Shamanani Shodhama - 20 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શમણાંની શોધમાં - પ્રકરણ 20

Featured Books
Categories
Share

શમણાંની શોધમાં - પ્રકરણ 20

          થોડોક સમય આરામ કરીને બંનેએ ફરી ચર્ચા શરુ કરી.

          “આપણે ક્યાં કેદ છીએ એ તો અંદાજ આવી ગયો પણ હવે બસ આપણને કેમ કેદ કર્યા છે એ જાણવું જરૂરી છે...” ચાર્મિએ કહ્યું.

          “એ જ મુશ્કેલ છે..”

          “હા છતાં જરૂરી પણ...”

          “જરૂરી કેમ? મને ન સમજાયું. આપણને કોણે કેદ કર્યા છે અને કેમ કેદ કર્યા છે એનાથી શું ફેર પડે છે? બસ આપણે અહીથી નીકળવામાં સફળ થઈએ કે તરત જ આપણે પોલીસની મદદ લઇ લઈશું.”

          “એ પહેલા એ બંને જવાબો મેળવવા જરૂરી છે. એક તો એ કે આપણને પોલીસ સુધી પહોચવાનો મોકો મળશે કે કેમ એ નક્કી નથી અને બીજું એ કે પોલીસ સુધી પહોચવામાં સફળ રહીએ તો પણ શું ખાતરી કે પોલીસ એમની સાથે ભળેલી નથી..?”  

          ચાર્મિની વાત સાંભળી શ્યામના શરીરમાંથી ફરી એક લખલખું પસાર થઇ ગયું. કારણ કે બીજીવાર એ કિડનેપરના હાથમાં જવા માંગતો ન હતો.

          “તું સોચ, કયું પકડા હોગા હમે? તું જાસુસ હે ના?” એ નાના બાળકની જેમ નિર્દોષતાથી બોલ્યો.

          “તને રાતના અંધકારમાં કેદ કર્યો જયારે મને દિવસના અજવાળામાં કિડનેપ કરી. તને બેહોશ કરીને ઉઠાવ્યો જયારે મને બેહોશ કર્યા વિના ઉઠાવી. ખાસ સમજાતું તો નથી પણ એ લોકો કદાચ પ્રોફેશનલ હશે. હું પઠાનકોટથી ચંડીગઢ આવી એ વાતની માત્ર મને, ચીફને અને બે સ્ટાફના માણસોને જ ખબર હતી..!” ચાર્મિ વિચારમગ્ન હોય એમ લાગતું હતું.

          “કદાચ તને પકડવાનો એમનો કોઈ પ્લાન ન હોય સિમ્પલી તને જોઈ હોઈ અને કિડનેપ કરી લીધી હોય..” શ્યામ એના વિચારોને તોડતા વચ્ચે બોલ્યો.

          “પાગલો સી બાત ના કર! મુજે દેખા ઔર પકડ લિયા.....!” ચાર્મિ ગુસ્સાથી બોલી પણ તરત જ પાછી હસી પડી, “સોરી, પર હમે સોચના હોગા. તુમે પકડા ઉસ દિન તુમ દિલ્હી સે આ રહે થે..? ઔર સાથ મે લડકી થી..?. ક્યા નામ બતાયા ઉસકા તુને...?”

          “હા, દિલ્હી સે ચંડીગઢ આયા થા. વેસે તો અહમદાબાદ સે ચંડીગઢ આયા થા. મેરે સાથ અર્ચના થી.”

          “અર્ચના કોણ છે...?”

          “શું કહું.. એ મારી..” એ મૂંઝાયો.

          “ગર્લફ્રેન્ડ..” ચાર્મિ બોલી.

          “ગર્લ ફ્રેન્ડ નહિ.... મેં ઉસે પ્યાર કરતા હું જાનસે ભી બઢકર.”

          “ઓકે. તમે બંને ચંડીગઢ આવ્યા એ વાતની કોઈ તીસરાને કાનોકાન ખબર હતી....?”  

          “મારા અને અર્ચના સિવાય મારા એક દોસ્તને ખબર હતી પણ એ સીધો સાદો માણસ છે એના પર શક કરવો બેકાર છે.”

          “ઇસ સે તો કોઈ હિન્ટ નહિ મિલ રહી હે. તું સેફટી સપ્લાયર કે વહાં કામ કરતા થા. એક મિનટ... અર્ચના ક્યા કરતી હે..?” ચાર્મિ જયારે કન્ફયુઝ થાય ત્યારે પણ હિન્દી તરફ વળી જતી હતી.

          “અર્ચના હરીયાણા સચિવાલયમાં કામ કરતી હતી.”

          “હતી મતલબ..?”

          “એ સ્ટેનોગ્રાફર હતી, પણ એને નોકરીમાંથી નીકળી દેવામાં આવી હતી.”

          “કેમ...?”

          “એના ડોક્યુંમેન્ટમાં કેટલીક વીસંગતતા જોવા મળી હતી. અર્ચનાના કહેવા મુજબ એના બધા સર્ટીફીકેટ અસલી હતા પણ એ બધાને ઝાલી પ્રમાણપત્રોમાં ખપાવી એને જોબ પરથી ફાયર કરી દેવામાં આવી હતી.”

          “અર્ચના... અર્ચના... અર્ચના.... કુછ સમજ મે નહિ આ રહા હે.” ચાર્મિ મુંજાઈ રહી હતી.

          “અર્ચના પે શક કરના બેકાર હે ચાર્મિ. મેં ઉસે પાંચ સાલ સે પેહચાનતા હું.”

          “ધોખેબાજ કોઈ ભી હો સકતા હે. ચાહે તુમે ઇસે પાંચ સાલ સે પેહચાનતે હો યા પચ્ચીસ સાલ સે.” ચાર્મિ કઈક મક્કમતાથી બોલી.

          “પણ અર્ચના એવું ન કરી શકી એના અને કિડનેપર વચ્ચે કોઈ સંબંધ ન હોઈ શકે.” શ્યામે પણ મક્કમતાથી કહ્યું.

          “તારી આંખો પર આંધળા પ્રેમની પટ્ટી લાગેલી છે તને ક્યારેય નહિ સમજાય કે હકીકત શું હોઈ શકે છે..”

          “ચાર્મિ...” શ્યામને ગુસ્સો આવ્યો. આમ પણ કોઈ અર્ચના વિરુધ્ધ બોલે તો એ સહન કરી શકતો ન હતો. એ ગુસ્સાથી બોલ્યો, “બાત પ્યારકી યા આંખો પે પટ્ટી કી નહિ હે. તુમ અગર ઉસે એકબાર મિલી હોતી તો તું ભી યકીન કે સાથ બોલતી કી અર્ચના કા ઇસસે કોઈ તાલુકાત નહિ હો સકતા.”

          “એસી ક્યા ખાસ બાત હે તુમ્હારી અર્ચનામેં...?” ચાર્મિ કઈક કટાક્ષમાં બોલી.

          “વો હેન્ડીકેપ હે. ઉસકે એક પેર મેં પોલીઓ હે. વો સ્ટીક કે સહારે ચલતી હે. અબ એસી લડકી કિસી કોન્સ્પાયરેન્સી મેં કેસે સાથ દે સકતી હે..?”

          “આઈ એમ સોરી.” જાણે પોતાનો કટાક્ષ શ્યામને ખૂંચી હોય એમ એ દિલગીર થઇ ગઈ.

          “ઇટ્સ ઓકે.” શ્યામે સમયની નજાકતતાને સમજતા ઠંડા થવું જ હિતાવહ માન્યું કેમકે આખરે ચાર્મિ પણ તેની હિતેચ્છુ જ હતીને..?

          “હેન્ડીકેપ... વો સ્ટીક કે સહારે હી ચલતી હે..” ચાર્મિ કઈક યાદ કરવાનો પ્રયાસ કરતી હોય એવું લાગ્યું, “એ હરિયાણા સચિવાલયમાં કામ કરતી હતી...?”

          કઈક સમજાય અને સંભળાય એમ બોલ તો ખબર પડે... ચાર્મિને મનોમન બબડતી જોઈ શ્યામ અકળાયો.

          “મને લાગે છે મેં અર્ચનાને જોયેલી છે. હું ચીફ સાથે એકવાર હરિયાણા હોમમીનીસ્ટરને મળવા ગઈ હતી. એ સમયે મેં એક લાંબા કાળાવાળ વાળી છોકરી જોઈ હતી જે સ્ટીકના સહારે ચાલતી હતી. લગભગ એ અર્ચના જ હશે...”

          “હા, એ જ અર્ચના હતી.. મીનીસ્ટર એને પોતાની દીકરી જેમ રાખતા હતા.”

          “તું કહેવા માંગે છે કે અર્ચના અને મીનીસ્ટર વચ્ચે પિતા પુત્રી જેવા સંબંધ હતા..? મતલબ મીનીસ્ટર અર્ચના પર આંખો બંધ કરીને ભરોષો કરતા હતા..?”

          “અર્ચના પર શક કરવો નકામો છે. મને નથી લાગતું અર્ચના ક્યારેય એ કરી શકે...” શ્યામે ગુસ્સાથી ભારપૂર્વક કહ્યું.

          “મેં ક્યારે કહ્યું કે અર્ચનાએ કઈ કર્યું છે પણ એવું હોઈ શકે કે અર્ચનાને ખબર જ ન હોય અને કોઈએ અર્ચનાનો ઉપયોગ કરીને ગેમ રમી હોય..?”

          “હું કઈ સમજ્યો નહિ....?”

          “શ્યામ, હોમમીનીસ્ટરના લેપટોપને કોઈએ હેક કર્યું હતું.”

          “ચાર્મિ, અર્ચનાને માત્ર ટાઈપ કરતા જ આવડતું હતું. એનું ઇન્ટરનેટનું નોલેજ એકદમ કાચું હતું. એ માત્ર ફેસબુક કે વોટ્સએપ જ વાપરી શકે એટલી હોશિયાર હતી...” પરોક્ષ રીતે ચર્મીએ અર્ચના ઉપર કરેલા આક્ષેપોથી શ્યામ ઉકળી ઉઠ્યો.

          “ઇવન એ ફેસબુક પાસવર્ડ પણ ચેન્જ કરી નથી શકતી. એનું લેપટોપ ધીમું પડી જાય ત્યારે એની ટેમ્પરરી ફાઈલો પણ હું જ ડીલીટ કરી આપતો હતો. હવે એવી છોકરી લેપટોપ હેક ક્યાંથી કરી શકે...?” શ્યામે અકળાઈને ચાર્મિને અર્ચનાના ઈન્ટરનેટ જ્ઞાન વિશે જણાવ્યું.

          “એટલે જ... અર્ચનાને નેટમાં ખાસ ખબર પડતી ન હતી... એ કામ અર્ચનાએ કર્યું ન હતું પણ કોઈએ અર્ચનાને સાધન તરીકે ઉપયોગ કરીને એ કામ કરી લીધું હતું માટે જ મીનીસ્ટરે એને બહાનું બનાવી જોબ પરથી નીકાળી દીધી કેમકે મીનીસ્ટર એને પોતાની દીકરી સમજતા હતા અને એ નહોતા ઇચ્છતા કે અર્ચના કોઈ મોટા મામલામાં ફસાઈ જાય...”

          “પણ કઈ રીતે...?” ચાર્મિની વાતથી શ્યામ એકાએક ઠંડો તો પડ્યો પણ એની આંખો પહોળી થઇ ગઈ કેમ કે એને પણ અણસાર આવવા લાગ્યો હતો.

          “મીનીસ્ટર એમના લેપટોપમાં સેન્સીટીવ ડેટા રાખતા હતા. એટલો સેન્સીટીવ કે એની કોઈ હાર્ડ કોપી પણ બનાવવામાં આવી નહોતી. એ ડેટા ચોરી ન થઇ જાય કે કોઈ એની હાર્ડકોપી ન બનાવી લે એ માટે તેઓ એમના લેપટોપને ક્યારેય નેટ સાથે કનેકટ કરતા નહોતા.”

          “કદાચ ફાઈલ કોઈકથી ભૂલમાં ડીલીટ થઇ ગઈ હોય..?” શ્યામે દલીલ કરી.

          “કમ્પ્યુટર એક્સપર્ટ દ્વારા એ લેપટોપની તપાસ કરાવવામાં આવી હતી. જો ફાઈલ ભૂલમાં ડીલીટ થઇ હોત તો એ રીસાઈકલ બીનમાં હોવી જોઈએ. માની લઈએ કે ભૂલમાં કોઈએ એ પછી રીસાઈકલ બિન એમ્પ્ટી કરી નાખ્યું હોય તો પણ એ ડેટા હાર્ડડિસ્કની રુટમાં તો હોય જ. અમારી પાસે એવા ટેકનીશીયન છે જે હાર્ડડીસ્ક ત્રણ વાર ફોરમેટ થઇ ગઈ હોય તો પણ ખાસ સોફ્ટવેરની મદદથી એ ડેટા રીકવર કરી શકે પણ એ ડિસ્ક ત્રણ કરતા વધુ વખત ફોરમેટ કરવામાં આવી હતી મતલબ એ બધું કોઈએ જાણી જોઇને કર્યું હતું..” ચાર્મિએ આખીયે વાત શ્યામના ગળે ઉતરે એમ સમજાવી.

          “મામલો ગંભીર લાગે છે પણ એ છતાં આ બધું અર્ચના કરી શકે એ માન્યામાં આવે એવું નથી.”

          “અર્ચનાએ નથી કર્યું, અર્ચના એ કરવા પણ નહોતી માંગતી પણ કોઈકે અર્ચના નેટનું ઓછું નોલેજ હતું એનો મિસયુઝ કરી એડવાન્ટેઝ લીધો છે. કદાચ અર્ચનાને ખબર પણ નહિ હોય કે એણીએ શું કર્યું હતું...”

          “મને હેકિંગ વિશે કઈ ખાસ ખબર નથી એટલે હું હજુ પણ સમજી નથી શકતો કે કોઈ અર્ચના કે હોમ મીનીસ્ટર એકેયને ખયાલ પણ ન આવે એ રીતે આ કામ કઈ રીતે કરી શકે...?” શ્યામને વાત તો સમજાઈ પણ હજુ એને એ અશક્ય લાગતું હતું.

          “મને પણ આઈ.ટી.નું ખાસ નોલેજ નથી પણ હું એટલું તો ચોક્કસ કહી શકું એમ છું કે આપણા કીડનેપીંગ અને હોમ મીનીસ્ટરના લેપટોપ હેક થવું આ બે ઘટનાઓ વચ્ચે કોઈક સંબંધ તો જરૂર છે. મારો અનુભવ મને એ બંને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલ છે એમ ઈશારો કરી રહ્યો છે..”

          “પણ જો એવું હોય તો મને કિડનેપ કરીને એમણે મને બહુ ટોર્ચર કર્યો ત્યારે એ ફાઈલ કે લેપટોપ વિશે કેમ કાઈ ન પૂછ્યું..?”

          “શું સવાલો કર્યા હતા એ લોકોએ..?” ચાર્મિ બોલી.

          “મને લાગે ત્યાં સુધી આ લોકો મને કોઈ એજન્ટ સમજી રહ્યા છે. એજન્ટ મલિક. એ મને વાર વાર એક જ સવાલ પૂછી રહ્યા હતા કે તું મલિક નથી તો એનો માણસ હોઈશ મલિક ક્યા છે એ અમને કહે..? જયારે મને બહુ ટોર્ચર કરવા છતાં હું કોઈ જવાબ ન આપી શક્યો ત્યારે એમણે મને બે યુવતીઓની તસવીર બતાવી અને પૂછ્યું કે રોઝી અને ક્રિસ્ટી ક્યા છે..? પણ હું એ સવાલનો જવાબ પણ ન આપી શક્યો કેમકે મેં એ તસવીરમાની યુવતીઓને પહેલાં ક્યારેય જોયેલી નહોતી. આખરે કંટાળી એમણે મને મારી નાખવાનું નક્કી કર્યું પણ એમના કોઈ બોસે મને ચુંટણી સુધી જીવતો રાખવાનો ઓર્ડર કર્યો છે.” શ્યામે એ દર્દનાક યાતનાભર્યો રિમાન્ડ યાદ કરતા કહ્યું.

          “બીજું કઈ પૂછ્યું હતું..? યાદ કર..”

          “બીજું કઈ..... હમમમ......” શ્યામ પોતાની યાદદાસ્ત પર જોર આપવા લાગ્યો, “હા એક સવાલ બીજો પણ કરતા હતા..”

          “શું...? મને યાદ કરીને બધું કહે.. કોઈ નાનામાં નાની ચીજ પણ છુટવી ન જોઈએ..”

          “મેન સોર્સ ક્યાં છે..? જે ઓફિસર ગોઆથી ગુજરાત આવ્યો હતો એ કયાં છે?” શ્યામે યાદ કરીને કહ્યું.

          “કઈ બીજું..?” ચાર્મિ હજુ કઈ બાકી રહી ગયું હોય તો જાણી લેવા માંગતી હોય એવી ઢબે પૂછ્યું.

          “બસ આ જ સવાલો – એ લોકો અઠવાડિયાઓ સુધી જયારે પણ ટોર્ચર કરે ત્યારે આ જ સવાલો કરતા હતા..”

          “તારી વાત પરથી એક અંદાજ તો નિકળે છે કે જે પણ છે એ માત્ર ચંડીગઢ પુરતું સીમિત નથી એમાં ગોવા અને ગુજરાત પણ સામીલ છે.”

          “તને એમણે શું પૂછ્યું હતું..?”

          “એ જ તારા વિશે આઈ મીન એજન્ટ મલિક વિશે... એ ક્યાં છે અને કોણ છે..?”

          “પછી...??” પોતાને પુછાયેલા જ સવાલો એ છોકરી સાથે પણ થયા છે એ જાણી શ્યામની આંખો જીણી થઇ.

          “મેં કહ્યું મને ખબર નથી...”

          “પછી..?”

          “ટોર્ચર... એમને લાગે છે કે હું કોઈને કોઈ રીતે સી.બી.આઈ.થી જોડાયેલી છું કેમકે એમણે મને સી.બી.આઈ. ઓફીસથી નીકળતા જોઈ હતી. મેં સમજાવ્યું કે હું સેફટી એન્જીનીયર છું અને સી.બી.આઈ. ઓફિસમાં અમારી કંપની તરફથી કોન્ટ્રેક્ટ સાઈન કરવા ગઈ હતી.”

          “અને એમણે માની લીધું...?”

          “મેં એમને પ્રૂફ આપ્યું હતું.”

          “કેવું પ્રૂફ..?”

          “અમારી પઠાનકોટની જે ઓફીસ છે એ બહારના દેખાવથી એન્જીનીયરીંગ ફર્મ છે અને ખાસ કરીને ત્યાં સરકારી ઇજનેરી કામોના કોન્ટ્રેકટ સાઈન કરવામાં આવે છે બસ ખાસ નેતાઓ અને આર્મી અફસરોને જ ખબર છે કે એ એક ખુફિયા આર્મી ડિટેકટીવ હેડકવાર્ટર છે. અમારું ડીપાર્ટમેન્ટ ખાસ આર્મી માટે જ કામ કરે છે પણ ચીફ અને હરિયાણા હોમ મીનીસ્ટર ખાસ મિત્રો છે માટે ચીફે એ કેસ અન ઓફિસિયલી હેન્ડલ કર્યો હતો.”

          “તું સી.બી.આઈ. ઓફીસ આ કેસ માટે ગઈ હતી..?”  

          “ના, હું એક બીજા કામથી ત્યાં હતી, આ કેસ તો હેડ પોતે જ સંભાળી રહ્યા છે.”

          “કોઈ પણ રીતે વિચારીએ આપણે કેમ પકડાયા છીએ એનો કોઈ અંદાજ નીકળી શકે એમ નથી....” શ્યામે એક નિશ્વાસ સાથે કહ્યું.

          “હું ચોક્કસ તો નથી પણ એક અંદાજ નીકળી શકે એમ છે.”

          “શું અંદાજ...?” શ્યામે આકળા થઇ પૂછ્યું.

          “ગોવા અને ગુજરાત, મલિક, રોઝી અને ક્રિસ્ટી, હોમમીનીસ્ટરના લેપટોપમાંથી ફાઈલ્સ ચોરી થવી, હેડ દ્વારા હોમમીનીસ્ટરના કેસમા રસ લેવો એ પણ નોન ઓફિસીયલી, અર્ચના અને હોમમીનીસ્ટર વચ્ચે પિતા પુત્રી જેવો સંબંધ, તું ગુજરાતથી, તારા અને અર્ચના વચ્ચે સંબંધ...” ચાર્મિ અલગ અલગ કડીઓને એક સાથે બાંધવા મથી રહી હોય એમ લાગતું હતું પણ એ કોઈ સહેલું કામ ન હતું.

          “તું શું કહેવા માંગે છે મને કઈ અંદાજ આવતો નથી... સાચું કહું તો કઈ સમજાઈ જ નથી રહ્યું..!”

          “તારું કિડનેપ થવા પાછળ બે કારણો હોઈ શકે એક તો તું ગુજરાતથી આવ્યો છે અને આ લોકોની કોઈને કોઈ લીંક ગોવા અને ગુજરાત સાથે જોડાયેલ છે એમની લિંકમાં અજાણ્યે જ તું ક્યાંક અટવાઈ ગયો હોઈશ...”

          “અને બીજું..?”

          “તારા અને અર્ચના વચ્ચેનો સંબંધ... અથવા આ બંને કારણો જવાબદાર હોઈ શકે..”

          “મને તો હજુ કાઈ સમજાઈ નથી રહ્યું. હું ગુજરાતથી છું એ માટે મને કોઈ કિડનેપ કેમ કરે અને જો અર્ચના સાથે મારે સંબંધ હતો એ માટે મને કોઈએ કિડનેપ કર્યો હોય તો અમે બંને સાથે હતા ત્યારે કેમ ન કર્યા...? તેઓ અમને બંનેને સાથે પણ કિડનેપ કરી શકતા હતા..” શ્યામ ગૂંચવાઈ ગયો હોય એમ એના ચહેરા પરથી સ્પસ્ટ દેખાતું હતું.

          “તમને બંનેને સાથે કિડનેપ ન કરવા પાછળ કોઈ પણ કારણ હોઈ શકે જેમકે એવું કરવાનો કોઈ મોકો ન મળ્યો હોય અથવા અર્ચનાને કિડનેપ કરી તેઓ મીનીસ્ટરના ધ્યાનમાં આવવા માંગતા ન હોય.. ચોક્કસ ખબર તો આપણે અર્ચના કે મીનીસ્ટરને મળી શકીએ તો જ આવે.” ચાર્મિ મંદ અવાજે પોતાની જાતને કહેતી હોય એમ લમણે હાથ દઈને બોલી.

          “અને એ બેમાંથી એકની સાથે પણ વાત કરવા આપણે આ કેદમાંથી નીકળવું પડે જે અશક્ય છે..”

          “નથીંગ ઈઝ ઈમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ.”

          “હા, મને આ સૂત્ર ખબર છે મેં આ વાક્ય કેટલીયે વાર મારા સ્ટુડેનટ્સને કહ્યું છે પણ આ હાલતમાં એના પર અમલ કરવો મુશ્કેલ છે.”

          “મને અહીંથી બહાર નીકળવા કોઈ પ્લાનની જરૂર છે મને વિચારવા દઈશ..?”

          “હા, કેમ નહિ..? આમ પણ અહીંથી બહાર નીકળવાનો પ્લાન એક ટ્યુટર કરતા એક આર્મી ડીટેકટીવ વધુ સારી રીતે વિચારી શકે.”

          “યુ આર રાઈટ... હું પ્લાન બનાવી શકું છું પણ આ સ્થળ પર તું બહુ લાંબા સમયથી છે માટે મને અહીની બધી ડીટેઈલસ આપી તું મદદ કરી શકે છે.”

          “ઇટ્સ માય પ્લેઝર બટ ભાગતી વખતે પકડાઈ ગયા તો મારી નાખશે..” શ્યામે ડરતા ડરતા કહ્યું.

          “કઈ નહિ કરીએ તો પણ એક દિવસ એ લોકો આપણને મારી જ નાખશે તો ભાગીને બચવાનો મોકો તો છે એટલું જોખમ તો લેવું જ પડશે..”

          “તારા માટે એ એટલું જોખમ હશે મને તો એનાથી મોટું કોઈ જોખમ દેખાતું જ નથી..” શ્યામને ‘એટલું’ શબ્દ જાણે ખટક્યો હોય એમ બોલ્યો.

          “તને કાઈ નહિ થાય.. હું વચન આપું છું.. યે મેરા વાદા હે. એક આર્મી-પર્સનકા એક સિવિલિયન સે.” ચાર્મિ કંઇક અલગ જ રીતે બોલી હોય એમ શ્યામને લાગ્યું પણ એને હિમત આવી. તું તા થી વાત કરતી એ છોકરી એ શબ્દો બોલતી વખતે જાણે ખરી દેશના નાગરિકની રક્ષક હોય અદ્દલ એવા ચહેરે એવા ભાવે બોલી ત્યારે શ્યામને થયું અંદરથી આ એ નથી જે બહારથી દેખાય છે.

          આ વાત ચાલતી હતી ત્યાં એકાએક પગલાંનો અવાજ થયો. ઝડપથી શ્યામ અને ચાર્મિ એકબીજાથી દુર ચાલ્યા ગયા.

 

ક્રમશ