયે આગકા દરિયા હૈઔર ડૂબકે જાના હૈ!
પ્રેમનાં વિષયમાં આ એક જૂનો અને જાણીતો શેર છે દરિયા પ્રેમકા ઉલ્ટી ઉસકી ધારજો ઉતરા સો ડૂબ ગયા જો ડૂબા સો પાર!
માણસ અને જિંદગીની વાત છેડાય ત્યારે લોકો કહતા હોય છેકે એકલા આવ્યા છે અને એકલા જ પાછા જવાનું છે . માણસ એકલો આવે છે અને એકલો જ જાય છે કારણ કે તે માણસના હાથમાં નથી .બીજી એટલી જ સાચી વાત એ છે કે માણસ એકલો જન્મે છે અને એકલો મરે છે પણ એકલો જીવી શકતો નથી . કોઇ પણ માણસના જીવનને સભર, રસભર અને તરબતર કરે એવું જો કોઇ તાજગીભર્યું તત્વ હોય તો તે પ્રેમ છે.
પૃથ્વી પર રહીને જો સ્વર્ગની ઝાંખી કરવી હોય તો પ્રેમ જેવી કોઇ બારી નથી !એક ખાસ ઉમર થતાં મોટા ભાગનાં યુવક યુવતીઓનાં મનમાં વિજાતીય પ્રેમની ઝંખના જાગે છે, માત્ર માતા પિતા, ભાઈ બહેન કે સગા સંબંધી ઓનાં પ્રેમથી એમનું મન ભરાતું નથી .બાળપણમાં મિત્રો તો ઘણા હોય છે પણ ઉમર વધતા મૈત્રીની તલપ અને વિજાતીય આકર્ષણનો રસ ધીરે ધીરે પેદા થાય છે .પ્રકૃતિએ માણસ માત્રમાં મૂકેલી આ એક કુદરતી વૃત્તિ છે .
મિલન કરાવે મૈત્રી, જુદાઇ સતાવે પ્રેમ.....હસાવે છે મૈત્રી, રડાવે છે .....પ્રેમબોલે તે મૈત્રી, ચૂપ રહે એ પ્રેમ....તો પણ લોકો મૈત્રી છોડીને કેમ કરે છે પ્રેમ ?..વાત કરવા માટે કશું જ ન હોય છતાં ય તમને વાત કરવાનું મન થાય, કોઇની કંપનીમાં તમને સારું લાગે ને અજંપો આપમેળે ઓસરી જાય, કોઇની હાજરીથી તમારી આસપાસ આનંદની એક નવી દુનિયા રચાતી જાય અને તમારો સમય કયાં પસાર થઇ જાય છે એની સહેજ પણ ગતાગમ ન રહે તો સમજવું કે તમે પ્રેમમાં છો !
જાણીતા શાયર મરીઝ’ કહે છે –વાત હોય તો તેને છુપાવી શકું ‘મરીઝ’,આ તો પ્રેમ છે..એનાં પુરાવા હઝાર છે !પ્રેમ સાથે સંકળાય છે સમય અને સ્થળ . દરેક પ્રેમીને એવી ઝંખના હોય છે કે પોતાના પ્રેમને પૂર્ણવિરામ ન આવે.પ્રેમ બધું જ સહન કરી શકે છે સિવાય કે સમયની પાબંધી ; આવો પ્રેમ કશાને ગાંઠતો નથી – નીતિ નિયમ, કાયદા કાનૂન, જ્ઞાતિ, સમાજ વગેરે .પ્રખ્યાત શાયર અમ્રુત ઘાયલનો એક શેર છે
–ગમે તેટલી વેદજુની વેદના તો જુની જ હોવાની,રૂપાની દિવડીમાં વાટ તો રૂની જ હોવાની,
નહીં મેળ બેસે એમનો કદી કાનુનથી ‘ ઘાયલ ‘મહોબ્બતની દલીલો તો ગેરકાનુની જ હોવાની! :
આજકાલ મોટા ભાગના યુવાનો પ્રેમરોગથી પીડાતા જોવામાં આવે છે . આમાં વિજાતીય . આકર્ષણ સિવાય ભાગ્યેજ કશું વિશેષ હોય છે . અબાધિત સ્પર્શ સુખ માણવા માટેનાં આવેગથી બન્ને જણ પરવશ બને છે અને તેઓની લગ્ન જલ્દી કરી લેવાની વૃત્તિને બળ મળે છે . ભાગ્યે જ સફળ થતા હોય છે પ્રેમનું ગણિતજ અલગ છે – જેટલું જતું કરો તેટલું મેળવો !એકબીજાને પામવા માટે એકબીજામાં ખોવાવું પડે; મતલબ કે ખોવો તો મેળવો . લુપ્ત થઇને તૃપ્ત થવાની કળા એટ્લે પ્રેમ !
કોઇને પોતાનું બનાવવા માટે પોતાનું પોત ઓગાળીને કોઇના થવું પડે એજ સાચો પ્રેમ.પ્રેમમાં આવા ઉપર છલ્લા આકર્ષણથી જન્મેલા ઉતાવળિયા લગ્ન શરુશરૂમાં માણસને એકબીજાની ખૂબીઓજ દેખાય છે. પ્રેમમાં હોઇએ ત્યારે પહેલાં તો એવું જલાગે છે કે સામેનું પાત્ર એકદમ પરફેક્ટ ( યોગ્ય ) છે .
વરસો વીતી ગયા પછી માણસને સામી વ્યક્તિની ખામીઓ દેખાવા લાગે છે . આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સર્વગુણસંપન્ન દોષરહિત હોતી નથી . પ્રેમની સફળતા માટે તમે તમારા પ્રિયપાત્રને જેવી છે તેવી સ્વીકારી લો ;સામી વ્યક્તિની માત્ર ખૂબીઓને જ નહીં પણ ખામીઓને પણ સ્વીકારવાની સમજણ એટ્લે સાચો પ્રેમ!
પ્રેમ બધાને કરવો હોય છે, પ્રેમ બધાને જોઇતો પણ હોય છે પણ તકલીફ એ છે કે બધાને પ્રેમ પોતાની શરતે કરવો છે . તમે તમારી શરતથી પ્રેમ કરી શકો પણ તમારી શરતે સામા પાત્રનો પ્રેમ મેળવી ન શકો . બન્ને વ્યક્તિની ઇચ્છા એક થાય ત્યારે પ્રેમ નું સર્જન થાય છે; પ્રેમ પ્રયત્નથી નથી થતો, પ્રેમમાં હારવાનું કે જીતવાનું નથી હોતું, પ્રેમમાં તો માત્ર પામવાનું જ હોય છે !પ્રેમનું કોઇ ઠેકાણું નથી કોઇના કહેવાથી થાય નહીં આજે કઇ જ ના હોય, કાલે થઇ જાય તો કહેવાય નહીં! પોતાના પહેલા પહેલા પ્રેમને કોઇનાથી ભૂલાય નહીં કેમ, ક્યારે અને ક્યાં થાય એ કોઇને સમજાય નહીં !એવું સાંભળ્યું છે કે પ્રેમ કરાતો નથી પણ થઇ જાય છે પરંતુ પ્રેમ થાય એટ્લે નિભાવાય જ તો નથી કારણ કે પ્રેમ નિભાવવો પડે છે.
-ઇસ દુનિયામેં અય દિલવાલો દિલકા લગાના ખેલ નહીં ,ઉલ્ફત કરના ખેલ હૈ લેકીન કરકે નિભાના ખેલ નહીં ! પ્રેમમાં માત્ર ચાહવાનું હોતું નથી સ્વીકારવાનું પણ હોય છે .પ્રેમ એટ્લે કે સંપૂર્ણ સર્વસ્વનો સ્વીકાર – ગુણોનો સ્વીકાર અને અવગુણોનો પણ સ્વીકાર, જિંદગીના દરેક રંગનો સ્વીકાર તેમ જ દરેક જંગનો પણ સ્વીકાર પ્રેમમાં બે વ્યક્તિઓની શરત પણ એક, લડત પણ એક,હાર પણ એક અને જીત પણ એક !પ્રેમ જ્યારે લગ્ન ના પરિણામે થાય છે ત્યારે મોટે ભાગે સ્વતંત્રતા નો લોપ થતો હોય છે . અપેક્ષા અને અધિકાર ભાવ સાથેનો પ્રેમ જો લગ્નમાં પરિણમે તો કોઇ ન કોઇ દિવસ ક્ષતવિક્ષત થયા વગર રહેતો નથી.આવી પરિસ્થિતિમાં લગ્ન ભલે ટકી શકે છે પણ લગન એટલે પ્રેમ જતો રહે છે. પરસ્પરની સમજણ એ પ્રેમની આંખ છે અને સ્વતંત્રતા એ પ્રેમની પાંખ છે ; સમજણ વિનાનો પ્રેમ આંધળો છે અને મોકળાશ વિનાનો પ્રેમ પાંગળો !
જો સમજણ અને સ્વતંત્રતાનું પૂરી જાગરુકતા સાથે બન્ને વ્યક્તિ તરફથી રક્ષણ કરવામાં આવે તો લગ્નમાં પરિણામે તો પ્રેમ જરૂર સફળ થાય છે .હોય ઇશારા પ્રેમનાં એના ના કોઇ પીટે ઢોલ,બેઉ ગુમસૂમ સૂનમૂન તોય આંખો બોલે બોલ!ના આમ, ના તેમ,ના કારણ ના કેમ,ના શંકા ના વહેમ,પ્રેમ એટલેબસ પ્રેમ, પ્રેમ અને પ્રેમ!
સીધી રીતે કહું તો હજારો માણશો ના વચ્ચે પણ બે પ્રેમી પાત્ર માત્ર આંખ ના ઈશારા થી વાત કરે અને એક બીજાનું કાર્ય કરે અને સમજે એ પ્રેમ..
આમ, પ્રેમ એટલે સમાધાન કરીને સચવાય એટલી સાચવી લીધેલી જીવનની ક્ષણો,પ્રેમ એટલે સલામતીની સતત તૂટતી રહેલી દીવાલોનીબાકી રહી ગયેલી ઈંટો અને પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.
જેમ દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.
યુવક-યુવતી વચ્ચેનો પ્રેમ સુંદર હોય છે પરંતુ વૃધ્ધ અને વૃધ્ધા વચ્ચેનો પ્રેમ અતીભવ્ય હોય છે.તો ચાલો, આપણે સૌને અનહદ પ્રેમ કરીએ. માત્ર માણસને જ નહિ, પ્રકૃતિનેય પ્રેમ કરીએ, જગતમાં જે કંઈ છે એ સૌને નિઃસ્વાર્થ ભાવે ચાહીએ. જો એ શક્ય બનશે તો આપણને સૌનો પ્રેમ સ્વયંભૂ મળશે એ નિઃશંક. એ પછી જ આપણે‘મનુષ્યત્વ’થી ‘દેવત્વ’ સુધીની યાત્રા આનંદપૂર્વક કરી શકીશું.
એટલે કહું શું હજી પ્રેમ ને સમજો પ્રેમ પર જો લખવાં બેશી યે તો કેટલી યે બુક બની જાય પણ પ્રેમ નો અંત ના આવે પ્રેમ અનંત છે જેનો કોઈ અંત નથી
પ્રેમ માં હાર ન માનો બસ પ્રેમ કરો અને કરતા રહો સામે પાત્ર પ્રેમ કરે ના કરે બસ તમે પ્રેમ કરતા રહો અને પ્રેમ ને જીવિત રાખો...એક વાર પ્રેમ ની પરિભાષા મારી બુક સમજજો તમારો સાથ રહેશે તો યે બુક નો નવો ભાગ જરૂર બનાવીશ....
પ્રેમ ને તમારા અંદર જીવિત રાખો યે તમને પરમાત્મા સુધી લય જશે......
રાધે.... રાધે....