Street No.69 - 90 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-90

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-90

મીસ જ્હાન્વીએ સોહમનાં સીધાજ પ્રશ્નથી થોડી ખચકાઇ પછી સોહમનાં કાનમાં કંઇક કહ્યું અને એ મી. અરોડા પાસે જતી રહી. સોહમ કાનમાં કીધેલી વાતથી એકદમ સડક થઇ ગયો એને થયું આવું કેવી રીતે થાય ? એ ડીસ્ટર્બ થયો ત્યાં નૈનતારા આવીને બોલી.. “સોહમ શું થયું ? કેમ તારો ચહેરો ઉતરી ગયો છે ?”

સોહમે સ્વસ્થ થતાં કહ્યું "ના ના એવું કંઇ નથી આતો પ્રોજેક્ટ પાસ થઇ ડીલ પણ થઇ ગઇ હેવ સેલીબ્રેટ પણ કરી રહ્યાં છીએ. પણ કામ પુરુ થયાનો થાક હવે શરીર પર અને મન પર વર્તાય છે.”

નૈનતારાએ એની આંખો નચાવતાં કહ્યું “મી. સોહમ સાચી વાત શું છે ? એમ હમણાંથી થાકી જઇએ થોડું ચાલે ? હમણાં સુધી મહેનત કરી છે આપણે સેલીબ્રેશન કરવાનો સમય આવ્યો અને થાકી જવાનું ? ચાલ તારાં માટે હું બ્લેકલેબલનો લાર્જ પેગ બનાવી લાવું.. વ્હીસ્કી સ્કોચ જેવો પેટમાં જશે બધો થાક ઉતરી જશે.”

નૈનતારાએ સોહમને કહ્યું “સામે જો.. મી. વધાવા એમનાં કોઇ અગત્યનાં કોલમાં બીઝી છે. પેલી જ્હાન્વી એનાં બોસને આમંત્રી રહી છે એનાં બોસને ડ્રીંક પીવરાવી રહી છે.. એનાં નખરાં તો જો. આપણે અહીં થાકની વાતો કરીએ છીએ.”

સોહમનું નૈનતારાએ ધ્યાન દોર્યુ સોહમની નજર જહાન્વી પર પડી એણે ડ્રીંક લીધુ હતું એ મી. અરોડાને ડ્રીંક બનાવી આપતી હતી. મી. અરોડા એની સામે લાલચુ નજરે જોઇ રહેલો. મી. અરોડાએ કહ્યું “જ્હાન્વી યુ આર સો બ્યુટીફુલ... અગેઇન આઇ વોન્ટ ટુ ટેલ યુ ધેટ યુ આર વેરી ઇન્ટેલીજન્ટ. કેવી ડીલ સરસ કરાવી લીધી. ડીલ કરાવતાં પહેલાં ડીટેઇલ્સ માંગી આપણાં ડીલની કેર લીધી ટર્મ્સ બધી આપણાં પ્રમાણે એપ્રુવ કરાવી આઇ એમ ઇમ્પ્રેસ્ડ. તને હું આજની ડીલને કારણે કંપનીને ફાયદો થવાનો એમાંથી લાખ રૂપિયાની પ્રાઇસ આપીશ... આઇ એમ રીયલી ઇમ્પ્રેસ...” એમ કહી વ્હીસ્કીની સીપ લીધી. અને જહાન્વી તરફ સરક્યો. જ્હાન્વી સમજી ગઇ કે હવે સરને નશો ચઢવાં લાગ્યો છે જહાન્વીએ કહ્યું “ઇટ્સ માય ડ્યુટી સર. આપણી કંપનીનાં ડીલ અંગે કેર લેવી મારી ડ્યુટી હતી. મી. અરોડા આપણે મી વધાવાને એડવાન્સ ચેક આપવાનો હતો એ તૈયાર કરીને લાવી છું તમે સાઇન કરો તો એમને આપી દેવાય. તો ડીલ પાકી થઇ કહેવાય.”

મી. અરોડાએ કહ્યું “યા.. યા... યુ.આર રાઇટ ગીવ મી ચેક આઇ વીલ સાઇન”. જ્હાન્વીએ એની બેગમાંથી એક લેધર પાકીટ કાઢ્યું એમાંથી ચેકબુક ચેકમાં બધી વિગત લખેલીજ હતી એમાં રૂપિયા એક કરોડની એમાઉન્ટ લખી મી. અરોડાની સાઇન કરાવી કહ્યું “સર તમેજ આપી દો.. ડીલ પાકી અને આપણે ફ્રી પછી તમે કહો એમ સેલીબ્રેટ કરીએ.”

મી. અરોડાએ ચેક હાથમાં લીધો... એમણે જોયું મી. વાઘવા હજી કોઇ સાથે કોલ પર વાત કરી રહેલાં એમણે સોહમને બોલાવ્યો. સોહમ એમની પાસે આવ્યો મી. અરોડાએ કહ્યું “મી. સોહમ ટેઇક ધીસ ચેક ઇન એડવાન્સ નાઉ અવર ડીલ ઇઝ ફાઇનલ મી. વાધવા બીઝી છે. લેટ હીમ ટોક. તું આ ચેક લઇલે અને આનો રીસીવ મેઇલ મને કરી દેજે જેમાં ચેકની બધી ડીટેઇલ્સ લખી મોકલજો.... રાઇટ ?”

સોહમે ચેક જોયો એમાઉન્ટ વાંચી જ્હાન્વીની સામે જોયું અને બોલ્યો ’થેંક્સ સર હું આપને મેઇલ મોકલી દઇશ.” જ્હાન્વી સોહમને આંખ મારી હસી. સોહમે થેંક્સ કહ્યું પછી ત્યાંથી જતો રહ્યો.

સોહમે જોયું હવે મી અરોડા જાણે નિશ્ચિંત થઇ ગયો એણે બીજો લાર્જ પેગ પુરો કર્યો. એ જ્હાન્વીની નજીક સરકી રહેલો. સોહમથી જોવાતું નહોતું ત્યાં નૈનતારાએ કહ્યું “તું ક્યારનો આમ ગુસ્સાથી શું જોયા કરે છે ? આ તો દરેક બોસ અને સેક્રેટરી વચ્ચે સુંવાળા સંબંધ હોયજ છે એમાં નવાઇ જેવું શું છે ?”

સોહમ સાંભળી રહ્યો કંઇ બોલ્યો નહીં પણ એનાં મનમાં ઇર્ષ્યા થઇ રહી હતી એ મી. વાઘવા પાસે ગયો મી. વાઘવાએ ફોન પુરો કર્યો અને સોહમે કહ્યું “સર આ ચેક મી. અરોડાએ આપ્યો છે 1 કરોડ એડવાન્સ. “

મી.વાઘવાએ ખુશ થતાં કહ્યું “વાહ ચેક અહીજ આપી દીધો ? તેં આજે ખૂબ સક્સેસફુલ ડીલ કરી છે આઇ એમ વેરી હેપી. સોહમ ડીલ થઇ ગઇ છે મારે અરજન્ટ જવું પડે એવું છે. તમે મી. અરોડા અને જહાન્વી માટે હોટલમાં શ્યુટ બુક કરાવી લો મળી જશે મેં નૈનતારાને કહેલુ જરૂર પડે તો બુક કરાવવું પડશે. ડીલ આમ પણ પતી ગઇ છે હું મી. અરોડાને મળીને નીકળું છું બાકીનું તું અને નૈનતારા મેનેજ કરી લેજો” એમ કહી સોહમનો જવાબ સાંભળ્યા વિનાજ મી. અરોડા પાસે ગયાં.

મી. વાઘવાએ અરોડાને કહ્યું “મી. અરોડા પ્લીઝ એન્જોય પાર્ટી એન્ડ આઇ હેવ બુક્ડ યોર શ્યુટ ઇન ધીસ હોટલ મારે એક અગત્યના કામે જવું પડે એવું છે મે આઇ લીવ ?” અરોડાએ નશામાં ઉભા થઇને કહ્યું “કોન્ગ્રેચ્યુલેશન મી. વાઘવા... એન્ડ થંકેસ યા.. યા.. યુ કેન લીવ આઇ હેવ કંપની ડોન્ટવરી...”

મી. વાઘવાએ કહ્યું “થેંક્સ પછી આપણે હવે દિલ્હીમાં મળીશું.. સોહમ તમને બધાં મેઇલ કરી દેશે.” જહાન્વીએ કહ્યું “ગુડ નાઇટ સર થેંક્સ ફોર યોર હોસ્પીટલીટી.” વાધવાએ કહ્યું “ પ્લેઝર “ કહી તેઓ નીકળી ગયાં.

નૈનતારાએ ત્યાં સુધી હોટલમાં વાત કરી લીધી એણે સોહમને કહ્યું ‘આ લૈલા મજનું ને એમનાં શ્યુટમાં મોકલી દઇએ ? ત્યાંજ ડીનર સર્વ જઇ જશે મે આપણાં માટે પણ શ્યુટ બુક કર્યો છે”. એમ કહીને હસી.

સોહમ જહાન્વીને જોઇ રહેલો... એનું કાળજુ અંદરથી કપાઇ રહેલું. નૈનતારાએ કહ્યું “ચલ સોહમ શ્યુટમાં આગળ સેલીબ્રેટ કરીશું. એમને લઇને નીકળીએ”.



વધુ આવતા અંકે ---- પ્રકરણ-92