ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર
ચેપ્ટર-૩: માય ટાઈગર્સ
માય ટાઈગર્સ!!
ઇવાન ની આંખો ખુલી પણ પુરી ન ખુલી શકી. સામે ખૂબ અજવાળું પડતુ હતું તે જરા ઊભો થઈને જોયું તો તે મોટા હોલ માં બેડ પર સૂતેલો હતો. ચારેય બાજુ મોટી મોટી લાઇટ્સ લગાવેલી હતી. હોલ ખૂબ જ આધુનિક લાગતો હતો. પોતાના નવ મિત્રો પણ એની પાસે જુદા જુદા બેડ પર સુતેલા હતા. બધા ને બચી ગયેલા જોઈને ભગવાન નો આભાર માન્યો, સામે રોબર્ટ પણ સુતો હતો. જેનું શરીર હજી પણ ઝોમ્બી જેવું હતું, અને કમ્પ્યુટર સાથે જોડી તેના પર દવા નો બાટલો ચડતો હતો.
ઇવાન સહેજ ઉભો થવા ગયો ત્યા જ સાયરન વાગી અને એક રોબોટ બારણું ખોલી આવ્યો, અને પોતાની રોબોટિક ભાષા માં ખબર અંતર પૂછવા લાગ્યો. ઇવાન ને ખબર પડતી ન હતી કે પોતે ક્યાં છે? આ પ્રશ્ન તેણે પેલા રોબોટ ને પૂછ્યો. 'યુનિવર્સ' એવો ટૂંકો જવાબ આપી ગાલ્યો ગયો. ઇવાન ને પોતે બેભાન થઇ ગયા નો સીન યાદ આવ્યો. એમાં વચ્ચે અકસ્માતથી તેના ગળા પર જમણી બાજુ ઊંડો ચીરો પડી ગયો હતો એના પર પટ્ટી બાંધી હતી. તેણે જોયું કે આખા હોલ ની દરેક વસ્તુ પર યુનિવર્સે એવું લખેલો લોગો હતો. ઇવાન આશ્ચર્ય માં હતો પોતે જાણે 21મી નહિ પણ 25મી સદી માં હોય તેવું તેને લાગતું હતુ. રોબોટ, ઓટોમેટિક રૂમ્સ, મોટી મશીનરીસ અને એની આંગળી પર લગાડેલું નાના ઉંદર જેવું સાધન જે એને સતત નીંદરમાં રાખતું હતું સાલા અહીંયા ક્યાંથી ક્યાં પહોંચી ગયા!! આવું તો સપના માં પણ નહોંતુ વિચાર્યું ઇવાન વિચારપ્રવાહ માં અટવાયો છે. અને પાછો બગાસું ખાતા સુઈ ગયો.
થોડી વાર પછી ઇવાન ની આંખો ખુલી ઇવાન ના પેટ માં હાહાકાર મચ્યો હતો. અહીં તો કઈ ખબર જ પડતી ન હતી દિવસ છે કે રાત? ન સુરજ દેખાય કે રાત ત્યા એક રોબોટ જાણે એની ભૂખ ની ખબર પડી ગઈ હોય એમ ટ્રે લઈને આવ્યો. અને ટ્રે સામે ધરી દીધી. ઇવાને અચકાતા ટ્રે હાથ માં લીધી, ટ્રે માં કૉડ્રિન્ક ની બોટલ સાથે સ્ટ્રો હતી. બોટલ પર પણ યુનિવર્સ નો લોગો હતો. બાજુ માં થોડા બિસ્કિટ હતા. ઇવાને એક બિસ્કીટ ઉપાડ્યુ. સ્વાદ કૈક અલગ જ હતો. બ્લુ સફેદ કલર નું ડ્રિન્ક પીધું. એનાથી થોડી સ્વસ્થતા આવી જાણો કોઈ એનર્જી ટોનિક ન હોઈ, ઈવાન માં પાછી તાકાત આવી.
આજુ બાજુ માં બધા હજી બેભાન હતા. તે ઊંડા ઘેનમાં લાગતા હતા. ઇવાને એની આંગળી એ થી પેલું ડિવાઇસ દૂર કર્યું.
અને જઈને એક પછી એક બધાને જગાડ્યા, બધા બગાસાં ખાતા આખોં ફાડીને બબુચક ની જેમ આમ તેમ જોવા મંડ્યા.
બધાના મન માં એક જ પ્રશ્ન સાગરની જેમ ઘૂઘવતો હતો. આપણે ક્યાં છીએ??? સિવાય કે રોબર્ટ જે હજી બેભાન અવસ્થા માં હતો.
બધા જાગતા ની સાથે રૂમ માં મોટે મોટે થી સાયરન વાગવા મંડી. અને રોબોટ આમ તેમ દોડ મચાવવા મંડ્યા. એક રોબોટ મોટા ટેબ્લેટ જેવી સ્ક્રિન લઈ આવ્યો અને બધા ની સામે ધરી દીધી. સ્ક્રીન માં કોઈ લાંબાવાળ વાળો અને ઘઉંવર્ણો ચેહરાએ બોલવાનું ચાલુ કર્યું.
"હેવ અ નાઇસ ડે, માય ટાઈગર્સ,
'હાવ આર યુ?"
'વેલકમ ટુ માય યુનિવર્સ"
પેલા માણસે યુનિવર્સ નું નામ દઈ બધા ના મન માં પ્રશ્નાર્થ ખડું કરી દીધું હતું, બધા એના વિશે જ વિચારતા હતા. રૂમની સાયરન વાગી અને નવ રોબોટ એક સામટા આવી દરેક ને પકડી ગાલવા મંડ્યા.
"અરે ક્યાં લઇ જાઓ છો?
"મેં કાંઈ નથી કર્યું.
છતાં પેલા બહેરા ની જેમ યંત્રવત ચાલી રહ્યા હતા. એક રૂમ ના દરવાજા આગળ આવ્યા. દરવાજા આગળ ના ભાગ ની પટ્ટી પર ઉભા રહેતા જ તેની આખી રોબોટ બોડી નું ક્ષણ માં જ ચેકીંગ થઈ ગયું. દરવાજો ખુલી ગયો. બધા અંદર લઇ ગયા, ખૂબ મોટી હોલ ચારે બાજુ સ્ક્રીન એની સામે બાજુ ખુરસી હોલ ના મુખ્ય સેન્ટર પર ગોળ ટેબલ જેવું હતું વ્હીલ માં મોટો યુનિવર્સ ની લોગો અને સામે કાળા લાંબા કોટ વાળા અને લાંબા વાળ વાળો માણસ પીઠ ફેરવીને ઉભો હતો.પાછળ બને હાથ ભેગા હતા. પગ પર વોલશૂઝ અને પહોળા ખભા પર હાઈ કૉલર નો કોટ હતો. સાડા છ ફૂટ નો હતો, અને હાઇટ બોડી પરથી વિકરાળ લાગતો હતો.
ઇવાન આ એજ છે ને જે સ્ક્રીન માં હતો.
"એ જ લાગે છે" જોની એ જવાબ આપ્યો.
"હા હું એજ છું."
પેલા એ જાડા અને ઘોઘરા અવાજ માં જવાબ આપ્યો.
તે પાછળ ફર્યાં. તમે કોણ છો?અમે અહીં કેમ?કેવી રીતે? બધા અધીરા બની પૂછવા જ મંડ્યા.
“વેઇટ વેઈટ માય ટાઇગર્સ
કોણ ટાઇગર? કોના ટાઇગર??
વેઈટ પ્લીઝ વેઈટ આઈ નો કે તમારે મને ઘણા બધા કવેસ્ચન્સ પૂછવા છે. પણ હું નિરાશ નહિ કરું. ધીરે ધીરે બધા ના આન્સર મળી જશે. આમ કહી પૈલા એ પોતાની ઊંડી ખાઈ જેવી આંખ માંથી પોતાના ભૂતકાળને સિચી સિંચી ને બહાર કાઢતો હોય એવી રીતે ચાલુ કર્યું.
ઇસ 1972 ની કાળી રાતે ઇંગ્લેન્ડ માં બે બાળકો જનમ્યા બેય ટ્વિન્સ હતા. એક સરખું રૂપ રંગ, કદ હતા. એકનું નામ હ્યુંજિસ અને એક નું નામ કેન
બંને ના IQ ખૂબ ઉંચા હતા. સ્કુલ માં ટીચર્સ રાથે વિવાદ કરવાની ક્ષમતા એનામાં હતી. માતા પિતા પણ સમજી ગયા હતા કે પોતાના ઘરે કોઈ સામાન્ય બાળકો નથી આવ્યા. કોઈ એને ભણાવવા તૈયાર ન હતું. માટે મા-બાપે સાયન્સ મેથ્સ ના પુસ્તકો જાણકારી મેળવવા ખરીદી આપ્યા
અને પુસ્તકો વાંચી આડા અવળા સંશોધનો કર્યો રાખતા. એક વાર હ્યુજીસે સમય અંગે ની કોઈ મહત્વ ની શોધ કરી હ્યુજિસ આ શોધ છુપી રાખી સમગ્ર વિશ્વ પર રાજ કરવા માગતો હતો. બધા એના વિચારો થી ચિંતિત હતા.
એક વાર એ કોઈ પ્રયોગ કરતો હતો. એની માં એની રૂમ માં ડિનર આપવા ગયા. અને કોઈ વાત કરતા વિવાદ થતા, હ્યુજિસ ચિડાઈ ગયો. અને ગુસ્સામાં એણે બાજુ માં પડેલું ચાકુ થી માં ની હત્યા કરી નાખી. આટલું બોલતા જ પેલાની આંખ ભીની થઇ ગઇ. છતાં એણે માંડ માંડ આંખના દરિયા ના આડે પાળ બાંધી
માં ની મરણ ચીસ સાંભળી કેન અને એના પિતા અંદર દોડી ગયા. હ્યુજીસ ઉભો હતો. અને એણે ડરમાં જ એના બાપ ની હત્યા કરી ને ભાગી ગયો. પોલીસ આવી કેન એ બધી વાત જણાવી. આખા શહેર ની પોલીસ હ્યુંજિસને શોધવામાં લાગી ગઈ. હ્યુજીસ ભાગતો રહ્યો. એકવાર પોલીસ અને હ્યુજિરા ના સંઘર્ષ માં હ્યુજિસ કાર વચ્ચે દબાઈ જતા મરવાના આરે આવી ગયો. પણ કોઈ એને બચાવીને ઉત્તર ધ્રુવ ના ઠંડા પ્રદેશ માં લઇ ગયું અને એની સારવાર કરી. પણ અત્યારે એના માથા અને હ્રદય સિવાય આખું શરીર બચ્યા છે. અને તે ત્યાં જ પોતાની બુદ્ધિ થી ટેકનોલોજી બનાવે છે. અત્યારે તે ખૂબ શાક્તિશાળી બની ગયો છે. ત્યાર બાદ કેન પણ ઘરે થી ચાલ્યો ગયો અને ધરતી થી 15 km ઊંડાઈ એ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. અને પુરી દુનિયા ને હ્યુજિસ થી બચાવવા પ્રયત્નો કરે છે.
"તો અમારે શુ?... રોહિત વચ્ચે બોલ્યો.
"વેઇટ વેઇટ આઈ નો..."
'આગળ બોલો' જોની એ વચ્ચે થી વાત કાપતા કહ્યું
તો હવે હ્યુજિસ એક એક્સપેરિમેન્ટ કરે છે. હ્યુજીસે બ્રહ્માડ ના એક વિશાળ પણ અજાણ્યા ગ્રહ "રેગનોક" ના એલિયન્સ ને ઇનવાઈટ કરી નવી ટેકનોલોજી વસાવવા મંડી છે. એણે છ દિવસ પહેલા એલિયન્સ સાથે મળી ને એક વાઇરસ બનાવ્યો હતો. અને આ વાઇરસ ના નમૂના થી એ જાણકારી મળી છે કે આ બધા ઝોમ્બી બનવાનું કારણ પણ આ વાઇરસ જ છે.
“તો અમને કેમ ક ન થયું" જોની એ પૂછ્યું
ગ્રેટ કવેસ્ચન ટાઈગર્સ ગ્રેટ કવેસ્ચન બટ તેનાં આન્સર તમારા અતીત સાથે જોડાયેલો છે. આ અતીત જે તમારા એક જન્મના અધૂરા રહી ગયેલા હેતુ સાથે જોડાયેલું છે. અને આનો જવાબ હું પણ નહીં આપી શકું
"રોબર્ટ નું શું થશે?" ઇવાને ચિંતા સાથે કહ્યું.
"હી ઇસ નોર્મલ થોડા સમય માં સાજો થઈ જશે'
આ વાઇરસ હ્યુજીસે આના દ્વારા ફેલાવ્યો છે. પેલા એ ટેબલ પર કૈક ટેપ કર્યું અને ટેબલ પર એક ખાનું ઊંચુ થયું. એમાંથી હાથ નાખી રાય જેવો દાણો કાઢયો,
આ શું છે? રોહિત પૂછ્યું
પેલા એ એમાં કૈક ટચ કર્યું અને તે લાલ કલર નો થઈ ગયો
એક મિનિટ આ મેં ક્યાક જોયું છે... કેવિન ના મગજ માં ચમકારો થયો.
આ મેગ્નેટિક પાર્ટીકલ‚ છે. એક જાતનું ડ્રોન જ જોઈ લો. સંપૂર્ણ રિમોટ દ્વારા તમે કોઈપણ જાતની વસ્તુ લાવી શકો. એની વે,
મેગ્નેટિક પાર્ટીકલ ગમે ત્યાં બૉમ્બ, ધડાકા કરી શકે. તમારો બસ માં જે ચમકારા હતા તે આ જ હતું.
અરે હા બસ માં જે લાલ ચમકારા હતા એવા ભૂરા પણ હતા.
લાલ ચમકારા હતા તે હ્યુજિસ ના હતા, જે તમને મારવા માંગતા હતા, અને બ્લુ પાર્ટીકલે તમને અહીં પહોચાડ્યા લાલ રંગની દરેક વસ્તુ હ્યુંજિસ ની છે.
ઓહો આવી ટેક્નોલોજી આવી આપણા દેશ માં ક્યારે આવશે એલીના અને વિનસ વાત કરતા હતા.
નોં નો ટાઈગર્સ મારી ટેકનોલોજી આ પાર્ટીકલ્સ ગન્સ વગેરે નું કમપેરીઝન 21મી સદી સાથે ન થઈ શકે. 21મી સદી ના વૈજ્ઞાનિકો ની બુદ્ધિ આવી વસ્તુ કલ્પીય ન શકે.
અને હવે હું નવી વાત કહું છું સાંભળો.."
હજારો કરોડો વર્ષો થી એક એવી વસ્તુ છે. જેને કોઈ પ્રાપ્ત નથી કરી શક્યું. તેના પર કોઈ આધીપત્ય નથી કરી શક્યું. એ છે "સમય ' આ એક એવી વસ્તુ છે જે કોઈના હેઠળ નથી, અને જે પોતાના કાબુ માં રાખી શકે તે ભગવાન છે. તેમાં કોઈ શક નથી.
હ્યુજિસ વર્ષો થી તેનું એક્સપેરિમેન્ટ કરે છે. માત્ર સમય ને કાબુ લેવા. પણ થોડા દિવસ પેલા જ અમને સૂચના મળી છે. હ્યુજીસ થોડા સમય માં સમય ઉપર એક ક્રાંતિકારી પ્રયોગ કરવાનો છે. એક એવી ચિપ જેનાથી તે સમય ના સિદ્ધાંતો ને જડમૂળ માંથી ફેરવી નાખશે. એટલે કે સમય ને રિવર્સ કરશે જેથી આપણે ફરી થી એ જ ભૂતકાળ જોવો પડશે. પાસ્ટ ટુ ફ્યુચર થી ફ્યુચર ટુ પાસ્ટ થશે. જો આ સફળ થયું તો તે દુનિયા ના સૌથી મોટો ફેરફાર હશે, અને હ્યુજિસ અમર બની જશે. આ કોઈ થી નહિ રોકાય. સિવાય કે ખાસ 10
કોણ ખાસ 10?
"યુ ઓલ માય ટાઇગર્સ"
"અમે???
અમે કય રીતે બચાવી શકીએ બધાનો સામાન્ય પ્રશ્ન હતો.
લીસન માય ટાઈગર્સ મેં હું તમને શોધી ને લાવ્યો નથી, ખુદ નિયતિ એ તમને પસન્દ કર્યા છે. મેં હમેશા દુનિયા ને હ્યુજિસ થી બચાવવા ના પ્રયત્ન કર્યા છે. એકલા હાથે લડ્યો છું. પણ હવે આ જંગ તમારી છે.
તમારે રેડમેન સામે લડી દુનિયા માટે ઇતિહાસ ના પન્ના પર લખાવું છે કે એકલા ઝોમ્બી બની સડી મરવું છે. ડીપેન્ડ ઓન યુ
જે મંજુર હોય તો અહીં સ્ક્રીન પર રાખેલા સ્મૉલ ટચ પ્રિન્ટર થી પોતાના હાથ પર પ્રિન્ટ કરી શકે છે. આ રેડીઓ સેન્સિંગ ટેટૂ છે.
તમારી પાસે વિચારવાનો ટાઈમ 24 કલાક છે.
હું તમારો માસ્ટર કેન તમને બધી યુદ્ધકલા અને ટેકનોલોજી થી રેડમેન(હ્યુંજિસ) સામે લડવા મદદ કરીશ જો તમે તૈયાર હો
"એક મિનિટ માસ્ટર તમે અમને ટાઈગર્સ કેમ કહો છો?" વિનસે પૂછ્યું.
હું મારા યોદ્ધા ને ટાઇગર થી વધારે શુ કહી શકું? તમારા બધા માં એક ખાસ પાવર છે. જેના માટે તમને પસન્દ કર્યાં છે.
શું કરીશું? ક્યાં થી ક્યાં પહોંચી ગયા! બધા વિચારતા હતા.
મારા મતે તો આપણે ચાલી જવું જોઈએ મને તો આ ખોટો લાગે છે." જોની એ કહ્યું
"મારે ઝોમ્બી નથી બનવું. કેવીને ડરતા કહ્યું,
તો દુનિયા બચાવવા રેડમેન સામે ફાઇટ કરવી જ છે મારા મતે તો આ જ ઠીક છે" ઈવાને કહ્યું.
આમ કહી ઇવાને હાથ લંબાવ્યો. જોની સિવાય બધા એ ઈવાન ના હાથ પર હાથ મુક્યો,
કમ ઓન જોની"
'આવી જા જોની ડોન્ટ ફીયર..'
જોની એ પણ હાથ મુક્યો અને વી વિલ પ્રિવેન્ટ રેડમેન
બધા હોલ માં આવ્યા ઇવાને પ્રિન્ટર હાથ પર મૂક્યો અને સ્વીચ દબાવતા જ હળવો શોક લાગ્યો. અને યુનિવર્સ નો લોગો પ્રિન્ટ થઈ ગયો. બધા રૂમ માં ગયા. અચાનક રોબર્ટ રૂમ માં આવ્યો રોબર્ટ ને જોઈને બધા ખુશ થઈ ગયા. અને રોબર્ટે પણ પ્રિન્ટ કર્યું
યુનિવર્સ! રેડમેન? શુ લડી શકશે 10 ટાઈગર્સ શક્તિશાળી રેડમેન સામે?? શુ લખ્યું હશે 10 સામાન્ય મિત્રો ની કિસ્મત માં? જાણવા માટે જુઓ ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર ચેપ્ટર-4..
આપના અભિપ્રાય જરુર જણાવશો,..
આર્યન લુહાર
wts: 7048645475