Island - 19 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 19

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

આઇલેન્ડ - 19

પ્રકરણ-૧૯.

પ્રવીણ પીઠડીયા.

જેમ્સ કાર્ટર ભારે ખંધો આદમી હતો. સાત વર્ષ પહેલા જ્યારે તે હિન્દુસ્તાનનાં બંદરે ઉતર્યો ત્યારે તેની પાસે પોતાની મૂડી કહી શકાય એવું ફાટેલું પેન્ટ અને થિંગડા મારેલું શર્ટ જ હતા. બીજા બધાં અંગ્રેજોની જેમ તેણે પણ હિન્દુસ્તાન વિશે ઘણું સાંભળ્યું હતું. હિન્દુસ્તાનની ખેપ મારીને આવતાં તેના ઓળખીતા લોકોની તરક્કી જોઈને તેને ઈર્ષા થઈ આવતી. તેમના મૂખે એ દેશની જાહોજલાલીનાં વર્ણનો સાંભળીને તેનાં પેટમાં પતંગિયા ઉડવા લાગતાં અને પોતાની ફટીચર હાલત ઉપર ધ્રૃણા ઉદભવતી. રાતનાં સપનામાં પણ તે હિન્દુસ્તાન જવાના સપના જોતો પરંતુ એ એટલું આસાન નહોતું. તેના માટે ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં અરજી કરવી પડતી અને જે લોકોની કંપનીમાં જરૂર હોય એ લોકોને જ હિન્દુસ્તાન મોકલવામાં આવતાં. લગભગ સો-એક અરજી પછી તેનો નંબર લાગ્યો હતો અને એ પણ સુથારી કામનાં કારીગર તરીકે. તે પોતે એક અચ્છો કારપેન્ટર હતો અને લાકડાનાં કામમાં તેની માસ્ટરી હતી એટલે જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ભરતી નિકળી ત્યારે તેમા તેનો નંબર લાગી ગયો હતો અને તે હિન્દુસ્તાન આવ્યો હતો. એ પછીની તેની કહાની કોઈ ચમત્કારથી કમ નહોતી. સુથારી કામનાં કારીગરમાંથી ધીરે ધીરે તે પોતાની કુનેહ અને કાબેલીયતથી કંપનીનાં કોન્ટ્રાક્ટ લેવા લાગ્યો હતો અને તેમાં મોટા અંગ્રેજ સાહેબો સાથે તેનાં સંબંધો કેળવાયા હતા. તેની ઓળખાણ વધતી ગઈ હતી જેનો તેણે ભરપૂર લાભ ઉઠાવવો શરૂ કર્યો હતો. તે એટલો કાબેલ અને ખંધો હતો કે ખૂબ જ ટૂંકા ગાળામાં તેનો સીતારો ચમકવા લાગ્યો હતો અને અંગ્રેજ અફસરોની મોટી પાર્ટીઓમાં તેને આમંત્રણ મળવા લાગ્યું હતું.

એવી જ એક પાર્ટીમાં તેની ઓળખાણ માર્ગારિટા સાથે થઈ. માર્ગારિટા કર્નલ ઓલીવરની દિકરી હતી. એ વખતે અંગ્રેજ કોલોનીમાં કર્નલ ઓલીવરનો દબદબો કોઈ મહારાજાથી કમ નહોતો. ઓલીવરે ઘણાં યુધ્ધો જીત્યા હતા અને અંગ્રેજ સલ્તનતનો વ્યાપ વધારવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમ્સ કાર્ટરને એ ખબર હતી એટલે જાણી જોઈને તેણે કર્નલ ઓલીવરની દિકરી માર્ગારિટા સાથે ધરોબો કેળવવો શરૂ કર્યો હતો અને ટૂંક સમયમાં જ તે બન્ને પ્રેમમાં પડયા હતા. એ પ્રેમ લગ્નમાં પરીણમ્યો અને કાર્ટર એકાએક જ અંગ્રેજ બેડામાં મહત્વનો માણસ બની ગયો હતો. એ પછી તો જાણે તેની મહત્વકાંક્ષાઓને પાંખો ફૂટી નિકળી હતી અને કર્નલ ઓલીવરની વગનો ભરપૂર લાભ ઉઠાવીને જોતજોતામાં તે સૈન્યમાં તેની સમકક્ષનાં હોદ્દાનો અધીકારી બની ગયો હતો.

માત્ર સાત જ વર્ષની તેની કારકિર્દીમાં તે એક સામાન્ય કારીગરમાંથી કર્નલનાં હોદ્દે બીરાજમાન થઈ ચૂક્યો હતો. જે ઈરાદાઓ સાથે તે ઈગ્લેન્ડથી હિન્દુસ્તાન આવ્યો હતો એ ઈરાદાઓ ફળીભૂત થતાં જ તેની ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ દિવસે ન વધે એટલી રાત્રે વધતી હતી. તેની આગળ વધવાની ભૂખ જાણે જનૂન બની ગઈ હતી. તેણે માર્ગારિટાને ઇગ્લેન્ડ મોકલી દીધી અને પછી હિન્દુસ્તાનમાંથી જે કંઈ પણ… તેના હોદ્દાની રૂએ લૂંટી શકાય એટલું એકઠું કરીને એ ધન ઈગ્લેન્ડ ભેગું કરવા માંડયું હતું. જો કે એવું કરવા વાળો તે એકલો નહોતો. ઘણા બધા અંગ્રેજ અફસરો બેફામપણે હિન્દુસ્તાનને રીતસરનું લૂંટી રહ્યાં હતા. તેમા પણ ખાસ કરીને સન સત્તાવનનાં બળવા પછી એ ઘટનાઓમાં અકલ્પનિય રીતે ઉછાળો આવ્યો હતો. વિપ્લવ બાદ અંગ્રેજોનાં મનમાં પણ ડર પેઠો હતો અને તેમણે જે કંઈપણ હાથમાં આવે એ ઈગ્લેન્ડ મોકલવાનું શરૂ કર્યું હતું. તેમાં હવે જેમ્સ કાર્ટરનો પણ ઉમેરો થયો હતો.

તેમાં એક દિવસ… જેમ્સ કાર્ટરનાં હાથે જેકપોટ લાગ્યો. તે દિવસ બાદ તેની તકદીર બદલાઈ ગઈ હતી. એક નાનકડા સમાચારે તેના જીવનમાં ભયંકર ઉથલ પાથલ સર્જી હતી.

---------------

એક સૂસ્ત બપોરે જેમ્સ કાર્ટર રાબેતા મુજબ પોતાની કેબિનમાં બેઠો હતો કે અચાનક તેનો એક ખબરી અંદર દાખલ થયો. તે ખબર લઈને આવ્યો હતો કે હિન્દુસ્તાનનાં પશ્ચિમ કાંઠે ડફેરોની રંજાડ શરૂ થઈ છે અને ત્યાંનાં રાજ્યો ડફેર લૂંટારુંઓથી ત્રાહીમામ પોકારી ગયા છે. કાર્ટરે પહેલા તો એ સમાચાર પ્રત્યે ખાસ કોઈ ઉત્સુકતા દાખવી નહી કારણ કે આમ જોવા જાઓ તો એ કોઈ નવિન સમાચાર નહોતા. એ સમયે હિન્દુસ્તાનનાં ઘણાં ભાગોમાં ઠગ, લૂંટારા, ડફેર, ડાકું… જેવા ઘણાં ગિરોહ અસ્તિત્વ ધરાવતા હતા જેની રંજાડ અમૂક ઈલાકાઓમાં પ્રસરેલી રહેતી. એમાં નવું કંઈ નહોતું પરંતુ… અચાનક કાર્ટરની આંખો ઝિણી થઈ હતી અને તે કંઈક વિચારમાં પડયો હતો. તેણે તુરંત એક નોકરને દોડાવ્યો અને લાઈબ્રેરીમાંથી હિન્દુસ્તાનનો નકશો મંગાવ્યો. નોકર નકશો લઈને આવ્યો એટલે કાર્ટરે ભારે અધીરાઈભેર એ નકશો ટેબલ ઉપર પાથર્યો અને પશ્ચિમ તરફનાં વિસ્તારમાં આવેલા બધા જ રાજ્યો ઉપર તેણે ગોળ કુંડાળા કરવા શરૂ કર્યાં. પછી પેલા ખબરીને નજીક બોલાવી એ કુંડાળાઓમાંથી કયા ઈલાકામાં ડફેરોનો સૌથી વધું આતંક પ્રવર્તે છે એ પૂંછયું. ખબરીએ વીજય ગઢ અને તેની આસપાસનાં ઈલાકાઓ ઉપર આંગળી મૂકી. કાર્ટર એકાએક જ  ગંભીર બની ગયો હતો અને ક્યાંય સુધી તે એમ જ વિચારતો ઉભો રહ્યો. તેના દિમાગમાં નકશાની એક એક વિગત તરવરતી હતી અને કંઈક ગણતરીઓ મંડાતી હતી. અને પછી એકાએક જ તેનાં ચહેરા ઉપર અજીબ પ્રકારની મુસ્કાન ઉભરી આવી. તેણે નકશો ભેગો કર્યો અને ખબરીને બહાર મોકલી આપ્યો. એ પછી પાછો તે પોતાની ખુરશીમાં ગોઠવાયો અને મોજમાં આવીને ગીત ગણગણવા લાગ્યો.

“વેલડન જેમ્સ…” એકાએક જ તેણે પોતાની જાતને શાબાશી આપી. તે જે વિચારી રહ્યો હતો એ ભયાનક હતું, તેમાં ઘણા લાંબા સમયનું આયોજન કરવું પડે એમ હતું. કદાચ થોડા માણસોનો ભોગ પણ ચડાવવો પડે. પણ… તે એ બધા માટે તૈયાર હતો. જો તેનું આયોજન પાર પડયું તો….! એ વિચારે જ તે ગેલમાં આવી ગયો. તો સમગ્ર અંગ્રજ બેડામાં તેનો માન મરતબો ઓર વધી જાય. કદાચ તેને કર્નલની પદવીમાંથી બઢતી પણ મળે… અને એ થી પણ વધું મહત્વની વાત એ હતી કે વિજય ગઢ તેના કબજામાં આવી જાય. વિજય ગઢ ઉપર તેની ધણાં લાંબા સમયથી નજર હતી. તે ક્યારેય એ તરફ ગયો નહોતો પણ તેણે ઘણાંનાં મોઢે વિજય ગઢનાં ઐશ્વર્ય અને સમૃધ્ધીની કહાનીઓ સાંભળી હતી. એ ઉપરથી તેના મનમાં વિજય ગઢ વિશે એક ચોક્કસ ધારણા બંધાઈ હતી કે એ નગર સોનાની ખાણ ઉપર બેઠું છે. જો તે પોતાનાં આયોજનમાં સફળ થયો તો એ સોનું… એ અપાર વૈભવ… તેના હાથમાં આવે એમા કોઈ શંકા નહોતી. અને એ માટે એક ફૂલ પ્રૂફ પ્લાનિગ ઘડવું પડે. તેણે એ સમયથી જ પોતાનું દિમાગ કસવું શરૂ કર્યું હતું.

સાંજ થતાં સુધીમાં જેમ્સ કાર્ટરે એક આખું પાનું ચીતરી માર્યું. એક એક રજ ની ઝીણી ઝીણી વિગતો વિચારીને તેને પાનામાં ટપકાવી અને એ આયોજનને કઈ રીતે અમલમાં મૂકવું તેની રૂપરેખા તૈયાર કરી. તેના માટે તેણે ઘણાં અંગ્રજ અફસરોને પોતાની તરફેણમાં લેવા જરૂરી હતા. એ વગર એ આયોજન સફળ થવું શક્ય નહોતું. તેણે એ તૈયારીઓ તુરંત આરંભી. સૌથી પહેલી શરૂઆત તેણે પોતાનાં સસરા કર્નલ ઓલીવરથી કરી. તે એ સાંજે જ ડિનરનાં બહાને તેમનાં ઘરે પહોંચ્યો હતો અને ડિનર પછી તેણે ઓલીવરને આખી યોજના જણાવી હતી. જો કે તેણે તેમા પણ અમૂક બાબતો અધ્યાહાર રાખી હતી પરંતુ તેનો સસરો તેની વાતો સાંભળીને આભો બની ગયો હતો એ તેણે નોંધ્યું હતું. મતલબ કે તે અડધો સફળ તો એ રાત્રે જ થયો હતો કારણ કે કર્નલ ઓલીવર એક વખત હાં કહે પછી તેની આડું પડવાની લગભગ કોઈ હિંમત કરતું નહી એટલો તેમનો દબદબો હતો.

અડધી રાત્રે જ્યારે કાર્ટર તેના સસરાનાં ઘરેથી બહાર નિકળ્યો ત્યારે હિન્દુસ્તાનની ધરતી ઉપર એક અભૂતપૂર્વ ઘટનાનાં પાયા નંખાઈ ચૂક્યાં હતા. એટલું જ નહી, તેમાથી એક નવી જ રણનિતિ અંગ્રેજોને મળવાની હતી જે તેમનું આવનારું ભવિષ્ય ઘડવાનું હતું. એથી પણ વિશેષ… એક આંધી ઉઠવાની જે વિજય ગઢ જેવા કેટલાય રાજ્યોને વંટોળની જેમ ઉખાડીને ફેંકવાની હતી. એ સાથે જ હિન્દુસ્તાનમાં અંગ્રેજ શાશનની પકડ ઓર વધું મજબૂત બનવાની હતી. વિધીની વક્રતા જૂઓ કે એ તમામ ઘટનાઓની શરૂઆત પેલા એક ખબરીનાં કારણે થઈ હતી જે ડફેરોનાં હુમલાની ખબર લઈને કાર્ટર પાસે આવ્યો હતો. હિન્દૂસ્તાનની ઘોર ખોદવામાં ખૂદ હિન્દૂસ્તાનીઓએ જ મોટો ભાગ ભજવ્યો હતો એ નિર્વિવાદિત સત્ય હતું.

-------------

કર્નલ ઓલીવર વિચારમગ્ન અવસ્થામાં ક્યાંય સુધી પોતાના બંગલાની પાછળ બનેલા બગિચામાં ટહેલતા રહ્યાં. તેમનાં હાથમાં વ્હિસ્કીનો ગ્લાસ એમ જ ભરેલો રહી ગયો હતો. મોટેભાગે અત્યાર સુધીમાં તો તેમણે બે વખત એ ગ્લાસ ખાલી કરી નાંખ્યો હોય પરંતુ આજે એ રૂટિનમાં ખલેલ પડી હતી. વાત જ એવી હતી કે તેના જેવો શાતિર અફસર પણ હલી ગયો હતો. તેના જમાઈ જેમ્સ કાર્ટરનાં દિમાગમાં ઉદભવેલા ખૂરાફાતી આઈડિયાએ તેના જેવા ખંધા માણસને પણ વિચારવા મજબૂર બનાવી દીધો હતો. એ કોઈ સામાન્ય વાત નહોતી. કાર્ટરનાં પ્લાનને અમલી બનાવવા માટે ઘણો લાંબો સમય જોઈએ અને એ માટેની તૈયારીઓ અત્યારથી જ આરંભવી પડે. એ ઉપરાંત પાણીની જેમ ધન વાપરવું પડે. નો ડાઉટ કે કાર્ટરનો પ્લાન સફળ થવાનાં ચાંન્સ ઘણાં વધારે હતા પરંતુ હાલ પૂરતું તો એ એક તૂક્કો જ હતો, જો એ તૂક્કો કામ કરી ગયો તો પછી…. એ ખ્યાલે ઓલીવરની આંખોમાં જંગલી વરું જેવી ચમક ઉભરી. તેણે એક જ ઘૂંટે વ્હિસ્કીનો ગ્લાસ ખાલી કરી નાંખ્યો અને મનોમન જ તેનો નિર્ધાર પાક્કો થયો. તેણે કાર્ટર ઉપર જૂગાર રમવાનું નક્કી કરી લીધું હતું.

તેણે એ રાત્રે ઈગ્લેન્ડ ટ્રંકકોલ જોડયો હતો અને ત્યાથી પરવાનગી મેળવી હતી. ફોન મૂકીને તે સૂવા ગયો ત્યારે તેને ખૂદને પણ નહોતી ખબર કે તેના આ પગલાનું શું રિએકશન આવશે…?

---------

એ પછી સમયનું ચક્ર બહું ઝડપી ફર્યું હતું. કાર્ટરે પૂરજોશમાં કામ ઉપાડયું હતું. તે ઈચ્છતો હતો કે કોઈપણ ભોગે તેનો પ્લાન સફળ બને… એ માટે તેણે દિવસ રાત એક કરીને મહેનત કરવી શરૂ કરી હતી.

સૌથી પહેલું કામ તેણે પશ્ચિમમાં જઈ ડફેરોનાં સરદાર જાલમસંગ સાથે મુલાકાત કરવાનું કર્યું. એ માટે તેણે પોતાનો એક ભરોસેમંદ વચેટિયો મોકલ્યો જે જાલમસંગ જેવા જંગલી સરદારને સમજાવીને તેમની વચ્ચે બેઠક કરાવી શકે. કાર્ટરને ખ્યાલ હતો કે એ કામ આસાન નથી નિવડવાનું કારણ કે જાલમસંગ જેવા લોકો ફક્ત પોતાનું ધાર્યું જ કરતા હોય છે. અને એવા તો કેટલાય ગિરોહ હતાં જેના સરદારોને પોતાની પડખે લેવા રીતસરનું તેણે જજૂમવું પડે એમ હતું.

પરંતુ… એ કામ તેણે પાર પાડયું હતું. કેમ અને કેવી રીતે… એ માટે તો એક નવું પુસ્તક લખાય એટલી લાંબી દાસ્તાંનની હારમાળા સર્જાય હતી. તે કોઈ જનૂની માણસની જેમ રાત-દિવસ જોયા વગર પશ્ચિમ હિન્દુસ્તાનની ભૂમી ખુંદવા માંડયો હતો. ખાસ તો તેની નજર વિજય ગઢ ઉપર હતી. એ સમયે વિજય ગઢ સોનાની નગરી ગણાતું. પશ્ચિમ વિસ્તારમાં વિજય ગઢ જેટલું સમૃધ્ધ રાજ્ય એકેય નહોતું. તેની જાહોજલાનીની ચર્ચા સાંભળીને જ તો કાર્ટરે અહી ધામાં નાંખ્યાં હતા ને. કાર્ટરને કોઈપણ ભોગે વિજય ગઢને પોતાના તાબા હેઠળ લેવું હતું. એક વખત જો વિજય ગઢ જીતાય જાય તો પછી બીજા નાના નાના રાજ્યો તો ચપટી વગાડતા તેનાં કબજા હેઠળ આવી જાય તેમા કોઈ સંદેહ નહોતો. અને એટલે જ એક નવી પધ્ધતીથી તેણે રણનિતી ઘડવી શરૂ કરી હતી.

વિજય ગઢ ઉપર તેણે બે તરફી હુમલો કર્યો હતો. એક તરફ તેણે જાલમસંગને રાજ્ય ઉપર હુમલાઓ કરવા ઉકસાવ્યો હતો અને બીજી તરફ વિજય ગઢનાં જ એક બાશિન્દાને પોતાની કાખમાં લીધો હતો. કહેવત છે ને કે ઘર ફૂટે ઘર જાય… બસ, એવું જ વિજય ગઢમાં બન્યું હતું.

(ક્રમશઃ)