ૐ નમઃ શિવાય
હું મીરા આજે એક સ્ટોરી નવી શરૂવાત કરું છું, જે વેમ્પાયર અને એક સામાન્ય વ્યક્તિ ની છે. મને પહેલા થી જ ભૂત ની પિસાચ એટલે વેમ્પાયર અને બ્રહ્મરાક્ષસ વિશે જાણવું તેમની સ્ટોરી વાંચવી ખુબજ ગમે છે. મેં ગણી બધી સ્ટોરી વાંચી છે અને તેમના વિશે હું જેટલું જાણું છું તે આધારિત મેં આ સ્ટોરી લખું છું. તમે જાણતા જ હસો કે વેમ્પાયર સામાન્ય વ્યક્તિ જેવા જ લાગે છે, બસ તેમના દાંત નુકીલા અને મોટા હોય છે, અને તેમની આંખો લાલ હોય છે તે લોહી પી ને જીવન જીવે છે. તેમનું અસ્તિત્વ છે કે નઈ તે તો હું પણ નથી જાણતી પણ એવું કહેવાય છે કે તેમની ઉમર ક્યારેય નથી વધતી તે ક્યારે વૃદ્ધ નથી થતા અને તેમના પાસે ગણા પ્રકાર ની શક્તિ હોય છે. હવે વધુ આપડે આગળ જાણીશુ.....
આ સ્ટોરી જે કાલ્પનિક છે અને મારી કલ્પનાઓ ના આધારે મેં આ સ્ટોરી લખી છે, હું આશા રાખીશ કે તમને આ સ્ટોરી ગમશે....
તમને બધા ને નવા વર્ષ ની શુભ કામનાઓ આજ ના આવા શુભ દિવસે હું મારી આ સ્ટોરી ની શરૂવાત કરું છું...
The Story Of love Part-1
2 AM...
પાછળ જોવે તે પેલા જ તેને પોતાના ગળા પર કંઈક નુકીલુ મેહસૂસ થાય છે અને થોડી વાર માં જ તે ત્યાં બેહોશ થઇ ને પડી જાય છે...
*****
એક અઠાર વર્ષ ની છોકરી જેનું નામ માહી છે...
કચ્છ માં રહેતી માહી, જે પોતાના જીવન ની હજુ નવી શરૂવાત કરતી હોય છે, આજે એના જીવન નો મહત્વ નો દિવસ હોય છે ,આજે તેનું ૧૨ રિઝલ્ટ આવાનું હોય છે, આના પર થી જ નક્કી થવાનું હોય છે, કે તે કઈ કૉલેજ માં આગળ જશે...
તેનો ભાઈ નીતિન લેપટોપ લઇ ને બેઠો હોય છે, અને રિઝલ્ટ ખુલે તેની રાહ જોતો હોય છે...
માહી તેની સામે આમ થી તેમ આટા મારતી હોય છે, તેના ચહેરા પર ચિંતા સાફ દેખાઈ આવતી હતી આ તે મનો મન બસ ભગવાન ને પ્રાર્થના કરતી હોય છે કે તેનુ રિઝલ્ટ સારું આવે...
" આવી ગયું રિઝલ્ટ..."
નીતિન જોર થી બોલે છે...
માહી આંખો બંધ કરી ને ભગવાન ને યાદ કરવા લાગે છે અને તે બસ ૐ નમઃ શિવાય બોલતી હોય છે...
" માહી તને ૮૦% આવ્યા છે..."
નીતિન બોલે છે...
આ સાંભળી ને માહી ને વિશ્વાસ ના થયો તે પોતે લેપટોપ હાથ માં લઇ ને જોવે છે...
"મમ્મી-પાપ્પા..."
માહી રિઝલ્ટ જોઈ ને તે જોર જોર થી બોલવા લાગે છે...
જોસનાબેન અને ભાવિકભાઈ જે ૫ વર્ષ પહેલા એક એક્સિડન્ટ માં તેમને ગુમાવી દીધા હોય છે, બસ માહી ના જીવન માં ૩ જ વ્યકતિ હોય છે, એક એનો ભાઈ નીતિન બીજું એના નાની તેમના સાથે તે રહેતી હોય છે અને તેની ખાશ ફ્રેન્ડ નવ્યા તે બન્ને નાનપણ થી ભેગા જ હતા...
"મમ્મી હું પાસ થઇ ગઈ, અને મને ૮૦% આવ્યા..."
માહી ખુશ થઇ ને તેના મમ્મી-પપ્પા ના ફોટો સામે પગે લગતા બોલે છે...
પછી તેના ભાઈ પાસે આવી ને તેના ગળે લાગી જાય છે અને પછી નીતિન કામ થી બાર જાય છે અને માહી પોતાનો ફોન લઇ ને તેના રૂમ માં જતી રે છે...
ખુશી થી તે પોતાનો ફોન માં તેની ફ્રેન્ડ ને કોલ કરવા લાગે છે....
"શું આવ્યું..."
સામે થી નાવ્યા બોલે છે...
માહી ને મસ્તી સુજે છે...
"હું નપાસ થઇ ગઈ..."
માહી રોતી હોય એવા આવાજ માં બોલે છે...
"સાચું કેતો મને શું આવ્યું રિઝલ્ટ..."
આ સાંભળી ને નાવ્યા ચિંતા માં બોલે છે...
"પેલા તારું કે પછી હું મારુ કઇશ..."
તો માહી બોલે છે...
"તેને કહે છે તેને "૭૮% આવ્યા છે..."
તો નાવ્યા બોલે છે...
"મને ૮૦% આવ્યા..."
આ સાંભળી ને માહી કે છે...
આ સાંભળી ને નાવ્યા પણ ખુશ થઇ જાય છે...
"તારા ઘરે વાત કરી આપડા બારે જઈ ને કોલેજ કરવા માટે..."
નાવ્યા બોલે છે...
"હા હું આજે જ વાત કરું છું..."
માહી બોલે છે...
"હા તું પણ જલ્દી વાત કરી લે હું તારા વગર ત્યાં નથી જવા માંગતી..."
નાવ્યા બોલે છે...
"હા તું અને હું સાથે જ જશુ..."
માહી બોલે છે...
પછી નાવ્યા અને માહી તેમની વાતો માં લાગી જાય છે...
"તમને શું લાગે છે માહી તેના ભાઈ ને માનવી શકશે...?"
"તે નાવ્યા સાથે જશે કે નાવ્યા ને એકલું જ જવું પડશે...?"
તે જાણવા માટે જોડાયા રહો મારી સાથે....
The Story Of love ના Part-2 માં