Island - 30 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 30

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

આઇલેન્ડ - 30

પ્રકરણ-૩૦.

પ્રવીણ પીઠડીયા.

વર્ષોથી… કદાચ સદીઓથી બંધ પડેલી અવાવરું જગ્યામાં શંકરે પગ મૂક્યો. અંદર ઘોર અંધકાર છવાયેલો હતો. શંકરને તેનો અંદાજો હતો જ એટલે તે એક મશાલ પોતાની સાથે લેતો આવ્યો હતો. તેણે પાછળ ફરીને કમરાનું બારણું અંદરથી વાસ્યું અને સાવધાનીથી મશાલ પ્રગટાવી. થોડીવારમાં મશાલની પીળી રોશનીમાં આખો કમરો ઉજાગર થયો. શંકરની ધારણાં કરતાં કમરો ઘણો નાનો હતો. આશ્ચર્યની વાત એ હતી કે કમરો સંપૂર્ણપણે ખાલી હતો. કમરાની ફર્શ પર ધૂળનાં જાડા થર જામેલા હતા. કમરાની અંદર ચાર દિવાલો સીવાય બીજું કંઈ જ નહોતું.  જો કે એ સમજાય એવી વાત હતી કે જેણે પણ મંદિરનો ખજાનો સંતાડયો હશે તેણે એટલું તો ધ્યાન રાખ્યું જ હશે કે એ ખજાનો સાવ આસાનીથી કોઈનાં હાથમાં ન આવે. એટલે જ શંકરને ખાલી કમરો જોઈને વધું આશ્વર્ય ઉદભવ્યું નહી. તેણે પોતાનાં મોં ઉપર ગમછો વિંટયો અને ખાંખાખોળા શરૂ કર્યાં. થોડીવારમાં જ તે આખા કમરામાં ફરી વળ્યો. ત્યાં કંઈ જ નહોતું. કમરાની સપાટ દિવાલો, ફર્શ અને છત.. બધું જ ખાલીખમ હતું. જાણે એ કમરાને એમ જ, સાવ કારણ વગર બનાવીને છોડી દેવામાં આવ્યો ન હોય..! શંકરનાં કપાળે પરસેવો ઉભરાયો. તેણે કરેલી મહેનતથી આખાં કમરામાં ઝિણી ધૂળની ડમરીઓ ઉડી હતી અને મશાલનો આછો પ્રકાશ ઓર ટૂંકો થયો હતો. હવે…? તે મુંઝાયો. એક તો તેની પાસે સમય આછો હતો તેમાં ખજાનાની ભૂલભૂલામણીએ તેને ઓર ચકરાવામાં નાંખ્યો હતો. આ મંદિર અને તેના ખજાનાં વિશે સદીઓથી ઘણી લોકવાયકાઓ પ્રચલિત હતી. તેમાં સાચું શું અને ખોટું શું એ નક્કી કરવું અઘરું હતું. પરંતુ, તેના મનમાં એક અખંડ શ્રધ્ધા હતી કે રુદ્ર દેવનો ખજાનો ખરેખર અસ્તિત્વ ધરાવે છે અને એટલે જ ખજાનાને સલામત સ્થળે ખસેડવો જરૂરી હતો. ક્યાંક કોઈક નિશાની મળી જાય એ આશાએ તેણે ફરીથી રૂમમાં નજર ફેરવી કે અચાનક તેના કાને ભયાવહ ધમાકાઓનાં અવાજ સંભળાયાં. એ ધમાકાઓ બહાર… નગરની શેરીઓમાં થઈ રહ્યાં હતા. તેને એ સમયે જ બહાર દોડી જવાનું મન થયું પરંતુ મહા-મહેનતે તેણે પોતાની જાતને રોકી રાખી.

-------------

નગરમાં હાહાકાર મચી ગયો હતો. ચારેકોર ધૂળ અને ધૂમાડાની ડમરીઓ ઉડતી હતી જેના લીધે વાતાવરણ ધૂંધળું બની ગયું હતું. ઠેકઠેકાણે આગ ફાટી નિકળી હતી. લોકો આતંકિત બનીને આમથી તેમ ભાગી રહ્યાં હતા. ખાસ તો દક્ષિણ તરફનો આખો ઈલાકો સળગી ઉઠયો હતો. હુમલો એટલો ભયાનક હતો કે વિરસેને મોકલેલી સેના પણ ઘડીભર માટે ડઘાઈને ઉભી રહી ગઈ હતી. ઉડતાં દૈત્યની જેમ આવીને ધરતી ઉપર ખાબકતાં તોપનાં જંગી ગોળાઓનો સામનો કેમ કરવો એ તેમને સમજાય એ પહેલા તો અડધી ટૂકડી સાફ થઈ ગઈ હતી. એ જોઈને બાકી વધેલા સૈનિકોએ પણ ભયભીત બનીને સામાન્ય નાગરિકોની જેમ ભાગવાનું શરૂ કર્યું હતું. દુશ્મન સામે ઉભો હોય તો એની સાથે આરપારની લડાઈ થઈ શકે પરંતુ સામે કોઈ દેખાતું ન હોય તો તમે કોની સાથે લડો…? એવું જ અત્યારે બની રહ્યું હતું. વિજયગઢનાં દુશ્મનો ઘણે દૂરથી પ્રહાર કરી રહ્યાં હતા. ઉડતાં… સળગતાં… રાક્ષસી કદનાં ગોળાઓનો સામનો કરવો એનાં કરતાં જાન બચાવીને ભાગવું બહેતર વિકલ્પ હતો એ લગભગ બધાને સમજાઈ ચૂકયું હતું. વાત એટલી જ નહોતી, મૂળ સમસ્યા એ હતી કે વિજયગઢ વાસીઓએ ક્યારેય યુધ્ધ જોયું જ નહોતું એટલે યુધ્ધ વખતે ઉભી થતી પરિસ્થિતીઓનો સામનો કેમ કરવો એ તેમને સમજ જ નહોતી. અને… જે પ્રજાનાં લોહીમાં દુશ્મનોનો સામનો કરવાની ખુમારી ન હોય એ પ્રજા હંમેશા નેસ્તો-નાબૂદ થવા જ જન્મતી હોય છે. વિજયગઢની શાંતી પ્રિય જનતા આજે તેનું ફળ ભાગવી રહી હતી. ડફેરોનાં એક જ આક્રમણે સમસ્ત વિજયગઢનું ધનોત-પનોત કાઢી નાંખ્યું હતું.

ડફેરોનો સરદાર જાલમસંગ એટલેથી અટક્યો નહોતો. તેણે તેની સેનાને છૂટ્ટો દોર આપી દીધો હતો. સરદાર તરફથી હુકમ મળતાં જ ડફેરોનાં જંગલી ટોળાઓએ ભયાનક ચીચીયારીઓથી આખું ગગન ગજવી મૂક્યું હતું અને હાથમાં જે હથીયાર આવે એ લઈને તેમણે વિજયગઢ ઉપર ચઢાઈ કરવા રીતસરની દોટ મૂકી હતી. તેમણે વિજયગઢ ફરતે બનેલા ઉંચા દૂર્ગને તોપ ગોળાઓનાં હલ્લાથી પહેલાં જ ધડાકે ધ્વસ્ત કરી નાંખ્યો હતા. હવે ફક્ત એ દૂર્ગ ફરતે બનેલી ગહેરા પાણીની ખાઈ જ વટવાની હતી. એનો ઉપાય પણ તેમની પાસે હતો. તેઓ લાંબાં બાંબુઓની બનેલી નિસરણીઓ સાથે લાવ્યાં હતા જેને ખાઈ ઉપર આડી ગોઠવવાની શરૂઆત કરી અને એ નિસરણીઓનાં સહારે તેઓ ખાઈ પાર કરીને નગરમાં ઘૂસી આવ્યાં હતા. અને પછી… શરૂ થયો એક ભયાનક કત્લેઆમનો દૌર.

રાક્ષસી દેખાવનાં, મેલા-ઘેલા, ગંદા, ગંધાતાં, શરીર ઉપર ફાટેલા જર્જરીત કાપડનાં ટૂકડાઓ વિંટાળેલાં, પીળા દાંતવાળા, અત્યંત બિભત્સ્ય દેખાવવાળા હજ્જારો ડફેરો કોઈ કીડીયારાનાં કટકની માફક નગરની ગલીએ ગલીઓમાં હાહાકાર મચાવતાં ઘૂમી વળ્યાં હતા અને જે હાથ લાગે તેને અત્યંત બેરહમીથી ઉભે-ઉભા ચીરી નાંખવા લાગ્યાં. એ ભયાનક અમાનૂસી ક્રૃત્ય હતું. નગરની શેરીઓમાં લોહીની નદીઓ વહેવા લાગી હતી. પુરુષો, સ્ત્રીઓ, બાળકો, ઘરડાઓ… જ્યાં જૂઓ ત્યા લાશોનાં ઢેર જામવાં લાગ્યાં હતા. ઘર, મકાન, મહેલ, ઝૂપડી… એક-એક ચીજ સળગી ઉઠી હતી. વાતાવરણમાં માનવ દેહ બળવાની અત્યંત બિભત્સ્ય વાસ ઉઠતી હતી જે સમસ્ત માહોલને ઓર બોઝિલ અને ઓર ડરામણું બનાવી રહી હતી. કોઈ જ ઘણી-ધોરી વગરનું એક નગર આજે તૂટયું હતું અને ચોતરફ તબાહીનાં દ્રશ્યો નજરે ચડતાં હતા. ડફેર ટોળકીએ વિજયગઢને રીતસરનું ધમરોળી નાંખ્યું હતું અને પછી લૂંટફાટ શરૂ કરી હતી. નગરની દક્ષિણ દિશામાં ભયાનક આતંકનો ઓછાયો છવાઈ ચૂક્યો હતો અને ધીર-ધીરે એ સમસ્ત નગરમાં ફેલાવાં લાગ્યો હતો.

એ સમયે હજું સવાર પડવાને ઘણી વાર હતી.

-------

વિરસેને સૈનિકોની એક નાનકડી ટૂકડીને નગરની દક્ષિણે મોકલી હતી પરંતુ તેનાં ગુપ્તચરોએ સંદેશો મોકલ્યો હતો એ ટૂકડીનો ડફેરોએ સોથ વાળી નાંખ્યો છે. એટલું જ નહી… દક્ષિણનો આખો વિસ્તાર ધૂં-ધૂં કરતો સળગી રહ્યો છે, લોકોની કત્લેઆમ થઈ રહી છે. તેમનાં ઘર, દુકાન, મિલ્કતો સળગાવી નાંખવામાં આવ્યાં છે. એટલું જ નહી, ડફેરો  ઓરતો તેમજ છોકરીઓને ઉઠાવીને તેમની ઉપર અત્યાચાર ગુજારી રહ્યાં છે. વિરસેન એ સમાચાર સાંભળીને ધ્રૂજી ઉઠયો. તેનું લોહી ઉકળી ઉઠયું અને એ સમયે જ તેણે થોડાક સૈનિકો સાથે દક્ષિણ તરફની રુખ કરી હતી.

-------

સાર્જન્ટ પિટર એન્ડરસનની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રાજ્યનાં કારાગાર તરફ લઈ જવામાં આવ્યો હતો. તેઓ હજું રસ્તામાં જ હતા કે ભયાનક ધમાકાઓથી સમસ્ત વિજયગઢ ધ્રૂજી ઉઠયું હતું. એ ધમાકાઓ સાંભળીને પિટર એન્ડરસનનાં ચહેરા ઉપર કાતિલ મુસ્કાન ઉભરાઈ આવી. કોઈ શિકારને જોઈને નિશાચર પ્રાણીની આંખોમાં જેવી ચમક ઉભરે એવી જ ચમક તેની આંખોમાં છવાઈ હતી. એ ચમક ફક્ત વિજયગઢ જ નહી… ડફેરોની ટોળકી પણ તેમની ચાલમાં આબાદ ફસાઈ ચૂકી હતી તેની હતી. હવે તેણે યોગ્ય સમયનો ઈંતજાર કરવાનો હતો. એક ઉંડો… સંતોષનો શ્વાસ છાતીમાં ભરી તેણે આગળ ડગ માંડયાં હતા.

-----------

શંકરનાં સિનામાં ધડકતું દિલ ઉછળીને તેના ગળે આવી ગયું. મશાલની આછી પીળી રોશનીમાં ફાટી આંખે તે સામેનું દ્રશ્ય જોઈ રહ્યો. એ અવીશ્વસનીય હતું… અવીશ્વસનીય અને હૈરતઅંગેજ કરનારું દ્રશ્ય. પોતાની સગ્ગી આંખે તેણે એ જોયું ન હોત તો ક્યારેય વિશ્વાસ ન કરી શકત કે સામે જે દેખાય છે એ સત્ય છે કે કોઈ છળ…! નાના તહેખાના જેવા રૂમની અંદર ધૂળ આચ્છાદિત સેંકડો શિવ લિંગ પડયાં હતા. સેંકડો એટલે, કદાચ તેને ગણતાં જ બે-ત્રણ દિવસ થાય. કોણે બનાવ્યાં હશે આટલાં બધા શિવ લિંગ…? અને તેને અહી કોણ મૂકી ગયું હશે…? એથી પણ મહત્વનો પ્રશ્ન એ હતો કે આ શિવ લિંગોને અહી, આ ભોયરામાં આટલી રહસ્યમય રીતે સંતાડીને કેમ રખવામાં આવ્યાં હશે…? હજ્જારો સવાલો શંકરનાં જહેનમાં ઉદભવી રહ્યાં હતા જેનો કોઈ જવાબ તેની પાસે નહોતો.

હજું હમણાં જ… માત્ર થોડો સમય પહેલા તે ભયંકર રીતે મુંઝાઈને ઉભો રહી ગયો હતો. તે જે કમરામાં પ્રવેશ્યો હતો એ આખો કમરો આખો ખાલીખમ હતો અને ત્યાંથી આગળ વધવાનો કોઈ રસ્તો તેને જડતો નહોતો. ઘડીક તો એમ જ લાગ્યું કે લોકો ખજાના વિશે જે અફવાઓ ફેલાવે છે એ અફવાઓ સદંતર ખોટી છે. રુદ્ર દેવનાં મંદિરનાં ભોયરામાં કોઈ ખજાનો છે જ નહી. એક લોકવાયકાને સાચી માનીને તે અહી સુધી ખેંચાઈ આવ્યો હતો એ ક્યાંય તેની ભૂલ ન સાબિત થાય…! તેણે ફરી વખત ખાંખાખોળા આરંભ્યાં હતા અને અચાનક એક જગ્યાએ આવીને તે અટક્યો હતો. રૂમનાં એ ખૂણામાં બીજી જગ્યાઓ કરતા થોડી વધું ઠંડક તેને અનુભવાઈ. તે ઠઠકીને ઉભો રહી ગયો હતો. તેણે એ ખૂણાની દિવાલ ઉપર હાથ ફેરવ્યો. ખરેખર તો એ દિવાલ જ જરૂર કરતાં વધું ઠંડી જણાતી હતી. તે આશ્વર્ય ચકિત બની ગયો હતો અને… અચાનક તેને કંઈક સમજાયું હતું. જરૂર આ દિવાલ પાછળ એવું કંઈક હશે જેને લીધે અહી ઠંડક પ્રસરી હશે. તેણે મશાલનો પ્રકાશ દિવાલની નજીક પડે એમ રાખ્યો અને ઝિણવટથી દિવાલને તપાસવાનું શરૂ કર્યું જ હતું કે એકાએક તેની આંખો ચમકી ઉઠી અને હોઠ ગોળાકારમાં વંકાયા…! એ દિવાલમાં એક ઉભી, પાતળી, વાળ કરતાં પણ ઝિણી ફાડ હતી. શંકર જમાનાનો ખાધેલ વ્યક્તિ હતો એટલે એ શું હોઈ શકે એ સમજતા વાર ન લાગી. તે તુરંત હરકતમાં આવ્યો અને વાંકા વળીને તેણે મશાલને દિવાલનાં ટેકે ગોઠવી. પછી બન્ને હાથોને દિવાલ ઉપર બરાબરનાં ટેકવીને પોતાનામાં હતું એટલું જોર એકઠું કરીને દિવાલને ધક્કો માર્યો. ક્યાંક કશેક ઝિણો પથ્થરો ખસવાનો અવાજ આવ્યો અને જોત-જોતામાં એ દિવાલ પાછલની તરફ ખસી હતી. તેની ધારણાં સાચી પડી હતી. તેના ચહેરા ઉપર હાસ્ય છવાયું હતું. એક કમરાની અંદરથી બીજા કમરામાં જવાનો છૂપો દરવાજો બનાવવો એ બહું જૂની કળા હતી.

તેણે ઓર વધું જોર લગાવીને દિવાલો વચ્ચેથી એક માણસ પસાર થઈ શકે એટલી જગ્યાં બનાવી હતી અને પછી પોતાનું શરીર સંકોરીને તે અંદર પ્રવેશ્યો હતો. એ સાથે જ તે આભો બનીને ત્યાં જ… દિવાલ પાસે ખોડાઈ ગયો હતો. મશાલની આછી, ફફડતી રોશનીમાં તેની આંખો જે જોઈ રહી હતી એ અત્યંત વિસ્મયકારક દ્રશ્ય હતું. તે આગળ હતા એવા જ એક નાના રૂમમાં પ્રવેશ્યો હતો પરંતુ આ રૂમ નાના-નાના હજ્જારો શિવ લિંગોથી ખચોખચ ભરેલો હતો. એ શિવ લિંગોને એકની ઉપર એક એમ નાનકડા જથ્થામાં વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યાં હતા અને જથ્થા ઉપર ઝિણી માટીનો જાડો થર જામેલો હતો. એ શિવ લિંગો જ છે એ તો તેના આકાર ઉપરથી જ સ્પષ્ટ જણાઈ આવતું હતું પરંતુ પ્રશ્ન એ હતો કે આટલાં બધા શિવ લિંગો કોણે અને શું કામ બનાવ્યાં હશે…? અને કેમ તેને આટલી રહસ્યમય જગ્યાએ સંતાડી રાખવામાં આવ્યાં છે…? તે આગળ વધ્યો અને ફર્શ ઉપર પથરાયેલા શિવ લિંગોનાં થરની નજીક પહોંચ્યો. વાંકાં વળીને તેણે મશાલની રોશની નજીક પડેલા શિવ લિંગનાં નાનનકડા થપ્પા ઉપર નાંખી. ફૂંક મારીને તે શિવ લિંગ ઉપર જામેલી ધૂળ ઉડાડવા જતો હતો કે એકાએક તે રોકાયો. એનાથી તો તે પોતે જ આખો ભરાઈ રહેવાની બીક હતી. તે અધૂકડો બેઠો અને હાથેથી એક શિવ લિંગ ઉપરની ધૂળ સાફ કરી. એ સાથે જ તેનું હદય એક ધબકારો ચૂકી ગયું. નહિં… એ પથ્થર કે સ્ફટિકનું બનેલું શિવ લિંગ નહોતું. એ… એ… પીળી ધાતુંનું બનેલું હતું. મતલબ કે…. શંકરનું માથું ભમવા લાગ્યું. તે ત્યાંજ ધૂળ આચ્છાદિત ફર્શ ઉપર બેસી પડયો.

(ક્રમશઃ)