Sathvaro - 3 in Gujarati Classic Stories by Dr.Chandni Agravat books and stories PDF | સથવારો.....સંબંધો ભાગ્યનાં - 3

Featured Books
Categories
Share

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 3

વિતેલી અડધી સદીની સફર આગળ

●●●●●○○○○○○●●●●●●●○○○○•••••

સાકરનાં મામાનું ગામ તો દૂરનું કનકપૂર . ત્રણ -

ત્રણ દિકરા ધીંગાણામાં ગુમાવ્યા પછી એનાં નાનાએ

સૌથી નાના દિકરાને સરિતાનગર મોકલી દીધેલ મોટી

બે'ન પાસે. એ માનતા 'શિર સલામત તો પઘડીયાં

બહોત'એ મામા કાનજી ને ફુઈ લક્ષ્મી (અહીં મામી )

કરા-પડોશી.આછી પાત્તળી ખેતી ,મનનાં અમીર સંતોષી

જીવ.

લક્ષ્મીને સાકર પર ખૂબ હેત ,એનાં લંબગોળા

મોઢા ,હોઠપરનાં તલ ને પાણીદાર આંખો જોઈને એ

ધરાતી જનહીં. સાકરની અવગણનાની પણ

સાક્ષી.ક્યારેક એનાં વાળમાં તેલ નાખી દે..તો ક્યારેક

લાપસીનાં કોળીયા ભરાવે. ને કાન પાછળ મેશનું ટપકું

તો ભુલે જ નહી,જાણે એનાં પર આવનારી બધી

ઉપાધિ એ ટપકાંમાં કેદ કરવી હોય.એ સાકર માટે

ભરઉનાળે શિતળ છાંયડો.

ધીરે ધીરે સાકર માટે એનું ઘર જ વિસામો બની

ગયું દિવસનો મોટાભાગનો સમય એ ત્યાં જ રહેતી.માને

સાકરની ગેરહાજરી રાહત આપતી .સાકર માટે તો

લક્ષ્મી વિવાહ - વહેવારમાં જવાનું પણ ટાળતી ક્યારેક

દુધાળા ઢોર તો ક્યારેક તબિયતનું બહાનું ધરીને.

સાકર માટે એનાં ઘણાં ઓરતાં .સાકર ક્યારેક મીઠું મીઠું

બોલતી" તું મારી ફુઈ માં" ત્યારે એનો હરખ માતો

નહીં.એક જ દીકરો કિશન એટલે દીકરી ની ખોટ સાકર

જ પુરતી,.વળી સાકરને મામા-ફુઈનાં સંતાનોનાં

સગપણનાં નાતે ઘરમાં વહુ તરીકે લાવવાનું સપનું પણ

ખરું.

સાકર દસેક વર્ષની થઈ એને મા અને ભાભીઓ દ્વારા

થતી અવગણનાં નો ખ્યાલ આવવાં લાગ્યો.પોતાના

ઘરમાં એને અજાણ્યું લાગતું ,એની આંખોમાં એક

ઉદાસી છવાયેલી રહેતી એ માનાં બે મીઠા બોલ માટે

તરસતી. લક્ષ્મીનો નિસ્વાર્થ પ્રેમ પણ એ ખોટ પુરી ન કરી

શકતો. પોતે પે'લીવાર કપડાં બગાડ્યાં(રજ્:સ્વલા

થવું.)ત્યારેય માએ કોઈ સધિયારો કે શીખ ન આપી.એ

દિવસ પછી એણે સ્વીકારી લીધું કે માનો પ્રેમ એનાં

ભાગ્યમાં જ નથી.આ ઉંમરે જ્યારે છોકરીઓની

આંખોમાં સપનાં ઉગતાં હોય ,એની કોરીધાકોડ

આંખોમાં હતો નકરો ખાલીપો.મીઠડી એવી સાકર ધીમે

ધીમે સાવ મૌન થઈ ગઈ અને ઉદાસી એનો સ્થાઈ

ભાવ.

એ કિશોર મનમાં કંઈ કેટલાય ઝંઝવાત ઉઠતાં,ન કરેલાં

અપરાધનો બોજ એને મુંઝવી નાખતો.

સમયે એની ગતિ વધારી ,યૌવનનાં ઉંબરે ઉભેલી

સાકર લક્ષ્મીફુઈની છત્રછાયામાં દરેક કામમાં નિપુણ

થઈ ગઈ પછી એ રસોઈ હોય કે લીંપણ ,-ગુપણ,ભરત

- ગુંથણ હોય કે ગાય ભેંસ દોહવાનું.એનું રૂપ એની

આવડત થોડું ગુમાન થાય ખુદ પર એવું હતું પણ એને

તો ખુદનાં અસ્તિત્વને જ સ્વીકારવું અઘરું લાગતું હતું.

પોતાનાં ઘરનાં લગભગ તમામ કામ તે કરતી .

લક્ષ્મીફુઈનાં ઘરે જતાં આવતાં કીશનની વહાલપ ભરી

નજર એની સાથે ટકરાતી ને નિરાશ થઈ ને પાછી ફરતી.

સાકર સોળ વર્ષની થવા આવી ,એની ઉંમરની દીકરીઓ

એકપછી એક વેલમાં બેસી વિદાઈ થવાલાગી.

લક્ષ્મીફુઈએ એનું મન ટટોળ્યું ને જવાબ મળ્યો

તમને જે ઠીક લાગે તે.કીશનનાં મનની વાત તો એની મા

જાણતી જ હતી. એણે મામા કાનજીનાં કાને વાત

નાખી અને નક્કી થયું કે સારો દિવસ જોઈ અને વાત

પાક્કી કરશું ને બહેન ના નહી પાડે તેવો વિશ્ર્વાસ પણ

ખરો.એ લોકો માટે તો આ વણલખ્યું સગપણ નક્કી જ

હતું .

લાભ પાંચમનો દિવસ હતો,ભાભીઓ ને મા સૌથી

નાની વહુનું આણું તેડવા ગયેલ,દરવખતની જેમ

રસોડાં, ઢોરઢાંખર અને ઘરની જવાબદારીઓ સાકરની

હતી.બેઉં ફુઈ દીકરી પરવારી ને ગુંથણ લઈ બેઠેલી

ત્યાં છૂંદણાંવાળો આવ્યો.શેરી ની છોકરીઓ સાથે

લક્ષ્મીએ સાકરને પણ ત્રાજવા ત્રોફવવાં(છુંદણા

કરાવવાં ) બેસાડી.સાકરને એવો કોઈ હરખ નહી પણ

એ ક્યારેય લક્ષ્મીનાં હેતનો અનાદર ન કરતી.ડોક ,પગનાં

પંજાની રૂડી ભાત એનાં ગૌરવર્ણ ને અનેરો ઉઠાવ

આપતી હતી.હાથમા છુંદણા ચાલું કર્યા ને લક્ષ્મી બોલી

પડી "કાંડા માં ચોકની હારે "ક"માંડજો.એ તો જાણે

થનારી વહુ ને જ તૈયાર કરતી હતી.નમતી સાંજે સાકર

રોટલા ઘટતી હતી ત્યારે ઘરની સ્ત્રીઓ

આવી ,આવતાવેંત છૂંદણાં જોઈને માનો ગુસ્સો

છલક્યો." કોને પુછેને ત્રાજવા ત્રોફાઈવાય મુઈ હું જીવું છ

હજી".લક્ષ્મીએ નણંદને વાળતા કીધું" તેવ-તેવડી બધીય

છોડીયું કરાવતી 'તી તે મે જ કરાઈવા(કરાવ્યા)..હવે

સાકર જુવાન થઈ ત્રાજવા વિના અડવું અડવું ન લાગે.?"

બધું થાળે પડ્યું ત્યાં તો મોટી ભોજાઈની નજર હાથ પર

પડી" હાય હાય કુંના (કોનાં)નામ કોતરાઈવાં?"માએ તો

શીધુંજ ચુલ્લામાંથી બળતણ ઉઠાવ્યું અને ડામ જ દઈ

દીધો.લક્ષ્મીએ કીધું "ઈ તો મે જ કિશન...." ત્યાં તો મા

વિફરી પડી " અમે બેઠા છ..અમારીય આબરું છ..તું જા

હું કાનજીને બોલાવરાવીશ".લક્ષ્મી ગઈ પણ એનાં મનમાં

અમંગળનાં એંધાણ આવી જ ગયા'તાં. બાપ દિકરો

બિયારણ લેવા ગયા હતાં ને એણે આખી રાત પડખાં

ઘસી કાઢી પણ એ અજંપામાં સવાર પડવાની રાહ કરતાં

સવાર પડવાનો ડર વધારે હતો.

છઠ્ઠની એ સવાર તો કેટલીય જિંદગી બદલવાની હતી.,

કેટલીય જિંદગીનાં ભવિષ્યનું ગર્ભારોપણ થવાનું હતું તે

દિવસે, દસકાઓ પછીની જિંદગીનાં બદલાવ માટે નિમિત્ત

બનવાની હતી એ સવાર....

વાચક મિત્રો આ સફરમાં મારી સાથે આગળ વધવા ખૂબ ખૂબ આભાર

ડો.ચાંદની અગ્રાવત.

આપનાં સાથ વિના આ સફર શક્ય જ નથી..મને ફોલો કરો
અને આ સફર જારી રાખો.