Me and my feelings - 70 in Gujarati Poems by Darshita Babubhai Shah books and stories PDF | હું અને મારા અહસાસ - 70

Featured Books
Categories
Share

હું અને મારા અહસાસ - 70

પારકી પંચાત માં ના પડશો,
હાથ બાળો હૈયે થી ના બળશો.  

યાદ તો આવ્યાં કરે પણ તેથી,
રાત  દિવસો નું સૂકું ના હરશો . 

સુખ અને દુખ આવે ને જાયે છે.
ને મુશ્કેલીઓ થી તો ના ડરશો. 

કાતિલો તો ચાર ખૂણે બેઠા,
મનથી તો મરતાં પહેલાં ના મરશો.

ઉભા થઈ આગળ વધો હિંમત થી,
રડવા થી કઈ ના મળે ના રડશો.

                          ---------------

મૌન તારું કેમ અકળાવી રહ્યું છે,
ને સતત આ દિલને તડપાવી રહ્યું છે.

માનવી સ્વાર્થી જગતના છે સમજ તું,
હાથ જોડીને તે સમજાવી રહ્યું છે.

ને બધું જાણીને તે ચૂપચાપ બેસે,
દિલમાં દીવાઓને પ્રગટાવી રહ્યું છે.

હું પણ તેને ક્યાં સુધી પંપાળું  બોલો,
ધીમા અવાજે શું મમરાવી રહ્યું છે.

માયા સ્વીકારી લઉં છું આ જગતની,
જામ દેખાડીને તરસાવી રહ્યું છે.

                                      ---------------
જિંદગીની મોજ માણવાની હોય છે,
લાગણીની મોજ માણવાની હોય છે.


                                     ---------------


આ હૃદયમાં કેટલા દર્દો છુપાયા છે,
જિંદગીભર પ્રેમના નામે લુટાયા છે.

                                     ---------------
ભીડમાં પણ કેમ લાગે એકલું,
ને નગારું કેમ લાગે એકલું.

એ રખેવાળી કરે છે ગામની,
આંખો ખુલ્લી રાખી જાગે એકલું.


                                     ---------------


કોણ કોને અહી સમજે છે,
જિંદગીભર પછી તરસે છે.

ને જુદાઈ ના દિવસોમાં જો,
પ્રિય ની યાદમાં તડપે છે.

રૂબરૂમાં એ નથી આવતાં,
સપનોમાં આવીને પજવે છે.

વર્ષાની મૌસમમાં જો સખી,
યાદ ના વાદળો ગરજે છે.

કાગ સંદેશ આપી રહ્યો,
આંખતો ક્યારની ફરકે છે,

બસ કહેવાની વાતો બધી,
કોઈ હમેશાં ક્યાં પડખે છે.

સાચે સાચું કહ્યું જ્યાં સત્ય,
સાંભળી વાતને ભડકે છે.
૧૯-૧૦-૨૦૨૨
                                     ---------------


ક્યાંક દીવા સળગે છે તો ક્યાંક દિલ.
આગ હૈયે ભડકે છે તો ક્યાંક દિલ.


                                     ---------------


પ્રેમ ના દીવા પ્રગટાવો આવી દિવાળી
મીઠાઈ ખાઓ ખવડાવો આવી દિવાળી

                                     ---------------


શબ્દને પણ અણગમો તો હોય છે,
લાગણી તેની દુભાતી હોય છે.

હૈયે તેના યાદોની હોળી બળે,
ને નસો તેની દુખાતી હોય છે.


                                     ---------------

જીંદગીએ જીંદગીને માત આપી,
જીંદગીને લાગણીએ માત આપી.

લાગણીની ખેંચતાણોમાં સખીની ,  
સ્નેહ ભીની આંખડીએ માત આપી.

યાદોને ભાદરવો તો ભરપૂર લાયો,  

પ્રેમીઓને વાદળીએ માત આપી

આંખ ખોલુંને ત્યાં તું દેખાય સામે,
રોજનીશી માગણીએ માત આપી.

હેત ની હેલી ચડી હૈયામાં આજે,
ફૂલવાળી છાબડીએ માત આપી.

રાતને દી પ્રાર્થના કરતાં હતાં તે,
આસ્થાને બંદગીએ માત આપી.
૧૩-૧૧-૨૦૨૨

                                     ---------------


દિમાગની સાફ સફાઈમાં રોજ અમે.
સવાર સાંજ ખાધી બીપી ની ગોળી.

આંખો ને સપના નો ભાર કેમ લાગ્યો?
રાતો ને સપના નો ભાર કેમ લાગ્યો?


                                     ---------------

હૈયાને રાહત મળી ગઈ છે,
ચાહની ચાહત ફળી ગઈ છે.

મીઠા જળના મૂળ કાપ્યા ને,
દરિયામાં ખારપ ભળી ગઈ છે.

હાલ મારા જોઈને જુઓ,
ને મુશ્કેલીઓ ટળી ગઈ છે.

ગુંગળાવે છે સખી જુદાઇ, 
દિલની આશાઓ બળી ગઈ છે.

આંખમાંથી વરસે છે આંસુ,
લાગણીઓ ગમ ગળી ગઈ છે.

                                     ---------------

પ્રેમ થઈ ગયો,
હૈયું લઈ ગયો.

આંખો થી સખી,
જામ પાઈ ગયો.

રાહ જોઈને,
રાહી સુઈ ગયો.

સાથ આપીને,
ચૈન દઈ ગયો.

એ જુદાઈ ના,
ગમને ખઈ ગયો,
                                     ---------------
કોઈની વાતમાં પડવું નઈ
ને વગર કારણે નડવું નઈ.
                                     ---------------

કાલથી સંવાદ ઓછો થઈ ગયો છે.
હૈયામાં ઉન્માદ ઓછો થઈ ગયો છે.

પ્રેમીના નખરા ઉઠાવી થાકી ગ્યા
આંસુનો વરસાદ ઓછો થઈ ગયો છે.

આ મહામારી માં લોકો ઘર માં બેઠા,
દુનિયામાં ઉત્પાત ઓછો થઈ ગયો છે.

જ્યારથી છૂટા પડયાં છે ત્યારથી તો
વાદને વીવાદ ઓછો થઈ ગયો છે.

ના કહી દીધી છે મુલાકાત માટે આજે,
ને ધક્કો એકાદ ઓછો થઈ ગયો છે.
                                     ---------------

યાદોનો ભાર લાગે છે કેમ?
હાથોનો ભાર લાગે છે કેમ?

પ્રેમી સાથે કરેલી મીઠી,
વાતોનો ભાર લાગે છે કેમ?

છે શહર માં ગજબ ની હવા,
રાતોનો ભાર લાગે છે કેમ?

દેશ, કલ્યાણ, સંગીત માં,
રાગોનો ભાર લાગે છે કેમ?

પારકી વાતોને સાંભળી,
કાનોનો ભાર લાગે છે કેમ?

                                     ---------------

રાખ હિંમત રાત પણ વીતી જશે,
હૈયાને સમજાવતા શીખી જશે.

વાદળો ગમના હટી જીવન ના,
આભમાં સૂરજ નવો ઊગી જશે.
                                     ---------------

 

સ્મિતની ભાષા કલમ થી હું લખું છું,
ગીત માં શબ્દો હૃદય થી હું લખું છું,
                                     ---------------

ફૂલને ફૂલ ના આપશો,
પ્રેમથી શૂળ ના આપશો.

દૂર તો જઈ રહ્યાં છે સખી
પાછળથી બૂમ ના આપશો.

આપવું હોય તો આપો દિલ,
આંસુનું પૂર ના આપશો.

લાગણીની સુરા પીધી છે
જામ ના સૂર ના આપશો.

અંદર જે સ્પર્શી ને બાઝે એ,
યાદોની ધૂળ ના આપશો.
૮-૧-૨૦૨૩

પ્રીત ના રંગો કલર થી હું લખું છું,


                                     ---------------

આભમાં જો પતંગો ચગી રહયાં છે,
ઠુમકાઓ લઈ લઈને ઝુમી રહયાં છે.

પેચ જેને તું માને છે પ્રેમ છે તે,
એકબીજાની સાથે રમી રહયાં છે.
                                     ---------------

આંખ સામે હોય ને દેખાય ના એવું બને,
પ્રેમના વરસાદમાં ભીંજાય ના એવું બને.

વ્હાલની શાહીમાં ડૂબેલા કરોડો મીઠડાં,
લાગણી ભર્યા પત્રો વંચાય ના એવું બને.

રાતને દી યાદમાં સાજનની રોજે જે વહે,
આંસુ આંખોના સખી સૂકાય ના એવું બને.

જિંદગીની લોહડીમાં સળગતો કાયમ રહ્યો
દિલને વારંવાર ત્યાં ઝૂકાય ના એવું બને.

વાયુ ચારેબાજુથી ફેલાય આજુ બાજુમાં, 
તે ધુમાડા જેમ તો ફૂકાય ના એવું બને,
                                     ---------------


 

 

 

દરવાજા વાસી ના દેશો,
થાપણો પાછી ના દેશો.

રાધાની માફક ઝુરવાને, 
યાદોના માજી ના દેશો.

મન વીના સાથે ચાલે તે,
કહેવાના સાથી ના દેશો.

જો વણ માંગેલી શીખામણ, 
કોઈને સાચી ના દેશો.

સોના,ચાંદી રત્નોથી મોંઘા,
જીવનને નાખી ના દેશો.
૨૧-૧-૨૦૨૩

                                     ---------------

આગમાં તપવું પડે,
પામવા નમવું પડે.

મોહિની જેવા ભલે,
ચાહવા ગમવું પડે.

જિંદગીની બાજીને,
જીતવા રમવું પડે.

રોજીરોટી રળવાને,
દુનિયામાં ફરવું પડે.

જોવા મીઠા સપનાઓ,
ઊંઘમાં સરવું પડે.
૨૭-૧-૨૦૨૩

                                     ---------------

દિલ પર રોજે સખી
પત્થર મૂકે છે.

શબ્દો ઊગે છે,
કવિતા સ્ફુરે છે.

ગીતો ને ગઝલો,
એને સૂઝે છે.

કારણ આંસુનું
લોકો પૂછે છે.

પોતાની જાતે,
આસું લૂછે છે.
૪-૨-૨૦૨૩

                                     ---------------

રાખ નીચે આગ સળગે છે જુઓ,
લાગણીનો બાગ સળગે છે જુઓ.

અકબરી દરબાર દીપક સહિત,
મહફિલોમાં રાગ સળગે છે જુઓ.

હોલિકા હોળીમાં થઈ ગઈ છે દહન,
ફાગણીમાં ફાગ સળગે છે જુઓ.

હૈયા માં દાવાનળ લાગ્યો છે અને,
ગીચ વનમાં સાગ સળગે છે જુઓ.

છે લખેલી વેદનાઓ જેમાં સખી,
ડાયરી માં કાગ સળગે છે જુઓ.
૧૧ -૨-૨૦૨૩  


                                     ---------------


અજબ ના નશા માં ઝુમું છું,
સનમ ના નશા માં ઝુમું છું.

આસું નો વ્યાપાર બારેમાસ ચાલે છે અહીં,
કોઈના પણ પેટનું પાણી ય હાલે છે અહીં?

કોઈની પરવા નથી કરતાં આ સ્વાર્થી લોકો તો,
પોતપોતાની જ દુનિયામાં સૌ રાચે  છે અહીં.

કાલ ની ફીકર નથી ના આજની ચિંતા સખી,
મોજ મસ્તીમાં દિવસ ને રાત મ્હાલે છે અહીં.

વાત ચોખ્ખી ના કરે ને પેટ ના ઊંડા બહુ,
ને રૂપિયા તાલ ના તાલે જ નાચે છે અહીં,

ઓડી મર્સીડીઝ ને બી એમ ડબલ્યુ ની કતાર,
પૈસા વાળા નો જ આજે મેળો લાગે છે અહીં
૨૪-૨-૨૦૨૩


                                     ---------------


અઠવાડિયા નો પ્રેમ નથી પોસાતો
બારેમાસ નો પ્રેમ જોઈએ છે વા'લા મને.
                                     ---------------

વસંતી વાયરો વાઈ રહ્યો છે જો,
ને મીઠા ગીત તે ગાઈ રહ્યો છે જો. 

મહેફિલ માં નહીં જાવું પડે આજે,
નજરથી જામ તે પાઈ રહ્યો છે જો.

છે પડછાયો ઘણો લાંબો વૃક્ષ નો,
અહીં આ બાજુ તે છાઈ રહ્યો છે જો.

ખબર અંતર સજન ના આજ લઈને સખી,
ટપાલી દૂર થી આઈ રહ્યો છે જો.

મઝા છે ખીલવામાં તેમ ખરવું હવે
ને સાથે પાનખર લાઈ રહ્યો છે જો.

                                     ---------------

૧.  માતૃભાષા ઓળખાણ છે મારી,
    તે રગો થી જાણકાર છે મારી.
૨.  હું અને મારી ભાષા બન્ને છે
    અભણ,
    છંદો ને શબ્દો મારા બન્ને છે
    અભણ.
    મૌન ની ભાષા સમજો જરા,
    હૈયા ની વાત લખજો જરા.
   
                                     ---------------

જીવનના સંગીતને માણી ને જો,
શ્વાસોની જાદૂગરીને માણી ને જો.

    ૨૨ -૨-૨૦૨૩
                                     ---------------


હૃદય જો બરફ જેટલું ઠંડું છે,
શિયાળે સડક જેટલું ઠંડું છે.

                                     ---------------
લાગણીના મૂલ ક્યારે માપશો ના,
પ્રેમની ડાળીને ક્યારે કાપશો ના.

સંગદિલ છે પ્રેમ કરનારા સખી,
બેવફાને હૈયું ક્યારે આપશો ના.

હોળીના રંગોથી રંગી દીધું છે દિલ,
પ્રેમના રંગોને ક્યારે તાપશો ના.

છે સળગતી તાપણી જેવી મુહોબ્બ્ત, 
હોલિકાની આગ ક્યારે ચાંપશો ના.

જિંદગી જીવો સરળતા થી સદા ને,
કોઈના જીવનમાં ક્યારે ઝાખશો ના.
૫-૩-૨૦૨૩
                                     ---------------
લાલ, પીળો, વાદળી ના ચાલે હો,
પ્રેમના રંગોથી રંગો ને મને.

પિચકારીમાં સ્નેહ ના રંગો ભરો,
કાના સંગે પ્રેમથી હોળી રમો.


લાગણીનો છોડ રોપીને જુઓ,
હૈયાની ધરતીને માપીને જુઓ.

જો  સુખેથી જીવવું તારે અહીં,
જાતને સૌનાથી કાપીને જુઓ.

મારું મારું કર્યા ના કર માનવી,
સ્વાર્થ છોડી સઘળું આપીને જુઓ.

થાય છે રોજે અગ્નિ પરીક્ષા અહીં,
આગમાં દુનિયાની તાપીને જુઓ.

આંસુ આવે ભાગ માં છેલ્લે સખી,
ખુદને પરમાત્માને સોંપીને જુઓ.
૧૨-૩-૨૦૨૩
                                     ---------------
લાગણીની ડોરથી સંબંધને બંધાય છે,
એકબીજાની સમજદારીથીએ તે લંબાય છે.

                                     ---------------

લાગણીના બંધનો તોડી શકાતા નથી.
દિલથી પ્યારા લોકોને છોડી શકાતા નથી.

                                     ---------------
હાથ આખેઆખો ક્યાં પકડાય છે?
ને પકડવા જાઉં તો જકડાય છે.

રાજ કરતા જ્યાં મહારાજાઓ ત્યાં,
એ મહેલોમાં સખી પડછાય છે.

છે સવાલો ખૂબ અઘરા ચેતજો,
ને જવાબો આપતા પડઘાય છે.

યાર દોસ્તો ની મહેફિલો માં સખી,
આંખોના ઈશારા ક્યાં સમજાય છે.

પ્રેમ તો કાયમ રહ્યો અળખામણો, 
જ્યાં જુઓ ત્યાં દુશ્મનો ભટકાય છે.
૧૬- ૬-૨૦૨૩

                                     ---------------
ગા લ ગા ગા ગા લ ગા ગા ગા લ ગા 
હાથ ની રેખામાં ના શોધો મને ,
ક્યાંક ઝપવા દો હવે લોકો મને.

એકલામાં બેસવાને શાંતિથી,
મળવાને મળતો નથી મોકો મને.

થાય ના સાથે રહેનારા સગા,
દૂર જાતા આજે ના રોકો મને.

પ્રેમ તો ભરપૂર જોઈએ સખી,
લાગણીમાં આપો ના ધોકો મને.

છે મિલનની આ ઘડીઓ કીમતી,
આજે વારંવાર ના ટોકો મને.
૨૫-૩-૨૦૨૩
                                     ---------------

 


ભીડ
હજારોની ભીડમાં કોઈ આપણું  નથી,
કરોડોની ભીડમાં કોઈ આપણું  નથી.

ચારેકોર મેળાવડો જામેલો જ્યાં ત્યાં,
દુનિયાની ભીડમાં કોઈ આપણું  નથી.

કહેવાતા ભણેલા ગણેલા લોકો ના,
શહેરોની ભીડમાં કોઈ આપણું  નથી.

રૂપિયા પાછળ આંધળી દોડ મૂકી છે,
જંગલોની ભીડમાં કોઈ આપણું  નથી.

સ્વ અને સ્વાર્થની પ્રવૃત્તિમાં કાર્યરત, 
માણસોની ભીડમાં કોઈ આપણું  નથી.
૨૬-૩-૨૦૨૩
                                     ---------------
આંખમાં કાજળ ના આજો.
જામમાં પાણી ના નાખો,


                                     ---------------
રામ નામ ને જપી લો,
રામ કાજ ને જીવી લો.

માનવ દેહ પામ્યો છે.
અવસર આ ઝડપી લો.

સાથ રામ આપશે તો,
રામ માળા ફેરવી લો.

સ્વાર્થ વગરના આજ,
પુણ્ય કામ કરી લો.

સુખી નવજીવન માટે,
સખી ભાથું ભરી લો.
૩૦-૩-૨૦૨૩
                                     ---------------
સઘળું મિટાવી દીધું અમે મહોબ્બતમાં,
ને આજ અમે ફના થઈને બેઠા છીએ.

એમની ઈચ્છાઓ ને માન આપીને,
દૂર કયારના જુદા થઈને બેઠા છીએ.

લાગણીઓ ચાર હાથે લૂંટાવી દઈને,  
ખાલીખમ ને સૂના થઈને બેઠા છીએ.

પ્રિય પાત્ર જ્યાં અધ વચ્ચે છોડી ગયું,
ત્યાં મૌન ઓઢી મુંગા થઈને બેઠા છીએ.

ગણતરીવાળા લોકો ની સ્વાર્થી દુનિયામાં,
બેવફા ઉપર ફિદા થઈને બેઠા છીએ.
૨-૪-૨૦૨૩
                                     ---------------

તરહી પંક્તિ પિંકલ પરમાર

અધૂરી ઈચ્છાઓ પૂરી થઈ એમ માની લીધું,
મેં મારી જાતને ખુદ એપ્રિલફૂલ બનાવી દીધું.

યાદો ના મહાસાગર ની ભરતી રોકવા કાજે,
દોસ્તો ની સાથે જામ ને પાણી જાણી પીધું.

તારી ખુશીમાં ભંગ ના પડે એટલે તો સખી,
મઝામાં ન હોવા છતાં પણ આજે મઝામાં કીધું.

જીવનભર ના પ્યારો વહાલો સાથ જોઈતો તેથી,
જીવન જીવી નાખ્યું ખામોશીમાં  સીધે સીધું.

જીવ ની જેમ સાચવી એ છીએ કાચની માફક,
જુદાઈ ની વાતો થી હૃદયથી   હમેશાં બીધું.
૨-૪-૨૦૨૩
                                     ---------------
કોણ કોનું છે, અહીં કોણ જાણે?
કેમ ખાટુ છે,દહી કોણ જાણે?

કોણ છુપાયેલું મહી કોણ જાણે?
કોણે કરી છે, સહી કોણ જાણે?

                                     ---------------


દિલમાં જે છે તે હવે આજે કહેવા દે,
વાત મારી માન નખરા તું રહેવા દે.


                                     ---------------

માટલું માટીનું ફૂટી ગયું છે,
ખોરડું સીસાનું તૂટી ગયું છે.

                                     ---------------

ફૂલ સાથે આજે મેં દોસ્તી કરી,
શ્વાસોમાં મીઠી સુગંધીઓ ભરી.

                                     ---------------