Jalpari ni Prem Kahaani - 7 in Gujarati Love Stories by Bhumika Gadhvi books and stories PDF | જલપરી ની પ્રેમ કહાની - 7

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

જલપરી ની પ્રેમ કહાની - 7

બધાંએ શાંતિ થી જમી લીધું. સૌથી પહેલા મુકુલ જમી ને ઉભો થયો. કેમ બેટા આટલું જલદી ઉભો થઇ ગયો? મમ્મી જમી રહ્યો હું. પણ આટલું જલદી? મમ્મી તમને તો હંમેશા જલદી જ લાગે છે. મમ્મી આપણે છેલ્લા બે કલાક થી અહીં જમી રહ્યા છીએ અને મેં એટલું બધું જમી લીધું છે કે હવે મને મારો સામાન પેક કરવામાં પણ તકલીફ પડશે. હું જાવ છું મમ્મી મારા રૂમમાં સામાન પેક કરતો થાવ સવારે પાંચ વાગે નીકળવાનું છે મારે કોચ્ચિ માટે.


ચિંતા ના કરો ભાઈ હું છું ને તમારો લક્ષ્મણ હમણાં જ આવું છું તમારી મદદમાં ચાલો. મુકુલ અને સ્મિતાબેન ની વાત માં વચ્ચે જ વિશાલ બોલ્યો. એ પણ જમીને ઉભો થયો અને મુકુલ ની આગળ ચાલ્યો. ભલે જા દીકરા, હું પણ અહીંનું કામ પતાવીને આવું છું તારા રૂમમાં. સ્મિતાબેન ની રજા મળી ગઈ. મુકુલ અને વિશાલ ઉપર પોતાના રૂમમાં જઈ રહ્યા છે. સ્મિતાબેન આંખનું એક પણ મટકું માર્યા વગર બંને ભાઈઓ ને જતાં જોઇ રહ્યા છે.


બોલો ભાઈ પેકિંગની શરૂઆત ક્યાંથી કરવી છે. મુકુલના રૂમમાં પહોંચતા ની સાથે જ વિશાલે જીજ્ઞાશા દર્શાવી. તું શાંતિ થી બેસ હું કરી લઉં છું પેકિંગ તું બસ મને કંપની આપ. મુકુલે પોતાનું વોર્ડરોબ ખોલ્યું, અંદર થી બે મોટી બેગ કાઢી અને એક પછી એક કરીને એક બેગમાં કપડાં ભર્યા. બીજી બેગમાં એના સૂઝ, ચપ્પલ, શેવિંગ કીટ અને અન્ય રોજ બરોજની જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ભરી. વિશાલ બેડ પર બેઠો બેઠો વાતો કર્યે જાય છે.


હાશ ચાલો પત્યું કામ, પેકિંગ ઇઝ ઓલ મોસ્ટ ડન કહેતા કહેતા મુકુલ પથારી માં જોરથી બેઠો. આટલી જ વસ્તુ અને કપડાં લઈ જશો ભાઈ? વિશાલે અચરજ થી પૂછ્યું. કેમ આટલું ઓછું પડે છે ભાઈ તને? આખું વોર્ડ રોબ ભરીને કપડાં છે અને તમે આ સાત આંઠ જોડી કપડાં જ લઈ જશો ભાઈ વધારે લઈ જાવ ને. હા મુકુલ વિશાલ બરાબર કહે છે લે આ તારા પ્રેસ માં આપેલા કપડાં આવી ગયા, મે સાંજે ફોન કરીને ધોબીને અત્યારે જ તારા કપડાં આપી દેવા કહી દીધું હતું. હમણાં જ આવ્યા. બોલતાં બોલતાં સ્મિતાબેન મુકુલ ના રૂમ માં પ્રવેશ્યા.


અરે મમ્મી ખોટી ઉતાવળ કરાવી બિચારા ધોબી ને આ કપડાં મારે લઈ જવાના નથી. મારે જે લઈ જવાના છે એ મેં લઈ લીધા છે. આ આટલા થોડા કપડાં લઈને જશે તું ત્યાં? આટલા બધા કપડા ને કરવાના છે શું બેટા લઈ જાને. મમ્મી ત્યાં આખો દિવસ વહેલી સવાર થી રાત સુધી તો મારે યુનિફોર્મ માં રહેવાનું હોય ફક્ત રાત્રે ફોર્મલ પહેરવાના હોય એના માટે આ ઓછા છે? વધારે કપડાં લઈ જઈને પણ ત્યાં પડ્યા જ રહે મમ્મી એના કરતા ભલે ઘરે જ રહે.


મુકુલે સ્મિતાબેન ના હાથમાં હતા એ કપડાંને લઈને વોર્ડરોબ માં મૂકી દીધા અને તેમનો હાથ પકડી એમને પોતાના બેડ ઉપર બેસાડ્યા અને તે પોતે એમના ખોળામાં માથું મૂકીને પગમાં બેસી ગયો. સ્મિતાબેન ની આંગળીઓ આપોઆપ મુકુલના માથાના વાળમાં ફરવા લાગી.મમ્મી આવું ના ચાલે હું પણ છું, વિશાલ પણ સ્મિતાબેન ના ખોળામાં માથું મૂકી બેડ પર આડો પડ્યો. સ્મિતા બેને વિશાલના માથામાં પણ આંગળીઓ થી પંપાળવાનું શરૂ કર્યું.


કૃષ્ણકાંત રાયચંદ ની લાખો કરોડોની પ્રોપર્ટી એક તરફ અને એક તરફ પોતાના ખોળામાં માથું મૂકીને બેઠેલા બંને દીકરાઓ ની માતા તરીકેનું સુખ એક તરફ રાખવામાં આવે તો આ સુખ સૌથી સવાયું નીકળે સ્મિતાબેન માટે. થોડી વાર બંને ભાઈઓ શાંતિથી માં ના ખોળામાં માથું મૂકીને બેસી રહ્યાં.


થોડી વાર પછી સ્મિતા બેને મુકુલ નો હાથ પોતાના હાથમાં લઈ એમાં રૂપિયાની એક થોકડી મૂકતા કહ્યું લે બેટા આ તને જરૂર પડ્યે ત્યાં કામ આવશે. મુકુલે માથું ઊંચું કરીને હાથ માં મુકેલી રૂપિયાની થોકડી સામે જોયુ અને એના મુખ ઉપર પ્રસન્નતાની એક લેર ઉઠી. મમ્મી આ પૈસાનું હું શું કરીશ? મારી પાસે છે પૈસા..ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પણ છે એટલે આ પૈસાની જરૂર નથી આ તમે જ રાખો.


મુકુલે પૈસા પાછા સ્મિતાબેન ના હાથમાં મૂક્યા. રાખીલે ને બેટા ક્યારેક જરૂર પડશે તો કામ લાગશે. મમ્મી મને ત્યાં ટ્રેનિંગ કેમ્પમાં શું જરૂર પડી જવાની છે? અને એમ પણ મમ્મી હવેતો તમારો દીકરો પણ જાતે કમાશે. મારે દર મહિને સેલરી આવશે એ પણ તો હશે જ ને મારી પાસે એટલે મને જરૂર નહિ પડે મમ્મી.


અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ કે હવે તો મારો દીકરો પણ પૈસા કમાવવા લાગશે. સમય કેટલો જલદી પાંખો લગાવીને ઉડી ગયો. સ્મિતાબેન મુકુલના માથા પર અને ગાલ ઉપર વ્હાલથી હાથ ફેરવતા ફેરવતા બોલ્યાં. હજુ તો કાલની વાત લાગે છે જ્યારે તું લથડિયાં ખાતો ખાતો મારી પાછળ પાછળ ફરતો હતો, ચોકલેટ માટે રિસાઈને મારી સાડી પકડી ને ખેંચતો અને આજે તું એટલો મોટો થઈ ગયો કે હવે જાતે કમાઈશ, આટલા દૂર એકલો રહીશ.


હા, મમ્મી સમય તો બહું જલદી જતો રહ્યો. ક્યાં સ્કૂલ પૂરી થઈ, ક્યાં કોલેજ અને હવે જોબ બધું કેટલું ફટાફટ પલક ઝપક્તાં માંજ થઈ ગયું. મુકુલ પ્રેમથી એની મમ્મીની હેત નીતરતી આંખોમાં જોઈ રહ્યો છે. મમ્મી ભાઈને પૈસા નથી જ જોઈતા તો મને આપીદો. પાછો વિશાલ વચ્ચે હસતાં હસતા બોલ્યો.


તારું મન પૈસાથી કોઈ દિવસ ભરાય છે બકુડિયા, સ્મિતાબેને વિશાલનો કાન ખેંચતા કહ્યું. મમ્મી શું કરો છો યાર મને ખેંચાય છે કાન. હા તો ખેંચું છું તો ખેંચાય જ ને સ્મિતાબેન બોલ્યાં અને પૈસાની થોકડી માંથી થોડા પૈસા વિશાલના હાથમાં મૂક્યા. થેંક યુ મમ્મી વિશાલ રાજીના રેડ થઈ ગયો.


મમ્મી રાતના દસ વાગી ગયા છે તમારે અને પપ્પાને સૂવાનો સમય થઈ ગયો છે, આખો દિવસ તમે આમ તેમ દોડ્યા કર્યું છે જાવ જઈને આરામ કરો મુકુલે લાગણીથી મમ્મી ને કહ્યું. હમમ... ઠીક છે તારું બધુજ પેકિંગ થઈ ગયું છે ને? કશું છૂટી તો નથી ગયું ને? ના મમ્મી કશું જ નથી છૂટ્યું. સારું તો તું પણ હવે આરામ કર કાલથી તારે બહું મહેનત કરવાની છે.


બેટા દિવસમાં ત્રણવાર જમી ને તરત મને ફોન કરજે અને પોતાનું ધ્યાન રાખજે. તારા વગર મને તો આ ઘર કરડવા દોડશે. મમ્મી પ્લીઝ હવે સૂઈ જાવ બિલકુલ ચિંતા ના કરો હું તમારો જ દીકરો છું ક્યાંય પાછો નહિ પડું. ઠીક છે તો હું જાવ છું જય શ્રી કૃષ્ણ કહેતા સ્મિતાબેન ઉઠ્યા. મુકુલ અને વિશાલ પણ સ્મિતાબેન ને પગે લાગતાં જય શ્રી કૃષ્ણ બોલ્યાં. સ્મિતાબેન અનિચ્છાએ મુકુલના રૂમ માંથી પોતાના રૂમ તરફ ચાલ્યા.


ક્રમશઃ.........