The Scorpion - 106 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન - પ્રકરણ-106

Featured Books
Categories
Share

ધ સ્કોર્પિયન - પ્રકરણ-106

સિધ્ધાર્થ સાથે રાયબહાદુર મળેલી બાતમી પ્રમાણે હિમાલયની પર્વતમાળા તરફ જવા નીકળી ગયાં. રાયજીને થોડી ચિંતા હતી કે આટલા સુંદર પવિત્ર અને કુદરતી પરીસર જેવી જગ્યામાં આવો કેફી દ્રવ્યો આતંકનું દૂષણ સ્ત્રીઓનું શોષણ તથા ધાર્મિક ઝૂનૂની અડચણો કેવી રીતે થઇ શકે ?

સિધ્ધાર્થ રાયજીની સામે જોતાં કહ્યું "સર તમને મેં બધીજ માહિતી આપી છે જે મને મારાં ગુપ્તચરોથી મળી હતી આપણે એ રીતે પગલાં લઇ રહ્યાં છે. મેજર જંગલ તરફ નીકળી ગયાં છે આપણે સૈન્યની ટુકડી સાથે પર્વતમાળાનાં મઠ તરફ છીએ. રુદ્રજી ત્યાં સંભાળી લેશે”.

રાયબહાદુરે સિધ્ધાર્થનાં છેલ્લા વાક્ય પર અસહમતિ દર્શાવતાં કહ્યું “રુદ્રજી એમની એસ્ટેટ પણ નહી સંભાળી શકે બાજી સાવ હાથમાંથી સરકી રહી છે એમની પોતાની સુરક્ષા વ્યવસ્થા અંગે એમને ફરિયાદ છે એમનાં ખાસ જૂના માણસ માટે તેઓ મને અંગત રીતે કહી રહેલાં કે તમે તમારી સેનાના એકદમ હોશિયાર, બહાદુર વફાદાર માણસો મને મૂકી આપો એનાં પૈસા પણ ચૂકવવા તૈયાર છું જરૃર પડે તો સી.એમને પણ વચ્ચે પાડી આ બધું વ્યવસ્થિત કરવા કહી દઊં...”

સિધ્ધાર્થ રાયજીની વાત સાંભળીને ચમક્યો એણે ક”સર.... જે રીતે લીડ મળી છે એ પ્રમાણે ટાર્ગેટમાં દેવ અને દેવમાલિકા છે અને રુદ્રરસેલ ત્યાં એકલાં બધુ મેનેજ કરી શકશે ? હું બાતમી પ્રમાણે તમારી સાથે દેવ અને દેવમાલિકાની સુરક્ષા માટે નીકળી ગયો”. રાયજીએ કહ્યું “ભલે રુદ્રરસેલને મદદ જોઇએ છે પણ આટલાં વર્ષોથી મેનેજ કરતાં આવ્યાં છે કરી લેશે. આપણે મઠ તરફ ઝડપથી પહોંચીયે એ જરૃરી છે.” સિધ્ધાર્થ સાંભળી રહ્યો.

***************

રુદ્રરસેલે જોયું કે રાયબહાદુર તથા સિધ્ધાર્થ મઠ તરફ જવા નીકળી ગયાં. મેજરે જંગલ તરફ.. એમણે કંઇક વિચારી સેટેલાઇટ ફોનથી કોઇનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયાં.. કોન્ટેક્ટ થઇ નહોતો રહ્યો. તેઓ નિરાશ થયાં.

રુદ્રરસેલે વિચાર્યુ હમણાં ઘરમાં કોઇને કંઇજ કહેવું નથી બધાં ગભરાઇ જશે વળી સીએમનો છોકરો આર્યન આવેલો છે છતાં રાયજીને જવુ પડ્યું છે.

રુદ્રરસેલ મીટીંગરૂમમાંથી બધાં બેઠાં હતાં ત્યાં ઘરનાં દિવાનખંડ તરફ ગયાં. ત્યાં રૂમમાં સૂરમાલિકા અને અવંતિકા રોય હસી હસીને વાતો કરી રહ્યાં છે એમને અંદર હાંશ થઇ વિચાર્યુ કે અહીં કોઇને કોઇ વાતની ભનક નથી..

સુરમાલિકાએ રુદ્રરસેલને જોઇને પૂછ્યું “તમારી મીટીંગ પતી ગઇ ? હજી આકાંક્ષા આર્યન પણ નીચે નથી આવ્યાં આમને આમ સાંજ થવા આવશે. આર્યનને ભાવતી વાનગીઓ બનાવીએ ને ?”

“દેવ, દેવમાલિકા તથા પાપા મંમી પણ રાત્રી સુધીમાં પાછા આવશે કે તેઓ મઠમાં રોકાવાનાં છે ?” રુદ્રરસેલે કહ્યું “ના આજે પાછા નહીં આવે આજે તો યજ્ઞ છે આવતીકાલ સાંજ સુધીમાં કદાચ આવે. કંઇ નહીં તમે કામ પરવારો હું ઓફીસમાં છું રાયજી અને એમની ટીમ સીક્યુરીટી એરેન્જ કરવામાં વ્યસ્ત છે એ લોકો પણ સાંજે પાછા આવે અથવા કાલે આવશે.”

અવંતિકારોયે કહ્યું “ઓહ તેઓ સીક્યુરીટી મેનેજ કરવા ગયાં ? સિધ્ધાર્થ સાથે ? મેજર ક્યાં છે ? મને તેઓ કહેવા પણ ના આવ્યા ?”

રુદ્રરસેલ એક સાથે પૂછાયેલાં પ્રશ્નોથી અટવાઇ ગયાં એમણે ખોટું હસતાં કહ્યું “પોલીસવાળાની આજ ખરાબ આદત છે ડ્યુટી પર ગમે ત્યારે ચાલ્યા જાય કહેવાં પણ ના રહે પણ તેઓ ઉતાવળે નીકળ્યાં જરૂર પણ મને મેસેજ આપીને ગયાં કે તમને કહી દઊં”.

અવંતિકારોયે કહ્યું “આમ સામાન્ય સંજોગોમાં વાંધો નથી હું ટેવાયેલીજ છું પણ અહીં આકાંક્ષાને મળવા આર્યન આવેલો છે એમણે મળીને જવુ જોઇએ.”

રુદ્રરસેલે કહ્યુ “હું છું ને ? હું બધુ જોઇ લઇશ એ હવે મારી જવાબદારી છે તમે ચિંતા ના કરો જેવી દેવી એવી મારાં માટે આકાંક્ષા...” પછી થોડાં રોકાઇને બોલ્યાં... “આર્યન આવે એટલે મને જણાવજો હું ઓફીસમાંથી આવી જઇશ.”

રુદ્રરસેલ વાત કરી ઝડપથી પોતાની જે ઘરમાં ઓફીસ છે એ તરફ નીકળી ગયાં.. એમનાં ચહેરો ચિંતિત હતો એમને ખબર નહોતી પડી રહી કે આવાં સંજોગો સર્જાયા એમાં શું કરવું ? એમણે ફરીથી સેટેલાઇટ ફોનથી સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ.

***********

જંગલની ગીચતા વચ્ચે એક મોટો વિસ્તાર રક્ષાયેલો હતો એમાં જુદી જુદી આયુર્વેદીક વનસ્પતિઓ, જડીબુટ્ટીનો ખજાનો હતો. આ વિસ્તાર પર્વતમાળાની વચ્ચે વચ્ચ જેમાં આદીવાસી કબીલાઓનો કબજો હતો એમની ઇચ્છા વિના કોઇ પ્રવેશી ના શકે.

અહીં પર્વતનાં ઢોળાવો ઉપર વાજીકરણ જડીબુટ્ટીઓ તથા કેન્સર જેવાં ભયાનક રોગ મટાડવાની ઔષધી પર્વતની ટોચ અને અમુક અમુક ઊંચી જગ્યાઓએ કુદરતી દિવ્ય શીલાજીત ઝરતું હતું એકદમ કુદરતી મીનરલ કાળા રંગનું એક એવો ધાતુ ઉપચાર કે એમાં ચમત્કારીક પરિણામો મળતાં. એને એકદમ શુધ્ધ રીતે એકઠું કરીને પછી બધે પહોંચાડવામાં આવતું.

પર્વતનાં ઢોળાવો ઉપર ભોંયરીગણી, અશ્વગંધા, ધોળી મૂસળી, શતાવરીનાં વેલા, આવી અનેક વનસ્પતિઓનો ભંડાર હતો. અમરફળ, કામફળ, કેટલીયે જાતનાં વેલાઓ જે મોટાં મોટાં દોરડાં જેવા અહીં મળી રહેતાં. ગમે તેવો તાવ ઉતારે એવાં કાઢા, શક્તિ બળ આપતાં ગળો, ડોડી, અર્જુન ભાંગરો, ભાંગ, અફીણ, દારૂડી, કાલમેઘ, ઝેરકોચલું, જેઠીમધ, વછનાગ માલકાંકણી, આવાં અનેક વનસ્પતિમાં છોડ, વેલાં, ઝાડ હતાં. એમાં જાણકાર જ ઓળખ કરી શકે અને એ માત્રા નક્કી કરી આપી શકે.

આ ધન્વંતરી બાગમાં રાજા ધ્રુમન પ્રવેશ કરે છે હજી હમણાં પરોઢ થઇ હતી તેઓ પરોઢ પહેલાંથી અહીં આવવા નીકળી ગયાં હતાં. એમને જે હુકમ મળેલો કે વાજીકરણની દવાઓ તાત્કાલીક પહોંચાડવી, સાથે શિલાજીત, ગળો, આશ્વગંધા બધુજ પ્રમાણ સર લાવવું. અને સફેદ મુશળી મૂળ તથા પાવડર લાવવો. મૂળ 2 કિલો સાવ લીલા તાજા લાવવા.

મનોમન દવાઓનાં નામ બોલતાં ધ્રુમન બધે ફરી રહેલાં જડીબુટ્ટીને ઓળખી એને એક મોટાં છાબડામાં ભરી રહેલાં. એ પોતે આ જડીબુટ્ટીઓનું સેવન કરતાં. તેઓ ઝડપથી બધુ એકઠું કરવામાં હતાં અને એક તીર એમની બાજુમાં આવીને પડ્યું એ ચમક્યાં... હવે અજવાળું થઇ રહ્યું હતું..



વધુ આવતા અંકે ---- પ્રકરણ-107