Prem Thai Gyo - 3 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ ગયો ... - 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ થઇ ગયો ... - 3

Part - 3

અત્યાર સુધી આપડે જોયું કે મિતાલી કોસીશ કરે છે, કે તે દિયા અને અક્ષત ને મળાવી શકે...

આજે મિતાલી ની હલ્દી રાખવા માં આવી હોય છે, અને સાથે સાથે બીજા દિવસ સંગીત માટે ની તૈયારી પણ કરવા ની હોય છે...

"દિયા અને અક્ષત...મારા હલ્દી અને સંગીત ની તૈયારી તમારે બન્ને ને કરવાની છે..."
મિતાલી બન્ને ના સામે જોઈ ને બોલે છે...

દિયા પહેલા તો ના પાડે છે, પણ મિતાલી ના ઘણી વાર કહેવાથી માની જાય છે...

અક્ષત અને દિયા ત્યાં થી જતા જ હોય છે...

ત્યાં અહાના બોલે છે...
"હું પણ આવું તમારી સાથે..."

ત્યાં મિતાલી તેને પોતાની પાસે બેસાડતા બોલે છે...
"અહાના તું મારી પાસે જ રે મારે તારું કામ છે..."

તે બન્ને ત્યાં થી જાય છે, અને જ્યાં હલ્દી રાખી હોય છે...ત્યાં જાઈ ને બધી તૈયારી કરવા લાગે છે...તે બન્ને ભેગા મળી ને બધી તૈયારી કરી લે છે, અને પછી તે બન્ને પણ તૈયાર થવા જતા રે છે...

બધા તૈયાર થઇ ને આવે છે, અને મિતાલી પાલર મૂકી ને દિયા, અહાના અને અક્ષત એક કાર માં અને બીજી કાર માં મિતાલી ના બીજા ભાઈ બેનો હોય છે...તે બધા તેમના જીજુ નીતિન ના ઘરે તેમને હલ્દી લાગવા જતા હોય છે...

અક્ષત કાર ડ્રાઈવ કરતો હોય છે...તેની બાજુ માં મિતાલી બેઠી હોય છે, અને પાછળ ની સીટ પર અહાનાને દિયા બેઠા હોય છે...

અક્ષત થોડી થોડી વાર માં દિયા ને બેક મિરર થી જોતો હોય છે...

તો આ મિતાલી જોઈ જાય છે...

"ભાઈ...દયાન ડ્રાઇવિંગ માં રાખજે મારી હલ્દી છે આજે, મારે સહી સલામત પહોંચવાનું છે..."
મિતાલી બોલે છે...

તો બધા હસવા લાગે છે...

અહાના અને મિતાલી બંને વાતો માં લાગ્યા હોય છે, અને દિયા વિન્ડો માં થી બારે જોતી હોય છે...

પાલર આવી જાય છે, મિતાલી ત્યાં ઉતરી જાય છે...

"તું તૈયાર થઇ જાય એટલે ફોન કરી દેજે..."
અક્ષત બોલે છે...

"હા...અને દિયા મને નીતિન ના ઘરે જઈ ને પેલા એના ફોટો લઇ ને મોકલજે..."
મિતાલી દિયા સામે જોતા બોલે છે...

"હા..."
દિયા બોલે છે...

પછી મિતાલી પાલર માં જાય છે, અને આ લોકો ત્યાં થી નીકળી જાય છે...

આહના અક્ષત જોડે વાતો કરવા લાગે છે....અક્ષત ને તો દિયા જોડે વાતો કરવી હતી, પણ તે કાય બોલતી જ નતી...

ત્યાં પહોંચી ને પહેલા બધા નીતિન ને મળે છે...પછી તેમને હલ્દી લગાવે છે...અને દિયા થોડી વાર પછી નીતિન જીજુ ના ફોટો લઇ ને મિતાલી ને મોકલી દે છે...

થોડી વાર માં અક્ષત ના ફોન માં મિતાલી નો કોલ આવે છે...

"મને હવે ૧૦ મિનિટ જેટલો જ સમય લાગશે તૈયાર થવામાં, તો તમે લોકો આવી જાઓ..."

મિતાલી બોલે છે...

"હા અમે નીકળી એ...."
અક્ષત એમ કહી ને ફોન મૂકી દે છે...

અક્ષત દિયા ને ગોતવા લાગે છે, ત્યાં દિયા તેને દેખાય છે, તો તે તેની પાસે જાય છે...

"દિયા આપડે બન્ને હવે નીકળીએ મને મિતાલી નો કોલ આવ્યો તો એ ૧૦ મિનિટ માં તૈયાર થઇ જશે..."
અક્ષત બોલે છે....

"તો બીજા બધા લોકો ક્યારે આવશે..."
દિયા કે છે....

"આ લોકો હવે બધા સાથે જ આવશે, અને આપડે ઘરે પોચી ને બધું તૈયાર કરી ને રાખીએ ત્યાં સુધી આ લોકો આવી જશે..."
અક્ષત બોલે છે...

"મિતાલી માટે હલ્દી લઇ ને કોણ આવાનું છે...?"
દિયા બોલે છે...

"નીતિન જીજુ ના ભાઈ અને તેમના ભાભી આવશે હલ્દી લઇ ને..."
અક્ષત કે છે...

"હા, તો હું અહાના ને બોલાવી ને આવું...."

ત્યાં અક્ષત વિચારે છે, કે ફરી અહાના જોડે આવશે તો હું દિયા સાથે વાત નઈ કરી શકુ બસ એ એકલી જ બોલ બોલ કરતી હોય છે, અને મારે એના જોડે વાત કરવી પડે છે...

"દિયા...અહાના ભલે અહીંયા રેતી તું એને કઈ દે એ બીજા બધા જોડે આવી જશે..."
અક્ષત દિયા ને રોકતા બોલે છે...

"હા..."
દિયા બોલે છે...

દિયા ત્યાં થી અહાના ને કેવા જાય છે, અને પછી બંને ત્યાં થી બારે નીકળી જાય છે...

દિયા પાછળ ની સીટ માં જઈ ને બેસે છે...

" યાર તું આમ પાછળ બેસીસ તો મને ડ્રાયવર જેવું લાગશે...એના કરતા તું આગળ જ બેસી જાને..."
અક્ષત બોલે છે...

તો દિયા કાય બોલ્યા વગર આગળ આવી ને બેસી જાય છે...

"દિયા તું સાચે ઓછું બોલે છે કે મારા સામે જ નથી બોલતી...."
અક્ષત બોલે છે...

"અરે એવું કાય નઈ તમે જેમ જેમ મને ઓળખતા થાશો તો તમે જ કેસો કે કેટલું બોલે છે તું..."
દિયા હસી ને બોલે છે...

એમજ અક્ષત અને દિયા વચ્ચે વાતો થતી હોય છે, અને તે લોકો પાલર પાસે આવી જાય છે...

"તમે અહીંયા જ બેસો હું મિતાલી ને લઇ ને આવું..."
દિયા અક્ષત સામે જોઈ ને બોલે છે...

દિયા ત્યાં થી જાય છે, અને અક્ષત વિચારે છે, કે જેમ વાતો કરતા કરતા અહીંયા પોચી ગયા એમ આંખુ જીવન મારે તારી સાથે આ રીતે જ જીવું છે...

થોડી વાર માં મિતાલી અને દિયા બંને આવી જાય છે...

મિતાલી અને દિયા હવે પાછળ બેસે છે...

"યાર તમે લોકો મને ડાઇવર બનાવી દીધો હોય એવું લાગે છે, એક જણ તો આગળ બેસો..."
અક્ષત બન્ને ની સામે જોઈ ને બોલે છે...

"દિયા તું જા આગળ બેસી જા મને આ લહેંગા માં નહિ ભાવે ત્યાં બેસતા..."
મિતાલી બોલે છે...

દિયા આગળ જઈ ને બેસી જાય છે...

ત્રણે લોકો વાતો કરતા કરતા ઘરે આવી જાય છે...

મિતાલી અને દિયા રૂમ માં જાય છે અને અક્ષત બધી તૈયારી જોવા માં લાગી જાય છે...

થોડી વાર માં બધા નીતિન ના ઘરે થી આવી જાય છે...

હવે બધા હલ્દી ની રસમ જ્યાં કરવાની હોય છે ત્યાં ભેગા થાય છે...

પહેલા નીતિન ના ભાઈ અને ભાભી મિતાલી ને હલ્દી લગાવે છે, અને એ રીતે એક એક કરી ને બધા તેને હલ્દી લગાવે છે...

દિયા ને મસ્તી સુજે છે તે અહાના ને હલ્દી લગાવીને ભાગતી જ હોય છે ત્યાં તે અક્ષત થી ટકરાઈ જય છે...

"sorry...અક્ષત..."
દિયા બોલે છે... દિયા ત્યાં થી ભાગી ને જતી રે છે...

પણ દિયા ના હાથ પર જે હલ્દી લાગી હોય છે એ અક્ષત ના કુરર્તા પર લાગી જાય છે...

આ રીતે જ આજ નો દિવસ પણ પૂરો થાય છે...

*****

આજે સંગીત હોય છે...અને મિતાલી અક્ષત સાથે તેના રૂમ માં બેઠા હોય છે...

આજે મિતાલી ગમે તેમ કરી ને દિયા અને અક્ષત ને સાથે ડાન્સ કરાવાનું વિચારી ને બેઠી હોય છે...

તે એજ વિચારતી હોય છે, ત્યાં જ તેને એક આઈડિયા આવે છે, તે અક્ષત ને કે છે, અને અક્ષત તેની સામે આંખ બ્લિન્ક કરી ને ત્યાં થી જાય છે...

અક્ષત સીધો જ ડાન્સ શીખવાડવા માટે જે ટીચર ને બોલાવ્યા હોય છે, તેમની પાસે જાય છે...

અક્ષત તેમને સમજાવી ને પાછો મિતાલી પાસે આવે છે ત્યારે મિતાલી સાથે દિયા પણ બેઠી હોય છે...

તે પણ ત્યાં આવીને બેસી જાય છે...બધા નક્કી કરતા હોય છે કે ક્યાં ગીત પર ડાન્સ કરે...

તમને શું લાગે છે...દિયા અક્ષત સાથે ડાન્સ કરવા માટે તૈયાર થશે...? અને મિતાલી નો આઈડિયા શું હશે...? તેનો આઈડિયા પૂરો થશે...?

જાણવા માટે જોડાયા રહો મારી સાથે....પ્રેમ થઇ ગયો...