Shwet Ashwet 42 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | શ્વેત, અશ્વેત - ૪૨

Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

શ્વેત, અશ્વેત - ૪૨


ક્રિયાને વિદાય આપવા કનિષ્ક પાછા પોરબંદર આવવાના હતા. તેઓ અમેરિકાથી ઉડતા અમદાવાદ આવી પોહંચ્યા હતા. આમ પણ આ કેસને વિરામ આપ્યા વગર આગળ વધાય તેવી કોઈ સ્થિતિ ન હતી. ક્રિયાની મૃત્યુના આઠમી રાત્રે  તેઓ પોહંચ્યા હતા. પોતાના કોંડોલેન્સ આપવા, તેઓ પોરબંદર જવાના હતા. 

તેજ સમયે નાઝ પણ પોરબંદરથી ઘણી દૂર આવેલા એક કેફેમાં બેસી હતી. અહીં તે કોઈકને મળવા આવી હતી. અને તે એ વ્યક્તિની રાહ જોઈ રહી હતી, જે વ્યક્તિ હવે તેને શ્રુતિના કીલર સુધી પોહંચવામાં સૌથી વધુ મદદ કરશે. પણ તે વ્યક્તિ લેટ હતો. 

તનિષ્ક અમદાવાદ એરપોર્ટમાં આવેલી ટેક્સીમાં બેસ્યા. નિષ્કાએ ગાડીમાં બેસતા વખતે સમર્થ વિશે કઈક વિચાર્યુ. સમર્થએ શ્રુતિ મારી ગઈ તે પછી ફોન બદલી દીધો હતો... તેને આવું કેમ કર્યું હશે? શું આ વાત કેસને લઈને ઇમ્પોર્ટેંટ હતી.

 એવું ઘણું છે જે કહવું છે, પણ કેહવાનું રહી ગયું છે. તનીષાએ દરવાજો બંધ કર્યો, અને વરસાદ શરૂ થયો.

 છત્રીને નીચે ઉતારી ખાલી ગલીમાં નચવાની ઈચ્છા થાય તેવો વરસાદ હતો. પણ કોઈ નાચવા ન ગયું. તેવો તો પોરબંદર માટે નીકળી ગયા. 

પોરબંદરમાં વરસાદ ન હતો. નાઝ ખુલ્લી જગ્યામાં બહાર કેફેમાં રાહ જોઈ રહી હતી. ઘણી ભીડ હતી. નાઝ એ ન હતું વિચાર્યું કે પોરબંદર જેવા શેહરની આટલી દૂર આવેલા કેફેમાં પણ આટલી ભીડ હશે. ત્યારે જ એક થોડોક શ્યામ, કદમાં લાંબો અને હેન્ડસમ વ્યક્તિ તેની સામે આવીને બેસ્યો. 

‘નાઝ. આપણી ફોન પર વાત થઈ હતી.’ નાઝ એ પોતાનો હાથ આગળ વધાર્યો. 

કોઈ વ્યક્તિ જો તેમના સામેના ટેબલ પર બેસીને જોતો હોય, તો એમ લાગે કે જાણે આ યુવાન - યુવતી ડેટ પર આવ્યા હોય. પણ હકીકત તો કઈક જુદી જ હતી. 

‘હું શ્રીનિવાસન.’ શ્રીનિવાસનએ નાઝનો હાથ મેળવ્યો. 

‘હવે તમે મને કહશો કે તમે કોણ છો?’ શ્રીનિવાસનએ પૂછ્યું. 

‘હું કોણ છું? હું કોણ છું તે જાણીને તમને કઈ જ નહીં મળે. પણ તમે કોણ છો?  –’

‘પ્લીસ. તમે મારું નામ, મારું રેહઠાણ, મારા પરિવારનો ઇતિહાસ બધુ જાણો છો. પણ હજુ મને એ નથી ખબર કે તમે.. અને હા, જ્યોતિકા વાળી વાત તમને કઈ રીતે ખબર છે?’

નાઝ હસવા લાગી. પાસે જ જેઝ મ્યુજિક વાગવા લાગ્યું. ઘણા વર્ષો પહેલા વેનિસમાં આવાજ એક રોમાંટિક કેફેમાં તે એક છોકરાને મળવા આવી હતી. તે છોકરો હવે નાઝનો શોહર હતો. 

નાઝ હસ્તી રહી. 

‘હું નાઝ છું.’

‘ઓહ, એવું. સારું થયું તમે જણાયું. હવે પ્લીસ, મિસ નાઝ, તમે જણાવશો કે હું તમારે શું ઉપયોગમાં આવી શકું છું. કારણકે મને ખબર છે કે તમે શ્રુતિના કેસથી નાતો રાખો છો.’

‘ઓહ. તમે તો ઘણા ઝડપી નિકળ્યા. પણ ના, અફસોસ છે કે તમે એટલા પણ સાચા નથી. શ્રુતિ? હા. પણ હું અહી વાત સિથાની કરવા આવી છું.’

‘સિથા?’

‘હા. એજ સિથા જે અસાઇલમ માં મૃત્યુ પામી છે. તમે તેના વિશે શું જાણો છો?’

‘એ મારા ભાભી હતા. લગ્ન થયા ત્યારે તે અનાથ હતા. તે વખતે તેઓ નાના બાળકોની શાળામાં ટીચર હતા. એકલા જ રેહતા હતા. મામા હતા, પણ એમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, અને તે મૃત્યુ પામ્યા હતા.’

‘બ્રેન સ્ટ્રોક ન હતો, હાર્ટ અટેક હતો.’

‘હા એટલે.. એવું જ કઈ હતું. પણ તમારે શું લેવા દેવા?’

‘ઘણી નાની ઉમરમાં લગ્ન કર્યા હતા, તમારા ભાઈએ.’

‘પ્રેમ લગ્ન હતા.’

‘અચ્છા. હવે તમે જાણો છો કે સિથાના મામાને હાર્ટ અટેક કઈ રીતે આવ્યો હતો?’

‘અમારે વાત થઈ ત્યારે તેઓ એ કહ્યું કે મામી ઘર છોળીને ચાલ્યા ગયા એ વાત જાણીને -’

‘હવે હું તમને નિથ્યાની વાત કહીશ. નીથ્યાને ઓળખો છો?’

શ્રીનિવાસન થોડીક વાર માટે શાંત રહ્યો. પછી તેને ધીમેથી કહ્યું, ‘ના.’

નાઝએ હસીને કહ્યું, ‘નીથ્યા એક છોકરી હતી. તે પણ અનાથ હતી. તેના માંમાં મામીને સાથે રહતી હતી. તેને એક વાતનો ખ્યાલ હતો, તેના મામાના માથે દેણું હતું. અને પૈસા મેળવવા તે પોતાની બહેનની દીકરીને પણ વેચવા તૈયાર હતા. તેઓ એક ચાલીમાં રહેતા હતા. રોજ આવીને મામી પર દુષ્કર્મ આચરે. મામી સારા હતા. એક દિવસ મામી મૃત્યુ પામ્યા. પણ નીથ્યા તૈયાર હતી. તેઓના ઘરની બાજુમાં એક કામદાર રહતો હતો. સોનીના ત્યાં કામ કરતો હતો. તેની સાથે નીથ્યાને ફાવે. એક દિવસ એ કામદારના ઘરેથી નીથ્યા ગોલ્ડ ચમકવા વપરાતો એક પાઉડર લઈ આવી. એ અભણ કામદારને તે ખબર ન હતી કે એ પાઉડર.. આર્સેનિક છે. આર્સેનિક એક ઝેર છે.એ આર્સેનિકને દારૂમાં ભેળવી મામાને આપી દીધું. નીથ્યાને લાગ્યું કે તે નહીં પકડાય. પણ જેલમાં ગઈ. આખરે થોડાક સમય બાદ બહાર આવી. ગામ બદલી દીધું. જેલમાં અભ્યાસ કર્યો હતો એટલે કામ પણ મળી રહ્યું.. પછી?’

‘પછી શું?’ શ્રીનિવાસનએ પૂછયું. 

નાઝએ કહ્યું, ‘આપણને ખબર જ છે, કે શું થયું. તો તુજ સ્ટોરી ખતમ કર.’

‘તેને નામ બદલી દીધું. હવે નીથ્યા, સિથા થઈ ચૂકી હતી. નીથ્યા નામના બર્થ સર્ટિફિકેટ સિવાય કોઈ ડોકયુમેંટ ન હતા. બધુ સિથાના નામે છે. પાનકાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, બધામાં તેનું નામ સિથા જ છે.’

‘બિલકુલ.’ 

‘તો શું?’

‘શ્રીનિવાસન, તને ખબર છે કે તે સિથા અત્યારે ક્યાં છે?’

‘નર્કમાં કે સ્વર્ગમાં.’

‘એ સિથા જીવે છે.’

‘એવું મને લાગતું હતું. પણ મે એને ગોતવાના ઘણા પ્રયત્ન કર્યા. વ્યર્થ પ્રયત્ન. પણ તે મૃત્યુ પામી છે, એ વાત ચોક્કસ છે.’

નાઝએ આંખો ઝીણી કરી. 

નાં. 

શ્રીનિવાસન ખોટુ બોલતો હોય તેમ નાઝને લાગ્યું. 

‘શું તને ખબર છે કે તારો ભાઈ મૃત્યુ કઈ રીતે પામ્યો.’

‘હા. જ્યારે તેઓ ગાડીમાં બેસીને આવી રહ્યા હતા, ત્યારે કોઈએ હાથે કરીને તેમનો એક્સિડન્ટ કર્યો હતો. બેહોશી જેવી હાલતમાં સિથાએ ખાલી મારી આગળ કબૂલ્યું હતું..વેંકટ નમનો એક વ્યક્તિ હતો, જેણે નીથ્યાને જેલથી છૂટવા મદદ કરી હતી. તેઓ એક જ ચાલીમાં રહેતા હતા, એટલે નિથ્યા તેને ઓળખે. જ્યારે વર્ષો બાદ તે આવ્યો, ત્યારે સિથાને બધુ સાચું બધાને જણાવી દેવાની ધમકી આપી. પણ સિથા માની નહીં. કારણકે નીથ્યા અને સિથા એક જ છે, તે મનાવવા કોઈ સુબૂત ન હતા. વેંકટ નીથ્યાના પ્રેમમાં હતો. તે સિથાને મેળવવા માટે જ આવ્યો હતો. અંતે તેને નિશ્ચય કર્યો.. વેંકટ નીથ્યા સાથે, કે કોઈની સાથે નહીં. પણ સિથા બચી ગઈ. આ વાતની જાણ થાય, તે પહેલા તે ભાગી ગઈ. અને  –’

‘અને? મૃત્યુ પામી?’

‘હા. એને વેંકટ એજ મારી નાખી હતી. તે જીવતી નથી. બિહારના બેગસૂરાઈ વિસ્તારમાં જ તેનું શરીર મળ્યું હતું. તમારે જાણવું હોય તો જાણી શકો છો. અહિયપુર ગામમાં ટૉર્ચર કરેલું શરીર મળ્યું હતું. તે સિથા હતી.’

તો શું સામર્થ્યનું રિસર્ચ ખોટું હતું?

શ્રીનિવાસન જે દાવા સાથે આ વાત કહતો હતો, તે દાવો સાંભળી નાઝને લાગ્યું કે તે સાચું બોલે છે. 

‘હું વૉશરુમ જઈને આવું.’ કહી નાઝ વૉશરુમ તરફ ગઈ તો ખરા.. પણ બાજુમાં જે રસ્તો પળતો હતો, ત્યાં કૌસરની જીપ હતી, તેમા બેસીને ચાલી ગઈ. નાઝને જે જાણવું હતું, તે નાઝ જાણી ચૂકી હતી. 

શ્રીનિવાસનએ અળધો કલાક રાહ જોઈ. પછી હસીને, પોતાનો ફોન નીકળ્યો. એક નુંબર લગાવી કહ્યું, 

‘એનું નામ નાઝ છે. હા, તે ગઈ, હવે નહીં આવે...’

રસ્તામાં નાઝને ફોન આવ્યો. તે પોરબંદર પોહંચવા આવી હતી. નાઝએ ફોન ઉપાળ્યો. 

કાને ધર્યો ફોન. તેના પર “હબી” લખાઈને આવતું હતું. 

‘શું? તું કૌસરના ઘરે શું કરે છે?’

ફોન અમાનનો હતો. નાઝનો હસબન્ડ.