Prem - Nafrat - 77 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૭૭

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ - નફરત - ૭૭

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૭૭

આરવે કાગળ પર ઓલ ઇન વન મોબાઈલ કંપનીના બે અલગ નામ રાખવાનું સૂચન કર્યું અને આર્થિક રીતે આ વિચાર ફાયદાકારક હોવાના તકનીકી કારણ રજૂ કર્યા ત્યારે રચનાએ જોયું કે લખમલભાઈ વિચારની કરવા મુદ્રામાં સ્થિર થઈ ગયા હતા.

હિરેન અને કિરણ ચહેરા પર આશ્ચર્ય પામતા દેખાયા એ સાથે અંદરથી આંચકો અનુભવ્યો હોય એવા ભાવ સાથે એકબીજા સામે જોઈ રહ્યા હતા. કોઈએ કલ્પના કરી ના હોય એવા ભાવ બધાના ચહેરા પર હતા. પરંતુ ઉતાવળે એ નિર્ણયનો વિરોધ કરવો કે સમર્થન એ બેમાંથી કોઈ કશું જ નક્કી કરી શકે એમ ન હતા. તમામે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

રચનાને પણ આ વાતની નવાઈ લાગી રહી હતી. એ ત્વરિત સારા કે ખરાબ પ્રત્યાઘાત આવવાની રાહ જોઇ રહી હતી. બીજા ડાયરેકટરો તો શોભાના ગાંઠિયા જેવા જ હતા એટલે મગનું નામ મરી પાડતા ન હતા.

બોર્ડની મીટીંગમાં જાણે સોપો પડી ગયો હતો.

આરવે પોતાનો પક્ષ મજબૂત કરવા પોતાના વિચારના સમર્થનમાં આંકડાકીય માહિતી તૈયાર કરીને રાખી હતી એનો કાગળ બધાની વચ્ચે ફેરવ્યો.

બધાએ એ કાગળ પર ઉપરછલ્લી નજર નાખીને પરત એને આપી દીધો. જાણે એણે માત્ર કાગળ પર ફૂલગુલાબી ચિત્ર રજૂ કર્યું હોય. કોઈ પોતાના પત્તા ખોલવા માગતું ના હોય એમ કંઇ બોલી રહ્યું ન હતું. સૌના ચહેરા પરની તટસ્થતા એવી જ રહી. રચનાને થયું કે એની વાતને બધા આટલી ગંભીરતાથી વિચારશે એવું ધાર્યું ન હતું.

લખમલભાઈ મનોમન કોઈ ગણતરી કરી રહ્યા હોય એમ ચૂપ હતા. આરવે ઇશારાથી જ રચનાને પૃચ્છા કરી કે શું લાગે છે? રચના માત્ર આત્મવિશ્વાસ સાથે મુસ્કુરાઈ.

ધીમેધીમે બધાએ એકબીજા સાથે ગુસપુસ શરૂ કરી. હિરેન અને કિરણ દર વખતની મીટીંગની જેમ એકબીજાની લગોલગ જ બેઠા હતા. એમણે ખાનગીમાં મસલત કરી લખમલભાઈ પર બધો નિર્ણય છોડી દેવાનું નક્કી કર્યું.

કોઈ કંઇ બોલતું ન હતું એટલે આરવે આખરે ઉત્સુક્તાથી લખમલભાઈને જ પૂછ્યું:આપને મારા વિચાર પર ભરોસો આવે છે કે?’

ભાઈ... લખમલભાઈ કંપનીની બેઠકમાં પોતાના દરેક પુત્રને ભાઈ કહેતા હતા. એ આરવ સામું જોતાં અચાનક બોલતા અટકી ગયા પછી એક નજર હિરેન અને કિરણ તરફ નાખીને બોલ્યા:આરવ, તારો વિચાર અધૂરો છે.

લખમલભાઈના જવાબથી આરવ એમને જોઈ જ રહ્યો. એ કોઈ પ્રાત્યાઘાત આપવા કે ખુલાસો કરવા સક્ષમ ન હતો. રચનાને બોલવા કહે તો ખબર પડી જાય કે આ વિચાર એનો નહીં કોઈનો ઉધાર લીધેલો છે.

રચના પણ ચોંકી ગઈ હતી. એને થયું કે ક્યાંક કશું કાચું કપાયું કે શું? પોતે સીએ સાથે બેસીને આંકડાકીય માહિતી તૈયાર કરાવી હતી. આરવે પણ બધું બરાબર સમજાવ્યું હતું. લખમલભાઈને અમારો આ વિચાર પસંદ આવ્યો નથી. એમણે કોઈ વાંધો શોધી કાઢ્યો છે. એ બહુ અનુભવી છે. રસ્તા પરની એક નાની અમથી દુકાનમાંથી આટલું મોટું સામ્રાજ્ય અમસ્તુ ખડું કર્યું નથી. એમને ખ્યાલ આવી ગયો હશે કે આરવ આવું વિચારી શકે નહીં. આ વિચાર રચનાનો જ હોવો જોઈએ.

રચનાને પહેલી વખત દિલમાં થોડી ગભરામણ થઈ. આ વિચારનો અડિયો દડિયો એના પર જ આવવાનો છે. પોતે બહુ સાવધાની રાખી હતી છતાં લખમલભાઈને માહિતી અને વિચારમાં શું અધુરાશ લાગી હશે? રચનાએ ત્યારે જ કિરણ અને હિરેન સામે જોયું. એમના ચહેરા પર હવે શાંતિના ભાવ હતા. એમણે એકબીજા સામે જોઈ એવા હળવા સ્મિતની આપ-લે કરી કે કોઈને ખ્યાલ ના આવે કે લખમલભાઈના જવાબથી એ બંને કેટલા ખુશ છે.

રચનાને થયું કે આરવ જલદી પૂછે તો સારું છે. પોતે આ વિચાર રજૂ કર્યો હોત તો પોતે ભોટ છે એવા ભાવ સાથે સહજ રીતે તરત જ પૂછી લીધું હોત કે,‘સર, કઈ બાબતે તમને કન્ફ્યુઝન છે?’ અને આરવ એના મનની વાતનો પડધો પાડતો હોય એમ થોડો વિચાર કરીને પૂછી રહ્યો:જી, મને સમજાવશો કે આ વિચાર કેમ અધૂરો છે?’

તું બહુ નજીકનું વિચારી રહ્યો છે. દૂરનું નહીં. કહી લખમલભાઈ હસ્યા અને બધાની સાથે રચના તરફ પણ જોયું. ત્યારે એમણે પોતાના પર કટાક્ષ કર્યો હોય એમ રચનાને ઝાળ લાગી ગઈ. એને ખ્યાલ આવી ગયો કે લખમલભાઈ એને બાજીને ઊંધી વાળી દેશે.

ક્રમશ: