The story of love - Season 1 part-2 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 1 part-2

Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

The story of love - Season 1 part-2

ૐ નમઃ શિવાય

The Story Of love Part-2


અત્યાર સુધી જોયું કે નાવ્યા અને માહી ની ઈચ્છા બારે જઈને કોલેજ કરવાની હોય છે પણ માહી તેના ભાઈ ને કઈ રીતે મનાવશે તે વાત થી ચિંતા માં હોય છે...

માહી તેની રૂમ ની બારે આવે છે ત્યારે તે જોવે છે કે તેના નાની જે મંદિર ગયા હોય છે તે ઘરે પાછા આવી ગયા છે, તેમને જોઈ ને માહી તેમની પાસે જઈને આશીવાદ લે છે અને તેમને પોતાનું રિઝલ્ટ કે છે...

થોડી વાર માં ત્યાં નીતિન પણ આવી જાય છે...

"ભાઈ મારે તમારે સાથે વાત કરવી તી..."
માહી બોલે છે...

"હા મારે પણ તારા સાથે વાત કરવી હતી પણ પેલા તું બોલ..."
નીતિન બોલે છે...

"ભાઈ નાવ્યા કોલેજ કરવા માટે જૂનાગઢ જાય છે અને હું પણ તેની સાથે ત્યાં જવા માંગુ છું..."
માહી બોલે છે...

"અરે આ નહિ થાય અહીંયા જ જોડે એક કોલેજ છે હું ત્યાં તારું નક્કી કરી ને આવ્યો છું..."
નીતિન બોલે છે...

"પણ ભાઈ મારે ત્યાં જવું છે..."
માહી બોલે છે...

"મમ્મી પપ્પા ના ગયા પછી તારી બધી જીમેદરી મારી છે અને હું તને આટલી દૂર એકલી ના મોકલી શકું..."
નીતિન બોલે છે...

"પણ ભાઈ..."

"મેં એક વાર કીધું ને કે કોલેજ કરવી હોય તો અહીંયા કરી લેજે નઈ તો હવે ભણવાની જરૂર નથી તારે..."
માહી બોલે તે પહેલા નીતિન ગુસ્સા માં બોલે છે...

"આજે મમ્મી પાપા હોત તો મને જવા માટે રોકી ના હોત..."
માહી ગુસ્સા માં બોલી ને તેના રૂમ માં જાય છે અને દરવાજો જોર થી બંધ કરી દે છે...

"બેટા એને ત્યાં જવા દેને ત્યાં નાવ્યા પણ હશે તેની સાથે..."
નાની બોલે છે...

"હું એને આટલી દૂર કઈ રીતે મૂકી શકું અને મમ્મી પાપા ના ગયા પછી એ એ જ તો છે મારા જીવા નો સહારો..."
નીતિન બોલે છે...

તેના નાની તેને સમજવાની કોશિશ કરતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક તે પણ જાણતા હોય છે કે નીતિન સાચું કે છે...
માહી રૂમ માં જઈ ને નાવ્યા ને ફોન કરે છે...

"ભાઈ એ મને તારી સાથે ત્યાં કોલેજ કરવા માટે આવાની ના પાડી દીધી..."
માહી આટલું બોલી ને રોવા લાગે છે...

"તું ચિંતા ના કર હું હમણાં જ આવું છું તારા ઘરે..."
નાવ્યા બોલે છે અને પછી ફોન મૂકી ને તેના ઘરે આવા માટે નીકળી જાય છે...

થોડી વાર માં ત્યાં નાવ્યા આવી જાય છે અને તેની સાથે તેના પાપા પણ હોય છે...

નાવ્યા ના પાપા વિક્રમ ભાઈ નીતિન ને પોતાના છોકરા જેવું જ રાખતા હોય છે...

"હું આવું ઘર માં ..."
વિક્રમ ભાઈ દરવાજા જોડે પોચી ને બોલે છે...

"હા આવો ને કાકા તમે..."
નીતિન ઉભો થઇ ને તેમને આવા માટે કહે છે...

વિક્રમ ભાઈ અંદર આવી ને બેસે છે અને નાવ્યા સીધી માહી ના રૂમ માં જાય છે...

"કાકા પાણી..."
નીતિન પાણી આપતા બોલે છે...

"કેવું ચાલે છે કામ..."
વિક્રમ ભાઈ પાણી નો ગ્લાસ લઇ ને બોલે છે...

"સારું ચાલે છે..."
નીતિન બોલે છે...

વિક્રમ ભાઈ અને ભાવિક ભાઈ નું સાથે કારખાનું હોય છે અને ભાવિક ભાઈ ના ગયા પછી નીતિન જ બધું સાચવતો હોય છે અને વિક્રમ ભાઈ એ જ તેને બધું કામ શિખવાડ્યું હોય છે...

"જો બેટા હું અહીંયા માહી વિશે જ વાત કરવા માટે જ આવ્યો છું..."
વિક્રમ ભાઈ બોલે છે...

"હા બોલો ને કાકા..."
નીતિન બોલે છે...

"જો હું નવ્યા ને જૂનાગઢ મોકલું છું અને ત્યાં મારી સારી ઓળખાણ પણ છે..."
વિક્રમ ભાઈ બોલે છે...

"હા પણ કાકા..."
નીતિન બોલે છે...

"હું માહી ને મારી નવ્યા જેવી જ માનું છું અને બન્ને સાથે જ રેસે..."
નીતિન બોલે તે પેલા જ વિક્રમ ભાઈ બોલે છે...

"પણ કાકા તમને તો ખબર છે ને કે મમ્મી પપ્પા ના ગયા પછી મારા જોડે બસ માહી જ છે અને મારે જ એને સાચવાની છે એને હું આટલે દૂર કઈ રીતે મૂકી દઉં..."
નીતિન બોલે છે...

વિક્રમ ભાઈ પણ નીતિન ની વાત સમજતા હતા અને પણ આ કારણ થી તે માહી નું જીવન તો ખરાબ ના કરી શકાય ને તેના માટે જ તે નીતિન ને મનાવા માંગતા હતા...

શું વિક્રમ ભાઈ નિતીન ને મનાવી લેશે માહી ને કોલેજ કરવા જવા દેવા માટે....?

તે જાણવા જોડાયા રહો મારી સાથે....
The Story of love.....

મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...