smell smell in Gujarati Fiction Stories by Dr.Chandni Agravat books and stories PDF | ગંધ સુગંધ

Featured Books
Categories
Share

ગંધ સુગંધ

ગંધ...સુગંધ

પંદર વર્ષ પછી ગામમાં પગ મુક્યો હતો,આવતાં જ એ

તીવ્ર ગંધ નાકમાં પ્રવેશી એનું માથું ચકરાવા લાગ્યું, જે

ગંધ જિંદગીનો ભાગ હતી એનાથી આટલો અણગમો

થઈ જશે મનને અને શરીરને પણ એવું વિચાર્યું ન

હતું.એણે તરત જ માસ્ક લગાવ્યું.

એ કસબાની શીકલ જરૂર બદલાઈ હતી હ્રદય એજ

હતું.એનો નાનકડો પરિવાર મા-બાપને પોતે.બાપ

વહાણવટું કરે એટલે મહીનાઓ બહાર રહે.ગામનાં

મોટાભાગનાં ઘરમાં એવું જ બાળકો માની ઓથમાં જ

મોટા થતાં,અને બાપની ગેરહાજરીથી પરિપક્વ પણ

જલ્દી થતાં જગન જ્યારે દરીયો ખેડીને આવતાં ,એની

પાસે કિંમતી સામાનનો ઢગલો થઈ જતો,એ દિવસો

ઉત્સવ જેવાં રહેતાં આ વાતાવરણથી વિપરીત જગનને

વાંચવાનો બહું શોખ, એટલે એને પુસ્તક પણ એટલાં જ

મળતાં.જુલાઈ વર્નની તો બધી સાહસ કથા મોઢે.અને

એવા સાહસ પર નીકળવાનાં અરમાન

પણ મા નહોતી ઈચ્છતી એ પરંપરાગત વ્યવસાય

કરે.એટલે અભ્યાસ માટે ટોક્યા કરતી.શહેરમાં ભણવાં

જવાનું એકમાત્ર આકર્ષણ હોય તો રાની એની

બાળસખી,સાથે જ રમીને મોટા થયાં બંને ને દરિયા પાર

જવાનાં શોખ.એમની કાલ્પનિક દુનિયામાં આખા વિશ્વની

સફર.

જગન દસેક વરસનો હશે ને મનજી દરિયા ગયાં પછી

આવ્યો જ નહીં ન કોઈ સમાચાર. રાહમાં બે ત્રણ વરસ

નીકળી ગયાં .પૈસો ખુટી પડ્યો એમાં ય ચિંતા અને

દરિયાનાં ખારા પવનો મણિનાં ફેફસાંને લુણો

લગાડ્યો.ઘરની અને મણિની બેઉની સ્થિતી

બગડતી.ભણતરતો પાછલાં વરસે જ છુટી ગયું.જગને

નાનાં મોટા કામ કરી માનું ને પોતાનું પેટ?ભરવાનું ચાલું

કર્યું.મણી ની દવાઓ ન લઈ શકાતી.બે ત્રણ વરસનાં

સંઘર્ષે શરીર અને મન ખોખલાં કરી નાખ્યાં.આખી રાત

એ ખાંસતી. ઘણીવાર મા દિકરો ભુખ્યા જ સુઈ જતાં.

આજુબાજુનાં ઘરોમાંથી આવતા માછી ભાતની

સુગંધથી જગનનું મન લલચાતું ,ઘણાં દિવસથી કામ તો

હતું નહીં .એક સાંજે ક્યાંકથી માછલી લાવ્યો.કોઈનો

ભરતાં જ'તાં ને ભરત નશામાં ધસી આવ્યો. જગનને

કોલરથી પકડી ને"સા.....ચોરી કરશ "થોડી ધોલ ધપટ

પછી એ તો જતો રહ્યો ,મણિની આશું ભરી વેધક નજર

એનાથી સહન ન થઈ. એને કહેવું હતું "ચોરી નથી કરી

આતો રાની એ...."એ ગૂંગણામણમાં બહાર નીકળી

ગયો.સવારે આવ્યો ત્યારે મણિ નિસ્તેજ પડી હતી.

એક તીવ્ર અપરાધ બોજ એ તરુણ મનમાં ઘર કરી

ગયો......એણે. ગામ જ છોડી દીધું.પછી કિસ્મત એને

આફ્રિકા લઈ ગઈ . બહું પૈસો કમાયો ,એ બોજ ન

ઘટ્યો.એ ઘટના સાથે પેલી સુગંધ વણાઈ ગઈ, હવે એ

ગંધ લાગતી

આજે એ આખો ભૂતકાળ તાજો થઈ ગયો.થોડાં

ડગલાં બજારમાં ચાલ્યો જ હશે કે ટોળાનાં ઘોંઘાટે એનું

ધ્યાન ખેચ્યું.એક સાતેક વરસનો છોકરો કરીયાણાંની

દુકાનમાંથી કઈઁક લેતાં પકડાયો.એનાં ભૂતકાળનું દ્રશ્ય

અલગ રીતે ભજવાયું. એણે બધાને સમજાવ્યાં,એની

રીતભાત એનાં કપડાં એની સમૃદ્ધિની ચાડી ખાતાં

હતાં.સહું કોઈ વિરોધ દર્શાવ્યાં વિનાં જ વિખેરાઈ ગયાં.

જગન એ છોકરા પાસે હકીકત જાણી,પોતાનો જ

ઈતિહાસ..કઈઁક નિર્ધાર સાથે એ છોકરા સાથે એનાં ઘરે

જવાનું નક્કી કર્યું,એ મહોલ્લો જાણીતો જ લાગ્યો અને

એ જ ગંધ,સુગંધ..છોકરો વિનંતી કરતો હતો મારી

મમ્મીને કઈ ન કહેતાં. દરવાજો એને જોઈ એ ચિલ્લાઈ

પડી..."જ..ગ.....ન...તું"એને થોડી ક્ષણો પછી ભાન

થયું"રાની"..ક્યાં ચુલબુલી છોકરી ને ક્યાં સમયનો તાપ

સહન કરીને અકાળે પાકટ થયેલી સ્ત્રી..સામ્ય હતું તો

ખાલી આંખો.

આટલાં વર્ષોનાં લેખાં જોખાં લેવાયાં ,રાનીએ પ્રેમથી

એનાં પ્રિય મચ્છી ભાત બનાવ્યાં. આજે એ ગંધ પાછી સુગંધમાં તબદીલ થઈ ગઈ.

●●●●○○○●●●●○○○●●●●○○○●●●●○○○●●●
પોતાનાં બાળકને કોઈને સોંપવા છતાં એનાં ચહેરા પર?

નિરાંત હતી.રાની પોતાનાં વહાલસોયાં ને જગનનો હાથ

પકડી જતાં જોઈ રહી.

@ડો.ચાંદની અગ્રાવત

વાચક મિત્રો તમારા પ્રતિભાવ ખૂબ મહત્ત્વનાં છે વાંચીને તમારો

અમૂલ્ય પ્રતિભાવ આપશો.

.