Chingari - 12 in Gujarati Love Stories by Ajay Kamaliya books and stories PDF | ચિનગારી - 12

Featured Books
Categories
Share

ચિનગારી - 12

બીજું કંઈ? મિસ્ટીએ પૂછ્યું ને વિવાન તેને જોઈ રહ્યો!

કઈ રીતે દૂર જાવ? વિવાન તેના વિચારોમાં મસ્ત ને મિસ્ટીને હવે ખરેખર ગુસ્સો આવ્યો ને તેને એક હાથ વિવાનનો પકડ્યો ને બારી તરફ જઈને ત્યાંથી ધક્કો માર્યો ને બારી બંધ કરી દીધી.

વિવાનને પગમાં થોડું વાગ્યું ને તેની ચિખ નીકળી ગઈ પણ મિસ્ટીએ જોયું નહિ અને નીચે તરફ ઈશારો કરતા કહ્યું ને વિવાન પોતાની પગ પકડતા પાઇપથી નીચે જવા લાગ્યો.

નિર્દય માણસ! મિસ્ટીની બારી તરફ જોતા વિવાન મનમાં જ બોલ્યો, તે તેના વિચારોમાં ચાલતો હતો ને તેના ચહેરા પર સ્માઇલ હતી!

ભાઈ ગાંડા થઈ ગયા છો? આરવ અચાનક તેની આગળ આવીને ઊભો રહ્યો, અચાનક એ તો વિવાન માટે હતું કેમ કે આરવ તો ક્યારનો ઊભો જ હતો પણ વિવાન વિચારોમાં મગન હતો તેને તો બસ ફરવું હતુ મિસ્ટીનાં વિચારોમાં એટલે જ જ્યારે આરવ બોલ્યો તો વિવાન તેના સામે આશ્ચર્ય થી જોવા લાગ્યો.

હે ભગવાન! વિવાનને પોતાના સામે આમ જોતા આરવ વધુ ચિડાયો,

ભાઈ આવી રીતે મિસ્ટી પાસે જવાતું હશે? એ પણ આટલી રાતે? મને કેટલી ચિંતા થતી હતી કઈ ખબર છે? તમે સાવ આવું કરશો મેં સ્વપ્ન નહતું વિચાર્યું, આરવે ચીડ સાથે કહ્યું ને વિવાનએ પણ ભૂલ સમજાઈ હોય તેમ નીચું મોહ કરી દીધું ને જાણે ફરીથી પોતાની સફાઈ આપવાની હોય તેમ બોલ્યો, "મિસ્ટીને તો હું બસ બહારથી જોતો હતો પણ પછી એ દુઃખી લાગી અને રડતી પણ હતી તો મને લાગ્યું કે હું જઈને સમજાવું કે આમ દુઃખી નાં થા, હું તેની સાથે છું" વિવાનએ કહ્યું ને આરવ વિવાનનેં જોઈ રહ્યો

ભાઈ,..તમે બદલાઈ રહ્યો છો, એ સારી બાબત છે પણ..

તમેં તમારું બધું કામ મૂકી શકો પણ તમારી ફરજનાં ભૂલી જતા આરવે કહ્યું ને વિવાનએ તેના સામે નજર કરી!

હું મારી ફરજ ક્યારેય નહીં ભૂલું કેમ કે જેમ મિસ્ટી મારા માટે ખાસ છે તેમ મારું કામ મારી ફરજ એ બધું જ મારા માટે મહત્વ નું છે.
ભાઈ તમને ખબર છે ને કાલે સવારે વહેલા તમારે જવાનું છે આરવ એ કહ્યું ને વિવાનને કઈ યાદ આવતા ફટાફટ કાર માં બેસ્યો ને આરવ પણ સાથે બેસીને ઘરે જવા લાગ્યા!

આવી રીતે બે ચાર દિવસ ચાલ્યું, વિવાન ચાર દિવસથી દેખાયો નહતો, એક બાજુ મિસ્ટીને શાંતિ હતી તો બીજી બાજુ ચિંતા, વિચાર નાં કરતા પણ તે વિવાન માટે વિચારી રહી, તેનું મૂડ પણ વિવાનનાં કારણે બગડતું હોય તે જાણે અજાણે વિવાન પણ ગુસ્સો કરવા લાગી પણ કરે કઈ રીતે? મનમાં વિચારોનું ઝાળ લઈને જાણે ફરી રહી હોય હવે તેને અસખ્ય ભાર લાગવા લાગ્યો, તેને જોઈને નેહા એ આજે બહાર જવાનું કહ્યું ને મિસ્ટીને પણ પોતાની જાત ને શાંત કરવા જવા રેડી થઈ ગઈ.

મિસ્ટી અને નેહા બંને એક કૈફ માં પહોચ્યા ને છેલ્લા ટેબલ પર જઈને બે કૉફી નો ઓડર આપીને વાતો એ વળગી ગયા.

ત્યાંજ નેહાના મોબાઈલ પર રીંગ વાગી મિસ્ટી એ જોયું તો તે કોલ આરવનો હતો, તેને ફરી વાર એકવાર ઈચ્છા થઈ કે પૂછી લે કે વિવાન ક્યાં છે? કંઈ થયું છે? કેમ તે મળવા નથી આવ્યો? મિસ્ટી વિચારોમાં મગ્ન અને સામે નેહા તેને ધારી ધારીને જોઈ રહી!

નેહાએ જે વાત કરી તે વાત થી પરેશાન થઈ ને આરવે.... વિવાનને કોલ કર્યો તેને કહ્યું ને સામે વિવાન શોક! તેને આજુબાજુ જોયું ને છેલ્લી ટેબલ પર મિસ્ટી દેખાઈ, શીટ......આ અહિયાં કેમ આવી! મારે કઈ કરવું પડશે જો આ રીતે જોઈ ગઈ તો બધા મુશ્કેલીમાં મુકાઈ જશે! વિવાનએ વિચારું ને એક વેટર સામે જોયુ, તેને એક ઈશારો કર્યો...તેને એક વાર આંખ બધ કરી ને વેટર સામે જોયું તેનુ આંખોમાં ગુસ્સો હતો, વેટરએ નજર નીચી કરી ને વિવાન તેના પાછળ ગયો!

થોડીવાર પછી વિવાનએ વેટરના કપડામાં આવી ગયો અને એક નાનું સ્મિત તેના ચહેરા પર હતું. યેલો કલરનું ટીશર્ટ અને બ્લેક પેન્ટ અને માથા પર ટોપી જેના કારણે વિવાનને ઓળખી શકે તેમ અહીંયા કોઈ નહતું, મિસ્ટી સામે પણ વિવાન જ્યારે જ્યારે આવ્યો ત્યારે તેનું પ્રભાવશાળી વ્યક્તિ નજર આવતું, તેનું આંખોનું તેજ.... તેના ચહેરા પર નાનું સ્મિત અને બ્લેક પેન્ટ અને તેના પર વ્હાઇટ શર્ટ સાથે લાઈટ બ્લુ રંગનું બ્લેઝર તેના ડાબા હાથ પર બ્રાન્ડેડ વોચ એમાં સોહામણો પણ એટલો...પણ જો કોઈએ તેને આંખો ભરીને જોયું હોય તો તે પણ વિવાનની આંખો જોઈને ઓળખી જાય

વેટરને ઈશારો કરીને વિવાન આગળ આવ્યો તેના હાથમાં ટ્રેમાં બે ગરમ ગરમ કૉફી!

મિસ્ટીને નેહા વાત કરવામાં વ્યસ્ત ને ત્યાંજ તેમને કોઈ જાણીતો અવાજ કાને અથડાયો! “મને માફ કરી દો સર મે જાતે કરીને નથી કર્યું" વેટર બોલ્યો ને તેની નજર નીચે હતી!

"મને તમારા સાથે કોઈ વાત નથી કરવી તમારા મેનેજરને બોલાવો આજે ને આજે જ તમારા જેવા બેજવાબદાર લોકો ને નોકરી માંથી છૂટો કરે!" તે વ્યક્તિ મોટા અવાજે બોલ્યા ને આજુબાજુવાળાની નજર તેમના પર પડી, વેટર નોકરીની વાત સાંભળીને ડરી ગયો ને તેને તે વ્યક્તિના પગ પકડ્યા સામે પેલા વ્યક્તિ એ લાત મારી ને તે વેટરની ટોપી નીચે પડી ગઈ તેને જોઈને છેલ્લા ટેબલ પણ બેઠી મિસ્ટી તેને જોવા લાગી, એ થોડી આગળ આવી ને તે વેટરને ઉભા કરવામાં મદદ કરી, નેહા પણ પાછળ આવી ને મદદ કરવા લાગી, ત્યાં મેનેજર પર આવી ગયા.

શું થયું સર? કંઈ પ્રોબ્લેમ છે? મેનેજરએ વાત કહીને સામે પેલા વ્યકિત બધી વાત કહી, મેનેજરએ ગુસ્સામાં વેટર તરફ જોયું ને એ વ્યક્તિ પાસે જઈને તેની તરફથી માફી માંગી

હજી એ વ્યક્તિનો ગુસ્સો શાંત નહતો થયો તે આગળ કઈ બોલે તેની પહેલા જ એક બીજો માણસ આવ્યો ને તેને તે વ્યક્તિનો હાથ મજબૂતથી પકડીને બહાર લઈ ગયો, આ બધું શું થઈ રહ્યું તે કોઈના સમજ ન આવ્યું, નેહા પણ થોડી ડરી ગઈ તેને મિસ્ટીનો હાથ પકડ્યો ને બહાર લઈ ગઈ, મિસ્ટી ક્યાંય સુધી પેલા વેટરને જોઈ રહી, છેલ્લે એ વેટર અને મિસ્ટીની નજર મળી, એ વેટરએ તેની કાતિલ સ્માઈલ આપી ને આંખ મારી, તેને જોઈને મિસ્ટીને કઈક યાદ આવ્યું ને તેને ગુસ્સામાં તેના તરફ જોયું, પેલા વેટરની સ્માઈલ મોટી થઈ ગઈ, મિસ્ટીએ જોયું ને તરત નેહા જોડે આગળ ચાલવા લાગી

"આરવ કામ થઈ ગયું" વિવાનએ કહ્યું ને કારમાં બેસીને

નીકળી ગયો.

ક્રમશઃ


........