Island - 4 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 4

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

આઇલેન્ડ - 4

પ્રકરણ-૪.

પ્રવીણ પીઠડીયા.

આ આઈલેન્ડ અનોખો હતો. મારી જેવા તમામ લોકો, જે આઈલેન્ડની બહાર વસતા હતા તેમના માટે આઈલેન્ડમાં પ્રવેશવું એક સ્વપ્ન સમાન અનુભવ બની રહેતું. પૂલ સાવ સામાન્ય હતો છતા તેની બન્ને તરફની દૂનિયા વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો. એક તરફ ગંદકી, ગરીબી, બેરોજગારી, ઝુપડપટ્ટી અને ગુનાખોરીથી ખદબદતું વિશ્વ હતું તો બીજી તરફ વૈભવ, એશો-આરામ, લકઝરી લાઈફ, લકઝરી ગાડીઓ અને ઝાકમઝોળ પાર્ટીઓની મહેફિલ હતી. એક તરફ સ્વર્ગ હતું તો બીજી તરફ દોઝખભર્યું નરક હતું. હું મારી જ બસ્તીની બુરાઈ કરું છું એવું તમને લાગતું હશે પરંતુ સચ્ચાઈ ક્યારેય બદલાતી નથી. જે સત્ય મારી નજરો સમક્ષ રોજ દેખાતું હતું એ સત્ય આંખો બંધ કરી લેવાથી કંઈ બદલાઈ જવાનું નહોતું. મને ઘણી વખત થતું કે કાશ… હું એ દુનિયામાં જનમ્યો હોત તો કેવું સારું થાત! પણ ખેર… એવું થયું નહોતું તો પછી એનો અફસોસ કરવાનો શું ફાયદો! હકીકત સ્વિકારવી રહી કે હું એક સામાન્ય ગેરેજનો માલિક છું અને કદાચ જિંદગીભર એ જ બનીને રહેવાનો હતો. એથી વધારે તો ઓર સારું ગેરેજ બનાવી શકું પરંતુ એનાથી મારી લાઈફમાં કોઈ ફરક પડવાનો નહોતો. અચ્છા… એક વાત મેં તમને જણાવી કે નહિ…? આ આઈલેન્ડનું નામ. એ નામમાં એક રહસ્ય છૂપાયેલું હતું જેની મને પછીથી ખબર પડી હતી.

“વેટલેન્ડ” યસ્સ… આ આઈલેન્ડ “વેટલેન્ડ”નાં નામે ઓળખાતો હતો. વેટલેન્ડ એટલે ’કોરી ધરતી.’ મને ઘણી વખત આશ્વર્ય થતું કે આઈલેન્ડનું આવું નામ કોણે રાખ્યું હશે! કારણ કે અહી ’કોરી ધરતી’ જેવું કંઈ હતું જ નહી. કુદરતે આઈલેન્ડમાં ચારે હાથે જાહોજલાલી વેરી હતી. અહીનાં ઐશ્વર્ય સામે તો મોટા-મોટા મહાનગરોની ઝાકમઝોળ પણ ફિકિ પડે. તો પછી આ આઈલેન્ડ ’વેટલેન્ડ’ તરીકે કેમ ઓળખાતો હશે..? મેં કહ્યુંને કે તેમા પણ  એક રહસ્ય છૂપાયેલું છે. એ રહસ્ય વિશે ઘણાં ઓછા લોકો જાણતાં હતા અને એ ઓછા લોકોમાં ટૂંક સમયમાં મારું નામ પણ જોડાવાનું હતું જેની મને ખૂદને પણ ખબર નહોતી. એ બધું સાવ અનાયાસ અને અણધાર્યું બન્યું હતું. એમ કહો તો પણ ચાલે કે એની શરૂઆત જીવણા સુથારનાં મોતથી થઈ હતી. જો અચાનક તેનું મોત થયું ન હોત અને મારી અપાર જિજ્ઞાષા મને સિટિ હોસ્પિટલ સુધી ખેંચી લાવી ન હોત તો એ રહસ્ય વિશે મને ક્યારેય જાણ થઇ ન હોત એ હકીકત હતી. પરંતુ… ખેર, છોડો, પહેલા આપણે ’વેટલેન્ડ’ આઈલેન્ડ વિશે જાણીએ.

@@@

આઈલેન્ડની ગોળ ફરતે સમૃદ્રનું અફાટ નિલ-વર્ણી પાણી ધૂધવતું હતું. તેને ઘણો જ સારો અને ચોખ્ખો કહી શકાય એવો સમૃદ્ર કિનારો મળ્યો હતો જેનો ભરપૂર લાભ આઈલેન્ડવાસીઓ ઉઠાવતા. એ સમૃદ્ર કિનારે આઈલેન્ડમાં વસતાં ધનિક પરીવારોની પ્રાઈવેટ ’જેટ્ટી’ઓ હતી. એ જેટ્ટીઓ ઉપર અત્યંત વૈભવી ’યોટ’ અને બોટોનો જમાવડો હરહંમેશ લાગેલો રહેતો. તેનો ઉપયોગ મોટેભાગે સમૃદ્રની સહેલગાહ માટે અથવા તો કોઈ પાર્ટી કે પીકનીક મનાવવા અને વધુમાં તો શોખ ખાતર થતાં માછીમારી માટે થતો.

સમૃદ્રની અંદર ’વેટલેન્ડ’ કોઈ ઝઝિરાની માફક સર્જાયો હતો. તેનો ફક્ત એક તરફનો ભાગ ધરતી સાથે જોડાયેલો હતો જેનો રસ્તો અમારી બસ્તીમાં થઈને પસાર થતો હતો. ખરું ગણો તો હું હમણાં જે પૂલ ઓળંગીને અહી આવ્યો હતો એ પૂલ ન હોત તો આઈલેન્ડ સમૃદ્રમાં તરતો કોઈ વિશાળ ટાપુ જેવો જ દેખાતો હોત. એ પૂલ ક્યારે બન્યો હતો એની મને ખબર નહોતી અને એવી દરકાર પણ ક્યારેય લીધી નહોતી કારણ કે મારે એવી જરૂરીયાત ક્યારેય ઉદભવી જ નહોતી.

એ પૂલ ઓળંગીને પાંચસો મીટર આગળ વધો એટલે એક ઉંચો અને કલાત્મક… બન્ને તરફ આકર્ષક પિલ્લરો ધરાવતો વિશાળ ’ગેટ’ આવે. એ દરવાજામાં પ્રવેશો એટલે તમે વિધિવત આઈલેન્ડમાં પ્રવેશી ગયા એમ ગણાય. દરવાજાનાં પિલ્લરોમાં કલાત્મક કોતરણી કરેલી હતી જે દૂરથી જ ધ્યાન આકર્ષક લાગતી. પિલ્લરનાં ઉપરનાં બન્ને છેડે જહાજોની નાની પરંતુ સુંદર કલાકૃતિઓ મુકેલી હતી. એ બન્ને પિલ્લરોને આપસમાં જોડતો આરસીસી બિમ હતો અને બિમની બરાબર વચ્ચે ગોલ્ડન કલરનાં ચમકતા અક્ષરોમાં “વેટલેન્ડ” લખેલું હતું. રાત્રીનાં સમયે એ અક્ષરો રંગબેરંગી લાઈટોનાં પ્રકાશમાં ઝળહળી ઉઠતાં ત્યારે એ નજારો અત્યંત નયનરમ્ય બનતો.

ગેટની અંદર પ્રવેશતાં જ… થોડા અંતરે બન્ને તરફ અત્યંત સુંદરતમ બગીચાઓ બનાવેલા હતા. એ બગીચાઓ પછી બંગલાઓની અને અત્યંત વૈભવી ’વિલા’ઓની હારમાળા શરૂ થતી. એકથી એક ચઢીયાતાં આર્કિટેકનાં અદભૂત નમૂનારૂપી એ ઘરોમાં વેટલેન્ડનાં ધનાઢ્ય પરીવારો રહેતા. વિશાળ કંમ્પાઉન્ડની અંદર ચારેકોર ફેલાયેલી મુલાયમ લોન અને લોનનાં છેવાડે ઉગેલા જાતભાતનાં વૃક્ષો. લોનની બરાબર મધ્યમાં યુરોપીયન સ્ટાઈલનાં બાંધકામને પણ આંટી મારે એવા અદભૂત મકાનો અને તેની અંદરનું આલીશાન ઈન્ટિરિયર. વિલાની બેક સાઈડ મોટો સ્વિમિંગ પૂલ હતો અને તેના કિનારે બનાવેલો ગઝેબો. આધૂનિક જમાનાની જેટલી પણ સગવડતાઓ હતી એ તમામ અહી મોજૂદ હતી. અને આવી સગવડતાઓ અહીનાં તમામ બંગલાઓમાં હતી. અહી રહેવું એ જીવનનો સર્વોત્તમ અનુભવ બની રહે એમાં કોઈ શંકા નહોતી.

પરંતુ… દરેક વસ્તુંનો એક બીજો ચહેરો પણ હોય જ છે એમ વેટલેન્ડનો પણ એક ભૂતકાળ હતો જે ઘણા ઓછા લોકો જાણતાં હતા. જો એ ભૂતકાળનાં પોપડા કોઈએ ખોતર્યાં હોત તો ભલભલાનાં કાળજા કાંપી ઉઠયા હોત. જે જાહોજલાલી અત્યારે વેટલેન્ડમાં દેખાતી હતી તેની ઘણી મોટી કિંમત ચૂકવવામાં આવી હતી અને હજુપણ તેનો કાળો ઓછાયો વેટલેન્ડ માથે કોઈ કલંકિત શ્રાપની જેમ મંડરાઈ રહ્યો હતો.

@@@

જીમી અકળાતો હતો. સખત ગરમીથી તેની ગરદને પરસેવો ઉતરતો હતો. તે મારી સાથે આવવા માંગતો હતો પરંતુ વેટલેન્ડમાં પગ મૂકતાં તે ડરતો હતો. તે કોઈ સત્યવાન નહોતો કે પોતાના નિર્ણયને આજીવન વળગી રહે અને વેટલેન્ડમાં ક્યારેય પગ મૂકે જ નહી પરંતુ તેને ડેનીનો ખોફ હતો. ડેની… તેના જૂના માલિકનો છોકરો, જેણે તેને માર્યો હતો. એ સાવ માથાફરેલ નશેડી છોકરો હતો. જીમીને ડર હતો કે અચાનક જો ક્યાંક તેમનો ભેટો થઈ ગયો તો ચોક્કસ તેમની વચ્ચે મારામારી થયા વગર રહેશે નહી. જો એવું થયું તો એનું પરીણામ શું આવે એ તો ભગવાન જ જાણે. અને એટલે જ તે અટક્યો હતો. શું કરવું જોઈએ એ નિર્ણય લેતા ઘણો સમય તેણે આમથી તેમ આંટા માર્યાં પરંતુ આખરે તે હાર્યો હતો અને ગેરેજ તરફ ઉપડયો હતો. ગેરેજ પહોંચી તેણે રિપેર થવા આવેલું એક બૂલેટ ઉઠાવ્યું. બૂલેટનાં ઈગ્નિશનમાં ચાવી ઓલરેડી ભરાવેલી જ હતી. એ અમારી કાયમી વ્યવસ્થા હતી. અમારે ત્યાં કોઈપણ વાહન રિપેરિંગમાં આવતું એની ચાવી ઈગ્નિશનમાં જ રહેતી જેથી અણીનાં સમયે ચાવી શોધવાની ઝંઝટ રહે નહી. જીમીએ ગેરેજની અંદર નજર કરી. મામા એક ખૂણામાં આજે સવારે જ રિપેરિંગમાં આવેલી એક બાઈક સાથે કંઈક ગડમથલમાં પડયા હતા. પહેલા થયું કે તે મામાને જણાવે પરંતુ પછી વિચાર બદલ્યો. એવું કરવામાં સમય બગડશે અને તેને અત્યારે ઉતાવળ હતી. તે બૂલેટ ઉપર સવાર થયો અને મામા કંઈ પૂછે એ પહેલા બૂલેટને વેટલેન્ડ ભણી મારી મૂક્યું.

“ઓય જીમી…” મામાએ બૂલેટ શરૂ થવાનો અવાજ સાંભળ્યો એટલે બહાર દોડી આવ્યાં. તેણે જીમીને જતો જોયો એટલે બૂમ પાડી પરંતુ ત્યાં સુધીમાં જીમી દૂર નિકળી ચૂક્યો હતો. “કમાલ છે આજકાલનાં છોકરાઓ…” બબડીને મામા ફરી પાછા ગેરેજની અંદર ચાલ્યાં ગયા.

જીમીએ બૂલેટને બરાબરનું ધમધમાવ્યું હતું અને ગણતરીની સેકન્ડોમાં પૂલ સુધી આવી પહોંચ્યો હતો. પૂલને જોઈને તેનાં હદયમાં એક ન સમજાય એવો ધ્રાસ્કો ઉદભવ્યો પરંતુ હવે તે રોકાવા માંગતો ન હોય એમ તેના ચહેરા ઉપર મક્કમતા છવાઈ. ફક્ત બે સેકન્ડ પૂરતી તેની આંખો બંધ થઈ અને… તેના જડબા આપોઆપ સખત થયા. હાથનો હલ્કો ઈશારો બૂલેટનાં લિવરને મળ્યો. “ભખ..ભખ..ભખ…” કરતું બૂલેટ રોકેટ ગતીએ પૂલ ઓળંગી ગયું. આજે ઘણાં સમય બાદ તે વેટલેન્ડમાં દાખલ થયો હતો. વેટલેન્ડનો વૈભવી ગેટ વટાવી તેજ ગતીએ ભાગતું બૂલેટ સિટિ હોસ્પિટલ ભણી દોડી રહ્યું. એ સમયે તે નહોતો જાણતો કે વેટલેન્ડની મુલાકાત તેને કેટલી ભારે પડવાની છે.

@@@

ડેની તેના કમરામાં હતો. હજું હમણાં જ તે જાગ્યો હતો. ગઈ રાતની પાર્ટીમાથી છેક સવારે તે ઘરે પરત ફર્યો હતો અને ત્યારનો ઘોરતો પડયો હતો. રાતે લીધેલા ડ્રગ્સનાં ઓવરડોઝનાં કારણે હજુપણ તેની આંખો ઘેરાતી હતી, શરીર તૂટતું હતું અને જબરજસ્ત થાક તેની નસોમાં વર્તાતો હતો. શરીર ગારા જેવું સાવ લસ્ત બની ગયું હતું. તે હજું સૂવા માંગતો હતો પરંતુ અચાનક તેને “રીવા” યાદ આવી હતી. તેણે આજે તેને મળવાનો સમય આપ્યો હતો એટલે કોઈપણ ભોગે ગયા વગર છૂટકો નહોતો. રીવાને નારાજ કરવાનું તેનું ગજું નહોતું અને એકરીતે બીલકુલ પોસાય એમ પણ નહોતું કારણ કે ભવિષ્યમાં એ તેની પત્નિ બનવાની હતી.

આલીશાન કમરામાં બિછાવેલા અત્યંત કિંમતી અને મૂલાયમ ’બેડ’માંથી તે મહા મહેનતે ઉભો થયો. તેના શરીર ઉપર કપડાનાં નામે માત્ર એક ચડ્ડો જ પહેરેલો હતો. રાત્રે આવ્યાં બાદ ક્યારે તેણે કપડા ઉતાર્યા અને ક્યારે તે પલંગ ઉપર પડયો હતો એ પણ તેને યાદ નહોતું. નશો એટલો ગહેરો હતો કે અત્યારે પણ તેની આંખોનાં ડોળા લાલઘૂમ હતા. તેણે કમરાની દિવાલે જડેલા આદમકદનાં અરિસામાં પોતાની જાતને નીરખી. વિખરાયેલા વાળ અને ચીમળાય ગયેલો ચહેરો સરખા કરવા જરૂરી હતા કારણ કે આવી હાલતમાં જો તે રીવા સામે ગયો તો તેનું આવી જ બને. તે ઝડપથી બાથરૂમમાં ઘૂસ્યો અને ફટાફટ તૈયાર થયો. નહાવાથી થોડી તાજગી આવી હતી છતાં જોઈએ એટલી એનર્જી વર્તાતી નહોતી. કપડા પહેરવા તેણે ક્લોઝેટ ખોલ્યો અને અચાનક તેની આંખો ચમકી. ઝડપથી તેણે ક્લોઝેટનું સાવ નીચેનું ડ્રોવર ખોલ્યું અને એક ખાખી કવર બહાર ખેંચી કાઢયું. ખાખી કવરમાં સફેદ રંગનું એક નાનું પાઉચ હતું. એ પાઉચ બહાર કાઢી તે પલંગ ઉપર ગોઠવાયો અને નજીક પડેલી ટિપોઈ ઉપર પાઉચમાંનો પાવડર ઠાલવ્યો. હાથેથી જ એ પાવડરની પાતળી રેખા બનાવી તે એની ઉપર ઝૂક્યો અને એક જ સબડકે નાકની પાવડર અંદર ખેંચી લીધો. પાવડર અંદર જતાં જ તેના મગજે એક ઝટકો અનુભવ્યો. એક જબરજસ્ત કિક લાગી તેને. એ એવો જ અનુભવ હતો જાણે કોઈએ તેને ઉંચકીને પોચા રૂ જેવા વાદળોનાં જથ્થામાં ફેંકયો હોય. ઘડીભર માટે તે આ દૂનિયાથી સાવ વિખૂટો પડી ગયો. તેનું રોમ-રોમ પૂલકિત થઈ ઉઠયું અને તે સાવ હળવો બની ગયો. મુરઝાઈ ગયેલો તેનો ચહેરો અચાનક ખીલી ઉઠયો. એ હાલતમાં જ તે તૈયાર થયો અને નીચે ગાડી પાર્કિંગ ગેરેજમાં પહોંચ્યો. ગેરેજમાં એકથી એક ચડિયાતી કાર અને બાઈક્સનો ઝમેલો ખડકાયેલો હતો. ઘડીભર માટે તે એ મોંઘીદાટ કારોનાં કાફલાને તાકી રહ્યો અને પછી હમણાં નવી જ આવેલી બીએમડબ્લ્યું એક્સ-૬ ની નજીક પહોંચ્યો. યસ્સ.. રીવાને આની સહેલગાહ જરૂર પસંદ આવશે તેણે વિચાર્યું. તેને જોઈને ત્યાં ઉભેલો એક ડ્રાઈવર નજીક દોડી આવ્યો અને એક્સ-૬ ને બહાર કાઢી આપી. થોડીજ વારમાં એક્સ-૬ વેટલેન્ડની સડકો ઉપર હવાની માફક ઉડી રહી હતી.

(ક્રમશઃ)