Manya ni Manzil septer...2 in Gujarati Thriller by mahendr Kachariya books and stories PDF | માંન્યાની મઝિલ ચેપ્ટર - 2

Featured Books
  • तिलिस्मी कमल - भाग 22

    इस भाग को समझने के लिए इसके पहले से प्रकाशित सभी भाग अवश्य प...

  • आई कैन सी यू - 20

    अब तक कहानी में हम ने पढ़ा की दुलाल ने लूसी को अपने बारे में...

  • रूहानियत - भाग 4

    Chapter -4पहली मुलाकात#Scene_1 #Next_Day.... एक कॉन्सर्ट हॉल...

  • Devils Passionate Love - 10

    आयान के गाड़ी में,आयान गाड़ी चलाते हुए बस गाड़ी के रियर व्यू...

  • हीर रांझा - 4

    दिन में तीसरे पहर जब सूरज पश्चिम दिशा में ढ़लने के लिए चल पड...

Categories
Share

માંન્યાની મઝિલ ચેપ્ટર - 2

મારી આટલી નાની જીદમાં પણ મારી બેસ્ટ ફ્રેન્ડ મારો સાથ નથી આપતી. ભગવાને મારી સાથે જ કેમ આવું કર્યું!! મમ્મી-પપ્પાનો પ્રેમ તો હું પામી નથી શકી. એક મારી દિલોજાન બેસ્ટ ફ્રેન્ડ છે એ પણ મારા અરમાનો પૂરા નથી કરતી. હવે મારે કોની પર મારો હક જતાવવાનો?' પિયોની માન્યાની સામે દયામણો ચહેરો બનાવતા બોલી. ‘આને કહેવાય ઇમોશનલ અત્યાચાર. તૌબા તેરા જલ્લા...તોબા તેરા પ્યાર...તેરા ઇર્મોશનલ અત્યાચાર.' માન્યા પણ મૂડમાં આવી ગઈ અને તેણે પણ સામે પિયોનીની જેમ જ ડ્રામા કર્યો. માન્યાના મોઢે આ ગીત સાંભળી બંને બેસ્ટ ફ્રેન્ડ્સ ખડખડાટ હસવા લાગ્યા. (પિયોનીના મમ્મી-પપ્પાના ડિવોર્સ થઈ ગયા હતા અને બાળપણથી જ તે તેના પિતા સાથે રહેતી હતી. પિતા મોટાભાગે બિઝનેસ ટૂર પર રહેતા હોવાથી પિયોનીને તેમના પ્રત્યે એવી લાગણી નહોતી જેવી એક પિતા અને દીકરીના સંબંધમાં હોવી જોઈએ.)

'પિયોની તું ક્યારેય નહીં સુધરે. ડ્રામેબાજ કહીં કી.' માન્યા તેને ફટકાર લગાવતા બોલી. ‘મેરી જાન સુધરતે તો વો લોગ હૈ જો સુધરના ચાહતે હૈ, હમ તો પૈદા હી ઈસલિયે હુએ હૈ કિ ખુદ તો બિગડે ઔર દુસરો કો ભી બિગાડ દે.' પિયોનીનો ફિલ્મી ડ્રામા ફરી શરૂ થઈ ગયો. 'ચાલ હવે તારી ડાયલોગબાજી પતી હોય તો મને કહીશ કે તારું ફેસબુક અકાઉન્ટ ખોલવા ક્યારેઅને કેટલા વાગે જવું છે? માન્યાના મોઢે હા સાંભળતા જ પિયોની રાજી-રાજી થઈ ગઈ. માન્યા ઈન્ટ્રોવર્ડ ભલે હોય પણ તે જ્યારે તેની બેસ્ટ ફ્રેન્ડ સાથે હોય ત્યારે તે ખુલ્લા મનથી વાતો અને ધમાલ-મસ્તી કરતી. પિયોની સાથે રહેવાથી તેની બોલચાલમાં ઘણો ફેર પડી ગયો હતો પરંતુ તેનું આ રૂપ માત્ર પિયોની સામે જ દેખાતું. ‘આજે સાંજે જ, તું શાર્પ 5 વાગ્યે તૈયાર રહેજે. હુ તને લેવા આવી જઈશ. અત્યારે તો હવે મારે ઘરે જવું પડશે. ડેડી આવી ગયા હશે ને મને ઘરમાં નહીં જુએ તો મારું આવી બનશે.' પિયોનીના ભલે મોડર્ન ગર્લ હોય પણ તેના પિતા થોડા જુનવાણી હતા. તે પિયોનીને એકલી ક્યાંય બહાર નહોતા મોકલતા. કોઈ બીજાના ઘરે આખો દિવસ પિયોની રહેતી હોય તે તેમને સહેજ પણ પસંદ નહોતું. તેથી પિયોની પણ તેમના સ્વભાવ મુજબ તે જ્યારે ઘરે હોય ત્યારે ઘરે રહેવાનું જ પસંદ કરતી. 'ઓકે બાય પિયોની, સાંજે 5 વાગ્યે મળીએ.' પિયોનીએ એક્ટિવા ચાલુ કર્યું અને ઝુમ ઝુમ કરીને નીકળી પડી. જોકે, જેટલી ઝડપી તેની એક્ટિવાની સ્પીડ હતી તેનાથી પણ તેજ ઝડપથી તેના મગજમાં વિચારો ચાલી રહ્યા હતા. તે એક્સાઇટેડ તો હતી જ કે ફાઇનલી આજે તેનું ફેસબુક અકાઉન્ટ ખુલી જશે પણ સાથે તેને એક બીજો પણ આઈડિયા આવ્યો હતો. જોકે, આ વિચારને હકીકતમાં ફેરવવો બહુ અઘરો હતો પણ અશક્ય નહોતો.

માન્યા અને પિયોનીના ઘર વચ્ચે લગભગ 5 મિનિટનું જઅંતર હતું. પિયોનીએ તેના મોટા બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશતા જ જોઈ લીધું કે ડેડીની ગાડી આવી તો નથી ગઈ ને!! જોકે, કમ્પાઉન્ડમાં કોઈ ગાડી ના દેખાતા તેણે હાશકારો અનુભવ્યો. ઘરમાં પ્રવેશીને ફટાફટ સીડી ચડીને તે પોતાના રૂમમાં જતી રહી. બપોરના 2 વાગ્યા હતા. જમવાનો સમય થઈ ગયો હોવાથી ઘરના હેડ શેફ અને પિયોનીના નાની ગૌરી બહેને પિયોનીને જમવા માટે બૂમ પાડી. ગૌરી નાની પિયોનીના સાચા નાની તો નહોતા પણ એક પ્રેમાળ નાનીની જેમ તેની બધી જ દેખભાળ રાખતા. ઘરમાં તે એકમાત્ર હતા જેમની સાથે પિયોની તેના દિલની બધી જ વાતો શેર કરતી. વાસ્તવમાં ગૌરી બહેનમાં પિયોનીને હંમેશા તેના નાનીની તસવીર દેખાતી હતી. એટલે પિયોની ગૌરી બહેનને પ્રેમથી નાનીમા કહેતી અને નાનીમા પણ પિયોનીને પોતાની પૌત્રી માની તેની પર વ્હાલ વરસાવતા. પિયુ બેબી....પિયુ બેબી...ચલ જલ્દી આવ...તને ખબર છે ને કે હું તારા વગર નથી જમતી. હું ક્યારની તારી રાહ જોતી હતી દીકરા. મને બહુ જ કકડીને ભૂખ લાગી છે.' નાનીમાએ પિયોનીને નીચે જમવા બોલાવવા બૂમ પાડી. ‘હા નાનીમાં...બસ આવી ગઈ. ચાલો ફટાફટ જમવાનું પીરસો.' સીડી ઉતરીને આવીને પિયોની ડાઇનિંગ ટેબલ પર બેસી ગઈ. નાનીમાએ ફટાફટ જમવાનું કાઢ્યું અને બંને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટે ગોઠવાઈ ગયા. કકડતી ભૂખ લાગી હોવાથી નાનીમાં એ તો ફટાફટ જમવાનું શરૂ કરી દીધું પણ પિયોની હતી કે તેના ગળે તો રોટલીના કોળિયા માંડ માંડ ઉતરી રહ્યા હતા.નાનીમાં...બસ આવી ગઈ. ચાલો ફટાફટ જમવાનું પીરસો.' સીડી ઉતરીને આવીને પિયોની ડાઇનિંગ ટેબલ પર બેસી ગઈ. નાનીમાએ ફટાફટ જમવાનું કાઢયું અને બંને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટે ગોઠવાઈ ગયા. કકડતી ભૂખ લાગી હોવાથી નાનીમાં એ તો ફટાફટ જમવાનું શરૂ કરી દીધું પણ પિયોની હતી કે તેના ગળે તો રોટલીના કોળિયા માંડ માંડ ઉતરી રહ્યા હતા. અરે, આજે તેનું ફેસબુક અકાઉન્ટ જો ખૂલવાનું હતું. આ વાતના એક્સાઇટમેન્ટમાં તેની બધી ભૂખ પણ ઓગળી ગઈ હતી.

(તો હવે આ ફેસબુક અકાઉન્ટનું ઓપનિંગ કેવું રહેશે? પિયોનીના મનમાં બીજો કયો વિચાર આવ્યો છે જે પાર પાડવો તેને અઘરો લાગી રહ્યો છે? આ બધા જ સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)