Shamanani Shodhama - 16 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શમણાંની શોધમાં - પ્રકરણ 16

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

શમણાંની શોધમાં - પ્રકરણ 16

          શ્યામની ઊંઘ ઉડી ગઈ. એને ભાન થયું કે એ સ્વપ્ન જોઈ રહ્યો હતો. એ  સ્વપ્ન જે છેલ્લા કેટલાય સમયથી એને હેરાન કરતુ હતું. એ સ્વપ્ન જે એની જિંદગીને કયાંયથી કયાંય લઇ ગયું. એ સ્વપ્ન જે એને ઘણીવાર ઊંઘમાં દેખાતું અને જેના કારણે એણે દિવસે ઘણા સપનાઓ જોયા હતા. વારે ઘડીએ આવીને એને સતાવતું એ સ્વપ્ન એના માટે હજુ પણ એક આશાનું કિરણ હતું. 

          બહારની ખુલ્લી દુનિયા એકાએક શ્યામ માટે એક સપનું બની ગઈ હતી.

          એ જાગ્યો પણ એણે આંખો ન ખોલી. આંખો ખોલીને જોવા માટે હવે કોઈ સ્વપ્ન ન હતું. આંખો ખોલવાનો કોઈ ફાયદો ન હતો. છેલ્લા કેટલાય સમયથી એ એક અજાણ્યા અંધકારમાં કેદ હતો. એને ખબર નહોતી કે રાત કયારે થાય છે અને કયારે સુરજ નીકળે છે કેમકે એ જ્યાં હતો ત્યાં માત્ર અને માત્ર અંધકારનું સામ્રાજ્ય હતું.

          જયારે ઊંઘ આવે ત્યારે એ ઊંઘતો અને જયારે જાગતો ત્યારે પણ આંખો ખોલવાની તસ્દી ન લેતો. એના માટે સમય અને કેલેન્ડર બંને સ્થગિત થઇ ગયા હતા. હમણાંથી એને ઠંડી લાગતી હતી. શ્યામે ગરમ કામળાની માગણી કરી હતી અને એની માંગણી એ લોકોએ પૂરી પણ કરી એટલે એને લાગતું કે શિયાળો શરુ થઈ ગયો હતો.

          એ નીરવ શાંતિમાં એને ત્રણ જ ચીજો ખલેલ કરતી હતી. એક એને જમવાનું આપવા આવનાર વ્યક્તિનો પગરવ, બીજું જયારે કોઈ આવીને એને સવાલો પૂછતું કે મારપીટ કરતુ અને ત્રીજું એ સ્વપ્ન. એમાં સૌથી વધુ ખલેલ એ સ્વપ્ન જ કરતુ હતું. આમ તો કુતરાઓના ભસવાનો અવાજ ઘણીવાર સાંભળવા મળતો પણ એને એનાથી હવે ખલેલ પડતી નહોતી.

          કુતરાઓના ભસવાના અવાજથી એ ટેવાઈ ગયો હતો. કૂતરાઓનો ભસવાનો અવાજ પણ  દુરથી આવતો એટલે ખાસ પરેશાની થતી નહોતી. કયારેક ચીબરીની ચિચિયારીઓ સાંભળવા મળતી જેને સાંભળીને શ્યામ અંદાજ લગાવી શકતો કે રાત હશે.

          વર્ષોથી એ સ્વપ્ન એને વારે ઘડીયે સતાવતું રહેતું પણ હવે એ સપનાના કારણે શ્યામ પહેલા કરતા ઓછો હેરાન થતો. શરૂઆતમાં એ સ્વપ્ન એને અજીબ લાગતું હતું કેમકે એ સપનાની છોકરીને એ જાણતો ન હતો. હવે એ સવાલો એના મનમાં ન હતા કે એ છોકરી કોણ હશે...?  એ જગ્યા કઈ હશે...?  

          હા, ધુમ્મસમાં આછો આછો દેખાતો એ ચહેરો એ સ્પષ્ટ રીતે ઓળખી શકતો ન હતો પણ એને દિલમાં ઊંડેથી થતું કે એ ચહેરો અર્ચના સાગરનો છે કેમકે અર્ચના જ એક માત્ર એવી છોકરી હતી જે એના જીવનમાં ઊંડે ઉતરી ગયેલી.

          અરે...! એનું જીવન બની ગઈ હતી એમ કહેવું પણ અતિશયોક્તિભર્યું ન કહેવાય. 

          હા, એના સ્વપનમાં આવતી એ અજાણી છોકરી જેને શોધવા જતા અને એના સપનાને હકીકતમાં અનુભવવા જતા એ કેદમાં પડ્યો. શમણાંની શોધમાં એ નીકળેલો પણ એને મળી અંધકારભરી કાળ કોટડી. એ ત્યાં કેટલા સમયથી હતો એ એને યાદ નહોતું અને ત્યાં કેટલો સમય રહેવું પડશે એ પણ એને ખબર નહોતી.

          શ્યામને માત્ર ત્રણ તારીખો યાદ હતી.

          9 નવેમ્બર- અર્ચનાનો જન્મ દિવસ.

          14 નવેમ્બર 2014 અર્ચના સાથે પ્રથમ મુલાકાત.

          25 જુલાઈ 2016 - છેલ્લી તારીખ.

          છેલ્લી તારીખ એને યાદ હતી કેમકે છેલ્લે એના સેલફોનમાં એણે એ જ તારીખ જોઈ હતી. એ સમયને ભૂલી ગયો હતો કેમકે એને રોબીન્સન ક્રુસો જેમ સમય યાદ રાખવા માટે આઝાદી નહોતી. એને એ જ ખબર નહોતી કે રાત ક્યારે થતી અને ક્યારે દિવસ. જે દિવસે શ્યામ પકડાયો એ દિવસે એને બંદી બનવાનાર ઘાતકી માણસોએ શ્યામ મૃત્યુ ન પામે એ હદ સુધી યાતનાઓ આપી હતી.

          શારીરિક અને માનસિક યાતનાનો સહન કર્યા પછી પણ શ્યામ એમના સવાલોના કોઈ જવાબ આપી શક્યો નહોતો. અસલમાં એને  ખબર નહોતી કે એની સાથે શું થયું છે તો એ શું જવાબ આપી શકે?  

          એ ઘાતકી લોકોને શું માહિતી જોઈતી હતી એ શ્યામને સમજાતું નહોતું.

          એને યાદ હતું એને કેદી બનવાનાર ત્રણ જણ હતા. મજબુત બાંધાના અને એનાથી અડધો ફૂટ વધુ ઉંચાઈના. એ લોકો હિન્દીમાં સવાલો કરતા હતા એના ઉપરથી એને એટલો અંદાજ આવ્યો હતો કે એ લોકો ગુજરાતી નહોતા. તેમણે એને પકડ્યા પછી ઘણા સવાલો કર્યા હતા પણ એ કોઈ જવાબ આપી શક્યો નહોતો. હકીકતમાં એને એમાંના એકેય સવાલના જવાબની ખબર નહોતી. બસ એને એટલી જ ખબર પડતી હતી કે એ લોકોએ એને કોઈ બીજો જ માણસ સમજે છે. એને સમજાયું કે એ મિસ આઇડેન્ટીટીનો કેસ હતો. એ ઘાતકી લોકોએ એને કોઈ બીજો માણસ સમજી લીધો હતો એ સ્પષ્ટ દેખાતું હતું. એ લોકો જે રીતે વાતચીત અને વર્તન કરી રહ્યા હતા એ જોતા એને એ વાતની ખાતરી થવા લાગી હતી.

          “સર, બહુત કોશિશ કી પર કુછ બોલ નહિ રહા હે. ઉડા દુ કમીને કો....?” એક દિવસ કંટાળીને એને કેદ કરનાર ત્રણમાંથી એકે કોઈકને ફોન કનેક્ટ કરી પૂછ્યું.

          ફોન પર બોલાયેલ શબ્દો સાંભળી શ્યામના હ્રદયના ધબકારા વધવા લાગ્યા. એના શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઇ ગયું.

          શું તેઓ મારી નાખશે?

          શું તેમણે કરેલી મિસ આઈડેંટીટીની ભૂલ જીવ લેશે?

          જવાબ મેળવવા માટે એક જ રસ્તો હતો એને એ વ્યક્તિની ફોન પરની વાતચીત પુરી થવાની રાહ જોવી. પણ સદભાગ્યે એને વધુ રાહ ન જોવી પડી.

          “જેસા આપ કહે, સર.” કહી એ વ્યક્તિએ ફોન ડીસકનેક્ટ કર્યો.

          શ્યામ એની તરફ જોઈ રહ્યો. એના કોટનું ખિસ્સું ઉપસેલું લાગી રહ્યું હતું. એ સમજી ગયો હતો કે એમાં શું હતું. એ વ્યક્તિ પોતાના કોટના ખિસ્સામાં હાથ નાખી ફિફ્ટી કેલીબર પિસ્તલ નીકાળી એના માથામાં એની બુલેટ ધરબી દે એની એ રાહ જોવા લાગ્યો.

          શ્યામે ઘણી ફિલ્મો જોઈ હતી. એ ખાસ હોલીવુડ ફિલ્મોનો દીવાનો હતો અને એમાંય લીયામ નીસન એનો ફેવરીટ હતો. એણે ટેકનના બધા પાર્ટ્સ જોયા હતા. એ સમજી ગયો હતો કે એ કોઈ મોટા માફિયા અથવા કોઈ ખુફિયા ગવર્મેન્ટ એજન્સીના લોકો હતા અને એમના કોટના ખિસ્સામાં ફિફ્ટી કેલીબર પિસ્તલ હોય જ એ અંદાજ લગાવતા એને વાર ન લાગી.

          “બલબીર... નસીબદાર હે મુંડા. સર ને બોલા હે ચુનાવ ખત્મ હો જાયે તબ તક જિન્દા રખના હે ઇસે...”  ફોન કટ કરી એ દરીંદાએ પોતાના સાથી તરફ જોઈ કહ્યું.

          શ્યામે એક હાશકારો અનુભવ્યો, એ લોકો એને મારવાના નહોતા. કમ-સે-કમ હાલ પૂરતા તો નહી જ! કમ-સે-કમ એ અમુક સમય પુરતો તો સલામત હતો.

          “ક્યું જિન્દા રખના હે ઇસે...? મુજે નહી લગતા યો કિસી કામકા હે, ક્યા તુમ્હે લગતા હે?” બલબીરે કોટવાળા વ્યક્તિને પૂછ્યું.

          “કયા પતા કબ ઇસકી જરૂરત પડ જાયે. ચુનાવ કે બાદ ખત્મ કર દેના હે.” રાખોડી રંગના કોટવાળા ખડતલ વ્યક્તિએ એના જેવા જ ખડતલ અવાજમાં જવાબ આપ્યો.

          શ્યામ પાસે એક જ રસ્તો હતો. જો એ જીવવા માંગતો હોય તો એમની દરેક સુચનાનું આજ્ઞાકારી બાળક જેમ પાલન કરવું એકમાત્ર વિકલ્પ હતો. એ છેલ્લા કેટલાક સમયથી એમ જ કરતો હતો. એ લોકોએ એની આંખો પર કાળી પટ્ટી બાંધી દીધી. એને અંધારપટ્ટની દુનિયામાં નાખ્યો હતો. એણે દિવસના અજવાશમાં જોયેલી કોઈ ચીજ હતી તો એ હતી એક કાળી વાન જે એને આ કાળ કોટડીમાં લઈ આવી હતી.

          એને મળેલી સુચનાઓ પરથી એને એટલી ખબર હતી કે ભલે એ એમના વિશે કશું નથી જાણતો પણ એ લોકો એના વિશે બધું જાણતા હતા. એ વિચારવા લાગ્યો કે એ સ્વપ્ન હજુ પણ એનો પીછો કેમ નથી છોડતું? શું થયું? કેમ થયું? કેવી રીતે થયું? એના વિચાર કરતો એ અંધારા રૂમમાં બેઠો હતો ત્યાં એકાએક પગલાંનો અવાજ સંભળાયો.

          પગલાનો અવાજ સાંભળી એણે આંખો ખોલી. એને ખબર હતી કે એ કંઈ જોઈ શકવાનો નહોતો. પરંતુ જીવનભરની ટેવ મુજબ અવાજ સાંભળી એની આંખો ખુલી ગઈ હતી. પગલાની સાથે કોઈકના કણસવાનો અવાજ સાંભળી એ ચમક્યો. પગલાનો અવાજ અને કણસવાનો અવાજ નજીક આવ્યા.

          એકાએક એ રૂમમાં એક ઝાંખો બલ્બ પ્રકાશિત થયો.

          કેટલાય સમય બાદ એને પહેલીવાર અજવાળું જોવા મળ્યું. ઝાંખું તો ઝાંખું પણ અજવાળું તો હતું જ! પણ અજવાશ જોયાની એની બધી ખુશી બીજી જ પળે અદૃશ્ય થઈ ગઈ. એને થયું આટલા દિવસો બાદ એ બલ્બ કેમ ચાલુ થયો? શું એ લોકોને હવે એની જરૂર રહી ન હતી? શું હવે એ નકામો હતો? અને જો નકામો થઇ ગયો હોય તો એ લોકો એની સાથે શું કરશે એ એ જાણતો હતો.

          દરવાજો ખુલ્યો અને બહારથી રૂમના ઝાંખા અજવાળાને પ્રભાવિત કરવા માંગતો હોય એમ તેજ પ્રકાશ અંદર દાખલ થયો. એ સાથે બે માણસો પણ દાખલ થયા. એ એ જ માણસો હતા જે એને અહી લાવ્યા હતા.

          એમની સાથે એક યુવતી હતી. લગભગ વીસેક વરસની એ યુવતીનો ચહેરો તો એને બરાબર ન દેખાયો કેમકે એ પૂરો લોહીથી ખરડાયેલ હતો. ગુલાબી ટી-શર્ટમાંથી ખુલ્લા દેખાતા તેના સુવાળા હાથ પર જ્યાં-ત્યાં ઉઝરડા હતા. તે જરાક નમીને ચાલતી હતી.

          એને એક જ નજરે જોઈ શ્યામ સમજી ગયો કે પોતાને આપવામાં આવેલ યાતનાઓ થર્ડ ડીગ્રી નહોતી. એ યુવતીને જોઈ એ સમજી ગયો કે એ લોકો કેટલી હદ સુધી હિંસક હતા. કમ-સે-કમ કોઈ રીઢા ગુનેગારને રિમાન્ડ હોમમાં મારવામાં આવે તેનાથી પણ વધુ યાતનાઓ એ યુવતીના શરીરે ભોગવી હોય એ સ્પષ્ટ દેખાતું હતું.

          યુવતીની બાજુમાં ઉભા કાળા શર્ટવાળા માણસે એ યુવતીને અંદર તરફ ધક્કો આપ્યો. પણ શ્યામને અશક્ત લાગતી એ યુવતીમાં ઘણી શક્તિ હતી. યુવતીએ એટલી હદ સુધી ઘવાયેલ હોવા છતાં પ્રતિકાર કર્યો.

          એને યુવતીની હિમત પર ગર્વ થયો. એ પુરુષ હતો અને એના જેટલો ઘવાયેલ ન હતો છતાં એક આજ્ઞાંકિત બાળકની જેમ એમનો આદેશ માનતો હતો જયારે એ યુવતી એમનો સામનો કરતી હતી. પણ એનો પ્રતિકાર ક્યા સુધી ચાલે? આખરે તો એ એક બેસહાય યુવતી હતીને?

          કાળા શર્ટવાળાની પાછળ ઉભો માતેલા સાંઢ જેવો માણસ આગળ આવ્યો અને તેણે બંદુકનો કંદો યુવતીના માથાના પાછળના ભાગે ફટકાર્યો. શ્યામના મોમાંથી એક રાડ નીકળી ગઈ હોત પણ એણે એના મો પર હાથ દાબી દીધો. શ્યામ એ જાનવરો એમની હેવાનિયત બતાવવાના મુડમાં હોય એ સમયે ચીસ પાડીને એમના ધ્યાનમાં આવવા નહોતો માંગતો.

          પણ એ યુવતીને એવો કોઈ ડર નહોતો. એ તો શેતાનોની હેવાનિયતનો સામનો કરી રહી હતી. એ યુવતીના ગળામાંથી એક ચીસ નીકળી અને એ યુવતી જમીન પર ઢળી પડી.

          શ્યામ એની આંખને ખૂણેથી એ તરફ જોઈ રહ્યો હતો. પેલા જાનવરે યુવતીને ઘસડીને દરવાજાની અંદર તરફ લાવી. એ કોઈ લાશ હોય એમ એની સાથે પેલો જાનવર વર્તન કરતો હતો. શ્યામને ગુસ્સો આવતો હતો પણ એ લાચાર હતો. એ યુવતીની કોઈ મદદ કરી શકે એમ નહોતો. યુવતીને અંદરની તરફ નાખી એ જાનવરે પોતાના સાથી તરફ પોતાની ક્રુરતા અને શક્તિનું પ્રદર્શન કર્યું હોય એમ ગર્વથી જોયું. એમણે એક નજર રૂમમાં નાખી અને રૂમ છોડી ચાલ્યા ગયા. એમની પાછળ રોજના નિયમ મુજબ દરવાજો બંધ થઈ ગયો.

          પણ કઈક હતું જે રોજના નિયમ મુજબ નહોતું થયું. એ શું હતું? બીજી જ પળે શ્યામને સમજાયું. એમના બહાર ગયા પછી પણ એ બલ્બ ચાલુ રહ્યો હતો. એમણે બહારથી લાઈટ બંધ કરી નહોતી.

          પેલી છોકરી એના અનુમાનથી વિરુદ્ધ બેભાન થઈ નહોતી. દરવાજો બંધ થતા જ એણીએ બેઠા થવા પ્રયત્ન કર્યો. આછા અંધારામાં એને જોઈને પણ એ ભડકી નહિ. એણીએ પૂછ્યું, “કિતની દેરસે હો?”

          “પતા નહિ. લાસ્ટ ટાઈમ મોબાઈલમેં દેખા થા તબ 25 જુલાઈ 2016થી. આજ કોનસી ડેટ હે?”

          “લંબી છુટ્ટી મિલ ગઈ. આજ ગ્યારહ નવમ્બર હે.”

          “25 જુલાઈ સે 11 નવંબર. સિર્ફ સાડે તીન મહીને બીતે!” એણે એની જાતને જ જોરથી કહ્યું.

          “યાર, સાડે તીન મહીને કી છુટ્ટી કમ હે ક્યા...?” એને એની ઈર્ષ્યા થતી હોય એમ બોલી.

          “વેકેશન...? તુમ હસ કયું રહી હો?” એણે પૂછ્યું.

          “યાર, મુજે કભી ઇતના વેકેશન નહિ મિલતા હે. બીના કામ આરામ સે ખાઓ પીઓ ઔર પુરા દિન સોના.” ટી-શર્ટથી લોહીવાળો ચહેરો લૂછતાં એ બોલી.

          કોઈ ઘાયલ હાલતમાં આ રીતે વાત કરે એ જોઈ શ્યામને નવાઈ થઈ આવી. એણે પૂછ્યું, “તેરા નામ ક્યાં હે...?”

          “ચાર્મિ, અસલ નામ હે. ઓફીસ મેં સભી મુજે ચુટ્ટી નામસે હી બુલાતે હે. ઔર તેરા નામ ક્યા હે?”

          “શ્યામ, તુમ અખબાર પઢતી હો?” એણે સીધો જ સવાલ કર્યો.

          “કયું?” એણીએ નવાઈથી પૂછ્યું.

          “યે લોગ મુજે ચુનાવ તક જિન્દા રખને વાલે હે.” શ્યામે લગભગ રડી પડ્યો હોય એવા અવાજમાં કહ્યું.

          “કોનસા ચુનાવ?” એ પણ જરા ડરી ગઈ હોય એમ પૂછ્યું.

          “પતા નહિ. જબ મુજે યહા પકડ કે લાયે તબ વો બોલ રહે થે કી ચુનાવ તક જિન્દા રખના હે. પર કોનસા ચુનાવ વો પતા નહિ ચલા મુજે.”

          “તો ફિર ભાગને કી કોશિશ કયું નહિ કર રહે હો? યા યહી પર પડે પડે ચુનાવ આયે ઔર તુમે માર ડાલે ઉસકા ઇન્તઝાર કર રહે હો?”

          “કેસે ભાગું? દરવાજા પુરા દિન બંધ રેહતા હે. યે લોગોને બોલા હે ભાગને કી કોશીસ મત કરના. દરવાજે મેં ઇલેક્ટ્રિક કરંટ લગા રેહતા હે ઔર દરવાજે કે બાહર દો કુત્તે ખડે હે - એક લેબ્રા ઔર દુસરા પીટબુલ. બાહર હર પલ પેહરેદાર રેહતે હે. ભાગને કી કોશીસ કી તો ગોલીસે ઉડા દેંગે.”

          “ખેલ બડા લગતા હે.” ચાર્મિએ ગંભીર અવાજે કહ્યું.

          ચાર્મિએ પાણી લેવા નજીકના માટલા તરફ હાથ લંબાવ્યો પણ એના મોંમાંથી ચીસ નીકળી ગઈ. એનો હાથ સુજી ગયો હતો. શ્યામે ઉભા થઈને એને પાણી આપ્યું. એણીએ પાણી પીધું. શ્યામને મનમાં શક થતો હતો કે આ એમની સાથે ભળેલી તો નહિ હોય ને?

          એ પાણી પી રહી એટલે પ્યાલો બાજુમાં મુકીને એ ઊંડો શ્વાસ લેતા બોલી, “બેઠ... કુછ સોચતે હે..”

          શ્યામ એની સામે ફ્લોર પર બેઠો.

          શ્યામે નોધ્યું કે અર્ચનાએ ગ્રે જીન્સ અને પિંક કલરનું ટી-શર્ટ પહેરેલું હતું. એના કપડાં અને શરીર માટીમાં રગદોળાયેલાં હતા. તેના પગમાં ચપ્પલ કે બુટ નહોતા પરંતુ તેના ડાબા પગમાં ચપ્પલની પટ્ટી ચોટેલી હતી. તેનો ચહેરો લોહી અને માટીથી ખરડાયેલો હતો. લોહી અને માટીમાં ખરડાયેલો હોવા છતાં એનો ચહેરો એકદમ સુંદર લાગતો હતો.

          એ સમજી ગયો કે ચાર્મિએ બચવા માટે ખુબ જ સંઘર્ષ કર્યો હશે. એ સહેજ હોઠ ખોલીને એની સામે તાકી રહી હતી. રૂપાળી છોકરી કોઈની પણ પાસે ધાર્યું કરાવી શકે એમ એ માનતો હતો જે એની ભૂલ હતી એ એને સમજાયું.

          ચાર્મિના કપડાં સાવ ફાટી તો નહોતા ગયા પરંતુ તેને આસ્ફાલ્ટ રોડ પર બોરીની જેમ ઘસડી હશે એ વાત ચોક્કસ હતી. તેની આંખોમાં ભાર લાગતો હતો. તેના બંને હાથ પર સોજા આવ્યા હોય એમ લાગતું હતું. તેના જમણા હાથની આંગળીયો સુજીને ઘીલોડા જેવી થઇ ગઈ હતી. તેના ધૂળ લોહીથી ખરડાયેલો ચહેરો અને એટલા અંધારામાં પણ તેની માંજરી આંખો એનું ધ્યાન ખેચતી હતી.

          પગલાંનો અવાજ સાંભળી શ્યામ એની રોજની જગ્યાએ ચાલ્યો ગયો. દરવાજો ખુલ્યો અને એ જ બે ખડતલ માણસો દાખલ થયા. એમાંના એક બલબીરે પેલી છોકરી તરફ એક પ્લેટ મૂકી અને એક પ્લેટ એની પાસે મૂકી.

          શ્યામની એક જ ખામી કે ટેન્શનમાં એને ભૂખ બહુ લાગે. એને કકડીને ભૂખ લાગી હતી. એણે ખાવાનું ચાલુ કર્યું. છેલ્લા ત્રણ મહિનાથી એ જ ઠંડુ અને સ્વાદ વગરનું ખાવાનું મળતું હતું. એ બધું ભૂલીને ખાવા લાગ્યો. અચાનક એની નજર પેલી છોકરી પર પડી. એની જાદુઈ આંખો હજુ પણ એને અનિમેષ નજરે તાકી રહી હતી. એ ઉભો થયો એની પ્લેટ હાથમાં જ લઈને અને પેલી છોકરી જોડે જઈને બેઠો.

          “છોકરી, ખાઈ લે....” એ બોલ્યો પણ તરત જ એને એની ભૂલ સમજાઈ. એ ગુજરાતીમાં બોલી ગયો હતો. માતૃભુમી અને માતૃભાષા ક્યારેય ભૂલી શકાતાં નથી. એને નવાઈ થઇ કે આટલા સમય પછી પણ એનાથી ગુજરાતી જ બોલાઈ જાય છે.

          “તુમ ગુજરાતી હો...?” એ બોલી.

          “હા...”

          “હું ગુજરાતી બોલી શકું છું તારે તૂટી ફૂટી હિન્દી બોલવાની જરૂર નથી...” ચાર્મિ કઈક કટાક્ષમાં બોલી.

          “પર મેં આપકા નામ ભૂલ ગયા હુ.”

          “ચાર્મિ, ઔર આપ કહને કી કોઈ જરૂરત નહિ હે. તુમ કહોગે તો ભી ચલેગા. ઔર હાં તું ગુજરાતી હી બોલ તેરા હિન્દી મુજે કન્ફયુઝ કરતા હે..”

          “ઠીક છે... હું કહેતો હતો કે ખાઈ લે..”

          એ નિરુત્તર રહી. શ્યામે પ્લેટ એના હાથમાં મૂકી.

          ચાર્મિએ અનિચ્છાએ ખાવાનું ચાલુ કર્યું. તેમણે જમવાનું પતાવી પ્લેટ સાઈડમાં મૂકી. ખાલી પ્લેટ બીજીવાર જમવાનું આવે ત્યારે પેલા બે કાળમુખા લઇ જતા.

          ચાર્મિ શ્યામ તરફ જોઈ રહી હતી.

          “શું જોઈ રહી છો છોકરી......?” શ્યામે તોછડી ભાષા વાપરી. કદાચ એને લાગ્યું હશે કે એ છોકરી એને તું તા થી બોલાવી રહી છે તો એને માન આપવાની કોઈ જરૂર નથી.

          “કેમ...? તને કોઈ તકલીફ છે...?”

          “તકલીફ તો કાઈ નથી પણ....”

          “પણ..?” એ જરાક હસી.

          શ્યામને ગુસ્સો આવ્યો કે આ છોકરીને આવી પરિસ્થિતિમાં પણ ડર કે ચિંતા જેવું કાઈ મહેસુસ જ નથી થતું.

          “ગમે એમ કરી આપણે અહીંથી નીકળવું પડશે..” શ્યામે વાત બદલતા કહ્યું, “શું ખબર આ લોકો આપણને ક્યારે મારી નાખે...?”

          “અહીંથી નીકળી તો ત્યારે શકાય જયારે આપણને ખબર હોય કે આપણને કોણે અને કેમ કેદ કર્યા છે..” ચાર્મિએ પોતાનો મત રજુ કર્યો. એ સાચી પણ હતી એમના કેપ્ટરનો મોટીવ ન સમજાય ત્યાં સુધી એની કેદમાંથી નીકળવાનો રસ્તો વિચારી શકવું અશકય હતું.

          “એ જ તો તકલીફ છે. મને જરા પણ અંદાજ નથી કે મને એમણે કેમ પકડ્યો છે એ લોકો કોણ છે. મને તો એ પણ ખબર નથી કે એ લોકો મારી પાસેથી શું ઈચ્છે છે.” શ્યામેં ઊંડો નિશ્વાસ નાખ્યો.

          “તું કઈ રીતે આ કેદમાં સપડાયો...? તું ક્યાંથી પકડાયો હતો..?” ચર્મીએ એક એજન્ટની અદાથી સવાલ જવાબ શરુ કરી નાખ્યા.

          “મને ખબર નથી કે હું કઈ રીતે અહી આવ્યો.. બસ અહી આવ્યા બાદ મને એમના સવાલ જવાબથી એટલું સમજાયું કે એમણે મને કોઈ અન્ય વ્યક્તિ સમજીને કેદ કર્યો છે.. ”

          “શું કહે છે તું...? એ લોકો કોણ..? કોઈ અન્ય વ્યક્તિ સમજીને કેદ કર્યો છે...? તું કહેવા શું માંગે છે.? જરાક સ્પષ્ટ કહીશ બધું જેથી હું કઈક અંદાજ લગાવી શકું..” ચાર્મિ એકદમ મુજાયેલ લાગતી હતી. કદાચ શ્યામ ગભરાયેલો હતો કે કેમ એના હિન્દી જેમ એનું ગુજરાતી પણ અસ્પસ્ટ બની રહ્યું હતું.

          “મેં કેસે સમજાઉં તુમે...?” શ્યામ પણ અકળાઈ ગયો.

          “ગુજરાતીમાં સમજાવ પણ થોડુક ધીમેથી...” એ ગંભીરતાથી બોલી, “તું જરાક ફ્લેસ બેકમાં જા... તને જરૂર કોઈ એવી ચીજ મળશે જેનાથી અંદાજ આવી શકે..”

          “દિવસોથી અહી એ જ કરી રહ્યો છું... કેટલીયે વાર ભૂતકાળમાં જઈ આવ્યો છું...”

          “તો સમસ્યા શું છે...?”

          “એ જ કે ભૂતકાળમાં પણ સવાલો મારી રાહ જોઈ રહ્યા હોય છે... મને કોઈ સમાધાન મળી જ નથી રહ્યું.”

          “એક કામ કર.. તું સુઈ જા. દિવસોથી તું અહીં એકલો છે માટે તારી માનસિક સ્થિતિ ખરાબ થઇ ગઈ લાગે છે..”

          “સુઈ જાઉં...? બધી ચિંતા છોડીને સુઈ જાઉં..? તને એ શક્ય લાગે છે..?” શ્યામે નવાઈથી પૂછ્યું.

          “કેમ નહિ... મને તો ઊંઘ આવી રહી છે.” ચાર્મિએ વધુ કોઈ સવાલ જવાબ કરવાને બદલે જમીન પર લંબાવ્યું.

          શ્યામ ચાર્મિના ચહેરા સામે એકીટશે જોઈ રહ્યો. એ ભૂતકાળના વિચારોમાં ખોવાઈ ગયો

ક્રમશ: