Prem Thai Gyo - 4 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 4

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ થઇ થયો - 4

part-4

અત્યાર સુધી આપણે જોયું કે અક્ષત દિયા સાથે ડાન્સ કર માંગે છે...

આજે આ સ્ટોરી માં એક નવું પાત્ર જોડાવા જાય છે, જેનું નામ છે શિવ... તે મિતાલી ના ફોઈ નો છોકરો છે...

અક્ષત અને શિવ બન્ને જોડે જ હૈદરાબાદ માં રહેતા હતા, બન્ને સાથે રઈ ને પોતાનું બિઝનેસ કરતા હતા, પણ શિવ થોડા કામ થી બારે જવાના કારણે લગ્ન માં મોડો પડે છે. તે જેવો આવે છે તે સીધો જઈ ને મિતાલી પાસે પોચી જાય છે...

શિવ પાછળ થી જઈ ને મિતાલી ની આંખો પર પોતાના હાથ મૂકી દે છે....

"શિવ ભાઈ ખબર છે તમે જ છો આટલા મોડા તમે જ આવો ને! જાઓ મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી..."
મીતાલી બોલે છે....

શિવ તેની સામે આવી ને પોતાના કાન પકડી ને બેસી જાય છે...

"અરે મિતુ તું જ કે આ અક્ષત ને...મને કામ માટે મૂકી ને પોતે અહીંયા આવી ગયો... એમાં મારી શું ભૂલ..."
શિવ બોલે છે...

"હા...જાણું છું તમને ચાલો હવે ઉભા થઇ જાઓ અને જલ્દી થી તૈયાર થઇ આવો...થોડી વાર માં ડાન્સ ની પ્રેક્ટિસ કરવા જવાનું છે..."
મિતાલી બોલે છે....

શિવ ત્યાં થી બીજા બધા લોકો ને મળી ને તૈયાર થવા જતો રે છે...

આ બાજુ બધા સાથે બેઠો હોય છે, અને અક્ષત ને ડાન્સ ટીચર નો કોલ આવે છે, તે તેમની સાથ વાત કરે છે, અને પછી બધા ન કે છે, કે હવે આપડા ને ડાન્સ ની પ્રેક્ટિક કરવા બોલાવે છે...

બધા મળી ને ડાન્સ પ્રેક્ટિક કરવા માટે જાય છે....ત્યાં ડાન્સ ટીચર જેમનું નામ આરુષ હતું, તે ત્યાં જ બધા ની આવાની રાહ જોતા હોય છે...

"બધા કપલ માં આવી જાઓ તો...."
આરુષ બોલે છે....

બધા પોતાની રીતે ગોઢ્વાઈ જાય છે પણ ચાર લોકો બાકી રહે છે...અહાના, દિયા , શિવ અને અક્ષત.....

અક્ષત દિયા પાસે જતો જ હોય છે, તે પેલા જ શિવ તેની પાસે પોચી જાય છે....

શિવ ગણી વાર મિતાલી ના ઘરે આવતો હોય છે, અને ત્યારે જ
દિયા અને શિવ એક બીજા ને મળ્યા હોય છે...દિયા ને એક વાર રસ્તા માં એકટીવા બગડી જાય છે, ત્યારે ત્યાં થી શિવ જતો હોય છે, દિયા ને ત્યાં જોઈ ને તેની પાસે જાય છે...

"Hi, તમે દિયા જ છો ને મિતાલી ના ફ્રેન્ડ ..."
શિવ દિયા જોડે જઈ ને બોલે છે...

"હા, પણ તમે કોણ...."
દિયા બોલે છે.....

"હું મિતાલી નો ભાઈ છું....શિવ...."
"તમારી એકટીવા માં શું થયું..."
શિવ બોલે છે......

"સમજાતું નથી ક્યારે નું ચાલુ કરવા ની કોસીસ કરું છું, પણ થતી જ નથી....."
દિયા બોલે છે....

શિવ એકટીવા ચાલુ કરવા ની કોસીસ કરે છે....થોડી વાર પછી ચાલુ થઇ જાય છે.....

દિયા શિવ નો આભાર મને છે, અને ત્યાં થી નીકળી જાય છે....

બસ આ રીતે જ દિયા અને શિવ ની પહેલી મુલાકાત થઇ હોય છે....

*****

"Hello...દિયા કેમ છો...? ઓળખ્યો મને ....?"
શિવ બોલે છે....

"બસ હું તો મજામાં...અરે તમે ક્યારે આવ્યા...? તમને તો ઓળખું જ છું ને...અને આટલું મોડુ કેમ થઇ ગયું તમને આવામાં....?"
દિયા બોલે છે....

"થોડું કામ હતું એ પૂરું કરવા માં જ મોડું થઇ ગયું..."
શિવ બોલે છે...

અક્ષત બસ તે બન્ને ને જોતો હોય છે...ત્યાં શિવ તેને પૂછે છે ચાલ આપડે સાથે ડાન્સ કરીએ...તો દિયા તેની સાથે જતી રે છે...અક્ષત ને નથી ગમતું કે દિયા શિવ સાથે ડાન્સ કરવા જાય છે...

અક્ષત પાસે હવે અહાના આવે છે, અને તે બંને સાથે આવી જાય છે...

મિતાલી ત્યાં નથી હોતી કેમ કે એનો ડાન્સ તો પેલા થી નીતિન જોડે તૈયાર હોય છે...

અક્ષત જલ્દી થી મિતાલી ને એક મેસેજ મોકલે છે...

મિતાલી ને મોકલેલો મેસેજ જોવે છે, તે પેહલા શિવ ને કોલ કરે છે...

"તું મારી પાસે આવ મારે કામ છે તારું... અને હા અહાના ને પણ લેતો આવજે..."
મિતાલી કહે છે...

શિવ ત્યાં થી દિયા ને કઈ ને અહાના ને સાથે લઇ ને તે મિતાલી પાસે જાય છે...

આ બાજુ અક્ષત આરુષ ને ઈસારો કરે છે તો તે દિયા પાસે જાઈ ને તેને અક્ષત સાથ ડાન્સ કરવાનું કે છે...

અહાના અને શિવ બન્ને મિતાલી પાસે પોચી જાય છે, ત્યાં ગયા પછી મિતાલી તે બન્ને ને દિયા અને અક્ષત વિશે બધું કે છે અને તે બન્ને ને સાથે લાવા માટે તે બન્ને ની મદદ માંગે છે...

હવે અક્ષત અને દિયા ને મળાવા માટે શિવ અને અહાના પણ જોડાઈ ગયા છે...
પણ મિતાલી ને શિવ કહે છે કે તે મને આ બધી વાત કઈ દીધી છે તે તું અક્ષત ને ના કેતી...

થોડી વાર પછી અહાના શિવ ની સાથે જ્યાં બધા ડાન્સ શીખતાં હોય છે ત્યાં આવી જાય છે...ડાન્સ શીખવા લાગે છે...

*****

નીતિન તેના પરિવાર સાથે મિતાલી ના ઘરે આવા માટે નીકળી જાય છે...

આ બાજુ અહાના, મિતાલી અને દિયા પાલર માં હોય છે...ત્યાં થી તેમને લેવા માટે શિવ આવાનો હોય છે...તે શિવ ની જ રાહ જોતા હોય છે...

અને બીજી બાજુ અક્ષત અને શિવ નીકળી તો ગયા હોય છે, પણ ટ્રાફિક ના લીધે તેમને વાર લગતી હોય છે...

તે બન્ને જેવા ત્યાં પોંચે છે...

"મારૂ સંગીત આજે જ છે, તમે ભૂલી તો નતા ગયા ને..."
મિતાલી ગુસ્સે થતા બોલે છે....

"cool... cool.. .મિતુ એ તો ટ્રાફિક ના લીધે મોડું થઇ ગયું..."
શિવ બોલ્યો...

પણ કોઈ નું દયાન અક્ષત પર નતું ગયું...તે બસ દિયા ને જ જોઈ રયો તો...જેવું શિવ નું દયાન તેના પર જાય છે...

"બસ કે હવે ખાઈ નથી જવાની એને..."
શિવ અક્ષત ના કાન જોડે જઈ ને બોલે છે...

આ સાંભળી ને અક્ષત આમ તેમ જોવા લાગે છે...

આજે મિતાલી એ મરૂન રંગ નો લહેંગો પહેર્યો હોય છે, તેના ગળા માં ભારી હાર અને કાન માં તે જ હાર સાથે મેચ થતા ઇઅરરિંગ્સ પહેર્યા હોય છે...અહાના એ પિન્ક રંગ નો લહેંગો પહેર્યો હોય છે તેને ઇઅરરિંગ્સ પહેર્યા હોય છે અને પિન્ક રંગ ની બિંદી લગાવી હોય છે...દિયા એ વાદળી રંગ નો લહેંગો પહેર્યો હોય છે, અને તેના કાન માં લોન્ગ ઇઅરરિંગ્સ હોય છે અને માથા પર ટીકો હોય છે...

ત્રણે આજે મસ્ત લગતી હોય છે...

અને છોકરાઓ પણ થોડી પાછળ રાઈ શકે...શિવ એ કાલા રંગ નો કુર્તો અને જીન્સ પહેર્યું હોય છે...અને અક્ષત એ વાદળી રેંગ નો કુર્તો અને જીન્સ, તેના ગળા માં પતલી ચેન પહેરી હોય છે...

હવે તમ કેસો કે દિયા એ જે રંગ નું પહેર્યું એજ રંગ નું અક્ષત એ કઈ રીતે પહેર્યું, તો મેં પહેલા જ કીધું તું આની પાછળ પણ મિતાલી જ છે, તેને જ અક્ષત ને કઈ લીધું તું કે દિયા ક્યાં રંગ નો લહેંગો પહેરવાની છે...

હવે બધા નીકળી જાય છે, મિતાલી ના ઘરે જવા માટે જ્યાં સંગીત રાખ્યું હોય છે...મિતાલી,દિયા અને અહાના પાછળ બેસે છે અને અક્ષત ડ્રાઈવ કરે છે અને આગળ શિવ બેઠો હોય છે...

તે લોકો હજુ રસ્તા માં હોય છે અને મિતાલી ના મમ્મી નો ફોન આવે છે...

"તમને હજુ કેટલી વાર લાગશે..."

મિતાલી ના મમ્મી બોલે છે...

"બસ ૧૦ મિનિટ માં આવીએ જ છીએ..."

મિતાલી બોલે છે...

તે બધા ત્યાં પોચી જાય છે...

હવે જોઈએ કે શિવ શું કરે છે...તે અક્ષત અને દિયા ને મળાવી દેશે કે કંઈક એવું થશે જે વિચાર્યું નઈ હોય...

તે જાણવા જોડાયા રહો પ્રેમ થઇ થયો ......