Island - 6 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 6

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

આઇલેન્ડ - 6

પ્રકરણ-૬.

પ્રવીણ પીઠડીયા.

જીમીએ બૂલેટને બરાબરનું ધમધમાવ્યું હતું. મિનિટોમાં તેણે વેટલેન્ડનો પૂલ વટાવ્યો અને હોસ્પિટલનાં રસ્તે પડયો હતો. હોસ્પિટલ સીધા રસ્તે જ આવતી હતી અને રસ્તો એકદમ ખાલીખમ હતો એટલે હવાની સાથે તેનું બૂલેટ ઉડતું જતું હતું. વેટલેન્ડનો પહેલો ચૌરાહો વટાવીને બીજા ચૌરાહે તે પહોંચ્યો જ હતો કે અચાનક તેનું હદય એક ધબકારો ચૂકી ગયું, તેની આંખો પહોળી થઈ અને કાળજું ગળામાં આવીને અટકી ગયું. ચાર રસ્તાની જમણી તરફથી એક એસયુવી કાર ફૂલ રફતારમાં તેની ઉપર ધસી આવતી દેખાઈ. તે કંઈ સમજે… કંઈ વિચાર કરે, એ કારની અડફેટથી બચવા કોઈ એકશન લે એ પહેલા તેના શરીરે આપોઆપ રિએકશન કર્યું હતું અને તેનો પગ બૂલેટની પાછલી બ્રેક ઉપર સજ્જડતાથી ભિંસાયો ચૂક્યો હતો. સાથોસાથ આગળની બ્રેક પણ એટલી જ ઝડપથી લાગી હતી. એ ઘટનાં આંખનાં પલકારા કરતા પણ વધું ઝડપે ઘટી ગઈ. સાવ અણધારી અને ઓચિંતી બ્રેક લાગતા સૂસવાટાભેર ભાગતાં બૂલેટનાં ટાયરો એકાએક જ ચીચીયારી બોલાવી ઉઠયા અને આલ્સ્ફાટનાં લિસ્સા રસ્તા ઉપર ભારે ઘર્ષણથી ઢસડાયા. એ ઘર્ષણથી વાતાવરણમાં ધૂમાડો ફેલાયો અને રબ્બરનાં ટાયર બળવાની જોરદાર દૂર્ગંધ ફેલાઈ. ડામર ઉપર ટાયર ઘસાવાનાં લાંબા કાળા લિસોટા તણાયા અને જીમી પોતાની જાતને સંભાળે… પ્રયત્નપૂર્વક બૂલેટનાં હેન્ડલને સીધું રાખવાની કોશીશ કરે… એ પહેલા તો બૂલેટ સ્લીપ ખાઈ ગયું અને ત્રાંસુ થઈને રોડ ઉપર ખiબકી પડયું. બૂલેટની સાથે જીમી પણ પડયો હતો અને ઘણે આઘે સૂધી ઘસડાતો ગયો હતો. સેકન્ડનાં ચોથા ભાગમાં એ દૂર્ધટના બની ગઈ. જીમી કંઈ સમજે એ પહેલા તો બૂલેટ પડયું હતું અને તે પોતે લાંબો-લેટ થઈને ખૂલ્લા રસ્તા ઉપર પથરાઈ ગયો હતો. એ પછડાટથી તેના મસ્તકમાં જોરદાર ઝટકો લાગ્યો, ઘડીભર માટે તેનું મગજ શૂન્યાવકાશમાં ચાલ્યું ગયું. એક ક્ષણ પૂરતું તે વિસરી ચૂક્યો હતો કે તેની સાથે અચાનક શું બની ગયું! તેના કાનમાં એકસાથે હજ્જારો સિસોટીઓનો અવાજ ગુંજતો હતો અને આંખો આગળ કાળા ધબ્બ અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું.

“યુ બ્રૂટ…” અચાનક એક અવાજ તેની નજીક આવ્યો અને કોઈકે કોલરેથી તેનું શર્ટ પકડીને ખેંચ્યું. એ ડેની હતો. ડ્રગ્સ અને મ્યૂઝિકનાં નશામાં મદહોશ બનીને ભયાનક ઝડપે એક્સ-૬ને તે રોડ ઉપર રીતસરની ઉડાવી રહ્યો હતો. તેને એ પણ ભાન નહોતું રહ્યું કે રોડનાં ક્રોસિંગ ઉપર કાર ધીમી પાડવી જોઈએ. તેને તો બસ જલદીથી રીવા પાસે પહોંચવું હતું અને એ લ્હાયમાં તે બેફામપણે કાર ભગાવી રહ્યો હતો. જો કે સાવ એવું પણ નહોતું, ઓલરેડી તેણે રસ્તાનાં સર્કલ પર સામેથી એક બૂલેટ આવતું જોયું હતું. છતાં તે એટલો ઓવર કોન્ફિડેન્ટમાં હતો કે તેણે બ્રેક મારીને કારને ધીમી પાડવાનાં બદલે ઓર વધું ફોર્સથી ભગાવી હતી. તે બૂલેટ કરતા પહેલા રસ્તો ક્રોસ કરી જવા માંગતો હતો પરંતુ એવું થયું નહી. સાવ છેલ્લી ઘડીએ... અણીનાં સમયે… જ્યારે તેને સમજાયું કે તે બૂલેટને ઉડાવી દેશે ત્યારે તેણે એક્સ-૬ને જોરદાર બ્રેક મારીને થોભાવી હતી. એક્સ-૬નાં ભારેખમ ટાયરો એ ક્ષણે જ કોઈ હઠિલા થાંભલાની જેમ રસ્તા વચ્ચે ચોંટી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ચૂક્યું હતું. બૂલેટ તેના બોનેટની બરાબર મધ્યમાં પહોંચી ચૂકયું હતું અને તેમની વચ્ચે ભયાનક ટક્કર થવાને ક્ષણભરની વાર હતી કે... જીમીએ બૂલેટને બ્રેક મારી હતી. તે ઓલરેડી ગભરાઈ ગયો હતો. તેને તો એમ જ લાગ્યું હતું કે કાર તેના બૂલેટને ઉડાવી દેશે અને તેના રામ રમી જશે. એ ચક્કરમાં જ તેનું બૂલેટ સ્લિપ ખાઈ ગયું હતું અને તે રોડ ઉપર ઘણે દૂર સૂધી ઘસડાતો ગયો હતો.

એ દરમ્યાન નશામાં ઝૂમતો ડેની નીચે ઉતર્યો. તેનો ગુસ્સો સાતમા આસમાને હતો. ગુસ્સામાં જ તે એલફેલ ગાળો બોલી રહ્યો હતો. કોઈ તેની સામે આવવાની જૂર્રત કરી જ કેમ કરે એનો ક્રોધ તેના મસ્તિષ્ક ઉપર હાવી થયો હતો! તે બૂલેટવાળાની એકદમ નજીક પહોંચ્યો અને નીચે નમીને તેણે જીમીનો કોલર પકડ્યો. “યૂ બ્રૂટ…” તેણે ગંદી ગાળો દીધી અને કોલરથી જ ખેંચીને જીમીને ઉભો કરવા માંગતો હોય એમ ખેંચ્યો. જીમી ચીખી ઉઠયો. એક તો ઓલરેડી તે અધમૂઈ હાલતમાં હતો. તેનો એક પગ બૂલેટની નીચે બરાબરનો સલવાયેલો હતો અને બીજો પગ ઉપર ટિંગાતો હતો. ભારેખમ બૂલેટનો સંપૂર્ણ ભાર નીચે સલવાયેલા પગ ઉપર આવ્યો હતો. ગનીમત એ હતું કે બૂલેટનો આગળનો સ્ટિલ ગાર્ડ જમીન સાથે ટેકાયેલો રહ્યો હતો. જો એ ગાર્ડ ન હોત તો આજે તેના પગનું કચૂંબર બનવું નક્કી હતું. તેમ છતા તેનો પગ ડામરની ખરબચડી સરફેસ ઉપર ભારે ફોર્સથી ઘસાયો હતો જેના કારણે ઠેકઠેકાણેથી તેનું પેન્ટ ફાટી ગયું હતું અને પગમાં લોહીનાં ટિશિયા ફૂટી નિકળ્યા હતા. એક તો ભયાનક દર્દથી તે કરાહી રહ્યો હતો તેમા બેરહમી પૂર્વક કોઈ તેને ખેંચી રહ્યું હતું એ સ્થિતિ તેના માટે અસહ્ય બની હતી. જીમીની આંખોમાં આંસું ઉભરાઈ આવ્યાં. ભેંકડો તાણીને તે રડવા માંગતો હતો, જોર જોરથી ચિલ્લાઈને તે પેલાને દૂર ધકેલી દેવા માંગતો હતો પરંતુ એવું કશું જ તેનાથી થયું નહી. અને… ડેનીએ કોઈ જડ માણસની જેમ જીમીને બહાર ખેંચી કાઢયો.

“ઓ બાપરે….” રાડ ફાટી પડી જીમીનાં ગળમાંથી. બૂલેટ નીચે ફસાયેલો પગ ગોઠણેથી છૂટો પડીને ત્યાંજ રહી ગયો હોય એવું લાગ્યું તેને. તે રીતસરનો રડતો હતો. આંખોમાંથી આપોઆપ પાણી ઉભરાઈને ગાલ ઉપર દડતું હતું. તેનું શરીર ધ્રૂજતું હતું. તે સરખો ઉભો પણ રહી શકતો નહોતો. જો ડેનીએ તેનો કોલર પકડી રાખ્યો ન હોત તો તે ત્યાંજ ફસડાઈ પડયો હોત. તેણે લાચાર નજરે ડેનીનો ચહેરો નીરખવાની નિષ્ફળ કોશીશ કરી. ડેનીનો અવાજ સાંભળીને જ તે સદમામાં આવી ચૂક્યો હતો કારણ કે તે એ વ્યક્તિથી બચવા જ વેટલેન્ડમાં આવતો નહોતો. જો કે ડેની અત્યારે કોઈ રહેમ કરવાનાં મૂડમાં નહોતો. તેણે જીમીને ઝકજોરીને સીધો ઉભો કર્યો. તેનો ચહેરો જીમીનાં ચહેરાની સાવ નજીક પહોંચ્યો.

“જીમી… ? સાલા હરામખોર… તને કહ્યું હતુંને કે હવે ક્યારેય મારી નજરે ન ચડતો. નહી તો મારી મારીને હાડકા ખોખરા કરી નાંખીશ. પણ આખરે રહ્યું તો હલકટ લોહી જ ને.” ડેનીનાં અવાજમાં જબરી ઠંડક છવાયેલી હતી. તેના જડબા આપસમાં ભીડાયા હતા. ગુસ્સાથી તેનું માથું ફાટ-ફાટ થતું હતું. અને… જીમી ડેનીને જૂએ, કંઈ સમજે.. એ પહેલા ડેનીએ દાંત ભીંસીને જીમીનાં પેટમાં કચકચાવીને એક મુક્કો જડી દીધો.

“ધફફ્….” કરતો અવાજ આવ્યો અને જીમી બેવડ વળી ગયો. તેના માટે એ સાવ અનઅપેક્ષિત હતું. રોડ ઉપરની પછડાટની કળ હજું વળી નહોતી કે અચાનક જાણે કોઈએ ભારેખમ ઘણ ઉંચકીને પેટમાં ઠોકી દીધો હોય એવું લાગ્યું તેને. તેના પેટનાં આંતરડામાં રીતસરનો આતંક મચી ગયો. બે હાથ નાંખીને કોઈએ પેટ ચીરી નાંખ્યું હોય અને જબરજસ્તીથી બધા જ અંતરડા બહાર ખેંચી લીધા હોય એવું ભયંકર દર્દનું ઘોડાપૂર ઉમટયું. એ દર્દને ખાળવા તેણે પોતાના બન્ને હાથ પેટ ઉપર દબાવ્યાં અને ત્યાંજ રોડ ઉપર બેસી પડયો. એ દરમ્યાન ડેનીએ તેનો કોલર છોડયો હતો અને પોતાની કમર ઉપર બન્ને હાથ ટેકવીને ઉભો રહ્યો હતો. એક સમયનો તેનો નોકર… એક સાવ તૃચ્છ ફાલતુ માણસ તેની કાર આડો ફાટયો પણ કેમ.. એ બાબત તેની સહન શક્તિની બહાર હતી. તેના જીગરમાં કાળઝાળ ક્રોધ ઉમડતો હતો. ઘડીક તે રોડ ઉપર તડપતા જીમીને જોઈ રહ્યો અને પછી “યુ રાસ્કલ…  આજે તું નહી બચે. તારી ઓકાત યાદ દેવડાવવી જ પડશે.” તે બોલ્યો અને આસપાસ નજર ઘુમાવી. અચાનક તેને કશુંક યાદ આવ્યું હોય એમ તે પાછો પોતાની એસયુવી નજીક પહોંચ્યો.

તેણે તેનો દરવાજો ખોલ્યો અને અંદર ડોકુ નાંખી ડેશબોર્ડ ખંખોળવા લાગ્યો. અચાનક તેની આંખોમાં ચમક ઉભરી. તેની આંગળીઓ કોઈ સખ્ત ચીજને સ્પર્શી હતી. ઝડપથી તેણે એ ચીજને બહાર ખેંચી કાઢી અને… ભયાનક ઠંડી ક્રુરતાભરી મુસ્કાન તેના ચહેરા ઉપર પથરાઈ. તેના હાથમાં ગન ચળકતી હતી. ઈમ્પોર્ટેડ બનાવટની લેટેસ્ટ ૯ એમએમ, આઠ રાઉન્ડ ફાયર કરતી એસઆઈજી સૌર પી૨૧૦ ઓટોમેટિક પિસ્તોલ તેની ફેવરિટ હતી. તેણે એક્સ-૬ એસયુવી લીધી તેના બીજા જ દિવસે પી૨૧૦ને ડેશબોર્ડનાં ખાનામાં મૂકી દીધી હતી જેની કોઈને ખબર નહોતી કારણ કે તેના સીવાય બીજું કોઈ તેની કારને હાથ લગાવાની જૂર્રત કરતું નહી. તે પોતાની પાસે આવી ખતરનાક ચીજ બેધડક રાખી શકતો હતો કારણ કે આ આઈલેન્ડને તે પોતાના બાપની જાગીર સમજતો હતો. અને એવું તે એટલા માટે સમજતો હતો કારણ કે ખરેખર વેટલેન્ડમાં તેના બાપની જ જાગીર ચાલતી હતી. તેનો બાપ એટલે કે આઈલેન્ડનો સૌથી ધનીક, સૌથી શક્તિશાળી અને આ ઈલાકાનો એકમાત્ર એમએલએ શ્રેયાંશ જાગીરદાર. તેની પણ એક લાંબી કહાની હતી પરંતુ અત્યારે ડેનીનાં હાથમાં પિસ્તોલ આવી હતી એ વધું ખતરનાક બાબત હતી. તે હસ્યો.. ડ્રગ્સને લીધે પીળા પડી ગયેલા તેના દાંત વિચિત્ર રીતે ચમકી ઉઠયા. તેની આંખોમાં રાની પશું જેવી ચમક ઉભરી આવી. હળવા પગલે તે જીમી તરફ આગળ વધ્યો. જીમીને હજું પણ કળ વળી નહોતી. તે રોડ ઉપર ગોઠણભેર બેસીને કરાહી રહ્યો હતો. તેના પેટમાં લોહીનાં ગઠ્ઠા જામી ગયા હોય એવા વમળો ઉદભવતા હતા. બન્ને હાથ પેટ ઉપર દબાવીને તે એ દર્દ ખાળવાની કોશીશ કરી જ રહ્યો હતો કે અચાનક તેના કપાળે કોઈ ઠંડી ચીજનો સ્પર્શ થયો. તેણે ડોક ઉંચી કરી અને…  ભયાનક ખૌફથી તેની આંખો ફાટી પડી. માથામાં પરસેવો ઉભરાયો. તેનું રોમ-રોમ કાંપી ઉઠયું અને ભયાનક આતંકનું લખલખુ શરીરમાંથી પસાર થઈ ગયું. ડેની તેના કપાળે ગન તાકીને ઉભો હતો. એક ધમાકો અને તે નામશેષ થઈ જવાનો હતો.

@@@

મારું માથું ભમતું હતું. જીવણ સુથારનો ક્ષપ્ત-વિક્ષપ્ત દેહ વારેવારે મારી નજરો સમક્ષ તરવતો હતો. તેના શરીરે પડેલા ઘાવ મને બેચેન બનાવી રહ્યાં હતા. પણ શું કામ…? મારે તેની સાથે શું લેવાદેવા? કેમ હું આટલો બેચેન બની ગયો હતો? અને એવું કેમ લાગતું હતું એ એવા જ ઘાવ આ અગાઉ પણ મેં ક્યાંક જોયા છે? એક ધૂંધળું દ્રશ્ય મારા જહેનમાં ઉભરતું હતું જે મને એ ઘાવ સાથે જોડી રહ્યું હતું પરંતુ કશું જ સ્પષ્ટ થતું નહોતું. હું બસ કોઈ ગહેરા વમળમાં ઘૂમરાતો હોવ એવું લાગતું હતું.

હવે અહી રોકાવું મારા માટે જોખમ ભર્યું હતું. બસ્તીની ચોકીમાં નવો આવેલો સાહેબ પહેલી નજરમાં મને ગમ્યો જરૂર હતો પરંતુ આખરે તે હતો તો એક પોલીસ અફસર જ ને. જીમી સાથે જે તુમાખીથી તે વરત્યો હતો એ મને સહેજે પસંદ આવ્યું નહોતું અને એટલે જ અત્યારે હું તેની નજરોએ ચડવા માંગતો નહોતો. ચૂપકીદીથી ઓપીડી વિભાગનાં પાછલા દરવાજેથી હું બહાર નીકળ્યો હતો અને હોસ્પિટલની લોબીમાં આવીને ઉભો રહ્યો. સામે જ નવા કેસ રજીસ્ટર કરવાનું કાઉન્ટર હતું. તેની બાજુમાં કેશ બારી હતી અને તેની પડખે હોસ્પિટલનું જ પોતાનું અલાયદું મેડીકલ હતું. શું કરવું જોઈએ એ મને સમજાતું નહોતું. ઘડીક તો થયું કે અહી જ રોકાઇને માનજી ગામિતને પકડું પરંતુ પછી થયું કે અત્યારે એનો કોઈ અર્થ નહી સરે. જ્યાં સુધી જીવણાનું પોસ્ટમાર્ટમ નહી થાય ત્યાં સુધી ચોક્કસ કશું જાણવા નહી મળે એની મને ખાતરી હતી એટલે આખરે અહીથી પાછા ફરવાનું મન બનાવીને હું હોસ્પિટલની બહાર જ્યાં બાઈક પાર્ક કરી હતી ત્યાં આવ્યો. બાઈક ઉપર સવાર થઈને મેં કીક મારી અને બાઈક ચાલું થતાં પહેલા ગીયરમાં નાંખી લીવર આપ્યું. મારી મંઝિલ મારા ગેરેજ તરફની હતી. પરંતુ… એમ સાવ આસાનીથી હું ગેરેજે પહોંચું એમ નહોતો. એક ખતરનાક ઘટના જાણે મારી જ રાહ જોઈને રસ્તામાં ઉભી હતી.

(ક્રમશઃ)