વસુધા ઘરે જવા નીકળી ગયાં પછી ભાનુબહેનનો ચહેરો નારાજ છે એ સ્પષ્ટ ચાડી ખાતો હતો. સરલાને ખબર પડી ગઇ. એણે એનો દીકરો સૂઇ ગયો હતો એટલે રસોડામાં માં પાસે ગઇ. દિવાળી ફોઇ પણ વાડાનું કામ પરવારીને ત્યાં આવી બેઠાં. સરલાએ પૂછ્યું "શું થયું માં ? કેમ તારો ચહેરો આટલો ગુસ્સામાં છે શું થયું બોલને ?’
ભાનુબહેને પહેલા સરલા સામે જોયું પછી દિવાળી ફોઇ સામે જોયું પછી રસોઇમાં ધ્યાન આપતાં કહ્યું “કશું નથી થયું શું થવાનું હોય ?”
“પેલા મહારાણી.. મહેમાનની જેમ આવ્યાં અને ગયા... કઇ કશું.. આવા કપડાં પહેરવાનાં શરૂ કર્યા સાડી શું ખોટી છે ? અને અધુરામાં પુરુ તારાં માટે લઇ આવી એટલે અમારાંથી કશું બોલાય નહીં. ના એ આકુને લાવી અજાણ્યા પુરુષો સાથે જીપમાં રખડે છે.”
ભાનુબહેનના વાગ્બાણ જેવાં શબ્દો સાંભળી સરલાતો જાણે ઠરીજ ગઇ પણ દિવાળી ફોઇ ઉકળી ઉઠયાં. એમણે કહ્યું “ભાનુ તને ખબર પડે છે તું શું બોલે છે ? હમણાંથી તારી જીભ આળી થતી જાય છે. એ છોકરીએ શું ખોટું કર્યું... ?”
“સમાજ અને કાળ બદલાય એમ બધું બદલાતું જાય એણે જે કપડાં પહેરેલાં એમાં ખોટું શું હતું ? એનું કોઇ અંગ ખૂલ્લુ હતું ? ઉઘાડી દેખાતી હતી ? છાતીએ દુપટ્ટો લગાવેલો... આટ આટલું કામ કરે હરેફરે અને નવા જમાનાનું છે બધુ આ પહેરવેશ મને ખૂબ ગમ્યો કાશ અમારાં જમાનામાં આવું હોત..”
“રહી વાત અજુણ્યા પુરુષ સાથે રખડવાની.. તું રખડવાની વાત કરે ? એને જીપમાં એનાં ગામનો એનાં બાપનો ખાસ ભાઇબંધનો છોકરો છે એ એનાં ભાઇ જેવો છે તોય તારાં ભવાં ચઢી ગયાં ?”
‘આમને આમ તું આ છોકરી ખોઇ બેસીસ ? અને ભાનુ તું તારી વાત કરને.. આપણાં કુટુંબોમાં રીવાજ ગણો કે પેઢી દર પેઢીની ઘરોહર.. રસોઇ રેશ્મી કપડામાંજ કરવી સુતરાઉ કોઇ કહ્યું ના પહેરાય.. જેટલીવાર બાથરૂમ સંડાસ જઇએ. એટલીવાર માથાબોળ ન્હાવું પડે. કશું કરે છે ? પાળે છે ?”
‘હું સાવ નાની ઉંમરે રાંડી.. સમાજનાં નિયમો અને માન્યતાઓએ મારું જીવવાનું હરામ કરી દીધેલું કેટલાય વર્ષો ઘરનો ખૂણો સંભાળી બેસી રહી જીવતી રહી હું જો બહાર નીકળું તો બધાને અપશુક્ન થાય મને કેવું કેવું બોલે સંભળાવે.. હું સાવ ઓશિયાળી થઇ ગઇ.”
“ધીમે ધીમે જાતે બહાર નીકળવા લાગી.. મારું કરે કોણ ? ક્યાં સુધી ખૂણો પકડી બેસી રહું ? મારી મદદે કોણ આવેલું દસ વરસ સુધી માથે ટકો કરાવ્યો પછી બધુજ પાળવું બંધ કર્યુ. હું માણસ છું કે જાનવર ? મારામાં હૃદય નથી ?”
“મેં મારા જીવનમાં કેટ કેટલી આશાઓ પાળી હતી ? એ કેવાં નવા વિચારોનાં હતાં એવું સાંભળેલું પરણ્યાની રાતેજ.. મારાં જેવી કોઇ અભાગણી નથી...”
“ભાનુ મારી એકવાત કાન ખોલીને સાંભળી લે તું હમણાંથી વસુધા પર ત્રાગા કરે છે મને બધી સમજ પડે છે તને એનાંથી વાંકુ ક્યાં પડ્યું છે ? શેનાં માટે એ છોકરીને વારે વારે ટોક્યા કરે છે સંભળાવ્યા કરે છે ?”
“હવે જમાનો બદલાઇ ગયો છે. એ મારો હતો એવો કાળ કે જમાનો નથી રહ્યો. સમાજે નવું નવું બધુ સ્વીકારવા માંડ્યુ છે. એ છોકરી અહીં પરણીને આવી અને થોડાં વખતમાં એનું જીવન એનો ચાંદલો નંદવાયો. એણે શું સુખ જોયું છે ? એ ભણેલી છે ભણી કરતાં વધુ ગણેલી છે હુંશિયાર છે.”
“મેં જ તારાં ઘરમાં એને પરણાવી હુંજ આ સંબંધ માટે એનાં બાપા.. મારાં ભાઇને કહેવા ગઇ હતી તું ત્યારે આવી નહોતી... તું સ્ત્રી થઇને સ્ત્રીનું મન નથી વાંચી શક્તી.”
“ભાનુ હું હવે વસુધાનું કંઇ ખોટું નહીં સાંભળી લઊં... મારી ભાણી મારી દીકરી છે હવે મને અહીં રહેવુંજ ગમતું નથી. વસુધા ગઇ ત્યારથી મારું ચિત્ત એનામાં છે. ગુણવંત આવે કહું છું પહેલાંજ મને વાગડ મૂકી જાય. માફ કરજે હવે મારાંથી અહીં નહીં રહેવાય. આ ઘર તારું છે તું તારી રીતે રહે.. વસુધા પાછી આવશે પછી હું વિચારીશ પણ હવે મારાંથી નહીં રહેવાય..” એમ કહી થેલીમાં એમનાં કપડાં ભરવા અંદર ગયાં..
****************
વસુધા ઘરે આવી અને આજી પાસેથી દોડતી આકુ એને આવીને વળગી ગઇ. દુષ્યંતે કહ્યું “વાહ હવે તો આજી સાથે એકદમ હળી ગઇ છે પછી બોલ્યા આકુ જો તારાં માટે શહેરમાંથી સાયકલ લાવ્યાં છીએ.” એમ કહી એણે જીપમાંથી સાયકલ ઉતારીને આકુને આપી.
આકુ તરતજ એમાં બેસી ગઇ હસવા લાગી ત્યાં પરાગે કહ્યું “વસુ હું જઊં ઘરે ફરી જવાનું હોય કહેજો હું આવી જઇશ.” પાર્વતીબેને કહ્યું “પરાગ હવે જમીનેજ જા અહીં આજે પુરણપુરી બનાવી છે. ત્યાં કંઇ બગડવાનું નથી મેં ત્યાં કહેવારવી દીધેલું પરાગ અહીં જમશે.”
વસુધાએ હસીને કહ્યું “ચાલ હવે જમીને જજે માં એ બધુ પાકુ કરી દીધુ છે. “ દુષ્યંતે કહ્યું “ચાલ આપણે હાથપગ મોઢું ધોઇને આવીએ પછી જમી લઇએ. “
વસુધા આકુને સાયકલ ચલાવતી જોઇ રહેલી અને એ કોઇ વિચારમાં સરકી ગઇ. થોડીવાર ચૂપ થઇ ગઇ. માં એ કહ્યું “એય વસુ.. શું વિચારમાં પડી ગઇ તારાં પાપા આવતા હશે તું પણ હાથપગ ધોઇને આવી જા બધાં સાથે જમી લેવાય.”
વસુધા વિચારોની બહાર નીકળી.. બોલી “હાં માં..” ત્યાં પુરુષોત્તમભાઇ બહારથી આવી ગયાં. બધાંજ એક સાથે રસોડામાં પંગત માંડી જમવા બેસી ગયાં.
પાર્વતીબેન ગરમ ગરમ પુરણપોળી બનાવી રહેલાં વસુધાં બધાની થાળીમાં પુરણપોળી, પાપડ, દાળ શાક બધુ પીરસી રહેલી.. પછી માં એ કહ્યું “વસુ તું પણ બેસી જા... “
બધાં જમવા બેઠાં હતાં ત્યાં રસોઇ કરતાં કરતાં પાર્વતીબેન કહ્યું “વસુ તારો આ ડ્રેસ જોઇને તારી સાસુ કંઇ બોલ્યાં ?”
પાર્વતીબેનનાં પ્રશ્નથી વસુધાનાં હાથમાં કોળીયો રહી ગયો. પરાગ, દુષ્યંત, આજી બધાની નજર વસુધા તરફ હતી. પુરુષોત્તમભાઇએ કહ્યું “કેમ એમને શું વાંધો હોય છે ? “
વસુધાએ કહ્યું “પાપા એમને તકલીફ થઇ હોય એવું લાગ્યું પણ મને મોઢે કશું બોલ્યા નથી કચવાટ તો હતોજ.” ત્યાં પરાગે કહ્યું “કાકા વસુધાની સાસુ જરા જૂનવાણી લાગે છે એમને વસુધા પર ખાસ ભરોસો નથી એમ વર્તે છે...”. ત્યાં ઘરનો ફોન રણક્યો.....
વધુ આવતા અંકે - પ્રકરણ-115