Manya ni Manzil septer...1 in Gujarati Thriller by mahendr Kachariya books and stories PDF | માંન્યાની મઝિલ ચેપ્ટર - 1

Featured Books
Categories
Share

માંન્યાની મઝિલ ચેપ્ટર - 1

માન્યા,આજે તો તારે મારી સાથે આવવું જ પડશે, તું ગમે તેટલી ના પાડીશ કે બહાના બનાવીશ આજે તો હું તને મારી સાથે લઇને જ જઈશ. પ્લીઝ માન્યા , તું મારી બેસ્ટ ફ્રેન્ડ હોય તો આજે તું મને ના નહિ પાડે. પિયોની માન્યાને તેની સાથે લઈ જવા માટે જીદ કરી રહી હતી. માન્યા અને પિયોનિ બેસ્ટ ફ્રેન્ડ હતા.આમ તો આ બનેની ફ્રેન્ડશિપની શરૂઆત થોડા મહિનાઓ પેલા જ થઈ હતી પણ બહુ જલદી બને એકબીજા સાથે હળી બળી ગયા હતા. એકબીજા ના કપડા શેર કરવાથી લાઇન બને વચ્ચે બધા જ સિકેટ્સની આપ- લે થતી.


સમય હતો બનેની બોર્ડ એકઝામ પત્યા પછીનો. 12માં ધોરણની પરીક્ષા પત્યા બાદ માન્યા અને પિયોની આખો દિવસ સાથે જ રહેતા. કયા તો પિયોનીએ માન્યાના ઘરે ધાબા નાખ્યા હોય. નહિ તો માન્યા આખો દિવસ પિયોનીના ઘરે રહેતી હોય. બનેને જોઈને જાણે એવું જ લાગતું હતું કે બને ફ્રેન્ડસ કમ સિસ્ટેર વધારે છે. દરેક વિદ્યાર્થીઓની જેમ આ બને પણ 12માની પરીક્ષા પતવાની રાહ જોતા હતા. જોકે, માંન્યાનો ઈરાદો તો પરીક્ષા પત્યા પછી રિલેક્સ થવાનો અને મામાના ઘરે રહેવા જવાનો હતો પણ પિયોનીના મનમાં કંઈક જુદી જ રમત ચાલી રહી હતી. છેલ્લા ઘણાય સમયથી તેના મનમાં કંઈક એક વિચાર ઝબકયો હતો.જેને અમલમાં મુકવા માટે તે પરીક્ષા પતવાની રાહ જોઈ રહી હતી. આખરે પરીક્ષા પતિ ગઈ અને પોતાના વિચારને અમલમાં મુકવા માટે આજે પિયોની માન્યાને પોતાની સાથે આવવા માટે કનવીન્સ કરી રહી હતી.


દરેક ડીનેજરને ક્યુંરીયોસિટી જગાડતું એવું ફેસબુક તે સમયે પહેલ વ્હેલું આવ્યું હતું. સ્કૂલના અને કોલેજના ડીનેજસ જાણે ફેસબુકના દિવાના બની ગયા હતા.એકબીજાની અબડેટસ જોવી.ફોટા જોવા. મનગમતા પાત્રને ફોલો કરવું અને તેના દરેક અક્તિવિટી પર ચાંપતી નજર રાખવી તે યુવાનોનું એક ગળગણ બની ગયું હતું.


આ જ વળગણના નશામાં પીયોની પણ બહેકાઈ ચૂકી હતી.તેને પણ પોતાની પસનાલિટી ફૂલ બનાવવા પોતાનું ફેસબુક એકાઉન્ટ બનાવવું હતું. એકબાજુ જ્યારે પિયોની તડપી રહી હતી.ત્યારે બીજી બાજુ માન્યા પીયોનીની વાતને નજરઅંદાજ કરી રહી હતી.


માન્યા અને પીયોની બેસ્ટ ફ્રેન્ડસ્ ભલે હતા. જરૂર પડે તો એકબીજા માટે કાઈ પણ કરી છૂટવા માટે ત્યારે હતા પરંતુ અમુક વસ્તુઓ એવી હતી જેમાં બનેના મતો એકબીજાથી ભિન્ન હતા. પીયોની હમેશાથી ફ્રેન્ડસમાં મસ્તાનીનું બિરુદ પામી હતી. મસ્તી, તોફાન બિંદસ્પણું, તેની રગેરનગ શામેલ હતું. જ્યાં પીયોની હોય ત્યા સમજો શાંતિનું નામોનિશાન જોવા ના મળે. જ્યારે કે માન્યા તેનાથી તદ્દન અલગ હતી. ન તો તે બધા સાથે મિક્સ થતી કે ન તો તેનો બહું અવાજ સભળાતો.તે બોલે તો પણ કાન દઈને સાંભળવું પડતું.જો આજુબાજુ શોરબકોર ચાલતો હોય તો તે શું બોલે છે તેનો એક અક્ષર પણ ન સભળાય તેવો તેનો અવાજ હતો.કહેવાય છે ને કે અપોઝિટ અટેક્ટ્સ.બસ આ બને સાથે પણ આવું જ થયું. માન્યા અને પિયોની ક્યારેય ફોરએવર બેસ્ટ ફ્રેન્ડસ બની ગયા તેની તેમને પણ ખબર ન પડી. આમ પોતાના સ્વભાવ અતગત બહુમુખી પ્રતિભા ધરાવતી પિયોની માન્યાને આજે પોતાની સાથે લઈ જવા માટેકેટકેટલી આજીજી કરી રહી હતી. પણ માન્યાને તો ફેસબુક એકાઉન્ટ બનાવવામાં કોઈ જ એન્ટ્રરેસ્ટ નહોતો. જો કે. તેને ખબર નહોતી કે તેનો આ ડીસઈન્ટરેસ્ટ તેના જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવવાનો છે અને વાત રહી પિયોનીની માન્યાન કનવિન્સ કરવાની તો તેની પાસે એક એવું હથિયાર હતું જે વાપયા પછી માન્યા પાસે ના પાડવાનો ઓપ્શન જ નહોતો રહેવાનો .


( તો શું હશે પીયોનીનું આ હથિયાર? શું માન્યા પીયોની સાથે જવા માટે કનવિન્સ થઈ જશે? અને જો હા, તો ફેસબુકની દુનિયા તેમની લાઇફમાં શું પરિવર્તન લાવશે? જાણવા માટે વાચતા રહો માન્યાની મઝિલ )