Prarambh - 48 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 48

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

પ્રારંભ - 48

પ્રારંભ પ્રકરણ 48

રાજુ લંગડો નામચીન બુટલેગર હતો. આ ઝુંપડપટ્ટીમાં અને આજુબાજુના વિસ્તારમાં એનો ધંધો ખૂબ જ સારો ચાલતો હતો. ફિલ્મસિટીમાં પણ એ વાઈન પહોંચાડતો હતો. કોઈ મોટી રકમ લીધા વગર એ પ્લોટ ખાલી કરે એવી કોઈ શક્યતા ન હતી. લલ્લન પાંડે આ જાણતો હતો એટલે રાજુ લંગડાથી જ મીટીંગ શરૂ કરવાનો એણે નિર્ણય લીધો.

રાજેશ ઉર્ફે રાજુ તિવારી મૂળ ઉત્તર પ્રદેશનો હતો. નાનપણથી જ ગુંડાગીરી કરતો હતો. જોગેશ્વરીની એક ચાલીમાં એનો જન્મ થયો હતો. બાપ દારૂડિયો હતો અને મા શાકભાજી વેચતી હતી. નાનપણથી જ ખરાબ મિત્રોની સોબતમાં રાજુ વરલી મટકા અને જુગાર રમતો થઈ ગયો હતો. પૈસાની જરૂર પડે ત્યારે ઘરમાંથી ચોરી કરતો હતો. ક્યારેક ક્યારેક સોનાની ચેઈનનું સ્નેચિંગ પણ કરી લેતો !

જેમ જેમ મોટો થતો ગયો એમ એની દાદાગીરી વધતી ગઈ. ૨૫ વર્ષની ઉંમરે તો એ એના એરિયાનો ગુંડો અને દાદા બની ગયો. એરિયાના હકની લડાઈમાં બીજા ગુંડા સાથે જીવ સટોસટની લડાઈ કરતાં એના પગમાં ગોળી વાગી. ટ્રીટમેન્ટ પછી એ બચી તો ગયો પણ કાયમ માટે લંગડો થઈ ગયો.

આ ઘટના પછી પોતાના જ એરિયાના એક બુટલેગરના ત્યાં એ નોકરીએ લાગી ગયો અને મહત્વની જવાબદારી એણે સંભાળી લીધી.

૨૭ વર્ષનો થયો ત્યારે એનાથી બે વર્ષ મોટી એક બાઈ સાથે એને ઈશ્ક થઈ ગયો. સોના એનું નામ હતું. સોના એની મા સાથે માછલી વેચવાનો ધંધો કરતી હતી. સોના લગન કરીને રાજુ સાથે એની ઝૂંપડીમાં રહેવા માટે તૈયાર ન હતી. રાજુ નવું મકાન લે તો જ એ લગન કરશે એવી એની શરત હતી.

રાજુએ એના બુટલેગર શેઠ સાથે વાત કરી. બુટલેગર રાજુના કામથી ખુશ હતો અને એ લલ્લન પાંડેને જાણતો હતો. એણે રાજુને મદદ કરવા માટે ગોરેગાંવની આ ઝુંપડપટ્ટીમાં હપ્તેથી એક નાનું મકાન લઈ લેવાની સલાહ આપી. બુટલેગરે એને આ નવી જગ્યાએ પોતાનો સ્વતંત્ર ધંધો ચાલુ કરવાની પણ સલાહ આપી.

રાજુ લલ્લન પાંડેને મળ્યો અને આ પ્લોટમાં એક પાકું મકાન એણે હપ્તેથી ખરીદી લીધું. એ પછી લગન કરીને એ ત્યાં રહેવા માટે આવી ગયો. એણે અહીં આવીને દારૂનો ધંધો ચાલુ કરી દીધો. શરૂઆતમાં બધો માલ એનો બુટલેગર શેઠ જ સપ્લાય કરતો હતો.

આ વાતને ૧૫ વર્ષ વીતી ગયાં. આ ૧૫ વર્ષોમાં રાજુએ પોતાનો ધંધો જમાવી દીધો અને છેક ફિલ્મસિટી સુધી મોટું સેટિંગ કરી દીધું. રાજુને જો આ જગ્યા ખાલી કરવી પડે તો પોતાનો જમાવેલો ધંધો ચોપટ થઈ જાય. આજુબાજુ કોઈ જ એવી જગ્યા ન હતી કે જ્યાં એ ફરી દારૂનો અડ્ડો કરી શકે !

"રાજુ ભૈયા તુમ તો જાનતે હી હો કી પીછલે એક દેઢ સાલ સે હમારે યે પ્લોટ કે ઉપર બિલ્ડર્સ લોગોંકી નજર હે. પ્લોટકી અસલી માલકીન ભી અમેરિકાસે વાપસ આ ગઈ હૈ. એક સાલસે વો લડકી ભી મેરે પાસ દો તીન બાર આ ચૂકી હૈ. શાયદ તુમકો ભી મિલી હોગી. જહાં તક લડકીકા સવાલ થા હમને આજ તક ઉસકો ભગા દિયા હૈ. " પાંડે મીટીંગમાં રાજુને સમજાવી રહ્યો હતો.

" લેકિન અબ એક ઐસા ઇન્સાન બીચ મેં આયા હૈ જો મેરે સારે રાઝ જાનતા હૈ. ઉસકે પાસ સારે પ્રૂફ હૈં. અગર હમને યે પ્લોટ ઉસકો નહીં દિયા તો સારે કચ્ચે ચિઠ્ઠે હાઇકોર્ટમેં ખુલ જાયેંગે ઔર યે જગા એક ભી રૂપિયા લીયે બિના ખાલી કરની પડેગી. મૈંને તુમકો આજ ઇસીલિયે બુલાયા હૈ કી અબ વક્ત આ ગયા હૈ કિ જિસકો જો ચાહિયે વો લે લે ઓર અપને અપને મકાન ખાલી કર દે." પાંડે બોલ્યો.

"લેકિન પાંડેજી યે કૈસે હો સકતા હૈ ? મૈ કિસીસે ડરતા નહીં. મૈ અપના મકાન ખાલી કરનેવાલા નહીં હું. " રાજુ થોડો આવેશમાં આવીને બોલ્યો.

"રાજુ ભૈયા બાત સમજનેકી કોશિશ કરો. અબ મેરે ઔર તુમ્હારે પાસ કોઈ ચોઇસ હી નહીં હૈ. હાઇકોર્ટકા ઓર્ડર નિકલેગા ઔર પુલીસકી પૂરી ફૌઝ આકર બુલડોઝર ચલાયેગી ઔર સબ રાસ્તે પે આ જાયેંગે. ઐસે હાલાતમેં કિસીકો એક રૂપિયા ભી નહીં મિલેગા" પાંડે બોલતો હતો.

" યે જો ઇન્સાન બીચ મેં આયા હૈ ઉસકે પાસ સારે સબૂત હૈ કિ યે પ્લૉટ ફર્જી દસ્તાવેજ બનાકર મેરે નામ કિયા હૈ. નગરપાલિકાકે કર્મચારીકો ભી ઉસને સાક્ષી બના દિયા હૈ. પાવર ઓફ એટર્ની ભી ફર્ઝી હૈ ઔર જિસને ફર્ઝી દસ્તાવેજ બનાયા ઉસ નોટરીકો ભી વો જાનતા હૈ. હાઇકોર્ટકા જજ એક હી દિન મેં અપના ફૈસલા સુના દેગા ઇતના મજબૂત કામ કિયા હૈ. ઇસી લિયે મેરે ભાઈ મેરી બાત માનો ઓર પુરી ગંભીરતા સે તુમકો ક્યા ચાહિયે વો રકમ બોલ દો. મેં તુમકો દિલા દુંગા યે મેરા વાદા હૈ. " લલ્લન બોલ્યો.

" લેકિન મેરા તો પુરા ધંધા હી ચોપટ હો જાયેગા. યહી એક એરીયા હૈ જહાંસે મેરા દારૂકા ધંધા ચલ સકતા હૈ. પૂરી ફિલ્મસિટીમેં મેરા હી માલ જાતા હૈ. યહાંસે ખાલી કરકે મૈં કહાં જાઉં ? આસપાસ તો ઐસા કોઈ એરીયા નહીં જહાં બૈઠકર મેં ધંધા કરું ! " રાજુ બોલ્યો.

"મેં સબ સમજતા હું ભાઈ. મેરી ભી લાખોંકી આમદની બંધ હો જાયેગી. લેકિન હમારે પાસ કોઈ ઓપ્શન નહીં બચા હૈ. ખાલી તો કરના હી પડેગા. ઔર હાથ મેં પૈસે હોંગે તો કહીં ના કહીં ધંધે કા ફિર સે સેટિંગ કર પાઓગે. જગા ભી મિલ જાયેગી. હાથમેં અગર પૈસે હૈં તો સબકુછ મુમકીન હૈ. ઈસી લિયે ગંભીરતાસે સોચો ઔર મુજે બતા દો કી તુમકો કિતને ચાહિયે ? " પાંડે બોલ્યો.

" વૈસે મેરા મન તો નહીં માન રહા લેકિન તુમ જો ઈતના કહ રહે હો તો મૈં ઈસ વિષય મેં સોચતા હું ઔર ફિર બતાતા હું. " રાજુ બોલ્યો.

ચાલો રાજુ લંગડો તો સમજાવટથી માની ગયો પરંતુ હવે દિલાવર ખાનને મનાવવો બહુ મુશ્કેલ છે - લલ્લન પાંડે વિચારી રહ્યો.

એણે બીજા દિવસે દિલાવરખાનને ફોન લગાવ્યો.

" અરે દિલાવર જી મૈં લલ્લન પાંડે. જરા તુમસે એક બાત કરની થી. આજ શામ મેરે ઘર આ સકતે હો ક્યા ? " લલ્લન પાંડે બોલ્યો.

" આજ તો મેરે પાસ વક્ત નહીં હૈ. ક્યું ક્યા કામ થા મેરા ? ફોન પે ભી બતા સકતે હો. " દિલાવરખાન બોલ્યો.

"ફોન પર ચર્ચા નહીં કરી શકતા. કુછ ઈમ્પોર્ટન્ટ હૈ દિલાવર જી " પાંડે બોલ્યો.

" ઠીક હૈ પરસોં સન્ડેકો સુબહ ૧૧ બજે કા રખ્ખો. " દિલાવર બોલો.

દિલાવરખાનને ૧૮ વર્ષ પહેલાં પાક્કું મકાન લલ્લન પાંડેએ જ વેચ્યું હતું. મકાન વેચ્યું ત્યારે પાંડેને ખબર ન હતી કે દિલાવર કોઈ ગેંગ સાથે જોડાયેલો છે. એ પણ મૂળ તો ઉત્તર પ્રદેશનો જ હતો. અહીં આવ્યા પછી બે વાર હથિયાર સપ્લાય કરવાના મામલામાં અને ત્રીજી વાર એક ખૂનના મામલામાં એ જેલ જઈ આવ્યો હતો.

એ પછી એની ગુંડાગર્દી અને દાદાગીરી આ ઝુંપડપટ્ટીમાં પણ વધી ગઈ હતી. કોઈપણ મકાન વેચવું હોય કે લેવું હોય તો દિલાવરને ખુશ રાખવો પડતો. ત્રણ ચાર મકાનમાં કુટણખાનાં પણ ચાલતાં હતાં. આ કુટણખાનાં ચલાવતી બાઈઓ પાસેથી એ તગડા પૈસા લેતો અને પોતે પણ ક્યારેક છોકરીઓ સપ્લાય કરતો હતો. તમામ પ્રકારના કાળા ધંધા એ કરતો. યુપીથી હજુ પણ એ દેશી તમંચા પોતાની ગેંગ માટે મંગાવતો હતો.

દિલાવરખાનનું આ ઝુંપડપટ્ટીમાં મકાન ભલે હતું પરંતુ એણે પાંચ વર્ષ પહેલાં એક ફ્લેટ ગોરેગાંવમાં લીધો હતો અને ફેમિલી સાથે હવે એ ત્યાં જ રહેતો હતો. હથિયારો વગેરેનો ધંધો એ ઝૂંપડપટ્ટીના મકાનમાંથી જ કરતો હતો.

પાંડે માટે આવા માથાભારે ગુંડાને મકાન ખાલી કરવાનું સમજાવવું ખૂબ જ અઘરું કામ હતું.

રવિવારે સવારે ૧૧ વાગે દિલાવરખાન લલ્લન પાંડેના ઘરે હાજર થઈ ગયો.

"દેખો દિલાવર આજ તક મૈંને તુમકો કભી ડિસ્ટર્બ નહીં કિયા લેકિન અબ એક મુસીબત ખડી હો ગઈ હૈ. મુજે કિસી ભી હાલત દિંડોશી કી ૬૦૦૦ વાર કી પ્રોપર્ટી ખાલી કરકે બિલ્ડર કો દેની પડેગી. અબ તક તો મૈં કિસી ભી બિલ્ડર્સકી બાતો મેં નહીં આતા થા લેકિન અબ વક્ત આ ગયા હૈ. અભી હમ કો જો ચાહિયે વો પૈસા બિલ્ડર દેને કો તૈયાર હૈ લેકિન અગર હમને સારે મકાન ખાલી નહીં કિયે તો એક ભી રૂપિયા લિયે બીના યે પ્રોપર્ટી ખાલી કરની પડેગી." પાંડે બોલ્યો.

"ઐસે કૈસે હમ ખાલી કર દે ? મૈ તો ખાલી કરનેવાલા નહીં હું. મુઝે વો બિલ્ડરકા નામ ઔર પતા બતા દો. સાલેકો આજ હી ખતમ કર દુ. ફિર ચાહે જો ભી હો જાયે." દિલાવર ગુસ્સે થઈને બોલ્યો.

"બાત કો સમજનેકી કોશિશ કરો દિલાવરજી. વો કામ તો મૈં ભી કિસી કો પૈસા દેકર કરવા સકતા હું. લેકિન વો બહોત પહુંચા હુઆ આદમી હૈ. વો હાઇકોર્ટ તક પહોંચ ગયા હૈ. બુલડોઝર આયેગા ઔર સારે કે સારે મકાન ગીરા દેગા. હાઇકોર્ટ કે ઓર્ડર કે સામને કિસી કી નહી ચલતી. ઈસી લિયે તો મેને તુમકો અપને ઘર બુલાયા કિ મામલા ગંભીર હૈ." પાંડે બોલી રહ્યો હતો.

"અબ તક નસીબમેં જો થા વો કમા લિયા. તુમકો જીતના પૈસા ચાહિયે મૈ દિલાને કો તૈયાર હું. પૈસે મિલ જાનેકે બાદ હી મકાન ખાલી કરના હૈ. ઇન પૈસો સે તુમ નઈ જગા ભી લે સકતે હો. ઔર ભી બડા ધંધા કર સકતે હો." પાંડેએ દિલાવરખાનને સમજાવવા પૂરી કોશિશ કરી.

દિલાવર ખાન થોડીવાર વિચારમાં પડી ગયો. જો મોટી રકમ મળતી હોય તો મકાન ખાલી કરવામાં વાંધો નથી. અત્યારે દર મહિને લાખ બે લાખ મળે છે. એના બદલે એક સાથે જો મોટી રકમ મળતી હોય તો સોદો કંઈ ખોટો નથી !

"તુમ કિતને પૈસે દીલા સકતે હો પાંડે ? " દિલાવર બોલ્યો.

"તુમ બોલો. તુમકો કિતના ચાહિયે ?" પાંડેએ પૂછ્યું.

" મૈ દો કરોડ સે કમ નહીં લુંગા." દિલાવર બોલ્યો.

" બહોત જ્યાદા હૈ દિલાવર જી. પ્લૉટમેં જીતને ભી લોગ બસતે હૈં ઉન સબકો ભી તો પૈસા દેના હૈ. એક કરોડ તક તો દેને કે લિયે મૈ તૈયાર હું. " પાંડે બોલ્યો.

"અચ્છા ચલો મુજે દેઢ કરોડ મિલ જાયેંગે તો મૈ મકાન ખાલી કરને તૈયાર હું. લેકિન પૈસા મિલને કે બાદ. ઈસમેં સે એક ભી રૂપિયા કમ નહી કરુંગા" છેવટે દિલાવરખાને પોતાનો નિર્ણય આપી દીધો.

" દે દિયા દિલાવર જી. મૈં તુમ્હારા માન રખતા હું. અબ ચાય યા શરબત પીકે જાઓ. " દિલાવર ટેન્શન ફ્રી થઈને બોલ્યો.

" નહીં પાંડે. મૈં નીકલતા હું." કહીને દિલાવરખાન ઉભો થઈ ગયો.

"બહોત બહોત શુક્રિયા દિલાવર જી." પાંડે પણ ઉભો થઈને બે હાથ જોડી બોલ્યો.

દિલાવર પણ દોઢ કરોડની લાલચમાં માની ગયો. હવે તુકારામ સાવંતને સમજાવવાનો હતો. એ દિલાવર કે રાજુ જેટલો માથાભારે ન હતો પરંતુ લાલચુ ચોક્કસ હતો એટલે એને મોટી રકમ આપવી પડશે. બાકીના બાંકેલાલ અને ભેરુનાથ જેવા એક બે રહીશો છે એમને તો પૈસાની લાલચથી મનાવી લેવાશે. - લલ્લન પાંડે વિચારી રહ્યો.

બે ત્રણ દિવસ પછી બંને સાથે પાંડેએ અલગ અલગ મીટીંગો કરી અને બંનેને સમજાવી લીધા. તુકારામ સાવંત એમ જલ્દીથી માને એમ ન હતો કારણ કે એનો પૈસા ધીરધાર કરવાનો અને પોસ્ટ ઓફિસના એજન્ટ તરીકેનો ધંધો ધમધોકાર ચાલતો હતો. પરંતુ પાંડેએ એને સમજાવ્યો કે દિલાવર ખાન અને રાજુ લંગડો પણ પૈસા લઈને મકાન ખાલી કરવા તૈયાર થઈ ગયા છે. એટલે એ એક કરોડમાં માની ગયો. બાંકેલાલ અને ભેરુનાથ પણ ૭૫ ૭૫ લાખમાં માની ગયા.

એ પછી બાકીના નાના-મોટા મકાન માલિકો અને ભાડુઆતો સાથે પાંડેએ રવિવારે સાંજે એક મીટીંગ ગોઠવી અને બધાને હાજર રહેવા કહેવામાં આવ્યું.

"મૈંને આજ સબકો ઇસી લિયે બુલાયા હૈ કી યે પ્લૉટ અબ બીક રહા હૈ. યે જગા ગૈરકાનુની હૈ તો સરકાર હી ખાલી કરવા રહી હૈ. જો બિલ્ડર લેનેવાલા હૈ વો સબકો પૈસા દેને કો તૈયાર હૈ ઓર સબકો અચ્છે ખાસે પૈસે મિલેંગે. એક મહિને કા ટાઈમ હૈ હમારે પાસ. હમારે દિલાવરભાઈ ઔર રાજુભાઈ ભી ખાલી કરને કો તૈયાર હો ગયે હૈ. ઈસી લિયે દુસરી જગા ઢુંઢનેકી ચાલુ કર દો. અગર કિસીને વિરોધ કિયા યા મકાન ખાલી નહીં કિયા તો ઉસકો એક રૂપિયા ભી નહીં મિલેગા ઔર મકાન તો જાયેગા હી. " પાંડેએ પોતાની વાત પૂરી કરી.

૧૦૦ જણના ટોળામાં ગણગણાટ અને વિરોધ તો ઘણો થયો પરંતુ છેવટે પાંડેએ બધાને સમજાવી દીધા.

હવે પ્લૉટ ખાલી કરવા માટે લોકોને ટોટલ કેટલી રકમ ચૂકવવી પડશે એનો હિસાબ ગણવાનું લલ્લન પાંડેએ ચાલુ કરી દીધું.

૪૦ મકાનો પાકાં છે અને એ વેચાણ થયેલાં છે એટલે દરેકને ઓછામાં ઓછા ૨૦ લાખ તો આપવા જ પડે. ૭૫ કાચાં મકાનોમાંથી ૮ મકાન પણ વેચાણ થયેલાં છે એટલે દરેકને ૧૫ લાખ જેવા તો આપવા જ પડે. બાકીનાં ૬૮ મકાનો ભાડે આપેલાં છે એટલે એમને ખાલી કરાવવાના ૧૦ લાખ જેટલા આપવા પડે. આગળના ભાગમાં જે ૭ દુકાનો ભાડે આપેલી છે એ દરેકને પણ દસ લાખ અલગથી આપવા પડશે.

એ સિવાય દિલાવરખાન, રાજુ લંગડો, બાંકેલાલ અને ભેરૂનાથની રકમ ગણતાં ટોટલ ૨૧ કરોડ જેવી રકમ તો વહેંચવામાં જ જશે. જો ટોટલ ૨૫ કરોડમાં પાર્ટી ટોટલ તૈયાર થઈ જાય તો મને ૪ કરોડ રોકડા મળે. - લલ્લન પાંડે વિચારી રહ્યો.

કેતનના ગયા પછી એક મહિનામાં જ લલ્લન પાંડેએ પ્લૉટ ખાલી કરી દેવા બધાને મનાવી લીધા હતા. પરંતુ ત્રણ મહિના થવા આવ્યા છતાં કેતન તરફથી કોઈ જ સમાચાર ન હતા એટલે પાંડે થોડો નિરાશ થયો હતો. પરંતુ આજે જયદેવનો ફોન જેવો આવ્યો કે તરત જ પાંડે કેતનને મળવા માટે આતુર થઈ ગયો. એણે ગમે ત્યારે કેતન સાથે મીટીંગ કરવાની તૈયારી બતાવી.

"કેતન... પાંડે એકદમ તૈયાર છે. હવે બોલ ક્યારે મળવું છે ?" જયદેવ બોલ્યો.

" શુભસ્ય શીઘ્રમ ... આવતીકાલે સવારે ૧૧ વાગે જ રાખીએ. તું પણ હાજર રહેજે. પાંડેની દિવાળી સુધરી જશે " કેતન હસીને બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)